તમે સવારે ફોર્મમાં હો છો કે તમે રાતના રાજા છો?
સંદેશ – અર્ધસાપ્તાહિક પૂર્તિ – બુધવાર – ૩૧ મે ૨૦૧૭
ટેક ઓફ
ઘણા લોકો મહેનત તો ખૂબ કરે છે, પણ તેમને કામનો પૂરો સંતોષ મળતો નથી. તેઓ કાયમ થાકેલા રહે છે અને મન ઉચાટમાં રહે છે. ઓફિસમાં વધારે કલાકો આપવા છતાં ધારી પ્રગતિ કેમ થઈ રહી નથી તે વાત એમને પીડા આપતી રહે છે. આવું શા માટે બને છે?
* * * * *
વાત કામ, તબિયત, પરિવાર અને મોજમજા વચ્ચે શી રીતે સંતુલન જાળવી રાખવું તેના વિશે થઈ રહી હતી. રોન ફ્રિડમેન નામના એક અવોર્ડવિનિંગઅમેરિકન સાઈકોલોજિસ્ટે બેસ્ટસેલર નોન-ફિકશન પુસ્તક લખ્યું છે, જેનું ટાઈટલ છે, ‘ધ બેસ્ટ પ્લેસ ટુ વર્ક – ધ આર્ટ એન્ડ સાયન્સ ઓફ ક્રિયેિંટગ અન એકસ્ટ્રાઓર્ડિનરી વર્કપ્લેસ’. રોન કહે છે કે આપણે છાપાંઓમાં અને મેેગિઝનોનાં મુખપૃષ્ઠો પર અવારનવાર મહાન સ્પોર્ટ્સમેનની, શ્રેષ્ઠ ફિલ્મસ્ટાર્સની કે સફળ સંગીતકારોની તસવીરો જોઈએ છીએ. આ બધા ‘પીક પરફોમર્સ છે. પોતાની કળા કે કૌશલ્યને શિખર સુધી લઈ જનારા લોકો છે. સવાલ એ છે કે માત્ર આ કક્ષાના સેલિબ્રિટીઝ જ ખૂબ મહેનત કરે છે એવું થોડું છે? રોજેરોજ ઓફિસ જઈને સારામાં સારી કામગીરી ક્રવાની નિષ્ઠાપૂર્વક કોશિશ કરતા મારા-તમારા જેવા લોકોનું શું? આપણે સ્ટેજ પર કે કેમેરા સામે કે રેકોર્ડિંગ સ્ટુડિયોમાં કે રમતના મેદૃાન પર પરફોર્મ કરવાનું હોતું નથી, પણ આપણે રોજ ઓફિસ જઈને દિૃમાગને કસવાનું હોય છે. પહેલવાનો જેમ અખાડામાં ઉતરીને ઉધમપછાડ કરે છે તેમ આપણે ઓફિસમાં સતત માનસિક કુસ્તી કરવાની હોય છે.
રોન ફ્રિડમેને દુનિયાભરના કેટલાય સફળ પ્રોફેશન્સનો અભ્યાસ કર્યો, તેમની સાથે વાતચીત કરીને શી રીતે ઉત્તમ પરર્ફોમર બની શકાય તેમજ વ્યાવસાયિક જીવન અને અંગત જીવન વચ્ચે સંતલન સાધી શકાય તે વિશેની ટિપ્સ મેળવી. આમાંની અમુક્ સાદૃી પણ બહુ જ કામની સલાહો આપણે ગયા બુધવારે જોઈ હતી. આજે થોડી વધારે જોઈએ –
– રુટિન બદૃલવાથી કયારેક વિચારવાની રીત કે પરિસ્થિતિને નિહાળવાની દૃષ્ટિ બદૃલાતી હોય છે. જેમ કે, તમે રોજ સવારે કોઈ ચોકકસ પાર્કમાં ચાલવા જતા હો તો કયારેક બીજા કોઈ પાર્કમાં અથવા બીજા કોઈ રસ્તે ચાલવા જાઓ. ચાલતાં ચાલતાં એક જ પ્રકારનું સંગીત સાંભળવાને બદૃલે એમાંય પરિવર્તન કરો. એકધારા રુટિનથી ટેવાઈ રહેલા મનને આ રીતે ચેન્જ મળશે, એ વધારે સતર્ક અને સક્રિય બનશે.
– આપણી ઓફિસમાં અમુક નમૂનાઓ એવા હોય છે જેમની વાતોમાંથી કાયમ નેગેટિવિટી ટપકતી હોય છે. એને સામેના માણસને નીચા દેખાડવાની ટેવ હોય છે. એની સાથે વાત કરતાં જ આપણો મૂડ ખરાબ થઈ જતો હોય છે. આવાં તત્ત્વો સાથે હળવામળવાનું ટાળવું. એની સાથે ઓછામાં ઓછો પનારો પાડવો.
– કામ પાર ન પડે અથવા નિષ્ફળતા મળે ત્યારે ખેલદિૃલીપૂર્વક જવાબદૃારી સ્વીકારી લેવી. દૃોષનો ટોપલો બીજાઓ પર ઢોળવાને લીધે જવાબદૃારી પોતાના પર લેવાથી આપણું ધ્યાન હવે પછીનો પ્રોજેકટમાં શી રીતે ઓછામાં ઓછી ભુલો કરીને વધુમાં વધુ સફળતા મેળવવા પર ફોકસ થશે.
– જે કામમાં તમારા ઇન્વોન્વમેન્ટની જરુર ન હોય અથવા જેને લીધે તમને ખુદૃને ખાસ ફાયદૃો થવાનો ન હોય તે બીજાઓને સોંપતા અથવા વહેંચતા શીખી જવું. જેમ કે, બિલો ભરવાનું કે ઘર અથવા ઓફિસ માટે નાનીમોટી ચીજવસ્તુઓ ખરીદૃવાનું કામ તમે આસાનીથી કરી શકો છો, પણ આવાં ઝીણાં ઝીણાં કામ ઘણો સમય ખાઈ જાય છે. શક્ય હોય તો આ પ્રકારનાં રુટિન કામ અન્યોને સોંપી દૃઈ તમે એવી વસ્તુઓમાં ધ્યાન કેન્દ્રિત કરો, જેમાં ખરેખર તમારી જરુર હોય અને જે સાચા અર્થમાં પ્રોડક્ટિવ હોય.
– અનેક વાર કહેવાઈ ગયેલી આ વાત વારેવારે દૃોહરાવીએ, કેમ કે તે ખૂબ મહત્ત્વની છે. કામ કરવા બેસો ત્યારે તમારા મોબાઈલનું ઇન્ટરનેટ કનેકશન ઓફ કરીને ફોન દુર મૂકી દૃો. તમારો હાથ કે નજર ન પહોંચે એટલો દુર. જો અર્જન્ટ કોલ આવવાનો ન હોય તો ફોન મ્યુટ કરી નાખવો ઉત્તમ. આવું જ કમ્પ્યુટરનું. કામ કરતી વખતે વાઈફાઈ બંધ કરી ક્મ્પ્યુટરને ઇન્ટરનેટની મુક્ત ક્રી દેવાનું કે જેથી વારે ઘડીએ ફેસબુક પર આંટો મારવાનું કે ઈમેઈલ ચેક કરવાનું મન ન થાય. મુખ્ય મુદ્દો આ છે – આપણું અટેન્શન મેનેજમેન્ટ મજબૂત હોવું જોઈએ.
– આ જ વાત કોઈએ જરા જુદૃી રીતે કોઈએ કહી છે. કામની ઊંચી ગુણવત્તા જાળવી રાખવા માટે દિૃમાગને પૂરતો આરામ આપવો પડે. તેથી કામના કલાકોની વચ્ચે એકાદૃ-બે નાના ઇન્ટરવલ રાખવા. આ ઇન્ટરવલ દૃરમિયાન ચાલવા જઈ શકાય. લંચબે્રક વખતે ઘણા લોકો ખાતાં ખાતાં કમ્પ્યુટર સ્ક્રીન પર કશુંક વાંચતા રહે છે. આવું ન કરવું. ભોજન વખતે ફક્ત ભોજન લેવું. ઓફિસ અવર્સ પૂરા થઈ ગયા પછી, જો કશી અરજન્સી ન હોય તો, કામ સંબંધિત ઇમેઈલ્સ કે મેસેજીસ ચેક ન કરવા. ઓફિસનું કામ અને ટેન્શન ઘરે ન લાવવાં. ઘરમાં હો એ સમય તમારા પોતાના માટે છે, તમારા પરિવાર માટે છે. ઘરમાં ફોન સતત ખિસ્સામાં કે હાથવગો રાખવાને બદૃલે શક્ય હોય તો બીજા ઓરડામાં મૂકી દેવો.
રોન ફ્રિડમેને પ્રોફેશનલ લાઈફ સાથે સંકળાયેલી કેટલીક ખોટી માન્યતાઓ વિશે પણ વાત કરી છે. ઘણા લોકો ખૂબ મહેનત કરે છે, પણ તેમને કામનો પૂરો સંતોષ મળતો નથી. તેઓ કાયમ થાકેલા રહે છે, એમનું મન ઉચાટમાં રહે છે, રોજ ઓફિસથી મોડા નીકળતા હોવા છતાં ધારી પ્રગતિ કેમ થઈ રહી નથી તે વાત એમને પીડા આપતી રહે છે. ઘરે પહોંચ્યા પછી એમનો મૂડ ઠેકાણે ન હોય એટલે ઘરના સભ્યો સાથે વાત કરવાનું કે એમની સાથે પૂરતો સમય પસાર કરવાનું મન ન થાય. આવી સ્થિતિ લાંબી ખેંચાય એટલે પારિવારિક સંબંધો પર માઠી અસર થવા લાગે.
આવું શા માટે થાય છે? કારણ એ નથી હોતું કે તેઓ પૂરતી મહેનત કરતા નથી, બલ્કે, કારણ કદૃાચ એ હોઈ શકે છે કે તેઓ જરુર કરતાં વધારે મહેનત કરતા હોય. શકય છે કે તેમની મહેનત કરવાની રીત સાચી ન હોય. રોન ફ્રિડમેન કહે છે કે અનેક સંશોધનો અને પ્રયોગો પરથી પૂરવાર થયું છે કે પ્રોડક્ટિવિટી અને બોડી ડિઝાઈન વચ્ચે સીધો સંંબંધ છે. અમુક લોકોનું શારીરિક તંત્ર એવી રીતે ડિઝાઈન થયું હોય છે કે એ સવારના ભાગમાં સારામાં સારું કામ કરી શકે છે. અમુક લોકો સાંજે ખરેખરા ફોર્મમાં આવતા હોય છે. કોઈ વળી રાતના રાજા હોય છે. દિૃવસ ઊગે એટલે સૌથી અગત્યનાં કે સૌથી અઘરાં કામ સૌથી પહેલાં કરી નાખવાં એવો કોઈ નિયમ નથી. તમે નક્કી કરો કે દિૃવસના કયા હિસ્સામાં તમારું દિૃમાગ સૌથી વધારે દૃોડે છે? દિૃવસમાં ક્યારે તમે સૌથી વધારે શાર્પ, એલર્ટ અને ક્રિયેટિવ હો છે? લંચટાઈમ પહેલાં? બપોરની ચા પીધા પછી? રાત્રે? આ જવાબના આધારે કયું કામ ક્યારે કરવું તે નક્કી કરો.
કાગળ પર મોટા અક્ષરે સ્કેચપેનથી આજે કરવાનાં કામોનું લિસ્ટ બનાવો. પછી આ લિસ્ટને તમારા ટેબલ પર એવી રીતે ગોઠવો કે જેથી તમારું ધ્યાન સતત તેના તરફ જાય અને તમને રિમાઈન્ડર મળતું રહે. મોબાઈલ અથવા કાંડાઘડિયાળમાં એલાર્મ પણ સેટ કરી શકાય. કામ શરુ કરવાનું હોય તે નહીં, પણ કામ પૂરું કરવાનું હોય તે સમય સેટ કરવો કે જેથી ખબર પડે કે જે-તે કામ કયારે અટકાવવાનું છે અને ક્યારે નવું કામ શરુ કરવાનું છે.
આપણે કઈ રીતે અને કેવી સ્થિતિમાં સારામાં સારું કામ કરી શકીએ છીએ તે આપણે જાણતા જ હોઈએ છીએ. બીજાઓની ટિપ્સ પર શા માટે આધાર રાખવો? આપણે ખુદૃના નિયમો બનાવવા અને તેને શિસ્તપૂર્વક વળગી રહેવાનું. સિમ્પલ.
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2017 )
Leave a Reply