હાઉસ યોર જોશ…?! હાઈ સર..!!
ઉરી મુવી જોયા પછી તમારો જોશ.. પણ આટલો જ હાઈ થઇ જશે….!!
૧૮ સપ્ટેમ્બર ૨૦૧૬નાં દિવસે ઇન્ડિયન આર્મી બેઝ કેમ્પ પર થયેલાં આંતકવાદી હુમલાનાં જવાબમાં ભારતીય જવાનો જે શોર્યથી પાકિસ્તાન ઓક્યુપાઇડ ‘ભારતીય’ કશ્મીરમાં અડધી રાતે ઘૂસીને જે બદલો લે છે તેની હાઈ જોશથી બનેલી ‘ભારતીય સેના પર ગર્વ’ કરાવતી દરેક ભારતીયોની છાતી ‘૫૬ ઇંચની’ થઇ જાય એવી એક બોલીવુડની ઓછી કહી શકાય એમાંની એક સ્ટ્રેટ ફોરવર્ડ ફિલ્મ..!! સ્ટ્રેટ ફોરવર્ડ એટલા માટે લખવું પડ્યું કે આ ફિલ્મ બીજી આર્મી ફિલ્મની જેમ ‘પ્રેમી-પ્રેમિકાની’ વાતોથી દુર રહી છે..!! અહિયાં બે ‘માતા’ પ્રત્યે પ્રેમ ઉભરી આવે છે..એક માતા ‘ભારતમાતા’ અને બીજી માતા ‘ફિલ્મ’માં જોઈ લેજો..!!
ખુશીની વાત એ હતી..કે પુરા થીએટરમાં, ફિલ્મમાં સૈનિકો જેટલા ‘ફિલ્મી’ આંતકવાદીઓને મારતા હતાં એટલી જ તાળીઓથી થીએટર ગુંજી ઉઠતું..!! જયારે સેના શ્રીનગર પાછી ફરે છે ત્યારે થીએટરમાં લોકો ઉભા થઈને સેનાનાં ને વધાવી લીધી હતી… ભલે આ બધું જ ફિલ્મી હતું પણ દરેક લોકો એ અનુભવ્યું હતું… આ જ ઉદેશ્ય હતો આ ફિલ્મનો…!! આપણી દેશ ભક્તિ ખાલી ૧૫ ઓગસ્ટ અને ૨૬ જાન્યુઆરીના દિવસે જ જાગે એવું નાં હોય… દેશની સેના જ્યારે આવું અદભુત કામ કરીને આવે ત્યારે પણ લોકોને ખબર પડવી રહી કે શાંતિથી ઊંઘી શકો છો એની પાછળ ભારતીય સેના છે.
◆ રાજનૈતિક વાત :
કેટલાક વાઈર જેવા પ્રિન્ટીંગ મીડિયા ખબર નહિ શું ખાઈને પેદા થયા છે… એમની દરેક બાબતમાં નકારાત્મકતા જ દેખાય છે. હજી ફિલ્મનું ટ્રેલર આવ્યું હતું અને વાઈર જેવા પ્રિન્ટીંગ મિડીયાએ છાપી માર્યું કે ‘ઘણું ઝેરીલું હાઈપર નેશનલીઝમ’ દર્શાવતી ઉરી આવી રહી છે… અરે ભાઈ હાઈપર નેશનલીઝમ એટલે શું પહેલાં એતો કહે…? બધી વાતે કઈ વિરોધ ન હોય. એ વખતે કેટલાક ખાંસી ખાતાં નેતાઓ પણ સર્જીકલ સ્ટ્રાઈકનાં ફૂટેજ સબુત માંગતા હતાં…? કઈ જાતના દેશને નેતાઓ મળ્યા છે એ ખબર નથી પડતી, બધી વાતે વિરોધ એવું એમ..!!
હજી કેટલાંક એટલે મુવી જોવા નહિ જાય કે આ ચુંટણી પહેલાં આવી છે, એટલે મોદીને ફાયદો થશે. મોદીને ફાયદો થાય કે નાં થાય પણ ભારતીય સેના પ્રત્યે તમારી શ્રદ્ધા જરૂર વધી જશે..!! રસ્તે વિહિકલ ચલાવતા ચલાવતા કોઈ સેનાનો જવાન જતો દેખાશે તો એને ‘બેજીજક’ સલામી આપી દેશો..!! એટલે રાજનીતિની ચિંતા કર્યા વગર જજો. ભાઈ…!!
છેલ્લી વાત : ફિલ્મની એક વાત ઉરી હુમલા સાથે જોડાયેલી નથી. જેમ કે ટ્રેલરમાં ૩૬મી સેકન્ડે તમને જોવા મળતું એક દ્રશ્ય એક દિકરી અને માતાનું છે. એ ઉરી હુમલા સાથે સંકળાયેલું નથી પણ ખરેખર ભારતીય સેનામાં કર્નલ એમ.એન.રાઈ ૨૦૧૫માં થયેલા એક આંતકવાદી હુમલા શહીદ થયા હતાં ત્યારે તેમની જ દિકરી જુસ્સાથી એ વાક્ય બોલી હતી, તેનાથી પ્રેરિત થયેલું છે..!! જેની લીંક કોમેન્ટમાં મુકું છું..!!
સલામ.. દરેક જવાન ને.. જવાનનાં કુટુંબને..!!
જય હિંદ..!!
~ જય ગોહિલ
Leave a Reply