Book Name – સ્પેક્ટર્નનો_ખજાનો
લેખક: પરમ દેસાઈ
ISBN No. – 9789386734310
પ્રકાશક: અમોલ પ્રકાશન
કથાની શરૂઆત થાય છે પેરુ દેશમાં આવેલા ધૂની પ્રૉફેસર એન્ડરસનના ઘરથી. એલૅક્સ અને તેના બીજા મિત્રોને પ્રૉફેસરની લાશ તેના જ ઘરમાંથી મળે છે, અને સાથોસાથ તેમનો એક મિત્ર વૉટ્સન પણ બેહોશીની હાલતમાં મળી આવે છે. ત્યારે જ પ્રૉ. એન્ડરસનના ઘરમાંથી મળી આવતી તેમની પર્સનલ ડાયરી કથાને એક દિશા આપે છે.
આગળ વધતા ભળતા જતા પાત્રો કથાને વધારે રસપ્રદબનાવે છે. પાત્રોનો વ્યવહાર અને બોડી લેન્ગવેજ વાચકોની કલ્પનાશક્તિને એક ક્ષિતિજ પર પહોંચાડીને ત્યાંથી ફંગોળશે. મીઠા આંચકાઓ આપશે અને પૂર્વધારણાઓને ચકનાચૂર કરશે.
ડૉ.આઈ.કે.વીજળીવાળા અને જૂલે વર્નના ચાહકોને આ કૃતિ થનગનાવી મૂકશે. ખુદ મને જો આ કૃતિ લેખકના નામ વગર આપવામાં આવી હોત, તો હું આ બે જ મહાશયોના નામ ઉચ્ચારી શક્યો હોત!
સાહસકથા છે, એટલે બધું ટેક્નિકલી વિચારવું નહીં. વિચારશો તો પણ સંતોષ તો ચોક્કસ થશે જ. કથાનો અંત લેખકની સાચી મહેનતને અરીસાની જેમ પ્રદર્શિત કરે છે. આખી કથાનું દ્રશ્ય આંખો સામેથી પસાર થય જાય અને ત્યારે થાય કે “ઓહ… આવું સસ્પેન્સ હતું!”
એક ખુબ જ મજેદાર, રોમાંચક અને રહસ્યથી ભરપૂર પુસ્તક વાંચ્યાનો આનંદ. પરમભાઈ ભવિષ્યમાં પણ આવી દમદાર કથાઓ લાવશે એવી આશા સાથે આગોતરા અભિનંદન…. 🙂
– ભાવિક એસ. રાદડિયા
Leave a Reply