એક માત્ર સાચા નેતાજી- સુભાષચંદ્ર બોઝ અને મૃત્યુનું રહસ્ય…!!
મને એક વાત નો અફસોસ હંમેશા રહ્યો છે કે ભારતમાં જે તાકતવર નેતૃત્વ ઉભું થયું છે એનું મૃત્યુ રહસ્યમય કેમ થયું છે ? સુભાષચંદ્ર બોઝ, લાલ બહાદુર શાસ્ત્રી કે હોમી ભાભા. જ્યારે અંગ્રેજો સામે કેટલાક નેતાઓ વિદેશમાં જઈને ભીખ માંગતા હતા, ત્યારે આ માણસ સુભાષચંદ્ર બોઝ એ વિદેશમાં જઈને વિદેશનીતિથી અંગ્રેજોને પછાડવાની તાકાત ધરાવતા હતા. જો વિશ્વયુદ્ધમાં અંગ્રેજો સાથે ભારતના સૈનિક લડી શકે તો અંગ્રેજો સામે ભારતના સૈનીક કેમ ન લડી શકે આ શબ્દો અને વિચાર હતા સુભાષચંદ્ર બોઝનાં. વિદેશથી પોતાની સેના આઝાદ હિન્દ ફોજ બનાવીને ભારતમાં મ્યાનમાર તરફથી આક્રમણ કરવાનું વિચારી શકે એવા બુદ્ધિશાળી અને બાહોશ વ્યક્તિત્વ હતું આ સુભાષચંદ્ર બોઝનું !! સાલું દબાઈ ગયું, એ જ ઈતિહાસમાં એવી રીતે જ જેવી રીતે અનેક અન્ય ફ્રીડમ ફાઈટરનું દબાયું એવી જ રીતે !! કેવી રીતે મર્યા એની કહાની બનાવીને પાઠ્યપુસ્તકમાં છાપી મારી અને તમારા મારા જેવા લોકો એ જ ફકરો વાંચી નાખ્યો અને સત્ય ક્યાંક દફન થઇ ગયું. રહસ્મય મૃત્યુ થયા પછી આપણા નકામા નેતાઓએ કદીય આ નેતાજી કે આ બાહોશ વ્યક્તિત્વનાં મૃત્યુ વિશે શોધ કે સંશોધન પણ ના કર્યું એ કેટલી ખરાબ વાત કહેવાય…
મેં જેટલું વાંચ્યું એમાંથી મને સુભાષચંદ્ર બોઝનાં મૃત્યુને લઈને ૩ થીયરી મળી એ હું તમારી સાથે શેર કરું છું…
૧) પ્લેન ક્રેશ થીયરી
૨) રશિયા લીંક
અ) Siberia, Russia માં જેલ અને ફાંસી..
બ) રશીયામાં આશ્રય..
૩) ગુમનામી બાબા થીયરી..
૧. પ્લેન ક્રેશ થીયરી
૧૭ ઓગસ્ટ ૧૯૪૫, મીત્શુબિસી Ki 21, હેવી બોમ્બર એર ક્રાફ્ટ સાઈગોન એરપોર્ટ પરથી રવાના થયું. એ પ્લેનમાં ૧૩ લોકો સામેલ હતાં. જેમાં Lt Gen Tsunamasa Shidei (Imperial Japanese Army), Col. Habibur Rahman (the Indian National Army) અને સુભાષચંદ્ર બોઝ. વિએતનામમાં રાતનો હોલ્ટ કર્યા પછી ૧૮ ઓગસ્ટએ પ્લેન તાઈવાનનાં તાઈહોકુ એરપોર્ટ પર ફયુલ રીફિલિંગ માટે આવી પહોચ્યું, થોડા સમય પછી પ્લેન ત્યાંથી ટેક ઓફ થયું અને અચાનક પ્લેન ક્રેશ થયું. બે પાઈલોટ ત્યાંને ત્યાં જ મરી ગયા, ભારત નેશનલ આર્મીનાં રહેમાન બેભાન થયા. બોઝ હોસ્પિટલમાં કોમામાં પહોચ્યા અને ત્યાં જ તેમનું મૃત્યુ થયું. આવી થીયરી જે ચલણમાં છે.
હવે, આ બાબતે તાઈવાનનું કહેવું એવું હતું કે એ વિસ્તારમાં એવું કોઈ જ પ્લેન ક્રેશ થયું ન હતું. કોઈએ નેતાજીની ડેડબોડી જોઈ નહિ અને કોઈએ ડેથ સર્ટીફીકેટ પણ ઇસ્યુ કર્યું નહિ. આ થીયરી પાછળનું મુખ્યું કારણ નેતાજીને જાપાનમાંથી રશિયા જવા માટે સ્પેસ આપવાનો હતો. નેતાજી જાણતા હતા કે જો એ જાપાનમાં રોકાયા તો જાપાનમાં અમેરિકા એમને વોર ક્રિમીનલ તરીકે ટ્રીટ કરશે અને એ ત્યાં જ જિંદગીભર ભરાઈ જશે. જો આમ થાય તો દેશ આઝાદ કરવાનું સપનું સપનું બની જશે.
૨. રશિયા લીંક થીયરી
૨ (અ) સાઈબીરીયા, સસીયામાં જેલ અને ફાંસી
સત્યાનારાયણ સિન્હા જે નેહરુ સરકારમાં મંત્રી રહેલા કોંગ્રેસનાં આ નેતાને રશિયામાં નેતાજી વિષે માહિતી હતી આવું ખોસલા આયોગ (૧૯૭૦) જે ઇન્દિરા ગાંધી દ્વારા બનાવવામાં આવેલું તેના રિપોર્ટમાં જાણવા મળે છે. સિન્હાએ આયોગને જણાવ્યું હતું કે નેતાજીને રશિયામાં જ કેદ કરીને રાખવામાં આવ્યા હતા. શપથ હેઠળ સિન્હાએ કહ્યું હતું કે ૧૯૫૪માં તે (સિન્હા) Kozlov (Former Soviet secret police agent)ને મળ્યા હતા અને Kozlove એ સિન્હાને કહ્યું હતું કે સુભાષચન્દ્ર બોઝને Yakutskની ૪૫ નંબરની જેલમાં જોયા હતા.
સિન્હાએ વધુમાં આયોગને જણાવ્યું હતું કે Kozlove એ ભારતમાં ૧૯૩૪ સુધી ભારતીય સૈનિકોને અંગ્રેજો નીચે ટ્રેઈંનિગ આપતો હતો. એ પછી એ વખતનાં રશિયાનાં સ્ટેલિનની નીચે kozlove એ Yakutsk જેલનો ઓફિસર બન્યો. આની પાછળનું મુખ્ય કારણ એક જ હતું. રશિયા એ બીજા વિશ્વ યુદ્ધ વખતે બ્રિટન અને અમેરિકાનાં પક્ષે હતું. જયારે બોઝ ખુદ એ બ્રિટન વિરુદ્ધ લડી રહ્યા હતા. એટલે બોઝને રશિયાએ પકડીને જેલમાં પૂરી દીધા હોય અથવાતો તેમને ફાંસી આપી દીધી હોય.
૨ (બ) રશિયામાં આશ્રય
૧૯૯૫માં કલકતાની એશિયાટિક સોસાયટીની એક ટીમ સંસોધન માટે મોસ્કો રશિયા પહોચે અને ત્યાં કેટલી અવર્ગીકૃત ફાઈલ દ્વારા હિન્ટ મળે છે, બોઝ ૧૯૪૫ પછી પણ રશિયામાં હતા. પુરોબી રોય, એક સંશોધકે કહ્યું કે સંશોધન દરમ્યાન તેમને રશિયામાંથી ૧૯૪૬ની સાલની એક ફાઈલ મળી હતી અને જેમાં stalin અને Vyacheslav Molotov વાતચિત હતી. જેમાં તેમણે કહ્યું હતું કે બોઝે અહિયાં રહેવું જોઈએ કે રશિયા છોડવું જોઈએ. ડો.રોયને KGBનો ૧૯૪૬નો એક રિપોર્ટ મળ્યો હતો, જેમાં કહ્યું હતું કે નેહરુ અને ગાંધી સાથે કામ કરવું શક્ય નથી. તો શું આપણે બોઝનો ઉપયોગ કરી શકીએ ? એ જણાવે છે કે બોઝ એ ૧૯૪૬ સુધી તો જીવતા જ હતા. (બની શકે એ આ વાતચિત જૂની હોય અર્થાત. ૧૯૪૬નાં રિપોર્ટમાં વિશ્વયુદ્ધ ૨નો વાર્તાલાપ હોય. અર્થાત નેહરુ અને ગાંધી કદીય વિશ્વ યુદ્ધ ૨ માં જોડાવા માંગતા ન હતા, એટલે બોઝનો ઉપયોગ કરવાની વાત આ રિપોર્ટમાં હોય એવું બની શકે.)
૩. ગુમનામી બાબા થીયરી
આ થીયરી ખુદ એ મોટો આર્ટીકલ બની જાય એટલી મોટી છે. પણ ટૂંકમાં કહું તો આ સૌથી અલગ થીયરી એમ કહે છે કે નેતાજી સુભાષચન્દ્ર બોઝ એ રશિયાથી પાછા આવ્યા હતા અને ફૈઝાબાદમાં સાધુ તરીકે જીવતા હતા. લોકલ લોકો તેમને ભગવાનજી એટલે ગુમનામી બાબા તરીકે જાણતા હતા અને તેમનું મૃત્યુ ૧૬ સપ્ટેમ્બર ૧૯૮૫માં થયું.
ગુમનામી બાબાનાં ફોટોઝ એકદમ સુભાષચન્દ્ર બોઝને મળતાં આવે છે. સુભાષ બાબુ જો સાધુની જેમ દાઢી રાખતા હોત તો અચૂક એ પેલા બાબા જેવા જ લાગત, પણ એથીય વધુ પુરાવા એ છે. ગુમનામી બાબા જોડેથી જે પત્રો મળ્યાં એ પત્રોનાં Hand writing સુભાષ બાબુને મળતા આવે છે, એવું ભારતના ટોપ મોસ્ટ Hand Writing Expert બી.લાલ એ કહ્યું હતું એટલું જ નહિ આ વાત એક અમેરિકન Hand Writing Expert એ પણ કહ્યું છે.
અનુજ ધરે લખેલ એક પુસ્તક “Conundrum: Subhas Bose’s Life after Death” માં આ બાબતે પ્રકાશ પાડ્યો છે. ગુમનામી બાબા એ ઇન્ડિયન નેશનલ આર્મીના પબિત્રા મોહન રોયને લખ્યું હતું કે : “From this moment you must not mention me and ‘N’ to any one, whatsoever and whoever. you must not even by the slightest indication give out that you contacted me at ‘N’. You shall sacrifice your head but keep your lips sealed.”
Terminology: “N”= Neemsar, UP જ્યાં પબીત્રા આ બાબાને ૧૯૬૨માં મળ્યા હતા અને “S”=Subhas.
અંતિમ વાત, અટલ બિહારી બાજપાઈએ ૨૦૦૧માં બોઝનાં મૃત્યુની જાંચ કરવા માટે એક કમિટીનું નિર્માણ કર્યું હતું. આ કમિટીનું નામ હતું જસ્ટીસ મુખર્જી કમિટી.એમણે કહ્યું હતું કે બોઝનું મૃત્યુ પ્લેન ક્રેશમાં નથી થયું. પ્લેન ક્રેશનું પ્લાનિંગ થયું હતું, જેથી બોઝ રશિયા જઈ શકે. જાપાનમાં આવેલા રેણુકાજી મંદિરમાં જે રાખ રાખવામાં આવી છે, એ બોઝની નહિ પણ તાઈવાનનાં કોઈ સોલ્જરની છે. પણ આગામી યુ.પી.એ સરકારે આ રિપોર્ટને ફગાવી દીધો હતો. આ કમિટી એવું પ્રૂવ કરી શકી ન હતી કે ગુમનામી બાબા એ ખરેખર બોઝ હતા કે નહિ.
૨૦૧૫માં નરેન્દ્ર મોદીએ કીધું હતું કે બોઝને લગતી બધી જ ફાઈલ જાહેર કરીશું. કેટલી ફાઈલ સરકાર જોડે છે એ કોઈને ખબર નથી, ૩૩ ફાઈલ ૨૦૧૫ અને બીજી ૧૦૦ એક જેટલી ફાઈલ થોડા સમયમાં જાહેર થશે એવું કહેવામાં આવ્યું છે. ત્યાંથી કદાચ વધુ રહસ્ય પરથી પડદો ઉઠે એવું બને અને એવું પણ બને કે ભારતના મિત્ર રાષ્ટ્ર સાથે સંબંધ બગડે. જે હોય એ સુભાષચન્દ્ર બોઝ એ ફાઈલની જેમ જ ઇતિહાસમાં દબાવા ન જોઈએ, એ એક મહાન માણસ હતા, છે અને રહેશે.
જય હો હિન્દ… જય હો બોઝ…
~ જય ગોહિલ
( ફેસબુક લેખ સાભાર)
Leave a Reply