ધ્યાનમાં કૈં રાખવાનું હોય નહિં !
ધ્યાનથી બસ, ચૂકવાનું હોય નહિં !
મોણ નાંખી ચાખવાનું હોય નહિં,
સ્વપ્નને શણગારવાનું હોય નહિં !
તર્ક હાવી થાય જ્યાં તથ્યો ઉપર,
ત્યાં પછી કાજી થવાનું હોય નહિં !
હાથતાળી આપી ને બોલ્યો સમય. .
કોઈની પાછળ જવાનું હોય નહિં !
પાઠ ઝરણાં એ સહજ આ શીખવ્યો,
મન મુજબ મન વાળવાનું હોય નહિં !
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply