Sun-Temple-Baanner

કામ, તબિયત, પરિવાર અને મોજમજા


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


કામ, તબિયત, પરિવાર અને મોજમજા


કામ, તબિયત, પરિવાર અને મોજમજા

સંદેશ – અર્ધસાપ્તાહિક પૂર્તિ – બુધવાર – ૨૪ મે ૨૦૧૭

ટેક ઓફ

કંઈ જ ન કરવા કરતાં થોડું થોડું કરતા રહેવું સારું.એક આખો કલાક ખાલી મળે તો જ જિમમાં જઈશ એવું ન વિચારો. અડધી કલાક માટે, અરે, પા કલાક માટે પણ જિમમાં જઈ શકાય. પરિવાર સાથે એક આખું અઠવાડિયું હિલસ્ટેશન પર ગાળવા ન મળે તો પણ પત્ની સાથે સાંજે અડધીક કલાક તો ચાલવા જઈ જ શકાય.

* * * * *

આપણે તપસ્વી બનીને કામ કરવાના મૂડમાં હોઈએ ત્યારે આપણું ધ્યાન ભંગ કરવા માટે આસપાસ એટલી બધી મેનકા જેવી વસ્તુઓ હોય છે કે વાત ન પૂછો. દૃર બીજી મિનિટે ટપકી પડતા વોટસએપ મેસેજ, ફેસબુક નોટિફિકેશન, ઈમેઈલ, એસએમએસ, કમ્પ્યુટર સ્ક્રીન પર ઓિંચતા ખૂલી જતી ભળતીસળતી વિન્ડોઝ, ફોનકોલ્સ ને એવું તો કેટલુંય. આમાં માણસ સિન્સિયરલી કેવી રીતે કામ કરે? કેવી રીતે આપણે આપણું પર્ફોર્મન્સ સુધારી શકીએ? કેવી રીતે કામ, તબિયત, પરિવાર અને મોજમજાનું સંતુલન સાધી શકીએ?

રોન ફ્રિડમેન નામના એક અવોર્ડવિનિંગ અમેરિકન સાઈકોલોજિસ્ટે મોટી કંપનીઓ અને ઓફિસો ચલાવતા દુનિયાભરના સફળ લોકોનો એક સર્વે કર્યો. એ સૌએ જે જાતજાતની સાદૃી પણ ઘણી ઉપયોગી ટિપ્સ આપી તેના પર નજર ફેરવવા જેવી છે. આમાંથી કઈ ટિપ કયા મહાનુભાવની છે એવી બધી વિગતોમાં આપણે ન પડીએ. આપણને તો મમ્-મમ્થી મતલબ છે, ટપ-ટપથી નહીં, રાઈટ? સાંભળો –

– વર્ષમાં બે વખત હવે પછીના છ મહિનામાં શું શું કરવાનું છે, ક્યાં કામ પતાવવાનાં છે, કયાં કયાં ટાર્ગેટ અચીવ કરવાનાં છે તે વિશે બબ્બે ફકરા લખો. આ લખતી વખતે આપોઆપ માનસિક સ્પષ્ટતા થતી જશે કે ધારેલાં પ્રોજેકટ્સ પૂરાં કરવામાં કયા સંભવિત અવરોધો આવી શકે તેમ છે અને તે અવરોધોને ઓળંગવા માટે કેવી આગોતરી તૈયારી કરવી પડશે. આપણે સામાન્યપણે કામ પૂરું કર્યા પછી કે પરિણામ આવ્યા પછી પોસ્ટમોર્ટમ કરતા હોઈએ છીએ. અહીં પ્રી-મોર્ટમ કરવાની વાત છે.

– મહત્ત્વનું કામ એક જ બેઠકમાં પૂરું કરી નાખવાનો આગ્રહ રાખવાને બદૃલે થોડુંક કામ બાકી રાખી દેવું. આમ કરવાથી ફાયદૃો એ થશે કે તમારા મનમાં તે કામ વિશેના વિચારો ઘુમરાતા રહેશે. શકય છે કે તેને લીધે કશાક નવા આઈડિયા સ્ફૂરે અને કામને તમે વધારે ક્રિયેટિવ રીતે પૂરું કરી શકો. યાદૃ રહે, કામ અધૂરું રાખવું એટલે આળસુ બનવું કે ડેડલાઈનને બને એટલી પાછળ ધકેલ્યા કરવી એમ બિલકુલ નહીં. અહીં મુદ્દો કામને બહેતર શી રીતે કરવું તેની વાત છે.

– હવે પછી તમને કયારેય કામ કરતાં કરતાં સ્ટ્રેસનો અનુભવ થાય તો એ કામ થોડી વાર માટે એક બાજુ મૂકીને તમે બીજાઓ માટે શું કરી શકો તેમ છો તે બાબત પર ધ્યાન કેન્દ્રિત કરો. આપણા પોતાના કશાક કામમાં અટવાઈ ગયા હોઈએ, પણ શક્ય છેે કે બીજા કોઈનું કામ ચપટી વગાડતા કરી શકતા હોઈએ. તો આવું આસાન કામ કરી નાખવું. આમ કરવાથી ફાયદૃો એ થશે કે પરિસ્થિતિની લગામ હું મારા હાથમાં રાખી શકું છું તેવી લાગણી નવેસરથી જાગશે અને તમારા પોતાના અટકી પડેલા કામને ઊકેલવા માટે તમને વધારાનું બળ મળશે.

– કઠિન કામ હાથમાં લીધું હોય અને અધવચ્ચે અટકી પડીએ અને આગળ વધવા માટે મથવું પડે ત્યારે આપણે ફ્રેસ્ટ્રેટ થઈ જઈએ. બીજી વાર આવું કામ કરવાનું આવે ત્યારે આપણે ડરીને શરુ જ કરતાં નથી, સતત પાછળ ઠેલતા જઈએ અને સરવાળે હેરાન થઈએ છીએ. આપણામાંથી ઘણા લોકોને કામને પાછળ ઠેલ્યા કરવાની બૂરી આદૃત હોય છે તેનું એક કારણ આ પણ હોઈ શકે. કામ પાછળ ઠેલ્યા કરવાની વૃત્તિ પર અંકુશ મેળવવા માટે નક્કી કરો કે આ કામ પાછળ હું એક બેઠકમાં આટલો જ સમય ફાળવીશ. જેવી એ સમયમર્યાદૃા પૂરી થાય કે તરત ઊભા થઈ જવાનું. બ્રેક લઈ લેવાનો. કઠણાઈ આવે ને આગળ વધી નહીં જ શકાય એવું લાગે ત્યારે જ ઊભા થવાનું, એમ નહીં. નકકી કરેલા સમયે વિરામ લેવાથી શું થશે કે તમે જ્યારે કામ આગળ વધારવા બીજી વાર બેસશો ત્યારે આગળનો રસ્તો સ્પષ્ટ દેખાતો હોવાથી ઉત્સાહનો અનુભવ થશે અને તમે ફટાફટ આગળ વધી શકશો.

– દિૃવસભર ઉત્સાહ અને એનર્જી ટકી રહે તે માટે કામની સાથે મોજ પડે તેવી કોઈ પ્રવૃત્તિને જોડી દૃો. ઉદૃાહરણ તરીકે, ઇમેઈલ જેવો ઈનબોકસમાં ફેંકાય કે તરત ખોલીને વાંચવાની જરુર નથી હોતી. રોજ ઇમેઈલ વાંચવા અને જવાબ આપવા માટે ધારો કે તમે બપોરે ત્રણથી ચાર વાગ્યાનો સમય નક્કી કર્યો છે. તો તમારી બપોરની ચા કે કોફીને આ એક કલાક સાથે જોડી દૃો. મસ્સાલેદૃાર ચા પીતા પીતા ઇમેઈલનો ઢગલો સર્ફ કરવાની મજા આવશે. વધારે એકાગ્રતાની જરુર ન હોય એવું હળવું કામ કરતી વખતે સાથે સાથે મ્યુઝિક સાંભળી શકાય.

– મલ્ટિટાસ્કિંગ (એક સાથે બે કે તેનાથી વધારે કામ કરવા) વિશે મતમતાંતર છે. એક થિયરી કહે છે કે મલ્ટિટાસ્કિંગ ટાળવું જોઈએ. એકસાથે બે કામ કરશો તો એકેયમાં ભલી વાર નહીં હોય. બીજી થિયરી કહે છે કે સ્માર્ટલી મલ્ટિટાસ્કિંગ કરવામાં કશો વાંધો નથી. જેમ કે, તમને સવારે વોકિંગ કે જોગિંગની આદૃત હોય તો કાનમાં ઇયરપ્લગ ભરાવીને મ્યુઝિક સાંભળવાને બદૃલેે તે અડધી-એક કલાકનો ઉપયોગ કામ સંબંધિત પ્લાનિંગ કરવામાં કે નવા આઈડિયાઝ વિચારવામાં કરી શકાય. જોગિંગ-વોકિંગ કરતી વખતે દિૃમાગની ઘણી નવી નવી બારીઓ ખૂલતી હોય તેવો અસંખ્ય લોકોનો અનુભવ છે. શારીરિક સાથે માનસિક પ્રવૃત્તિનું કોમ્બિનેશન કરી શકાય. હા, બે ફિઝિકલ કામ કે બે મેન્ટલ કામ એકસાથે કરવાનું ટાળવું.

– કામ સંબંધિત સવાલો પૂછાય ત્યારે માણસના મનમાં અસલામતી, ડર અને ક્યારેક અપમાન જેવી લાગણી જાગી જતી હોય છે. આથી જો કોઈને કામને લગતો પ્રશ્ર્ન પૂછવો હોય તો ‘આને બદૃલે આપણે આવું કર્યું હોત તો કેવું થાત?, ‘આને બદૃલે આપણે આ રીત અજમાવી જોઈએ તો? આ રીતે વાત કરવી. સામેના માણસને ધમકાવવાને બદૃલે કે ખખડાવી નાખવાને બદૃલે નરમાશથી કામ લેવું.

– આપણા ખુદૃના વર્તન પર સતત નજર રાખવી. ખુદૃનું તટસ્થ રહીને મૂલ્યાંકન કરવું. તો જ બીજાઓના પ્રતિભાવ આપણે યોગ્ય રીતે સમજી શકીશું.

– એક્સરસાઈઝને તમારા રુટિનનો હિસ્સો બનાવી દૃો. દૃાખલા તરીકે, એવો રુટ પકડો જેમાં તમારે સામાન્ય કરતાં વધારે ચાલવું પડે. અથવા, દિૃવસની બીજી ચા કે કોફી પીતાં પહેલાં દૃાદૃરો ચડવાની કે બિલ્ડિંગ ફરતે ચકકર લગાવવાની શારીરિક પ્રવૃત્તિ કરો.

– આઠ કલાકની પાક્કી ઊંઘ લેવા માટે તમારે પથારીમાં કમસે કમ સાડાઆઠ કલાક વીતાવવા પડે. એકદૃમ કટ-ટુ-કટ સમયે પથારીમાં ન પડો. અડધી કલાક વહેલાં બેડરુમમાં જતા રહો.

– કંઈ જ ન કરવા કરતાં થોડું થોડું કરતા રહેવું સારું. એક આખો કલાક ખાલી મળે તો જ જિમમાં જઈશ એવું ન વિચારો. અડધી કલાક માટે, અરે, પા કલાક માટે પણ જિમમાં જઈ શકાય. વાઈફ અને બાળકોને લઈને હિલસ્ટેશન પર એક આખું અઠવાડિયું ગાળવા મળે તો સારું જ છે, પણ તે શકય ન બને તો પત્ની સાથે સાંજે અડધીક કલાક ચાલવા જઈ જ શકાય. બચ્ચાઓ સાથે પથારીમાં પડીને ભલેને દૃસ મિનિટ માટે તો દૃસ મિનિટ માટે પણ ચોપડીમાંથી વાર્તા સંભળાવી શકાય.

– આ જરા અજબ ટિપ છે. સાંભળો. જો તમે સાવ નવો જ આઈડિયા વિચારવા માગતા હો તો તમારું ટેબલ ખાલી ન હોવું જોઈએ! ટેબલ પર અસ્તવ્યસ્ત પડેલી જાતજાતની વસ્તુઓ જોઈને ક્યારેક સારી ક્રિયેટિવ સ્ફૂરણા થતી હોય છે!

– માત્ર ‘કોન્ટેકટ’ બનાવવાના સ્વાર્થ સાથે લોકોને ન મળો. જેમને પણ મળો તેમનામાં જેન્યુઈન રસ લો. એ વ્યકિતને જાણો, સમજો. નેટવર્કિંગ કરવાની આ સાચી રીત છે. ઉપરછલ્લી રીતે નવા નવા લોકોને મળવાને બદૃલે જો આ વર્તુળ વધારશો તો નવી નવી તકો આપોઆપ સામે આવતી જશે.

– દૃર વખતે સાચા જ હોવાનો આગ્રહ ન રાખવો. આવા આગ્રહથી તમારી ટીમ પર લીડર તરીકેનો તમારો પ્રભાવ ઘટે છે. ભલે ક્યારેક ભુલો પણ થતી. કશો વાંધો નથી. પોતાની ટીમની સામે ભુલ ખેલદિૃલીપૂર્વક ભુલ કબૂલ કરવાથી તમે એમની સામે વધારે માનવીય, જેન્યુઈન અને આદૃરણીય બનશો.

– તમે હેલ્દૃી ફૂડના આગ્રહી છો એવી ઓફિસમાં (સાચી) છાપ પાડો. આને લીધે શું બનશે કે ઓફિસના દૃોસ્તો ભજિયા કે વડાપાઉં કે એવું કંઈ જન્ક ફૂડ બહારથી મગાવશે યા તો બિલ્ડિંગમાંથી નીચે ઉતરીને રોડના ખૂણા પર પાણીપુરી ખાવા જશે ત્યારે તમને બહુ આગ્રહ નહીં કરે!

– તમે ઘરેથી કામ કરતા હો ત્યારે ઘરનો એક ઓરડો અથવા ઓરડાનો ચોકકસ હિસ્સો તમારાં કામ માટે અલાયદૃો રાખો. આ હિસ્સામાં માત્ર તમારી કામ-સંબંધિત પ્રવૃત્તિઓ જ થવી જોઈએ. અહીં કોઈને તમારી ચીજવસ્તુઓને સ્પર્શવાની પરવાનગી ન હોવી જોઈએ કે જેથી તમે તમારાં કાગળિયાં, ફાઈલો વગેરે ગોઠવાયાં વગરનાં પડ્યાં હોય તો પણ સલામત રહે.

– તમારા આખા દિૃવસને પ્રવૃત્તિઓથી ખીચોખીચ ભરી ન દૃો. થોડો સમય ફાજલ રાખવો. ઉત્તમોત્તમ વિચારો તમને આ ફાજલ સમયમાં જ આવશે.

– પ્રેઝન્ટેશન આપવાનું હોય ત્યારે માત્ર શબ્દૃો અને આંકડાથી કામ ન ચલાવો. તેમાં ચિત્રો અને આકૃતિઓ પણ મૂકો. લખાણ કરતાં વિઝ્યુઅલ્સ હંમેશાં લોકોનું વધારે ધ્યાન આકર્ષિત કરે છે.

– નિષ્ફળ ગયેલા પ્રોજેકટનું વારંવાર પિષ્ટિંપજણ કરતા રહેવાને બદૃલે તમે ખુદૃને અને તમારી ટીમને આ સવાલ પૂછો – આ જ પ્રકારનો પ્રોજેકટ ભવિષ્યમાં કરવાનો આવશે ત્યારે એવી કઈ કઈ બાબતો છે જેના વિશે આપણને ઓલરેડી ખબર છે? એવી કઈ બાબતો છે જેના પર મહેનત કરવાની વધારે જરુર પડશે?
આ સિવાય પણ બીજી કેટલીક્ ટિપ્સ છે. આવતા બુધવારે.

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2017 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.