પ્રશ્નો કરો ને માર્ગ અલગ આગવા કરો.
ભીતર જવાની એમ સરળ જાતરા કરો.
આગળ જવાનો અર્થ ખરેખર છે આટલો,
પાછળ છે એના માટે સમયસર જગા કરો.
વાતો અને વિચારની ધારી અસર થશે,
પોતીકી લાગે એવી જો પ્રસ્તાવના કરો.
ખુદની નજરમાં પણ તમે ઊંચા થઈ જશો,
માંડો પરબ ને એમ તરસની તમા કરો.
એ હાથ ઝાલી હામ અને હૂંફ આપશે,
ખાલી ક્ષણોની હાથવગી સંપદા કરો.
કોઈના પેંગડામાં ભલે પગ મૂકો નહીં,
થોડુંક તો તમારા હિસાબે જમા કરો.
જો જો, સમય જતા એ ગજું કાઢશે અહી,
આ શબ્દ વિષે આટલી સંભાવના કરો.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply