હલદીઘાટીનું યુદ્ધ એ હિન્દૂ-મુસ્લિમ યુદ્ધ નહોતું. એ અકબરની કુટિલતા નું પરિણામ હતું. અકબરે લગભગ સમગ્ર રાજસ્થાન પર કબજો જમાવી દીધો હતો. શુ મેવાડ કે શું મારવાડ ! એક જ સામ્રાજ્ય બાકી હતું —ચિત્તોડનું ! ચિત્તોડનો કિલ્લો જીત્યો અકબરે પણ સિસોદિયા વંશને ખતમ કે એનું આધિપત્ય ખતમ ના કરી શક્યો. આ દરમિયાન ઉદેસિંહનું મૃત્યુ થઈ. સંઘર્ષ પછી રાજા મહારાણા પ્રતાપ બન્યા. પ્રતાપ ગાદીએ બેઠા એમનો રાજ્યાભિષેક ચાવંડમાં થયો હતો
અકબરે દૂતો મોકલ્યા પ્રતાપ પાસે એનું આધિપત્ય સ્વીકારવા. મહારાણાએ ના પાડી દીધી. મહારાણાને હરાવવા અકબરે માનસિંહને ટ્રેનિંગ કેમ્પમાં સૈન્ય તૈયાર કરવા મોકલ્યા. કારણકે અકબરને સમથળ ભૂમિના યુદ્ધનો જ અનુભવ હતો પહાડો પર લડવા એમની સેના ટેવાયેલી કે કેળવાયેલી નહોતી. જયારે પ્રતાપ એ મહેલોમાં ઉછર્યા જ નથી એ તો સાત પહાડોમાં જ પોતાનું જીવન વિતાવતાં હતાં. એટલે સુધી કે પ્રતાપ ન્હાતા પણ પહાડી ઝરણાંઓમાં. ખાતાં પણ જંગલો અને પહાડોમાં જ ! ભગવાનદાસ એ રાજા હતો કછવાહા વંશનો પણ એમનું ક્ષેત્ર આમેર -જયપુર અને અજમેર સુધી જ હતું. તેઓ પણ અરવલ્લીની પહાડીઓથી વાકેફ જરૂર હતાં પણ અનુભવ નહોતો કે નહોતો અનુભવ કુંવર માનસિંહને. અકબર પાસે તોપો હતી જે પહાડ પર તો લઇ ના જઈ શકાયને !
જ્યારે અકબર-પ્રતાપ વચ્ચે યુદ્ધ થયું ત્યારે એ કુંવર માનસિંહ જ હતાં રાજા નહીં ! આ વાત દરેકે ધ્યાનમાં રાખવાં જેવી છે.
અકબરે માનસિંહને કહ્યું પ્રતાપને મારીને જ આવજો. આ મારી આબરૂનો સવાલ છે. અકબરની સેનાનો સેનાપતિ હતો માનસિંહ. અકબરની સેનામાં 50 ટકા મુસ્લિમો હતાં. આ મુસ્લિમો એટલે ઉત્તર પ્રદેશના ફતેહપુર સિક્રી પાસે સ્થિત બારાહ ના સૈયદો જે લડાઈમાં પાવરધા. આમના યુદ્ધકૌશલ આગળ ભલભલા પાણી ભરે !
પરંતુ મહારાણા પાસે આ સૈયદોને હંફાવી શકે એવો એમનો એક ખાસ માણસ હતો, નામ એનું હકીમ ખાં. એને મોગલો પ્રત્યે ભારોભાર નફરત. તે મોગલોને વિદેશી ગણતો હતો. એટલે કે ભારતના નહીં. માનસિંહ સામે ખુદ પ્રતાપ લડશે એવું હકીમ ખાં એ કહ્યું. પણ મને આ મોગલો – સૈયદોનો સામનો કરવાં દો. એ બહાને હું દેશની – મેવાડની અને તમારી સેવા તો કરી શકું. આ સાંભળી મહારાણા પ્રાતાપના મનમાં એક વિચાર આવ્યો !
મોગલ સેનાનું નેતૃત્વ માનસિંહ જરે છે અને આ સૈયદોને હંફાવવા અને જ્યારે મારાં જ વિશ્વાસુ રાજપૂતો સાથે નથી. તો મુસ્લિમ સામે મુસ્લિમ ને જ ભીદાવવો જ ઉચિત છે. અને હું પોતે જ માનસિંહ ને હંફાવીશ. એને એની ઓકાત બતાવવાનો વારો મારો જ છે. કારણ મહારાણા પ્રતાપ બે તલવારો રાખતાં
એ દુશ્મનોને લડવાની એક તક આપતાં. સૈયદોને તો હકીમ ખાં પહોંચી વળશે અને પોતાની પ્યારી સેના એમ ન માને કે આપણે આપણા ભાઈઓ આપણી કોમના જ માણસો સામે નથી લડી રહ્યાં. આ દીર્ઘદ્રષ્ટિથી હકીમ ખાં સુરીને સરસેનાપતિ બનાવ્યો. આ હતો મહારાણા પ્રતાપનો માસ્ટર સ્ટ્રોક. પ્રતાપ રાજા તરીકે જ લડયા હતા સેનાપતિ તરીકે નહીં, આમાં પ્રતાપની કુનેહ અને એમના શૌર્યે અકબરને ધૂળ ચટાવી.
મહારાણા પ્રતાપ આ રીતે લોકલાડીલા અને મહાન હતા. આ વાતને વધાવવી જોઈએ દરેકે !
~ જનમેજય અધ્વર્યુ
Leave a Reply