✪ વંશ – ગુહિલ – ગુહિલોત – ઘેલોત
✪ કૂલ – સૂર્યવંશી
✪ પ્રાચીન જનપદ – શિવી
✪ રાજધાની – માધ્યમિકા
✪ પ્રાચીનનામ – મેદપાટ
✪ સંસ્થાપક – ગુહિલ
✪ સ્થાપના – ઇસવીસન ૫૬૬
✪ વાસ્તવિક સંસ્થાપક – બપ્પા રાવલ
✪ મધ્યકાલીન મેવાડનો સુવર્ણકા કાલ (ડૉ. દશરથ શર્મા અનુસાર) રાવલ જૈત્રસિંહ
✪ કુળદેવી – બાણમાતા
✪ વિશેષતા – વિશ્વનો સૌથી પ્રાચીનતમ એવં એકમાત્ર જીવિત -હયાત રાજવંશ
✪ રાજધ્વજ – ઉગતો સૂર્ય એવં ધનુષબાણ અંકિત
✪ ઉત્પત્તિ – ભગવાન શ્રીરામ પુત્ર “કુશ”ના વંશજ
– ઈરાની બાદશાહ નૌ શેરવાં આદિલના વંશજ (અબુલફઝલ)
– વલ્લભી નરેશ શિલાદિત્ય એવં રાણી પુષ્પાવતીના પુત્ર ગુહિલ ( કર્નલ ટોડ એવં નૈણસીરી ખ્યાત)
✪ રાજવાક્ય – ” જો દ્રઢ રાખે ધર્મ કો, તિહિ રાખે કરતાર ”
✪ કુલ શખાઓ – ૨૪ ( મૂહણોત નૈણસી અનુસાર)
✪ મેવાડ પર શાસન કરવાંવાળી શાખાઓ –
– રાવલ શાખા (સંસ્થાપક ક્ષેમસિંહ – અંતિમ નરેશ રાવલ રત્નસિંહ
– સિસોદિયા શાખા (સંસ્થાપક રાહપ પ્રથમ નરેશ – રાણા હમીર
✪ રાજધાનીઓ –
– આહડ (અલ્ટ દ્વારા)
– ચિત્તોડ (જૈત્રસિંહ દ્વારા)
– ઉદયપુર (રાણા ઉદયસિંહ દ્વારા ઇસવીસન ૧૫૫૯માં સ્થાપિત)
– ચાવડ (મહારાણા પ્રતાપ દ્વારા ઈસવીસન ૧૫૮૫માં સ્થાપિત)
✪ કુપ્રથાઓનો અંત –
– ડાકણ પ્રથાનો સમ્પૂર્ણ અંત રાજપૂતોએ સર્વપ્રથમ ખેરવાડા (ઉદયપુર)માં ઈસવીસન ૧૮૫૩માં રાણા સ્વરૂપસિંહનાં કાળમાં કેપ્ટન જે.સી .બુક દ્વારા પ્રતિબંધિત
– સતીપ્રથાનો અંત ઇસવીસન ૧૮૬૧માં
– માનવ વ્યાપાર પ્રથા પી એ મેજર ટેલર દ્વારા ઇસવીસન ૧૮૬૩માં મહારાણા શમુસિંહના કાળમાં પ્રતિબંધિત
✪ મેવાડ નરેશ કે જેમણે વિદેશીકન્યા સાથે વિવાહ કર્યા – અલ્લટ (આલુરાવ)નો હુણ રાજકુમારી હિરણ્યાદેવી સાથે
✪ દિલ્હી સલ્તનત સાથે પ્રથમ વિખ્યાત સંઘર્ષ – રાવલ જૈત્રસિંહ દ્વારા સુલતાન ઈલ્તુમીશ સાથે …….. ભૂતાના યુદ્ધ (ઇસવીસન ૧૨૨૧ -૧૨૨૯ મધ્યે ) )
✪ સિક્કાઓ –
– પદશાહી ભિલાડી, ચાંદોડી (રાણા ભીમસિંહ દ્વારા પોતાની બહેન ચંદ્રકંવરની સ્મૃતિમાં પ્રચલિત સુવર્ણ સિક્કા)
– એલચી (અકબર દ્વારા) ઉદ્ય્પુરી,ચિત્તોડી, ઢીંગલા, સ્વરૂપશાહી, ત્રિશુલિયા, ભીડરિયા,નાથદ્વારીયાં, દ્રમ
✪ અફઘાન (શેરશાહ સુરિની આધિનતા સ્વીકાર કરવાંવાળા નરેશ – રાણા ઉદેસિંહ ( ચિત્તોડ દુર્ગની ચાવીઓ શેરશાહ સૂરીને મોકલાવી)
✪ એકમાત્ર અવસર જયારે કુંભલગઢ પર વિદેશી અધિકાર થયો મહારાણા પ્રતાપના કાળમાં એપ્રિલ ૧૫૭૮માં શાહબાઝ ખાં જે અકબરનો સેનાપતિ હતો તેનાં દ્વારા
✪ મુગલ અધીનતા અસ્વીકાર કરીને કરીને સંઘર્ષ કરનાર પ્રથમ નરેશ – રાણા ઉદેસિંહ (ઉદયસિંહ)
✪ મોગલો સાથે સંઘર્ષમાં છાપામાર યુદ્ધ પદ્ધતિનો પ્રયોગ કરવાંવાળા પ્રથમ નરેશ – રાણા ઉદેસિંહ
✪ મુગલો સાથે સંઘર્ષ કરનાર રાજપુતાનાના પ્રથમ નરેશ – રાણા સાંગા (ખાનવા યુદ્ધ (૧૭ માર્ચ ઇસવીસન ૧૫૨૭)
✪ મોગલો સાથે સંઘર્ષ (યુદ્ધ) કરવાંવાળા અન્ય સિસોદિયા નરેશ –
– રાણા ઉદયસિંહ – અકબર સાથે ચિત્તોડ યુદ્ધ ઇસવીસન ૧૫૬૭-૧૫૬૮
– મહારાણા પ્રતાપ – અકબર સાથે હલ્દીઘતી યુદ્ધ – ૧૮ જુન ઇસવીસન ૧૫૭૬
-. રાણા અમરસિંહ – જહાંગીર સાથે
-. રાણા જયસિંહ – ઔરંગઝેબ સાથે
-. રાણા રાજસિંહ – ઔરંગઝેબ સાથે
✪ પ્રથમ મેવાડ – મુગલ સંધિ – રાણા અમરસિંહ એવં જહાંગીર સાથે (૫ ફેબ્રુઆરી ઇસવીસન ૧૬૧૫)
✪ બ્રિટીશ કંપની સાથે સંધિ – રાણા ભીમસિંહ દ્વારા (૧૩ જાન્યુઆરી ઇસવીસન ૧૮૧૮માં)
✪ ઇસવીસન ૧૮૫૭નો બળવો –
-. રાણા સ્વરુપ્સિંહના સમયમાં
-. પી. એ કેપ્ટન શોકર્સ
✪ મેવાડ પ્રજામંડલ – રાણા ભૂપાલસિંહના કાળમાં
– સ્થાપના – ૨૪ એપ્રિલ ઇસવીસન ૧૯૩૮
– સ્થાપક – માણિક્યલાલ વર્મા
– અશ્વપતિ – રાણા કુંભા
✪ એકીકરણ સમયે અંતિમ નરેશ –
– રાણા ભૂપાલસિંહ
– તૃતીય ચરણ સંયુક્ત રાજસ્થાન સંઘમાં
– ૧૮ એપ્રિલ ૧૯૪૮ન રોજ
✪ સ્રોત स्त्रोत-
– એકલિંગ પ્રશસ્તિ (ઇસવીસન ૯૭૧ )
– કીર્તિસ્તંભ પ્રશસ્તિ (ઇસવીસન ૧૪૬૦)
– કુંભલગઢ પ્રશસ્તિ (ઇસવીસન ૧૪૬૦)
✪ ઉપાધિયો એટલેકે તેમને મળેલા બિરુદો –
– ભારતના ચાર્લ્સ માર્ટલ (ચાર્લ્સમાદિત્ય) – બપ્પા રાવલ
– રણરસિક – રાવલ જૈત્રસિંહ
– ઉમાપતિવરલબ્ધપ્રૌઢપ્રતાપ – રાવલ તેજસિંહ
– શત્રુઓનો સંહાર કરવામાં સિંહ સમાન શુરવીર – રાવલ સમરસિંહ
– વિષમઘાટી પંચાનન – રાણા હમીર
– મેવાડના ભીષ્મ પિતામહ – યુવરાજ ચુન્ડા
– મેવાડના કર્ણ – ભામાશા (કર્નલ ટોડ અનુસાર)
– કીકા (નાનો છોકરો) – મહારાણા પ્રતાપ
– વિજયકટકાઉ – રાણા રાજસિંહ
– ઓ નીલા ઘોડા રા અસવાર – મહારાણા પ્રતાપ
– સ્થાપત્યકલાનો રાજકુમાર – રાણા કુંભા
– ભારતના અજેય શાસક – રાણા કુંભા
– અભિનવ ભરતાચાર્ય (કુંભાનો સંગીતપ્રેમ) – રાણા કુંભા
– રાણોરાસૌર (સાહિત્યકારોનાં આશ્રયદાતા)- રાણા કુંભા
– રાજગુરુ( રાજનીતિક સિદ્ધાંતોમાં દક્ષ) – રાણા કુંભા
– હાલગુરુ (પહાડી દુર્ગોના સ્વામી – રાણા કુંભા
– પરમગુરુ ( પોતાના સમયના સર્વોચ્ચ શાસક – રાણા કુંભા
– છાપગુરુ (છાપામાર યુદ્ધકલામાં દક્ષ) – રાણા કુંભા
– નરપતિ – રાણા કુંભા
– ગજપતિ – રાણા કુંભા
– દાનગુરુ – રાણા કુંભા
– હિંદુ સુરતાણ – રાણા કુંભા
– હિંદુપત – રાણા સાંગા
– સૈનિકોનો ભગ્નાવશેષ – રાણા સાંગા ( કર્નલ ટોડ અનુસાર)
– મેવાડ કેસરી – મહારાણા પ્રતાપ
– હલ્દીઘાટીનાં સિંહ – મહારાણા પ્રતાપ
** નોંધ : આમાંની કેટલીક બાબતો સાથે હું સહમત નથી બાકી બપ્પા રાવલ રાણા કુંભા, રાણા સાંગા, રાણા હમીર,રાવલ રત્નસિંહ અને મહારાણા પ્રતાપ પર હું આગાઉ લખી જ ચુક્યો કચું તેમ છતાં હું આ મેવાડના રાજાઓના રોચક તથ્યો આપવાનો જ છું. બીજાં રાજાઓ પર ક્યારેક લખીશ બાકી હવે તો ગુજરાતનો ઈતિહાસ એ જ મારુ લક્ષ્ય ! **
સંકલન – જનમેજય અધ્વર્યુ
Leave a Reply