ટેક ઓફ – વહાબીઝમ અને સલાફીઝમ – અધર્મ, આતંક અને આત્યંતિકતાની વચ્ચે…
સંદેશ – અર્ધસાપ્તાહિક પૂર્તિ – ૨4 ઓગસ્ટ ૨૦૧૬
ટેક ઓફ
દુનિયામાં ચારે બાજુ જે આતંકવાદ ફેલાયો છે એનો મુખ્ય સોર્સ વહાબી વિચારધારા છે એવું યુરોપિઅન પાર્લામેન્ટે આઈડેન્ટિફાઈ કર્યું છે. આઈએસઆઈએસ જેવું સૌથી આતંકવાદૃી જુથ સલાફી વિચારધારાને અનુસરે છે. શું છે આ વહાબી અને સલાફી વિચારધારાઓ?
* * * * *
અલ-કાયદૃા, આઈએસઆઈએસ જેવાં ખતરનાક આતંકવાદૃી જુથો અને બે પગ વચ્ચે પૂંછડી દૃબાવીને વિદેશમાં લપાઈ ગયેલા ઝકિર નાઈક નામના નઠારા માણસનાં અધમ કારનામાને કારણે બે શબ્દૃો એકદૃમ ચર્ચામાં આવી ગયા છે – વહાબીઝમ અને સલાફીઝમ. દુનિયામાં ચારે તરફ જે આતંકવાદૃ ફેલાયો છે એનો મુખ્ય સોર્સ વહાબી વિચારધારા છે એવું ખુદૃ યુરોપિઅન પાર્લામેન્ટે આઈડેન્ટિફાઈ કર્યું છે. આઈએસઆઈએસ જેવું સૌથી આતંકવાદૃી જુથ સલાફી વિચારધારાને અનુસરે છે. શું છે આ વહાબી અને સલાફી વિચારધારાઓ? સમજવાનો પ્રયત્ન કરીએ.
વહાબી વિચારધારાના જનક મોહમ્મદૃ ઈબ્ન અબ્દૃ અલ-વહાબ ગણાય છે. અઢારમી સદૃીમાં તેઓ સાઉદૃી એરેબિયાના રણપ્રદેશમાં લગભગ વણઝારા જેવું જીવન જીવતા વસતા મુસ્લિમોને ઈસ્લામના પુનરુત્થાન વિશે ઉપદેશ આપતા. તેમનું માનવું હતું કે વિદેશી આક્રમણો (યુરોપના આધુનિકવાદૃને પણ તેઓ વિદેશી આક્રમણનું જ એક સ્વરુપ ગણતા હતા) ઉપરાંત ઈસ્લામની કેટલીક પ્રચલિત માન્યતાઓને લીધે ઓરિજિનલ ઈસ્લામનું સૂક્ષ્મપણે ધોવાણ થઈ રહ્યું છે. ઈસ્લામનું પુનરુત્થાન કરવું હોય તો આ સઘળી અસરોને જડમૂળથી ઉખાડીને ફેંકી દેવી પડે. ઈબ્ન અબ્દૃ અલ-વહાબીનું સ્પષ્ટ માનવું હતું કે પૃથ્વી પરની સમગ્ર માનવજાતિ માટે ભગવાન એક જ છે – અલ્લાહ. આ સિવાય બીજા કોઈ ભગવાન હોઈ જ ન શકે. ક્રમશ – એમના ઉપદેશોમાં જિહાદૃને વધારે પડતું મહત્ત્વ મળવા લાગ્યું. જિહાદૃ શબ્દૃના બે અર્થ થાય છે. એક તો, ખુદૃનાં પાપો અને નબળાઈઓ સામેનો આધ્યાત્મિક સંઘર્ષ અને બીજો, અલ્લાહમાં ન માનનારાઓ સામે યુદ્ધ.
ઈબ્ન અબ્દૃ અલ-વહાબ ૮૯ વર્ષ જીવ્યા – ૧૭૦૩થી ૧૭૯૨. તેમના અનુયાયીઓ વહાબી કહેવાયા. અઢારમી સદૃીના મધ્યથી તેમને આરબ શાસકોનો રાજકીય સપોર્ટ મળવા લાગ્યો હતો. વહાબીઓ વધુ ને વધુ તાકાતવાન બનતા ગયા એનાં બે કારણ છે. એક તો, સાઉદૃીનું તૈલી નાણું અને બીજું, ઈસ્લામમાં જેને સૌથી પવિત્ર સ્થાન ગણવામાં આવ્યાં છે તે મક્કા અને મદૃીનાનો કારભાર સાઉદૃી એરેબિયાના હાથમાં હોવો. હવે મિડીયામાં જાહેર થયેલા થોડા આંકડા જાણી લો. અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે અંદૃાજ લગાવ્યો છે કે છેલ્લા ચાર દૃાયકામાં સાઉદૃી એરેબિયાએ દુનિયાભરમાં ફેલાયેલા અમુક મુસ્લિમ ચેરિટેબલ ફાઉન્ડેશન્સ એટલે કે સંસ્થાઓને ૧૦ બિલિયન ડોલર (લગભગ ૬૭૩ અબજ રુપિયા) કરતાંય વધારે નાણાંની ખેરાત કરી છે. શા માટે? આ સંસ્થાઓ મેઈનસ્ટ્રીમ સુન્ની ઈસ્લામને કટ્ટરવાદૃી વહાબીઝમમાં કન્વર્ટ કરવાની કોશિશ કરી શકે, તે માટે. દુનિયાના ૮૫ ટકા કરતાં વધારે મુસ્લિમો સુન્ની છે. સુન્નીઓ સામાન્યપણે ભૌતિક જગત પર ઈશ્ર્વરની સર્વોપરીતા, રાજકારણ અને સમાજજીવન પર ભાર આપે છે, જ્યારે શિયા સંપ્રદૃાયમાં શહાદૃત અને ભોગ આપવાનો વિશેષ મહિમા છે. આરબ દેશો, તુર્કી, ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મલેશિયા, ઈન્ડોનેશિયામાં વસતા બહુમતી મુસ્લિમો સુન્ની છે, જ્યારે ઈરાક, ઈરાન અને બહેરીનમાં શિયા મુસ્લિમોનું પ્રમાણ વધારે છે.
સાઉદૃી એરેબિયાએ ચાલીસ વર્ષમાં ૧૦ બિલિયન ડોલર વહાબી વિચારધારાના પ્રચાર માટે ખર્ચ્યા છે તે વાત કરતાંય વધારે ગંભીર બાતમી તો આ છે – યુરોપિઅન યુનિયનના ઈન્ટેલિજન્સ એકસપર્ટ્સનું કહેવું છે કે આ અધધધ નાણાનો ૧૫થી ૨૦ ટકા હિસ્સો અલ-કાયદૃા પ્રકારના ખતરનાક જિહાદૃી આતંકવાદૃી જુથો તરફ ડાઈવર્ટ કરી દેવામાં આવ્યો છે. આતંકવાદૃી જુથો પાસે આધુનિક શસ્ત્રોઅસ્ત્રો વસાવવાના, ઊભરતા આતંકવાદૃીઓને ટ્રેિંનગ આપવાના તેમજ પોતાનો આંતરરાષ્ટ્રીય કારભાર ચલાવવાનાં નાણાં ક્યાંથી આવે છે તે વાતનો તાળો હવે મળે છે?
હવે સલાફીઝમ શું છે તે જોઈએ. સલાફી શબ્દૃ અસ-સલાફ અસ-સલીહીન પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે પુરાણી મુસ્લિમ કોમના પવિત્ર વારસદૃારો. સલાફી વિચારધારાનો જન્મ ઓગણીસમી સદૃીમાં ઈજિપ્તના કરો શહેરમાં આવેલી અલ-અઝહર યુનિવર્સિટીમાં એક બૌદ્ધિક ચળવળના ભાગરુપે થયો હોવાનું મનાય છે. મુહમ્મદૃ અબ્દુહ (૧૮૪૯-૧૯૦૫), જમાલ અલ-દિૃન અલ-અફઘાની અને રશિદૃ રિદૃા આ ચળવળના નેતા હતા. સલાફીઓ માને છે કે અગાઉના મુસ્લિમો ઈસ્લામનો મૂળ અર્થ સમજી શક્યા હતા અને તે અનુસાર સાચું ધર્મપાલન કરતા હતા, પણ ધીમે ધીમે ભેળસેળ થવા માંડી અને ઈસ્લામ ધર્મ પોતાના મૂળ રસ્તાથી ભટકી ગયો. સલાફીઓનો ઉદ્દેશ આ હતો – ઓરિજિનલ ઈસ્લામનું નવેસરથી અર્થઘટન કરવું અને સંભવત – ઈસ્લામને મોડર્ન ઘાટ આપવો.
સલાફીઓ ઈસ્લામના અત્યંત કડક અર્થઘટનમાં (જે એમની દૃષ્ટિએ સાચું અને અંતિમ અર્થઘટન છે) તેમજ તેેના પાલનમાં માને છે. તેમના માટે મધ્યમમાર્ગ કે વૈકલ્પિક વિચારધારા જેવું કશું છે જ નહીં. માણસ મુસ્લિમ હોય કે નોન-મુસ્લિમ હોય, જો એ સલાફીઓના અર્થઘટન મુજબના ઈસ્લમાનને અનુસરવા માગતો ન હોય તો એ આકરામાં આકરી સજાને પાત્ર બની જાય છે. સલાફીઓનો સંદેશો સ્પષ્ટ છે – સલાફી વિચારધારા જ ઈસ્લામનું સૌથી શુદ્ધ સ્વરુપ છે અને એને દેશ કે સંસ્કૃતિ સાથે કશું લાગતુંવળગતું નથી.
આમ, વહાબી વિચારધારા અને સલાફી વિચારધારા ભલે એકમેકના પ્રતિબિંબ જેવી લાગતી હોય, પણ તે અલગ અલગ રીતે આકાર પામી છે. ઈજિપ્તમાં જન્મેલી સલાફી વિચારધારા કિંગ ફૈઝલના શાસન દૃરમિયાન સાઉદૃી એરેબિયા પહોંચી. વહાબી વિચારધારા આધુનિક અસરોનો સંપૂર્ણપણે અસ્વીકાર કરે છે, જ્યારે સલાફી વિચારધારા ઈસ્લામના મૂળ સ્વરુપ સાથે આધુનિકતાને જોડવા માગે છે. એક વાત બન્નેમાં કોમન છે – ઈસ્લામના કેટલાક પ્રચલિત ઉપદેશ અને શિક્ષણ, કે જેમાં અન્ય ધર્મોનો આદૃર કરવાની વાત સામેલ છે, તેનો સંપૂર્ણ ત્યાગ અને તેને બદૃલે ઈસ્લામનું ફંડામેન્ટલિસ્ટ અર્થઘટન. અલબત્ત, વહાબીઓ અને સલાફીઓમાં બધા અનિવાર્યપણે આત્યંતિક જ હોય છે એવુંય નથી. આ બન્ને વિચારધારાઓમાં અમનના અિંહસક માર્ગે ચાલનારાઓથી માંડીને ખૂંખાર જિદૃાહીઓ સુધીની આખી રેન્જ છે.
૧૯૮૦ના દૃાયકા દૃરમ્યાન મુસ્લિમ યુવાવર્ગનો એક હિસ્સો નવાં સ્વરુપે ઊભરેલા વહાબીઓનાં જુથ ગ્રુપ્સ) તરફ આકર્ષાવા લાગ્યો હતો. આ એવાં જુથો હતા જેમણે સલાફી વિચારધારાના અમુક ટુકડાઓને પણ અપનાવ્યા હતા, જે સામાજિક ન્યાય ઝંખતા હતા અને જે (તેમની દૃષ્ટિએ) કુરાનમાં સૂચવેલી સજાઓનો અમલ કરવા માગતા હતા. તેઓ બેધડક આત્મઘાતી હુમલા કરી જાણે છે. માણસને પોતાનો જીવ સૌથી વધારે વહાલો હોય છે. મોતનો ભય દેખાડીને એના પર બ્રેક મારી શકાય છે અથવા એ જાતે અટકીને પાછો વળી જાય છે, પણ જેનામાંથી મરવાનો ડર જ નાબૂદૃ થઈ ગયો હોય તેનું શું કરવું? આવો માણસ ઠંડા કલેજે ભયાનકમાં ભયાનક કાંડને અંજામ આપી શકે છે. દેખીતું છે ક્ે ધર્મના નામે આત્મઘાતી હુમલા કરવા તત્પર રહેતાં આવાં ઝનૂની સ્ત્રી-પુરુષોના જોરે જ આ ટેરરિસ્ટ ગુ્રપ્સ આટલા ઘાતક બની ગયા છે.
સલાફીઝમને યુરોપમાં સૌથી વધારે ઝડપે વિકસી રહેલી ઈસ્લામિક મુવમેન્ટ ગણવામાં આવે છે. જર્મનીમાં સક્રિય સલાફિસ્ટોની સંખ્યા ૨૦૧૨થી ૨૦૧૫ દૃરમિયાન ૩૮૦૦થી વધીને ૬૩૦૦ જેટલી થઈ ગઈ છે એવો અંદૃાજ છે. સલાફિસ્ટ જુથોમાં જોડાતા પુરુષો પૈકીના મોટા ભાગના ૧૮ થી ૩૦ વર્ષના હોય છે. મોટે ભાગે એમનાં પરિવારો બીજા દેશોમાંથી આવ્યા હોય છે અને નવા યુરોપિયન માહોલમાં બે છેડા ભેગા કરવા સંઘર્ષ કરતા હોય છે. આવાં ઘરોમાંથી આવતા જુવાનિયાઓને સલાફી જુથો ચલાવનારાઓ હૂંફનો અનુભવ કરાવે છે, તેમને જીવન જીવવાનો નવો હેતુ અને દિૃશા આપે છે. તેમના મનમાં એવું ભૂસું ભરાવે છે કે આજે તમે ભલે સમાજના નીચલા સ્તરે રહ્યા, પણ જો સલાફી વિચારધારા પ્રમાણે ચાલશો ને ભવિષ્યમાં સલાફીઓનું રાજ સ્થપાયું તો તમે સૌથી ટોપ પર હશો!
ઈજિપ્તની ૮ કરોડ ૨૦ લાખની વસ્તીમાં ૫૦ થી ૬૦ લાખ લોકો સલાફી હોવાનો અંદૃાજ છે. બ્રિટનની યુનિવર્સિટીઓમાં પણ સલાફી વિચારધારા ઉત્તરોત્તર પોપ્યુલર બની રહી હોવાનું સ્થાનિક શાસકોનું નિરીક્ષણ છે. ચીનમાં પણ છેલ્લા કેટલાક દૃાયકાઓ દૃરમિયાન સલાફીઓએ હાજરી પૂરાવી છે. તેઓ હવે ચીની પ્રશાસનના ધ્યાનમાં આવી ગયા છે. ખાસ કરીને નાઈન-ઈલેવનના હુમલા પછી સલાફી જુથોની હિલચાલ પર ચાંપતી નજર રાખવામાં આવે છે. નોંધવા જેવી વાત એ છે કે દુનિયાભરના સલાફીઓને આવરી લેતું કોઈ એક આંતરરાષ્ટ્રીય સંગઠન કાર્યરત નથી. સલાફીઓના અલગ અગલ જુથો દુનિયાના જુદૃા જુદૃા હિસ્સાઓમાં પોતપોતાની રીતે એકિટવ છે. આમાંનું કોઈ જુથ બીજા જુથને જવાબદૃાર નથી કે કોઈની સાથે બંધાયેલું નથી.
ઈસ્લામમાં માનનારા જ સાચા, અને એ પણ શાંતિ અને ભાઈચારાની કદૃર કરતા ઈસ્લામમાં નહીં, પણ અમે જેવી રીતે ઈસ્લામનું અર્થઘટન કરીએ છીએ એમાં માનનારા, બાકી બધા ખોટા અને તેથી સજાને પાત્ર. આત્યંતિક વહાબી અને સલાફી વિચારાધારાનો આ અર્ક છે. આનો મુકાબલો ક્રવા માટે રાજકીય તાકતો જેટલું જ જોર અમન તેમજ પ્રેમભાવમાં સક્રિય શ્રદ્ધા ધરાવતાં ડાહ્યાં, પ્રગતિશીલ, સુશિક્ષિત અને સ્વસ્થ મુસ્લિમ ભાઈબહેનો અને આગેવાનોએ પણ લગાવવું પડશે. જો એમ નહીં થાય તો આ પાગલ લોકો ધરતીને નરક બનાવી મૂકશે.
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2016 )
Leave a Reply