Sun-Temple-Baanner

વિદ્યા : પનોતીથી પાવર પોઝિશન સુધી


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


વિદ્યા : પનોતીથી પાવર પોઝિશન સુધી


મલ્ટિપ્લેક્સ : વિદ્યા : પનોતીથી પાવર પોઝિશન સુધી

Sandesh – Sanskaar Purti – 23 June 2013

Column: મલ્ટિપ્લેક્સ

‘મને ખબર નથી એકઝેક્ટલી હું શું વિચારી રહી હતી, પણ જાણે મારો માંહ્યલો વારેવારે એક જ વાત કહી રહ્યો હતોઃ હિંમત ન હારતી, ઢીલી ન પડતી, પ્રયત્નો ન છોડતી. તે બપોરે મારી અંદરથી એક નિર્ણય પ્રગટયોઃ નો, આઈ વિલ નોટ ગિવ અપ!’

* * * * *

ગેમ ચેન્જર. વિદ્યા બાલન માટે આજકાલ સૌથી વધારે કોઈ શબ્દ વપરાતો હોય તો તે આ છે. વિદ્યા ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ‘ચોથી ખાન’ પણ કહેવાય છે, પણ આ જ વિદ્યા થોડાં વર્ષો પહેલાં પનોતી ગણાતી હતી.
ચેતન ભગતની ‘ટુ સ્ટેટ્સ’ નવલકથાની નાયિકાની જેમ વિદ્યા પણ પાક્કી તામ-બ્રામ મતલબ કે તમિલ બ્રાહ્મણ યુવતી છે. ફિલ્મોમાં આવતા પહેલાં એ ડબલ ગ્રેજ્યુએટ થઈ ગઈ હતી. મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં મોટી થયેલી વિદ્યાએ સાઈન કરેલી પહેલી ફિલ્મ બોલિવૂડની નહીં, બલકે સાઉથ ઈન્ડિયન હતી. મલયાલમ ફિલ્મોના સુપરસ્ટાર મોહનલાલ એના હીરો હતા. વિદ્યાના ઘરમાં બધા જ મોહનલાલના ફેન એટલે સૌ રાજીરાજી હતા. ડિરેક્ટરનું પણ મોટું નામ હતું. સમજોને કે બોલિવૂડમાં ગુલઝારની જેવી ઇમેજ છે એવી જ કંઈક ઇમેજ અને સ્થાન આ ડિરેક્ટરની મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છે. મોહનલાલની સાથે તેઓ અગાઉ આઠ-આઠ સુપરહિટ ફિલ્મો બનાવી ચૂક્યા હતા. નસીબ જુઓ. વિદ્યાવાળી ફિલ્મ વખતે જ મોહનલાલ અને આ સિનિયર ડિરેક્ટર વચ્ચે ઝઘડો થઈ ગયો. વાત એટલી વધી ગઈ કે ફિલ્મ અટકીને ડબ્બામાં બંધ થઈ ગઈ. હંમેશ માટે. ઈન્ડસ્ટ્રીમાં બહુ વાતો થઈ. કેમ આવી મહત્ત્વાકાંક્ષી ફિલ્મ ન બની? લોકોએ ચુકાદો તોડવામાં જરાય વાર ન લગાડી. વિદ્યા બાલન નામની પેલી જે નવી છોકરડી આવી છે એ ભારે પગલાંની છે. એ બુંદિયાળને લીધે જ એક્ટર-ડિરેક્ટરની સુપરહિટ જોડી તૂટી ગઈ ને ફિલ્મ રઝળી પડી!

વિદ્યાએ તે વખતે અડધો-એક ડઝન જેટલી મલયાલમ ફિલ્મો સાઇન કરી હતી. આ તમામ ફિલ્મોમાંથી એને તગેડી મૂકવામાં આવી. એક ફિલ્મ જોકે બચી હતી. તેમાં મુકેશ નામનો હીરો હતો. બનવાજોગ આ ફિલ્મ પણ કોઈક કારણસર અટકી પડી. વિદ્યાના માથા પર ચોંટી ગયેલું બુંદિયાળનું ટીલું ઘેરું બનતું ગયું. મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દરવાજા ખૂલે તે પહેલાં જ બંધ થઈ ગયા એટલે એણે તમિલ ફિલ્મોમાં નસીબ અજમાવવાનું નક્કી કર્યું. એક ફિલ્મ સાઇન કરી પણ એમાંથીય એને કાઢી મૂકવામાં આવી. બાવીસ-ત્રેવીસ વર્ષની છોકરીને તૂટી જવા માટે આટલું પૂરતું હતું. હવે એ સ્થિતિ આવી ગઈ હતી કે જેવી કોઈ ફિલ્મ માટે વાતચીત શરૂ થાય કે મનમાં ફફડાટ વ્યાપી જતો.

‘મને બરાબર યાદ છે. આ તબક્કો ચાલી રહ્યો હતો એ દિવસોમાં એક વાર હું ધોમધખતા તાપમાં મુંબઈના નરીમાન પોઈન્ટ પર પહોંચી ગઈ હતી,’ વિદ્યાએ આ વાત એક કરતાં વધારે ઈન્ટરવ્યૂઝમાં કહી છે, “હું નિરુદ્દેશ ઝપાટાબંધ ચાલી રહી હતી. મારું મન ચગડોળે ચડયું હતું. મને અત્યારે ખબર નથી એકઝેક્ટલી હું શું વિચારી રહી હતી, પણ જાણે મારો માંહ્યલો વારેવારે એક જ વાત કહી રહ્યો હતોઃ હિંમત ન હારતી, ઢીલી ન પડતી, પ્રયત્નો ન છોડતી. તે બપોરે મારી અંદરથી એક નિર્ણય પ્રગટયોઃ નો, આઈ વિલ નોટ ગિવ અપ!’

એ જ અરસામાં વિદ્યાને એક મ્યુઝિક વીડિયો માટે કામ કરવાનો મોકો મળ્યો. એનું ડિરેક્શન કર્યું હતું પ્રદીપ સરકારે. શૂટિંગ પૂરું થયું ત્યારે એમણે વિદ્યાને કહ્યું, “એય છોકરી, એક દિવસ હું તારી સાથે એક ફિલ્મ બનાવીશ. તે વખતે પ્રદીપ સરકાર કંઈ ફિલ્મમેકર નહોતા, માત્ર એડમેન હતા. વિદ્યાનો તળિયે પહોંચી ગયેલો આત્મવિશ્વાસ ધીમે ધીમે ઊંચકાઈ રહ્યો હતો. સૌમિત્ર ચેટર્જી નામના ફિલ્મમેકરે એને એક બંગાળી ફિલ્મ માટે સાઇન કરી. આ ફિલ્મ હેમખેમ પૂરી થઈ અને રિલીઝ પણ થઈ એટલે વિદ્યાના એકલીના નહીં, પણ એના આખા પરિવારનાં મસ્તક પરથી સો મણનો બોજ હટી ગયોઃ થેન્ક ગોડ, ચાલો, એક ફિલ્મ તો કરી, અપશુકનિયાળનો જે થપ્પો લાગી ગયો હતો એ તો ગયો! ત્યારબાદ પ્રદીપ સરકારે પોતાની પહેલી ફિલ્મ ‘પરિણીતા’ બનાવી. સૈફ અલી ખાન અને સંજય દત્ત જેવા બબ્બે હિટ હીરોની સામે અનલકી તરીકે વગોવાઈ ગયેલી વિદ્યા બાલન નામની અજાણી છોકરીને કાસ્ટ કરી. ફિલ્મ સુપરહિટ થઈ. વિદ્યા બાલન સ્ટાર બની ગઈ.

“લોકો મને કહેતાં હોય છે કે તું તો ‘પરિણીતા’થી રાતોરાત સ્ટાર બની ગઈ, પણ સચ્ચાઈ એ છે કે હું ‘રાતોરાત’ સ્ટાર નથી બની. ‘પરિણીતા’ની પહેલાં મેં ખૂબ નિષ્ફળતા અને અપમાન જોયાં છે, પણ મેં હાર ન માની અને ટકી ગઈ એટલે સફળતા જોઈ શકી,’ વિદ્યા કહે છે. અલબત્ત, ‘પરિણીતા’ પછી પણ સફળતા-નિષ્ફળતાના આરોહઅવરોહ આવ્યા જ. ‘ધ ડર્ટી પિકચર’થી ફરી પ્રવાહ પલટાયો. ઈન્ડસ્ટ્રીમાં હવે વિદ્યા બાલનની ધાક ઊભી થઈ ગઈ છે. પોતાની સમકાલીન અભિનેત્રીઓ કરતાં એ કોઈ જુદી જ ભ્રમણકક્ષામાં મુકાઈ ગઈ છે. વિદ્યા આજે જે કંઈ છે તે માટે એની પ્રતિભા અને મનોબળ ઉપરાંત ફિલ્મોની પસંદગી- નાપસંદગી કારણભૂત છે. મન માનતું ન હોય એવી ઓફર ન સ્વીકારવાની તાકાત એણે કેળવી લીધી. યશરાજને ‘ઝૂમ બરાબર ઝૂમ’ માટે, શાહરુખ ખાનને ‘બિલ્લુ’ માટે અને કમલ હાસનને ‘દશાવતારમ’ માટે ના પાડવા માટે ગટ્સ અને કોન્ફિડન્સ જોઈએ. કોઈ પણ પ્રોજેક્ટ માટે હા-ના કરવામાં જોકે ઘણાં પરિબળો પણ કામ કરતાં હોય છે, પણ તે અલગ વાત થઈ. વિદ્યાનું સિલેક્શન જુઓ. ‘પા’ ફિલ્મમાં એ અમિતાભ બચ્ચનની મા બની. ‘નો વન કિલ્ડ જેસિકા’ માં તદ્દન નોન-ગ્લેમરસ ચશ્મીશ રોલ કર્યો. ‘ધ ડર્ટી પિક્ચર’ જેવી જોખમી ફિલ્મ ગજબના કન્વિક્શન સાથે કરી. ‘કહાની’ જેવી થ્રિલરે એની પોઝિશન ખડક જેવી મજબૂત બનાવી દીધી. આટલી બધી ઈન્ટેન્સ ફિલ્મો પછી હવે તે હલકીફૂલકી કોમેડી ‘ઘનચક્કર’માં દેખાશે. આ ફિલ્મમાં તે પંજાબણ હાઉસવાઈફ બની છે. તે પછી આવશે ‘શાદી કી સાઈડ ઈફેક્ટસ’, જેમાં ફરહાન અખ્તર સાથે એણે જોડી બનાવી છે.

સામાન્યપણે ફિલ્મલાઈનમાં હિરોઈન ત્રીસ વર્ષની સીમારેખા ઓળંગે એટલે એની કરિયર ઢચુપચુ થવા માંડે. બીજી બાજુ વિદ્યા છે. એ ૩૫ વર્ષની છે, પરણેલી છે અને ટોપ ગિયરમાં પહોંચી ચૂકેલી એની કરિયર ધીમી પડે એવા કોઈ આસાર નથી. ઓડિયન્સને અને ઈન્ડસ્ટ્રી માટે વિદ્યાની ઉંમર અને મેરિટલ સ્ટેટસ તદ્દન ગૌણ બાબત છે. આ લક છે. વિદ્યાએ પોતાના કમનસીબને સદનસીબમાં પલટાવી નાખ્યું છે!
શો-સ્ટોપર

જો હારતા હૈ, વહી તો જીતને કા મતલબ સમજતા હૈ!
(‘ધ ડર્ટી પિકચર’માં ઈમરાન હાશ્મીનો એક ડાયલોગ)

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2013 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.