સરપંચ કેવાં હોવાં જોઈએ ?
સ્વરાજ ચૂંટણી આવી રહી છે. કદાચ જાતિવાદ ફેક્ટર કામ કરી પણ જાય – ગોડ નોઝ ! બહારનો પક્ષ ગુજરાતમાં પગપેસારો કરે છે એટલે એ ભારતનો સર્વસત્તાધીશ હોય એવું માનવા લાગે છે. એ વિષે ઘણું બધું લખાયું છે ફેસબુકમાં આર્ટીકલ રૂપે અને કોમેન્ટ રૂપે પણ. ન્યુઝ ચેનલવાળાને કોઈ કામધંધો છે જ નહીં એટલે એ આવી વાતોને ચગાવ્યા કરે છે. જેનું કોઈ નક્કર પરિણામ અવ્વવાનું જ નથી એ લોકો દ્રશ્યમને જ ઈશ્વર મને છે જે અદ્રશ્ય્મ છે એ એમને દેખાતું જ નથી. પણ જે પક્ષ જેટલી પણ સીટો જીત્યો છે એ એમની આવડતના જોરે જીત્યો છે એ વાત આપણે કેમ નથી સ્વીકારી શકતાં ! ગામડામાં પણ સરપંચની ટર્મ પૂરી થાય એટલે કોંગ્રેસે એમની પત્ની કે દીકરી કે કાકા-બાપાના પોયરાઓને ટીકીટો આપી છે. જે વાત આપણે લાલુ -રબડી કે ગાંધી પરિવાર માટે કરતાં હતાં તે સાચી પડે છે જે તરફ આપણું ધ્યાન ગયું જ નથી. ગામડાની મહિલાઓને રાજકારણ કે વિકાસ સાથે સ્નાનસુતકનો પણ સંબંધ નથી. હજી એ ડાયનોસર યુગમાં જ જીવતાં – સડતાં હોય છે અને એમ જ મારવાના પણ છે. પક્ષને પ્રાધાન્ય ના આપાય જે માણસ ખરેખર ગમમાં કામ કરે છે અને જેનમાં એવું કરી શકવાની તાકાત છે એમને જ વોટ અપાય, પછી કોઈ પણ પક્ષનો કેમ ના હોય ?
ચાલો એક એવી વાત કરું જે આમ તો હું પહેલાં લખી ચુક્યો છું પણ એ મારી અંગત વાત હતી. એ જ વાત આજે જુદાં માહોલમાં જુદી જ રીતે રજૂ કરું છું. સન ૧૯૮૨ થી સન ૧૯૮૭ એ મારું અને મારાં પિતાજી એટલે કે અમારાં કુટુંબનાં બાલાસિનોર વસવાટનાં છેલ્લાં ૫ વરસ હતાં. મારે કોલેજના પગથીયા ચડવાની હજી બે વરસની વાર હતી. વાત છે સન ૮૩-૮૪ની ! કોલેજના એક કેસ અંગે મારે અને મારાં પિતાજીએ પોલીસ સ્ટેશનમાં હાજરી આપવા જવાનું થયું. પોલીસો તો બધાં જ ઓળખે અમને એમને આમને બેસવાની ખુરશીઓ પણ આપી પણ બેસેઈ ઘુટન અનુભવતા હોઈએ એવું લાગ્યું અમને એટલે અમે બારણા પાસે ઊભાં રહ્યાં હતાં. ત્યાં એક જીપમાંથી ચાર પાંચ માણસો નીચે ઉતર્યા તો એક ભાઈ સવ્ચ્ચ્છ ખાદીના કપડામાં નીચે ઉતર્યા. તેમણે તરત જ પિતાજીને કહ્યું – અરે સાહેબ તમારે કેમ આવવું પડયું પોલીસ સ્ટેશનમાં ? ” પછી તેઓ સીધાં પોલીસ સ્ટેશનમાં આવ્યાં પોલીસ સબ ઇન્સ્પેકટરણે કહ્યું કે સાહેબને કેમ ઊભાં રાખ્યાં ચ્ચે એમણે બેસવાનું આપો અને એમની સારી રીતે આગતા સ્વાગતા કરો ? તો પપ્પ્પાએ તરત જ કહ્યું એમને તો બધી વ્યવસ્થા કરી આપી છે, આતો અમારે એક કેસના જામીન અંગે આવવાનું થયું છે. બધી વિગતો એમને જણાવીએ એ પહેલાં એમને એ સબ ઇન્સ્પેકટરને કહ્યું. લખી આપું છું પાંડવા અને એની બાજુના પાંચ ગામો બોલો હવે તમારે બીજાં કોઈ જામીન જોઈએ છે તે… પૈસા કેટલાં ભરવાના છે તે કહો એ પણ હું બધાં આપી દેવાં તૈયાર છું. મારાં સાહેબ કે મારાં સાહેબના છોકરાને ઉની આંચ પણ ના આવવી જોઈએ. જો આવી છે તો તમારી કોઈ ખેર નથી !
“અરે એવું કાઈ નથી આ તો માત્ર સહી જ કરવાની છે બંનેની અને એમનાં જમીનોની. તો એ ભાઈ બોલ્યાં તો મારી સહી પહેલાં લઇ લો.
તો પપ્પાએ કહ્યું ” નાં જામીન પણ તૈયાર જ છે એ લોકો આવતાં જ હશે તમે નિશ્ચિંત રહો કંઈ પણ કામ હશે તો હું તમને પહેલાં યાદ કરીશ જ.
એ ભાઈનું નામ – રૂપસિંહ ચૌહાણ
પાંડવા ગામના અને એના સીમાડે આવેલાં બીજાં ૪ ગામોના સરપંચ ! આટલી હતી આમારી વાત. હવે જે વાત કરવાનો છું એ આ ભાઈ રૂપસિંહ ચૌહાણની જ કરવાનો છું
બહુ મોટી વગ ધરાવતા હતાં આ રૂપસિંહ ચૌહાણ. એ ભાઈ અમારી કોલેજના વિદ્યાર્થી નહોતાં પણ પપ્પા અને અમને બહુ સારી રીતે ઓળખે. અરે કેમ નાં ઓળખે વરસમાં ૧૦- ૧૫ વાર અમારે પાંડવા જવાનું થતું હતું. એ ભાઈ જાતે તો ક્ષત્રિય આમેય એ વિસ્તારમાં ક્ષત્રિય, અને બીસી બક્ષીપંચની વસ્તી વધારે
કહેવાની કોઈ જ જરૂર નથી એ બધાં મૂળે કોંગ્રેસી. પણ કોંગ્રેસી હોવું એ કૈં ગુનો તો નથી જ ને ! એ ભાઈ જમીનમાં ખેતી કરી પૈસાદાર – વગદાર બન્યાં. વર્ષોથી સરપંચ બનતાં આવતાં આવતાં હતાં. તેઓ ઘણી વાર તો ના પાડતાં હતાં કે મેં બહુ વર્ષો સુધી રાજ કર્યું હવે બીજાને તક આપો. તો ગામવાળા કહે કે ના અમારે તો તમે જ જોઈએ તમે જે કામ કર્યું છે અને તમે જે કામ કરો છો એવું કામ કોઈ જ ના કરી શકે ?
કેવું હતું એમનું કાર્ય ? એમને ગામમાં વીજળી લાવી આપી જ્યારે ભારતમાં તે સમયે ઘણાં ગામમાં વીજળી પણ નહોતી. તેઓએ ગામમાં શાળા બનાવડાવી અને જૂની જર્જરિત શાળાનું સમારકામ કરાવ્યું ‘ રસ્તાઓ સુધારાવ્યા પણ તે ગામ – ગામો એવી જગ્યાએ હતાં કે કેડી કે કાચા – ધુળીયા રસ્તાઓ વગર ત્યાં પહોંચવું પણ અશક્ય હતું. પોતે જાતે પૈસા આપી ગામલોકોના ઘર બનવડાવ્યા. એટલું જ નહીં એમને મહિલાઓને ગૃહઉદ્યોગ કરતી કરી હતી. શાળામાં વિદ્યાર્થી પાસે ફીના પૈસા ના હોય તો તેઓ ગામના ભંડોળમાંથી પૈસા નાં આપતાં પોતે જ બધો ખર્ચ વેઠતાં. ગામ હોય એટલે વાસો પણ હોવાનાં જ. હજી આપણી માનસિકતા એવી જ છે કે ગામમાં હરિજનનાં હાથનું કોઈ પાણી પણ ના પીવે અને તેમનો વાસ ગામથી દૂર હોય. આભડછેટનાં કોરાનાથી ગ્રસ્ત હતો આપણો કહેવાતો સમાજ. આ આભડછેટ ને કારણે જ પાંડવા ગામ પર ગ્રહણ લાગી ગયું. હરિજનો સાથે ગામલોકોને કોઈ કારણોસર બબાલ થઈ. અફવાઓએ વેગ પકડયો, રાજકારણનો રંગ અપાયો. કહેવાતા સમાજ સુધારકો વાર તહેવારે સલાહો આપતાં થઇ ગયાં. પણ સરપંચ રૂપસિંહ ચૌહાણ આ બધું જોઈ – જાણીને બહુ દુખી થઇ ગયાં. તેઓ કોલેજમાં આવ્યાં અને ગામમાં હરિજનોની હડતાલણે કારણે ગંદકી ફેલાઈ હતી અને ઉકરડો વધી ગયો હતો. વરસાદી પાણી ભરાઈ ગયું હતું. આ બધી વાત કરી અને આના હાલ રૂપે કોલેજમાંથી મારાં સહિતની NSSની એક ટીમ એક અઠવાડિયા માટે પાંડવા પહોંચી
અલબત પપ્પાની આગેવાની હેઠળ. રૂપસિંહ ભાઈની ખેલદિલી જુઓ એમને પોતાનાં ઘર અને પોતાની જાતિના ઘરોની સફાઈને બદલે પહેલાં હરિજનવાસમાં જ કામ કરવાનું કહ્યું. અમે કોઇપણ જાતના છોછ વગર એ કામનો શુભારંભ કર્યો. સફાઈ તો જોરદાર કરી હરિજનોના દિલ દ્રવી ઉઠયાં. તેમને હડતાલ ભૂલી અમને મદદ કરવા માંડી. એવામાં મને એક રસ્તો સૂઝયો કે આ આભડછેટનું ભૂત ઉતારવા માટે ગામલોકો તો કોઈ પહેલ નહીં કરે. મારે જ કૈંક કરવું પડશે મેં એમનાં ઘરમાં જઈને એમનાં હાથનું પાણી પીધું અને ચા પણ પીધી અને અમારાં મિત્રોને પણ પીવડાવી. પહેલ મેં જ કરી હતી એટલે મારુ તો કોઈ કશું બગાડી શકે તેમ નહોતાં પણ ગામલોકોને પોતાની ભૂલ સમજાઈ અને પછી સર્જાયું સર્વધર્મ એકતાનું દ્રશ્ય રૂપસિંહભાઈ બહુ જ ખુશ થયાં અને મારે ખભે હાથ મૂકી કહ્યું – “જય તે જે કર્યું છે એ ઋણ ચૂકવવવા માટે મારે અને મારાં ગામલોકોને સાત જન્મ પણ ઓછાં પડે !”
મેં કહ્યું ‘ઋણ તો મારે ચુકવવું હતું તમારાં અહેસાનનું તમારાં જેસ્ચરનું !’
રૂપસિંહ ભાઈએ કહ્યું “એ કઈ રીતે?”
ત્યારે મેં પપ્પાની સામે જોઇને એમને કહ્યું ” યાદ કરો રૂપસિંહ ભાઈ બાલાસિનોરના એ પોલીસસ્ટેશનમાં તમે કરેલી વાત ત્યારે જ મેં મનોમન નક્કી કર્યું હતું કે સમય આવ્યે હું આ ઋણ ચૂકતે કરીશ ! આજે એ વખત આવ્યો છે અને મને આનંદ છે કે હું કાર્યમાં સફળ થયો છું !”
રૂપસિંહ ભાઈ ઝળઝળતી આંખે મને એકી ટસે નિહાળતાં રહ્યાં ! ત્યાર બાદ કુળ રૂપસિંહ ભાઈ પણ અમને સફાઈ કરવામાં સાથ આપતાં રહ્યાં ખભે ખભા મિલાવીને સતત-અવિરત ! એક સપ્તાહ અમે ત્યાં કામ કર્યું ગામ આખું સચ્છ કર્યું માત્ર બાહ્ય રીતે નહીં પણ માનિસક ગંકી પણ દૂર કરી
👉 વાત આટલેથી નથી અટકતી મિત્રો. રૂપસિંહભાઈની ઉદાત ભાવના અને એમનાં જ સૂચનથી અમે ત્યાં કચરાના નિકાલ થાય એવી વ્યવસ્થાના ભાગ રૂપે ગોબર ગેસ પ્લાન્ટ પણ નાંખ્યો. બધો ખર્ચો રૂપસિંહ ભાઈએ જ આપ્યો હતો. એમને ગ્રામપંચાયતમાં કોઈ ખરડો પસાર નહોતો પડયો કે નહોતી લેવી પડી કોઈની પરવાનગી. ગામ સારું થાય અને ગામ લોકો સુખી રહે એ જ એમની નેમ હતી. તેઓએ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓની ફીનો ખર્ચો ઉપાડયો હતો. તેઓ જાતે આવીને એ વિદ્યાર્થીઓ સારી રીતે ભણે છે કે પચ્ચી જલસાઓ જ કરે ચ્ચે એની તપાસ પણ રાખતા એમનું વારંવાર કોલેજ આ માટે આવવું જ અમને એમની નજીક લઇ ગયું હતું અને એમને અમારી ! પપ્પાના શિસ્તના પાઠ તેઓ જાતે ગામલોકોને ભણાવતાં. દરેકને ઘરે જઈને એમનાં હાલહવાલ પૂછતાં. તેમની કોઈ મુશ્કેલી હોય તો તેઓ જાતે દૂર કરતાં અને જો સરકારી રાહે દૂર કરવી પડે તેમ હોય તો પોતે એમને જાતે લઇ જઈને સરકારી દફતરોમાં જઈને દુર કરતાં. આ સિવાય પણ તેમને ઘણાંઘણાં કાર્યો કર્યા છે. પાંડવાનું એમનું કાર્ય બાલાસિનોર સહિત અનેક નગર-ગામમાં ખૂંચતું. પણ એની પરવાહ કર્યા વગર તેઓ ગાંઠનું ગોપીચંદન કરી ગામલોકોની સેવા કરતાં રહ્યાં.
બાલાસિનોર છોડે ૩૪ વરસ થઇ ગયાં. આજે પાંડવા કેવું છે અને રૂપસિંહભાઈ ક્યાં છે તેની તો મને ખબર નથી પણ એક વાત અવશ્ય કરું છું જો હું પાંડવાનો નિવાસી હોત અને રૂપસિંહભાઈ ત્યાં ઉભા રહેતાં હોત હું ભલે અણીશુધ્ધ-પરિશુદ્ધ ભાજપીયો હોઉં પણ પક્ષ ના જોતાં હું આ રૂપસિંહભાઈને જ વોટ આપત. ભલેને પછી એ કોંગ્રેસમાં કેમ ના હોય ! સત્કાર્યો કોઈ પક્ષના મોહતાજ નથી હોતાં કે નથી એને કોઈ બ્રાંડલેબલની જરૂરિયાત ! ખરેખર સરપંચ હોય તો આ રૂપસિંહભાઈ ચૌહાણ જેવાં જ !
સ્વરાજ ચૂંટણી આવી રહી છે ત્યારે વોટ કરતી વખતે આટલી વાત દરેકે ધ્યાનમાં લેવાં જેવી ખરી !
~ જનમેજય અધ્વર્યુ
Leave a Reply