કોઈને તેમની પ્રિય વસ્તુ કે વ્યક્તિ દુર જાય તે પસંદ નથી હોતું.. નજીક હોય ત્યારે ક્યારેક આપણે તેમની ફીલિંગ્સ કદાચ સંપૂર્ણપણે સમજી શકતા નથી પણ દુર જાય પછી કદાચ સમજાય છે… એના પરિણામ સ્વરૂપે ક્યારેક આપણે રડી લઈએ છીએ તો ક્યારેક ગુસ્સો કાઢી લઈએ છીએ. પણ એ વસ્તુ કે વ્યક્તિને મિસ તો અવશ્ય કરીએ છીએ જ.
વસ્તુ કે વ્યક્તિના દુર જવાના કારણો ભલે જુદા જુદા હોય… પણ જો દુનિયામાંથી જ વિરામ લઇ લીધો હોય તો એના માટે વલોપાત કરવો નકામો.. બસ એ યાદ જ બની રહેવાની… આપણી તૃષ્ણા જ રહેવાની…પરંતુ એ વ્યક્તિ ક્યાંક દુર ચાલી ગઈ હોય તો પાછી મેળવવી મુશ્કેલ નથી. બસ ક્યાંક ઈગો આડો આવી જતો હોય છે. પણ આપણા માટે શેનો વળી ઈગો બરોબર ને !
ક્યારેક એવું પણ બને છે કે આપણે કોઈના માટે ધારી લઈએ છીએ કઈક .. વિચારી લઈએ કઈક …પણ ખરેખર એ એવી હોય પણ નહિ..
ઘણી વખત એવું તમે અનુભવ્યું હશે કે જેના માટે આપણે એમ વિચારતા હતા કે આ વ્યક્તિ ભલે સારી સારી વાતો કરે પણ ખરેખર એના દિલમાં તમારા માટે કઈક બીજી જ ફીલિંગ્સ છે.. પરંતુ યાદ રાખજો.. જે વ્યક્તિ તમારા માટે સારી છે એ હમેશા સારી જ રહેશે… એ ભૂલથી પણ તમારું ખરાબ નહિ વિચારી શકે.. કારણ કે એમના માટે તમે અમુલ્ય છો.
~ વાગ્ભિ પાઠક
( સંદર્ભ : વિવિધા – ઇબુકમાંથી | ક્રમાંક : ૦૮ )
Leave a Reply