સૂર્ય નહિ દીવો થવા જેવું થયું.
મારી અંદર આયના જેવું થયું
ખુદને મળવાના સમા જેવું થયું.
રાહ જોવામાં કૃપા જેવું થયું.
આંગળી ચીંધાય છે ખોટી-ખરી,
દાખલારૂપ થઇ જવા જેવું થયું.
યાદમાં, ફરિયાદમાં, સંવાદમાં,
જે થયું, કિસ્સા-કથા જેવું થયું.
શું કહું એ વારતા અંગે હવે?
મૌન જ્યાં પ્રસ્તાવના જેવું થયું.
થ્યું, થશે કે થાય છે એમાં કદાચ,
કોઈ છૂપી યોજના જેવું થયું.
એનું તો મોસમ મુજબનું છે વલણ,
આવવું એનું જવા જેવું થયું.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply