Sun-Temple-Baanner

ધેર ઇઝ નો પેક-અપ ઇન લાઇફ!


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


ધેર ઇઝ નો પેક-અપ ઇન લાઇફ!


ધેર ઇઝ નો પેક-અપ ઇન લાઇફ!

સંદેશ – સંસ્કાર પૂર્તિ – બુધવાર – ૫ નવેમ્બર ૨૦૧૭

ટેક ઓફ

‘નાનો હતો ત્યારે હું ફિલ્મના સેટ પર જાણે દિૃલીપકુમાર અને વહીદૃા રહેમાનને ડિરેકટ કરી રહ્યો હોઉં એવી કલ્પના કરતો. આ કલ્પનામાં એટલી બધી સજ્જડ હોય કે વહીદૃા રહેમાને આગલા શોટમાં કાનમાં જે કડી પહેરી હતી તે આ શોટમાં નથી પહેરી તે પણ મને દેખાતું!’

* * * * *

‘હું વર્કોહોલિક માણસ છું. હું વેકેશન લેવામાં માનતો નથી. મને એની જરુર જ પડતી નથી. આખો દિૃવસ કામમાં રચ્યાપચ્યો હોઉં તો જ મને મજા આવે. સફળતાનો એક જ મંત્ર છે – હાર્ડ વર્ક. હજુ કેટલું બધું કરવાનું બાકી છે, જિંદૃગીમાં. ધેર ઇઝ નો પેક-અપ ઇન લાઇફ!’

ગૌતમ અધિકારીને બે-એક્ વર્ષ પહેલાં નિરાંતે મળવાનું થયેલું ત્યારે એમણે કહેલા આ શબ્દૃો બરાબર યાદૃ છે. કામ વિશે, ટીવી ઇન્ડસ્ટ્રી વિશે વાત કરવાની એમને મોજ પડતી હતી, પણ પોતાની સિદ્ધિઓ વિશે કે જીવન વિશે આપવડાઈ કરવાનું એમને ફાવતું નહોતું. આ એક સદૃગુણ છે, જે બધા સફળ માણસોમાં હોતો નથી. ૨૭ ઓકટોબરે ૬૭ વર્ષની ઉંમરે મૃત્યુ પામેલા ગૌતમ અધિકારીનું સ્થાન ભારતીય ટેલીવિઝન ઇન્ડસ્ટ્રીના ઇતિહાસનાં સૌથી તેજસ્વી નામોમાં હંમેશાં રહેવાનું.

ગૌતમ અધિકારી એકાધિક ચેનલોના માલિક તો પછી બન્યા, બાકી કારકિર્દૃીની શરુઆત તેમણે ડિરેકટર તરીકે કરી હતી. કરી હતી. ચાલીસ કરતાં વધારે વય ધરાવતા વાચકોને વર્ષો પહેલાં ઝી ટીવી પર ટેલિકાસ્ટ થયેલી ‘કમાન્ડર’ નામની ડિટેક્ટિવ સિરીઝ હજુય યાદૃ હશે.

‘નાનપણથી મેં મારી જાતને એક ડિરેક્ટર તરીકે જોયો છે,’ ગૌતમ અધિકારીએ કહેલું, ‘મારા મધ્યમવર્ગીય પરિવારમાંથી કોઈને ફિલ્મી દુનિયા સાથે નાહવાનિચાવવાનોય સંબંધ નહોતો, પણ તોય કોણ જાણ કેમ કોણ જાણે કેમ મને ડિરેકશન તરફ જબરું આકર્ષણ હતું. મને યાદૃ છે, નાનો હતો ત્યારે હું ફિલ્મના સેટ પર જાણે દિૃલીપકુમાર અને વહીદૃા રહેમાનને ડિરેકટ કરી રહ્યો હોઉં એવી કલ્પના કરતો. આ કલ્પનામાં એટલી બધી સજ્જડ હોય કે વહીદૃા રહેમાને આગલા શોટમાં કાનમાં જે કડી પહેરી હતી તે આ શોટમાં નથી પહેરી તે પણ મને દેખાતું!’

આ વિઝ્યુલાઇઝેશનની આવડતે એમને મુંબઈની પ્રતિષ્ઠિત જે.જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં એડમિશન અપાવ્યું. તેઓ ટ્રેઇન્ડ વિઝ્યુલાઇઝર બન્યા. એમને કેલિગ્રાફીમાં ખૂબ રસ પડતો, જે િંજદૃગીભર જળવાઈ રહ્યો. કોલેજ પૂરી કર્યા પછી એમણે પોતાની એડ એજન્સી શરુ કરી હતી, પણ એમની કિસ્મત તો સ્ક્રીન – નાની અને મોટી, બન્ને – લખાઈ હતી. ગૌતમ અધિકારીની કારકિર્દૃીની વિગતો એટલા માટે રિલેવન્ટ છે કે તેની સાથે ભારતીય ટેલીવિઝન ઇન્ડસ્ટ્રીના ઇતિહાસનો આલેખ સમાંતરે વહે છે.

૧૯૮૪-૮૫માં અશોકકુમારવાળી ‘હમ લોગ’ અને ૧૯૮૬માં રમેશ સિપ્પીની ‘બુનિયાદૃ’ જેવી દુરદૃર્શનની પ્રારંભિક (અને યાદૃગાર) સિરીયલોએ ભારતીય ટીવી સિરિયલોનાં ફોર્મેટ તેમ અપીલને ડિફાઇન કરવાનું કામ કરી નાખ્યું હતું. આ એ સમય હતો જ્યારે ભારતીય ટેલીવિઝનની દુનિયા હજુ ધીમે ધીમે ઊઘડવાની શરુઆત ક્રી રહી હતી. આ બે સુપરહિટ શ્રેણીઓની સફળતાથી પ્રેરાઇને ગૌતમ અઘિકારીઓએ દુરદૃર્શનમાં એક પ્રોજેકટની પ્રપોઝલ સબમિટ કરી, પણ ત્યાં સુધીમાં બધા ટાઇમ સ્લોટ ભરાઇ ગયા હતા અને ઓલરેડી બીજી કેટલીય સિરીયલો રાહ જોતી કતારમાં ઊભી હતી. દિૃલ્હીમાં તો પ્રોજેકટ પાસ ન થયો, પણ અધિકારીબંધુઓ નક્કી કરી લીધું કે કમસે કમ મુંબઇ દુરદૃર્શનની બસ તો બિલકુલ ચુકાઈ જવી ન જોઈએ. મુંબઇ દુરદૃર્શનને એમનો વિષય પસંદૃ પડ્યો. ૧૯૮૭માં એમની પહેલી સિરીયલ ટેલિકાસ્ટ થઈ, જે મરાઠી ભાષામાં હતી. એનુ નામ હતું, ‘બંદિૃની’.

ગૌતમ અધિકારીનો ડિરેકટર તરીકેનો આ પહેલો અનુભવ. એમની પાસે ન ડિરેકશનની કોઈ તાલીમ હતી કે ન એમણે ક્યારેય કોઈ ટીવી ડિરકટરના આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું હતું. ‘મને બરાબર યાદૃ છે, શૂટિંગ શરુ થવાનું હતું એની આગલી રાતે હું મટકુંય મારી નહોતો મારી શકયો,’ ગૌતમ અધિકારીએ કહેલું, ‘હું જેટલો એકસાઇટેડ હતો એટલો જ નર્વસ પણ હતો. બીજે દિૃવસે સવારે હું એસેલ સ્ટુડિયો ગયો. જે મરાઠી એકટરોને સાઇન કરવામાં આવ્યા હતા એ બધા અનુભવી હતા ને મારા જેવા નવા નિશાળિયાએ એમને ડિરેકટ કરવાના હતા…અને મેં કર્યા!’

આર્ટિસ્ટોને માત્ર એટલું જ જોવું હોય છે કે ડિરેકટર પાસે વૈચારિક સ્પષ્ટતા છે? કન્વિકશન છે? જો આ બન્ને સવાલનો જવાબ ‘હા’ હોય તો ડિરેકટર પર ભરોસો મૂકવામાં તેઓ વાર લગાડતા નથી. ‘બંદિૃની’ને મરાઠી દૃર્શકોનો જબ્બર પ્રતિસાદૃ મળ્યો. એક તબકકે મુંબઇ દુરદૃર્શન પર ‘છાયાગીત’ (ફિલ્મી ગીતોનો અડધા કલાકનો સુપરડુપર હિટ સાપ્તાહિક શો) કરતાંય ‘બંદિૃની’ની વ્યુઅરશિપ વધારે હતી. બસ, ‘બંદિૃની’ પછી ગૌતમ અધિકારીએ ક્યારેય પાછળ વળીને જોવાની જરુર ન પડી. ‘બંદિૃની’ બાદૃ એમણે લાગલગાટ આઠ મરાઠી સિરીયલો ડિરેક્ટ કરી, જેમાં ખૂબ વખણાયેલી ‘પરમવીર ચક્ર’ પણ આવી ગઈ.

૧૯૯૨ની બીજી ઓકટોબરે ભારતની સર્વપ્રથમ સેટેલાઇટ ચેનલ ઝી ટીવી લોન્ચ થઈ અને તે સાથે ભારતીય ટેલીવિઝનનું આખું ચિત્ર જ બદૃલાઈ ગયું. ઝી ટીવીની શરુઆતની સિરીયલોના ફાલમાં ગૌતમ અધિકારીની ‘કમાન્ડર’ નામની જાસૂસી સિરીયલ પણ હતી, જેણે મરાઠી એકટર રમેશ ભટકરને ઘરેઘરમાં પહોંચાડી દૃીધા. ‘કમાન્ડ’રથી એક વાત સ્થાપિત થઈ ગઈ કે ગૌતમ અધિકારી જાસૂસી કથાઓ અફલાતૂન રીતે ડિરેકટ કરી જાણે છે. એમને ‘બાદૃશાહ ઓફ થ્રિલર્સ’નું બિરુદૃ અમસ્તુ નહોતું મળ્યું. અલબત્ત, તેઓ ઇમોશનલ ફેમિલી ડ્રામા પણ એટલી જ અસરકારકતાથી બહેલાવી શકતા હતા. ‘કમાન્ડર અને ‘પરમવીર ચક્ર ઉપરાંત એમની ‘હેલો ઇન્સપેકટર’, ‘માર્શલ’, ‘સિલસિલા’ વગેરે સિરીયલો ખૂબ લોકપ્રિય બની હતી. વિખ્યાત નવલકથાકાર હરકિસન મહેતાની બે લોકપ્રિય કથાઓ ‘જડ-ચેતન’ અને ‘વંશ-વારસ’ પરથી ગૌતમ અધિકારીએ અનુક્રમે ‘ખામોશી’ અને ‘વક્ત કી રફતાર’ નામની સિરીયલો પ્રોડ્યુસ અને ડિરેકટ કરી હતી, જે ખૂબ સફળતા પામી હતી.

ગૌતમ અધિકારીની છાપ કડક ટાસ્ક માસ્ટરની હતી. એક દિૃવસમાં એક આખો એપિસોડ શૂટ કરી નાખવાનો ચીલો એમણે જ પાડ્યો હતો. તેમનું સાદું ગણિત એવું હતું કે જો તમારું એક દિૃવસનું શેડ્યુલ બાર કલાકનું હોય તો એટલા સમયમાંથી એક એપિસોડ માટે જરુરી એવાં બાવીસ મિનિટનાં વિઝ્યુઅલ્સ પેદૃા થવાં જ જોઈએ.

‘છૂટકો જ નથી. બસ, પ્રોપર પ્લાનિંગ હોવું જોઈએ અને વિચારોમાં સ્પષ્ટતા હોવી જોઈએ. મારા સેટ પર ઠાગાઠૈયાને કે લાસરિયાવેડાને સ્થાન નથી. મારો આસિસ્ટન્ટ મને સ્ક્રિપ્ટ વાંચી સંભળાવે એ જ મિનિટથી હું મનમાં શોટ્સ વિઝ્યુઅલાઇઝ કરવા માંડું. મને શોટ ડિવિઝન, કેમેરા એન્ગલ્સ વગેરે નકકી કરવામાં બહુ સમય લાગતો નથી. આ બધું હું ઇન્સિંટકિટવલી કરતો હોઉં છું. ચાલુ શૂટિંગે કયા સીનમાં કેવું બેકગ્રાઉન્ડ મ્યુઝિક આવશે તેની નોંધ પણ મનોમન કરતો જાઉં. જેમ કે, કોઈ શોટમાં પાત્ર કશું જ બોલ્યા વગર સીડી સડે છે અથવા પોઇન્ટ ‘એ’થી પોઇન્ટ ‘બી’ સુધી ચાલે છે, તો મારા મનમાં તરત નોંધાઈ જાય કે આ શોટમાં મારે હેવી બેકગ્રાઉન્ડ જોઈશે કે જેથી રહસ્ય – રોમાંચને વધારે વળ ચડે.’

આ પ્રકારની સમજણ અને સ્પીડ જોતાં ગૌતમ અધિકારીના નામે ૩૦૦૦ કરતાંય વધારે એપિસોડ્સ ડિરેક્ટ કર્યા હોવાનો લિમકા બુક (૧૯૯૯)નો રેકોર્ડ બોલતો હોય તો એમાં કંઈ નવાઈ પામવા જેવું ખરું?

‘૩૦૦૦ એપિસોડ એટલે…. તમે અઢી કલાકની એક ફિલ્મ ગણો તો સમજોને કે મેં અત્યાર સુધીમાં ૪૪૦ ફિલ્મો જેટલું શૂટિંગ તો ઓલરેડી કરી નાખ્યું છે!’ આમ કહીને ગૌતમ અધિકારી હસી પડેલા.

એમણે,અલબત્ત, ફુલલેન્થ ફિચર ફિલ્મો પણ ડિરેકટ કરી જ હતી. જિતેન્દ્ર, મમતા કુલકર્ણી અને રાહુલ રોયને લઈને ૧૯૯૩માં તેમણે ‘ભૂકંપ’ નામની હિન્દૃી ફિલ્મનું નિર્દેશન ર્ક્યું હતું. એમણે ગુજરાતી ફિલ્મો પણ બનાવી છે. એક સમય એવો હતો કે તેઓ એક હિન્દી સિરીયલ, એક મરાઠી સિરીયલ, એક હિંદૃી ફિલ્મ અને એક ગુજરાતી ફિલ્મ એકસાથે શૂટ કરતા હતા. આ પણ એક રેકોર્ડ હોવો જોઈએ!

ગૌતમ અધિકારી સિરીયલોની ક્રિયેટિવ બાજુ સફળતાપૂર્વક સંભાળી શકયા એનું મહત્ત્વનું કારણ એ રહ્યું છે કે પ્રોડકશનની જવાબદૃારી માર્કંંડ અધિકારી ઉપાડી લેતા. બન્ને ભાઈઓએ મળીને શ્રી અધિકારી બ્રધર્સ નામની પ્રોડકશન કંપની ખોલી. એસ-એ-બી સબ એટલે શ્રી અધિકારી બ્રધર્સનું શોર્ટ ફોર્મ. બોમ્બે સ્ટોક્ એક્સચેન્જમાં લિસ્ટેડ થયેલી ભારતની તે પહેલી મિડીયા કંપની બની. ૧૯૯૯માં અધિક્ારીબંધુઓએ સબ ટીવી ચેનલ લોન્ચ કરી, જે હાલ સોની એન્ટરટેઇનમેન્ટ ટેલીવિઝનનો હિસ્સો છે. અધિકારી બ્રધર્સની ટીવી વિઝન લિમિટેડ કંપની આજે ચેનલોનો આખો થાળ ધરાવે છે – હિન્દૃી મ્યુઝિક ચેનલ મસ્તી, ફિલ્મ ચેનલ દિૃલ્લગી, મરાઠી ચેનલ માઇબોલી, યુપી-બિહાર-ઉત્તરાખંડ-ઝારખંડને લક્ષ્યમાં રાખતી ચેનલ દૃબંગ, ધમાલ ગુજરાત વગેરે.

છેલ્લે છેલ્લે નાદુરસ્ત તબિયતને લીધે ગૌતમ અધિકારીએ વચ્ચે વચ્ચે નછૂટકે વિરામ લેવો પડતો હતો,પણ શરીર ઠીક થતાં જ તેઓ પાછા કામે વળગી જતા. આયુષ્યની રેખા ૬૭ વર્ષ કરતાં વધારે ખેંચાઈ હોત તો તેઓ હજુ ઘણું વધારે કામ કરી શક્યા હોત.

… પણ ઉપરવાળો જિંદૃગીનું પેક-અપ કયારે કરી નાખવાનો છે એની આપણને કયાં ખબર હોય છે!

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2017 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.