-
હૈયે ને હોઠે રાવ છે એ કાયમી નથી
હળવાશને મેં નોતરી એવું કહી ને કે, પીડાની આવજાવ છે એ કાયમી નથી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
સાવ ખાલી થવાનું જાણું છું
સૂર્ય પૂજા વિશે કહેવું શું ? હું તો બસ જાગવાનું જાણું છું. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
સ્હેજ ખળખળતો, સૂરિલો લય
આંખ છો ને બોલકી હો ને વળી ઉતાવળી હો, પણ હૃદયમાં લાજવંતો લય સલામત રાખવાનો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
સ્થિતિ આ સંબંધમાં સહેવાય નહિં
સાચવી લેજે જણસની જેમ બસ, બંધ મુઠ્ઠી ક્યાંય જો ખોલાય નહિં. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
સોળ ક્યાં શણગાર સજવાની લગન છે
ધ્યાન મારું હોય છે મારી ઉપર અહિં, એની નજરે એમ ચડવાની લગન છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
હતું ઋણ આ સમયનું
આ વસંતી ડાળખીનો, છે પ્રભાવ મારી ઉપર, તો વિતેલી કાલથી બસ, મેં અલગ થવા વિચાર્યું ! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
હા, હશે ક્યાંક અંતરાય હશે
આ તમારા વલણથી લાગે છે કે, લાગણી કે લગાવ ત્યાં ય હશે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
હા નહી. . તો ના ફળે
પ્રશ્નથી પગભર થઈ, લાગણી પણ ઝળહળે ! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
હું વગરની હર ઘડીનું તેજ
હું વગરની હર ઘડીનું તેજ નોખું હોય છે. આ સમજ આ સમજૂતિનું તેજ નોખું હોય છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
સૂર્ય નહિ દીવો થવા જેવું થયું
સૂર્ય નહિ દીવો થવા જેવું થયું. મારી અંદર આયના જેવું થયું #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
સહેજ ઝૂકી મન થયું
બે-ઘડી મળવાનો બસ વહેવાર છે, ફૂલ-ઝાકળના અલગ સંસ્કાર છે ! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
નથી ફર્ક રાખ્યો મેં મારી દુઆમાં
વધારે શું માંગુ તમારી કને હું ? તમે સાથ આપ્યો મને હું થવામાં. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
ધ્યાનમાં કૈં રાખવાનું હોય નહિં
ધ્યાનમાં કૈં રાખવાનું હોય નહિં ! ધ્યાનથી બસ, ચૂકવાનું હોય નહિં ! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
નાની અમથી વાત પર
અંત હળવો થઈ જશે, ભાર દે શરૂઆત પર ! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
નામ ના સુમિરણને પણ
આ ગઝલ જેના થકી છે સવાયી એ, દર્દના કારણ ને પણ તું સવાયું ગણ #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
બસ, ચાંદ જેવું આપણે વધઘટ
પગભર થઈ જવાનો અનુભવ છે આકરો, ગમતા વળાંક જોઈને પાછા વળ્યા છીએ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
પ્રશ્ન ખુદને પૂછવા આઝાદ છું
અર્થ આઝાદીનો મેં આવો કર્યો, મારી લીટી દોરવા આઝાદ છું. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
બાદ થોડો મેં કર્યો હુંકાર ત્યાં
પ્રશ્ન સહેલા કેમ, ક્યાં ના લાગે છે, જ્યાં જવાબો થઈ જતા પડકાર ત્યાં. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
પ્રશ્ન અથવા જવાબ હોઈ શકે
વાંચે છે આ હવા સતત જેને, પાંદડા પણ કિતાબ હોઈ શકે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
પ્રશ્નો કરો ને માર્ગ અલગ આગવા કરો
જો જો, સમય જતા એ ગજું કાઢશે અહી, આ શબ્દ વિષે આટલી સંભાવના કરો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
પોતીકા તેજ માટેના નુસખામાં
પોતીકા તેજ માટેના નુસખામાં રસ પડ્યો. એ કારણે મને હવે મારામાં રસ પડ્યો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
પહોંચ મારી ચકાસી લઉં છું
નથી, નથી ના શું ગીત ગાવા, જે મારું છે એ લૂંટાવી લઉં છું. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
નામ સાથે નામ ને જોડ્યું
રાહ જોવાની મળે જાહોજલાલી બેઉ ને, એટલું અંતર અમે રાખ્યું હતું સમજણ થકી ! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
પડતર સવાલ પૂછશે
તૈયારી તો હતી કે સમય સાથે હું રહું, સામા પૂરે તરાવશે, ધાર્યું ન’તું કદી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya