ભારતના ઇતિહાસમાં એક રાજા એવાં પણ થયાં છે કે જેમનું નામ એ વિશેષન છે અને પાછળ જે અટક લગાઈ છે તે અટક નહીં પણ તેમની ઉપાધિ છે એટલે કે એ પણ એક વિશેષણ. તેમનું નામ છે બપ્પા રાવલ. જી… હા… ગુહિલોત-સિસોદિયા વંશના સ્થાપક. આ બપ્પા (બાપા} રાવલ નું મુળનામ કાલભોજ છે. જો કે આપણા ઈતિહાસકારોણે તો કૈંક નવું , કૈંક જુદું કહેવાની ટેવ જ હોય છે. એટલે એમનું નામ શિલાદિત્ય અને ખુમાણપણ કહે છે. પણ એમનું સાચું નામ કાલભોજ છે. બપ્પા એ એટલે પિતા. પણ કોના ? પ્રજાના.. કેમ ? તો ભાઈ એ પોતાની પ્રજાનાં તારણહાર હતાં, એમના રક્ષક હતાં. એમણે પોતાની પ્રજાનું રક્ષણ બાખૂબી કર્યું છે. તેમણે ઇસવીસન ૭૨૮થી ઇસવીસન ૭૫૩ સુધી મેવાડ જો કે તે સમયે તે મેવાડ નહોતું કહેવાતું પણ મેદપાટ કહેવાતું હતું. તેની ધુરા સાંભળી હતી અને ગુહિલોત વંશની સ્થાપના કરી હતી. એકલિંગજીનું જગવિખ્યાત શિવમંદિર એમણે બંધાવ્યું હતું. આ ગુહિલોત વંશમાં પછીથી રાવલ વંશ અને સિસોદિયા વંશે રાજ કર્યું હતું. ભારતીય ઇતિહાસનો આ લાંબામાં લાંબો રાજવંશ છે !
બપ્પા રાવળે આરબોને સિંધ સુધી જ સીમિત રાખ્યા હતાં. તેમને ભારતમાં ઘુસવા ન્હોતાં દીધાં. ઇસ્લામ ધર્મ તો સાતમી સદીની સ્શ્રુઆતમાં અસ્તિત્વમાં આવ્યો હતો. પણ એનો પ્રસાર એશીયાઇ દેશોમાં નહોતો થયો. એટલે આ સદીમાં જેટલાં પણ આક્રમણો થયાં તે આરબ આક્રમણો જ ગણાય છે. કરણ તેઓ ભારતમાં ઘુસી જ ન્હોતાં શક્યાં પણ એક વાત બની કે તેઓ સિંધમાં મુલ્તાનમાં રહી પોતાની હુકુમત ચલાવતાં હતાં તેમનો કોઈ રાજા નહોતો નહોતો તે વખતે
પણ તોય તેમની સત્તા પ્રવર્તમાન હતી. બપ્પા રાવલ જાતે મુલતાન જઈને એમના પર દેખરેખ રાખી ખાળતા હતાં. હવે આ જ સમય છે જયારે કાશ્મીર પર મુસ્લિમ આક્રમણો થયાં હતાં ! જો કે એ સત્ય નથી કારણકે મુસ્લિમ ધર્મ આગળ વધ્યો જ નહોતો, એ સમયમાં કાશ્મીર પર ચીન – મોંગોલિયામાંથી આક્રમણો થતાં હતાં. પણ એમાં એક વાત તો છે કે એ મુસ્લિમો નહોતાં અલબત્ત આઠમી સદીની શરૂઆત સુધી તો શકો અને હુણોએ બહુ હુમલા કર્યા હતાં. એટલે એ વાત ખારિજ કે આઠમી સદી સુધી કોઈ મુસ્લિમ -આરબ અક્રાંતા ત્યાં ગયાં જ નથી ! બૌદ્ધોની વાત બૌદ્ધો જાણે, ચીનાઓની વાત ચીન જાણે, અને મોંગોલોની મોંગોલ જાણે ! આ બધું એટલાં માટે કહું છું કે આરબ આક્રમણ પહેલું જ ઈસવીસન ની આઠમી સદીમાં થયું છે. ખયાલ રહે હું આરબ આક્રમણની વાત કરું છું. બીજાં આક્રમણોની નહીં !
જો પહેલું જ આક્રમણ ૨૦ -૨૦ વર્ષ સુધી ખળાયું હોય તો પછી આરબો ભારતમાં ત્યાર પછી આક્રમણ કરી જ કેવી રીતે શકે ! વાત ખાલી ઇસવીસન ૭૫૩ પછી ૯ જ વર્ષની એટલે કે ઇસવીસન ૭૬૨ની છે. આ એક અણસાર છે જે ઈતિહાસ રસિકોને ખબર પડી જવી જોઈએ કે હું આ કેમ કહું છું તે ! એ વાતનો ખુલાસો ગુજરાતના ઇતિહાસમાં કરવાનો જ છે મારે ! એટલે અત્યારે પડદો !
વાત છે બપ્પા રાવલની. બપ્પા એટલે પિતા એ તો જોયું તો રાવલ એટલે રાજાઓને આપવામાં આવતું બિરુદ. જે રાવલ વંશનાં રાજાઓ સુધી ટકયું પણ સિસોદિયા વંશથી તેઓ રાણા કહેવાયા. વાર્તાઓમાં બપ્પા રાવલને રાક્ષસી માનુષ ચીતરવામાં આવ્યો છે. તે રોજ ૩ પીપડા ભરીને દારૂ પીતો હતો. તે રો જ ચાર બકરા ખાઈ જતો હતો. તે તોપ લઈને રોજ ૨૦ કિલોમીટર દોડતો હતો. વગેરે… વગેરે… પણ આ વાર્તાકારો એક વાત ભૂલી ગયાં કે ભારતમાં તોપ તો સૌપ્રથમવાર બાબર લાવ્યો છે.
ઈતિહાસકારો તો બપ્પા રાવલની સાલવારીમાં પણ ખોટાં પડે છે. એમને જાતજાતની અને ભાતભાતની સાલવારી કાઢી છે જે સત્યથી વેગળી છે. પણ એક વાત સત્ય છે કે એમણે આરબોને ગાજર-મૂળાની જેમ વધેરી નાંખ્યા હતાં. આરબ આક્રમણ ગુજરાત પર થયું હતું કે નહિ કે ત્યાર પછી ભારત પર પણ આરબ આક્રમણો થયાં હતાં તેની વાત ગુજરાતના ઈતિહાસમાં ! આ માત્ર આવનારા વંશોનો અણસારો માત્ર છે !
જય હો રાજા બપ્પા રાવલની
જય મેવાડ
જય રાજપુતાના
હર હર મહાદેવ
~ જનમેજય અધ્વર્યુ
Leave a Reply