Sun-Temple-Baanner

સિઝનલ ફળો શા માટે શ્રેષ્ઠ છે?


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


સિઝનલ ફળો શા માટે શ્રેષ્ઠ છે?


સિઝનલ ફળો શા માટે શ્રેષ્ઠ છે?

Sandesh – Ardh Saptahik purti – 30 August 2017

ટેક ઓફ

આજે દુનિયામાં જેટલું પીવાલાયક પાણી છે એના માંડ ૬૦ ટકા પીવાલાયક્ પાણી ૨૦૩૦માં બચ્યું હશે. એક થિયરી એવી છે કે માંસાહાર વધારે પાણી ખર્ચે છે. જેમ કે એક કિલો બીફ્ (ગૌમાંસ) પેદા કરવા પાછળ સરવાળે ૧૫,૫૦૦ લીટર પાણી ખર્ચાઈ જાય છે. આની સામે એક કિલો ટમેટાં માટે માત્ર ૧૮૦ લીટર અને એક કિલો બટાટા પેદા કરવા માટે ૨૫૦ લીટર પાણીની જરુર પડે છે.

* * * * *

જે મહાશયને હાથમાં ઘાટઘૂટ વગરની થેલી પક્ડીને શાક્માર્કેટમાંથી શાક્ભાજી અને ફ્ળો ખરીદવામાં ક્ંટાળા કે શરમનો અનુભવ થતો હતો એ આજે ચક્ચક્તિ મૉલમાં પત્નીની સાથે મોજથી ટ્રોલી સરકવતો-સરકવતો ફૂડ સેક્શનમાંથી ખરીદી કરે છે. ‘કિવી ફ્રુટ્સ તો આ રહૃાાં, પણ એવોકેડો કેમ દેખાતા નથી?’ આજુબાજુ નજર ઘુમાવીને એ ક્હેશે, ‘સાંજે હું એવોકેડોનો સલાડ બનાવીશ. બ્લુબેરીઝ પણ ખરીદવાં છે. પિન્ટુને બહુ પસંદ છે બ્લુબેરીઝ.’

આ બધાં વિદેશી ફ્ળો છે. મૉલમાં ચમક્તાં,તાજાં અને જોતાં જ મોંમાં મૂક્વાનું મન થાય એવાં આકર્ષક દેશી-વિદેશી ફ્ળો તેમજ શાક્ભાજીનું જાણે પ્રદર્શન ભરાય છે. આપણે હવે સિઝનના મોહતાજ કયાં રહૃાા છીએ? એક્ સમયે વટાણા, ઓળો બનાવવા માટેનાં રિંગણાં, સફરજન વગેરે શિયાળામાં દેખાતાં, કેરી માટે છેક્ ઉનાળા સુધી રાહ જોવી પડતી, પણ હવે આ અને આના જેવું કેટલુંય લગભગ બારેમાસ મળે છે. જાતજાતનાં શાક્ભાજી – ફ્ળોનો ઉપયોગ કરીને યુટયુબ પર વિડીયો જોતાં જોતાં આપણે જાતજાતની વાનગીઓ બનાવતાં શીખીએ છીએ, ‘અમારી ખાણીપીણી તો બહુ હેલ્દી એન્ડ સ્ટાઇલિશ છે’ એવું ક્હીને પોરસાઈએ છીએ, પણ કોઈ જાણકર વ્યકિત આ બિનમોસમી ફ્ળો-શાક્ભાજી પાછળની આંક્ડાબાજી અને કુ-વિજ્ઞાાન સમજાવે છે ત્યારે વિચારમાં પડી જવાય છે.

યુવાન સાગર શાહ ઈંગ્લેન્ડના રહેવાસી છે. ઇકોનોમિસ્ટ છે, પર્યાવરણ તેમજ વીગનીઝમ એમના માટે માત્ર રસના નહીં, પેશનના વિષયો છે. આ વિષયમાં જાગૃતિ ફેલાવવા અને વક્તવ્યો આપવા તેઓ દેશ-વિદેશમાં પ્રવાસો કરતા રહે છે. તેઓ ક્હે છે, ‘ઋૃતુ પ્રમાણે, કુદરતી રીતે ઊગતાં શાક્ભાજી-ફ્ળોની કાર્બન ફૂટપ્રિન્ટ ઓછી હોય છે, જ્યારે ગ્રીનહાઉસમાં કે કૃત્રિમ રીતે પક્વેલા શાક્ભાજીની કાર્બન ફૂટપ્રિન્ટ વધારે હોવાની.’

કાર્બન ફૂટપ્રિન્ટ એટલે? કેઈ વ્યકિત, વસ્તુ, કરખાનું, સંસ્થા કે પ્રવૃત્તિ વાતાવરણમાં જેટલો કર્બન ડાયોક્સાઇડ છોડે છે તેને કાર્બન ફૂટપ્રિન્ટ ક્હે છે. હાનિકરક્ પ્રદૂષણ પેદા કરવામાં અને પર્યાવરણની વાટ લગાડવામાં સીઓટુ તરીકે ઓળખાતો આ વાયુ નંબર વન છે. ગ્રીનહાઉસ એટલે કાચની દીવાલોવાળું સ્ટ્રક્ચર કે જેમાં વિપરીત વાતાવરણમાં પણ છોડવા ઊગાડવા માટે અનુકૂળ હોય તેવો માહોલ ઊભો કરવામાં આવે છે.

લેખની શરુઆતમાં જેનો ઉલ્લેખ ર્ક્યો તે એવોકેડો મૂળ મેક્સિક્ન ફ્ળ છે. આપણે ત્યાં વોશિંગ્ટનના સફરજન, ન્યુઝીલેન્ડના ક્વિી અને ચીનના જામફ્ળની સારી ડિમાન્ડ છે. ભારતીયો વરસે દહાડે કરોડો રુપિયાના ‘એક્ઝોટિક્’ ફ્રુટ્સ ઓહિયા કરી જાય છે. વિદેશની વાત છોડો, એક્ જ દેશની અંદર એક્ રાજ્યમાંથી બીજા રાજ્યમાં ખાધાખોરાકીનો સામાન લાવવા-લઈ જવા માટે ટ્રાન્સપોર્ટેશનની જે આખી પ્રક્રિયા કે પદ્ધતિ છે તે પર્યાવરણ પર અસર કરતી હોય છે.

કાર્ગો પ્લેનમાં ટ્રાન્સપોર્ટ ક્રવામાં આવતી ભારતીય કેરી, પપૈયા, બેરી, ભારતીય કેરી, અસ્પારાગસ, ફૂલો વગેરે ‘હાઇલી પેરિશેબલ’ એટલે કે વપરાશમાં ન લેવાય તો તરત ખરાબ થઈ જાય એવી વસ્તુઓ છે. તે ખરાબ ન થાય તે માટે ‘ખાસ પ્રકારની’ તકેદારી લેવી પડે છે. જેમ કે, લસણનો જથ્થો લાંબા સમય સુધી પ્રવાસ કરી શકે તે માટે તેના પર મિથાઇલ બ્રોમાઇડનો છંટકવ કરવામાં આવતો હોવાનું જાણવું મળ્યું છે. કેળા, સંતરાં, કેળાં વગેરે સામાન્યપણે ટ્રક્, ટ્રેન કે ઇવન શિપમાં ટ્રાન્સપોર્ટ થાય છે. પ્રદૂષણ પેદા કરવું એ પ્લેન, ટ્રક્ વગેરેની વાહનસિદ્ધ સહજતા છે. પ્લેન સૌથી વધારે પ્રદૂષણ પેદા કરે છે. બીજા નંબરે ટ્રક્ આવે છે, ત્યાર બાદ ટ્રેન અને દરિયાઈ જહાજનો વારો આવે. ફોરેનથી ઇમ્પોર્ટ કરવામાં આવતાં ફ્ળો, શાક્ભાજી વગેરેને ખાઈને આપણે પોરસાતા હોઈએ છીએ, પણ તેમને એક્ જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટેના તંત્ર વિશે આપણા મનમાં વિચાર સુધ્ધાં આવતો નથી.

સાગર શાહ કહે છે, ‘કાર્ગો પ્લેનમાં ઉડાઉડ કરતાં ફ્ળોથી બને એટલું દૂર રહી શકાય તો બહુ સારું, વિદેશી ફેન્સી ફ્ળો ખાવાને બદલે સ્થાનિક્ સ્તરે ઊગતાં સિઝનલ ફ્ળો ખાવાનો આગ્રહ રાખવો. પર્યાવરણની જાળવણી માટેનો એક્ રસ્તો આ પણ છે. વળી, સિઝનલ ફ્રુટ્સ સસ્તાં પણ પડે છે.’

તાજાં ફ્ળોમાં પોષક્ તત્ત્વો દેખીતી રીતે જ ઘણાં વધારે હોવાનાં. કુદરતી ઋૃતુ સિવાયના સમયગાળામાં ફ્ળો ઉપલબધ્ધ ક્રાવવા માટે તેમને જાતજાતની રાસાયણિક્ પ્રક્રિયામાં પસાર કરાવવામાં આવે છે. શેલ્ફ્-લાઈફ્ વધે તે માટે તેમને મીણમાં જાળવવામાં પડે છે. આ બધું શરીરને કેટલું નુક્સાન ક્રે છે તે સમજવું અઘરું નથી. જે દેશમાંથી આ બધાં ફ્ળો આવ્યાં છે ત્યાં કેવાં કેવાં પેસ્ટીસાઇડ્સ વપરાયાં છે તે આપણે જાણતા હોતા નથી. ઘણા દેશો હાનિકારક રસાયણોના વપરાશના મામલામાં ખાસ્સા ઉદાર છે. જે જમીનમાં તે ઊગ્યાં છે તે શુદ્ધ હતી કે કેમ તેની આપણને શી રીતે ખબર પડવાની છે? વચ્ચે ઓસ્ટ્રેલિયામાં ફ્રોઝન બેરીનો એક્ વિશાળ જથ્થો હેપેટાઇટિસ ‘એ’ વડે દૂષિત હોવાનું બહાર આવેલું. આ બેરી ચીનથી આવેલાં. ચીનના અમુક્તમુક્ વિસ્તારમાં ખેતીસંબંધિત નીતિનિયમોનું પાલન કરવામાં આવ્યું ન હોવાના પાપે કેટલાય ઓસ્ટ્રેલિયનો બીમાર પડી ગયેલા. આવું આપણી સાથે પણ થઈ શકે છે.

ખોરાક્ અને જમીનની અછત આવનારાં દાયકઓમાં વિકરાળ બનીને ખડી થઈ જવાની છે.પાણીની સમસ્યા તો ખરી જ. યુનાઇટેડ નેશન્સ ફૂડ એન્ડ એગ્રિક્લ્ચર ઓર્ગેનાઇઝેશન્સ (એફ્એઓ)નો અંદાજ છે કે ઇવન આજની તારીખે દુનિયામાં દર નવમાંથી એક્ માણસ કુપોષણથી પીડાય છે. આજે દુનિયાની વસતી અંદાજે ૭ અબજ છે, જે ૨૦૫૦ સુધીમાં ૯થી ૧૧ અબજ પર પહોંચી જવાની છે.

આજે દુનિયામાં જેટલું પીવાલાયક્ પાણી છે એના માંડ ૬૦ ટકા પીવાલાયક્ પાણી ૨૦૩૦માં બચ્યું હશે. એક્ દલીલ – અને દષ્ટિ – એવી છે કે માંસાહાર વધારે પાણી ખર્ચે છે. જેમ કે એક્ કિલો બીફ્ (ગૌમાંસ) પેદા કરવા પાછળ સરવાળે ૧૫,૫૦૦ લીટર પાણી ખર્ચાઈ જાય છે. આની સામે એક્ કિલો ટમેટા માટે માત્ર ૧૮૦ લીટર અને એક કિલો બટાટા પેદા કરવા માટે ૨૫૦ લીટર પાણીની જરુર પડે છે. દૂધ-દહીંં-છાશ સહિતની ડેરીપેદાશોના વપરાશ પર ચોક્ડી મારનારાઓ આ સંદર્ભમાં વીગનીઝમને સર્વોત્તમ ગણાવે છે. સાગર શાહ વીગનીઝમ અને વીગન લાઈફસ્ટાઈલમાં સહજ રીતે વણાઈ જતા જૈન સિદ્ધાંતોના પુરસ્કર્તા છે. તેઓ જે બે સંસ્થાઓ સાથે સક્રિયપણે સંકળાયેલા છે તેની વેબસાઇટ્સ www.jainvegans.org અને

vegansociety.com પર લટાર મારવા જેવી છે.

ખેર, આ સંકુલ વિષય છે. તેમાં દલીલો-પ્રતિદલીલો અને ક્રિયા-પ્રતિક્રિયા થયાં જ કરવાનાં. સો વાતની એ વાત એ છે કે જો જળ, પાણી, પર્યાવરણ અને વૈજ્ઞાનિક સ્તરે તર્કશુદ્ધ ખાણીપીણી પર આજે ગંભીરતાથી વિચાર નહીં કરવામાં આવે તો એક્વીસમી સદીને એક વસમી સદી બનતાં વાર નહીં લાગે.

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2017 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.