ચાઇનીઝ વસ્તુઓનો બહિષ્કાર…!!! શું ખરેખર એ શક્ય ખરું ? અને હા તો કેવી રીતે..!!
૨૦૧૪-૧૫નાં સર્વે પ્રમાણે ચીનએ ભારતનું સૌથી મોટું ટ્રેડીંગ પાર્ટનર છે. ભારતએ ચીન જોડે થી 61.71 બિલિયન યુ.એસ. ડોલર જેટલું IMPORT કર્યું અને 9.01 બિલિયન યુ.એસ. ડોલર જેટલું EXPORT કર્યું હતું. એનો મતલબ એ કહી શકાય કે ભારત માત્ર 6th ભાગનું જ ચીનને export કરી શકે છે અને તેના થી વધુ તે ચીન પાસેથી ખરીદે છે. આ imbalance ને ECONOMYની ભાષામાં TRADE DEFFICIT કહેવામાં આવે છે.
આપણા ઘરમાં આમ નજર કરવામાં આવે તો નાં જાણે કેટ કેટલી ચાઇનીઝ વસ્તુઓ નજરે પડે છે. હવે એક વાત વિચારી જોવો ચાઇનીઝ વસ્તુઓ વગર રહેવું આપણા માટે કેટલું મુશ્કેલ છે…? ચાઈનાએ આપણા ઘરમાં એનું ઘર કરી દીધું એમ કહી શકાય જો એક વાર નજર કરીને ગણતરી કરજો કે ચાઇનીઝ વસ્તુઓનો બહિષ્કાર કર્યો, તમે તમારી ઘરની કેટલી વસ્તુઓ ખાલી કરી દીધી. હવે તમારે એ વસ્તુઓની રોજિંદા જીવનમાં જરૂરીયાત ઉભી થઇ છે પણ તેનો ઓપ્શન શું ઇન્ડિયા પાસે અવેલેબલ છે ખરો…? જો એ રોજીંદા જીવનમાં વપરાતી વસ્તુઓનો ઓપ્શન જ ભારત જોડે નથી, તો શું આપણે ચાઇનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરી શકીશું ખરા…?
આપણે ઉતરાયણ જેવા એક દિવસના તહેવારમાં સરકાર બેન કરે છે, તોય ચોરી છુપીથી પેલી ચાઇનીઝ દોરી લાવવા વાળા ભારતીયો રોજીંદા જીવનમાં વપરાતી વસ્તુઓમાં જ્યારે કોઈ બીજો ઓપ્શન જ નથી, તો ચાઈનિઝ પ્રોડક્ટ વગર ખરા અર્થમાં રહી શકીએ ખરા ? એના માટે સ્વદેશી આંદોલન સમયે જાગેલો દેશ પ્રેમ આપણા દિલમાં હોવો જોઈએ. બાકી UC browser માંથી boycott chineનાં સ્ટેટસ ઉપલોડ કરનારા લોકોનો દેશ પ્રેમ; હાહાહા…!!
સરકારને ગાળો દેનારા તો એમ કહે છે કે સરકારે ચીનનાં ટ્રેડ પર બેન લગાવી દેવો જોઈએ..!!
પહેલાં પ્રથમ WTO ( World Trade Organization) નાં નિયમ પ્રમાણે કોઈ પણ પરિસ્થિતિમાં બંને દેશોમાં military conflict પણ કેમ નાં ચાલતા હોય તમે trade પર બેન લગાવી ન શકો. આ સરકારને ગાળો દેનારા માટે જ્ઞાન છે..!!
છતાંય સરકારે નિયમો તોડીને બેન લગાવી દીધો તો આ ૬૧.૭૧ બિલીયન ડોલરનો સામાન લાવશો ક્યાંથી ? ભારત હજી મેન્યુફેક્ચરિંગ હબ બનવાનો પ્રયત્ન કરી રહ્યું છે “મેક ઇન ઇન્ડીયા” દ્વારા. પણ ત્યાં સુધી શું કરીશું ? એટલે બેન કરવું અઘરું છે મારા મત મુજબ..!!
સોલ્યુશન..!!
ભારત ચીન પાસેથી સૌથી વધુ મિકેનીકલ અને ઇલેક્ટોનીક્સ સામાન લે છે, જો ચાઈનીઝ વસ્તુઓ વગર રહી શકનારા આપણે જો બની જઈએ તો તો બહુ જ સારું કહેવાય..!! પણ આ જે પેલું ૬૧.૭૧ બીલેયન ડોલરની વસ્તુઓનું imbalance નું શું ? એ વસ્તુઓ લાવીશું ક્યાંથી…? તો ખાસ કરીને જે કંપનીઓના માલિક અને ટ્રેડર્સ છે, એ લોકો પોતાનું રો મટીરીયલ અને વસ્તુઓ ચાઈનાંની જગ્યાએ કોઈ બીજા ત્રણ ચાર દેશમાં જે ને આપણે ચાઈનાનાં ઓપ્શન તરીકે જોઈ શકાય અને તે વસ્તુઓ આપણે ચાઈનાની જગ્યાએ તે દેશો પાસેથી લઇ શકીએ એમ છીએ. જેમકે જાપાન, જર્મની, સાઉથ કોરીઆ. જે થોડું મોંઘુ પડી શકે પણ આપણે ચાઈનીઝ વસ્તુઓનું REPLACEMENT શોધી શકીશું.
એક અગત્યનું એ છે કે તાઈવાન જેને ચાઈના પોતાનો પાર્ટ માને છે. પણ તાઈવાન પોતાને અલગ સમજે છે એટલે જો કંપની ઓનર્સ અને ટ્રેડર્સ ચાઈનાની જગ્યા એ તાઈવાનથી વસ્તુઓ ખરીદે, એટલે કે મેડ ઇન ચાઈના જો મેડ ઇન તાઈવાન બને તો ચીન પર કુટનીતિક દબાણ બનાવી શકાય છે. એટલે કંપની અને ટ્રેડર્સએ મેડ ઇન ચાઈના ને મેડ ઇન જાપાન, મેડ ઇન જર્મની, મેડ ઇન તાઈવાનથી વસ્તુઓને રિપ્લેસ કરી દેવી જોઈએ અને પછી જો દુકાનદાર એવું બોર્ડ લગાવીને દુકાન ચલાવશે કે “અહિયાં ચીનની વસ્તુઓ મળતી નથી” તો આ ભારતીયો ભલે થોડુંક મોંઘુ પડશે પણ કદાચ ખરીદવા તૈયાર થઇ જશે..!! અને boycott ચીનને સાકાર કરી શકીશું…!!!
BAN નહિ, REPLACE કરો..!!
આતો વાત છે મને આમાં બહુ ખબર પડતી નથી,
ભૂલ ચૂક માફ અને તમને નમસ્કાર..!!
~ જય ગોહિલ
( Note : આ લેખકના અંગત મત છે, એટલે વિચારભેદની શક્યતા સહજ હોઈ શકે છે. કોઈ પણ કથન અંતિમ સત્ય તરીકે લેતા પહેલા પોતાના જ્ઞાન અને સમજ પૂર્વક એને તપાસવું. અસ્તુ…)
( નોંધ : આ જૂનો આર્ટિકલ છે.)
Leave a Reply