Sun-Temple-Baanner

અયાન ઈમરાન હાશ્મિની કેન્સરક્થા


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


અયાન ઈમરાન હાશ્મિની કેન્સરક્થા


અયાન ઈમરાન હાશ્મિની કેન્સરક્થા

Sandesh – Sanskar Purti – 17 April 2016

મલ્ટિપ્લેક્સ

‘અયાનના કેન્સરનું નિદાન થયું ત્યારે અસહાયતા અને લાચારીની એવી ખતરનાક્ લાગણી જાગી હતી કે ન પૂછો વાત. એવું લાગે કે જાણે સામે કાળમીંઢ દીવાલ ઊભી છે ને એક્ ડગલું આગળ વધી શકાય તેમ નથી. ગિલ્ટથી, અપરાધભાવથી હું ચગદાઈ ગયો હતો. એવા વિચારો મનમાં ઘુમરાયા કરે કે મેં શું ભુલ કરી નાખી? શું બાપ તરીકે હું નિષ્ફ્ળ ગયો…?’

* * * * *

‘સિરિયલ કિસર’ તરીકે વિખ્યાત અથવા કુખ્યાત થયેલા ઈમરાન હાશ્મિએ લખેલું એક્ તાજું તાજું પુસ્તક્ માર્કેટમાં આવ્યું છે. ઈમરાન પોતાની ચુંબનપ્રસાદ તરીકેની ઈમેજ સાથે ખાસ્સો ર્ક્મ્ફ્ટેબલ હોવો જોઈએ કેમ કે પુસ્તક્નાં ટાઈટલમાં એણ ચતુરાઈપૂર્વક્ ‘કિસ’ શબ્દ ગોઠવી દીધો છે – ‘ધ કિસ ઓફ્ લાઈફ્’. આ અંગ્રેજી પુસ્તક્ને, અલબત્ત, ચુંબનક્ળા સાથે કેઈ લેવાદેવા નથી તે ઈમરાને તરત ટેગલાઈનમાં સ્પષ્ટ કરી નાખ્યું છે – ‘હાઉ સુપરહીરો એન્ડ માય સન ડીફીટેડ કેન્સર’. ઈમરાન હાશ્મિના ત્રણ વર્ષનો મીઠડો દીકરો અયાન કેન્સરનો ભોગ બન્યો હતો તે સમાચાર વચ્ચે મિડીયામાં આવ્યા હતા, તમને યાદ હોય તો. ભગવાનના લાખ લાખ શુક્ર કે અયાન હવે એકદમ સ્વસ્થ અને તાજોમાજો છે.

અયાનની કેન્સરની સારવાર હજુ ચાલી રહી હતી તે અરસામાં પત્રકર-લેખક્ એસ. હુસૈન ઝૈદી એક વાર ઈમરાન હશ્મિને મળવા ગયા હતા. અનુરાગ ક્શ્યપની ‘બ્લેક્ ફ્રાઈડ’ ફિલ્મ ઝૈદીનાં પુસ્તક્ પર આધારિત છે. કામની વાતો પૂરી થઈ ગઈ પછી સ્વાભાવિક્ રીતે જ અયાનની તબિયતનો મુદ્દો નીક્ળ્યો. ઈમરાને લંબાણથી આખી વાત કરી – ક્ઈ રીતે અયાનનું કેન્સર ડિટેકટ થયું, મુંબઈમાં ડોકટરોએ કઈ સારવાર કરી, કેનેડામાં કેવા પ્રકરની ટ્રીટમેેન્ટ ચાલી રહી છે વગેરે. હુસૈન ઝૈદીએ ક્હૃાું, ‘ઈમરાન, આ આખી વાત અને એકેએક ઘટના તમારા મનમાં અત્યારે એક્દમ તાજી છે. મારી સલાહ છે કે આ બધું તમારે કાગળ પર ઉતારી લેવું જોઈએ. ઈન ફેક્ટ, તમે હાલ આ જે અનુભવોમાંથી પસાર થઈ રહૃાા છો તેના વિશે એક પુસ્તક લખવું જોઈએ. તમારો દીકરો મોટો થશે અને પુસ્તક્ વાંચશે ત્યારે એને ખુદને પોતાની જાત પર ગર્વ થશે કે નાની ઉંમરે એણે કેટલી મોટી બીમારી સામે ઝીંક ઝીલી હતી. શું છે કે સમયની સાથે સ્મૃતિ ઝાંખી પડતી જાય છે. આ પુસ્તક તમારા આખા પરિવારે જે બહાદૂરીથી પરિસ્થિતિની સામનો ર્ક્યો છે તેની તવારીખ બની રહેશે.’

ઈમરાનના ગળે વાત ઉતરી ગઈ. એણે પુસ્તક્ લખવાનું શરુ ર્ક્યું ને જોતજોતામાં છપાઈને બહાર પણ પડી ગયું. પુસ્તક્ એટલું સરસ બન્યું છે કે આપણને થાય કે ઈમરાન પોતાની એકિટંગની દુકાનની બાજુમાં રાઈટર તરીકે બીજી દુકન ખોલે તે એ વધારે જોરશોરથી ચાલે. અલબત્ત, પુસ્તક્નાં મુખપૃષ્ઠ ઉપર ‘ઈમરાન હાશ્મિ (તોતિંગ અક્ષરોમાં) વિથ ‘બિલાલ સિદ્દીકી (નાના અક્ષરોમાં)’ એ રીતે બાયલાઈન મુક્વામાં આવી છે, જેનો સાદો અર્થ એ કે ઈમરાને ડેટા આપ્યો હશે, કાચા ડ્રાફ્ટ પણ બનાવ્યા હશે, પરંતુ આખેઆખાં પ્રકરણોને રસાળ શૈલીમાં લખવાનું અને પુસ્તક્ને મસ્તમજાનું સ્ટ્રકચર આપવાનું કમ સહલેખક્ બિલાલ સિદ્દીકીએ (અને અફ્કોર્સ, પ્રકાશક પેેંગ્વિન બુકસના એડિટરોએ) ર્ક્યું હશે. એ જે હોય તે, પણ આ પુસ્તક્ થકી ઈમરાન હાશ્મિનું પ્રેમાળ અને જવાબદાર પિતા તરીકેનું નવું સ્વરુપ આપણી સામે આવે છે જે ગમી જાય તેવું છે.

કેન્સરક્થાની પીડાદાયી શરુઆત જાન્યુઆરી ૨૦૧૪થી થઈ હતી. ઈમરાન લખે છેઃ

‘એક્ દિવસ મારી પત્ની પરવીન અયાનને નવડાવીને રુમમાં આવી. મેં જોયું કે એનો ચહેરો ખેંચાઈ ગયો હતો. મેં કારણ પૂછ્યું. એ ક્હે, ‘અયાનનું પેટ વધારે સૂઝી ગયું લાગે છે. જરા જુઓ તો.’ અયાન એના રુમમાં પલંગ પર બેઠો બેઠો રમક્ડાંથી રમતો હતો. હું એની બાજુમાં ગોઠવાયો, ભેટયો, એનું શર્ટ ઊંચું કરીને એનાં પેટ પર ગલીપચી કરી. અયાન ખિલ ખિલ કરતો હસી પડયો. એનું પેટ સહેજ સૂઝી ગયું હોય એવું મને પણ લાગ્યું. મેં એને પલંગ પર સૂવડાવ્યો. શર્ટ ઊંચું કરીને ધ્યાનથી જોયું. પેટ ખરેખર થોડું ફુલેલું દેખાતું લાગતું હતું. મેં પરવીન સામે જોઈને હસીને ક્હૃાું, ‘ના રે ના. કંઈ નથી. ખાલી થોડું વજન વધ્યું છે એટલું જ. આ તો ઊલટાનું સારું કહેવાય.’

અયાન બહુ પાતળો છે. લગભગ સૂક્લક્ડી ક્હી શકય એવો. આ જ કારણથી એકઝેકટલી એક્ મહિના પહેલાં પરવીને ક્હેલું કે અયાનના પેટ પર ચરબી જમા થઈ રહી છે ત્યારે ઈમરાન રાજી થયા હતા. આજે જોકે પેટ પહેલાં કરતાં સહેજ વધારે ફુલેલું લાગતું હતું,પણ તોય એ નચિંત હતા. મહિના પહેલાં અમે અયાનને પેડીયાટ્રિશીયન પાસે લઈ ગયેલા. રુટિન ચેક્-અપમાં ડોકટરને ક્શુંય એબનોર્મલ નહોતું લાગ્યું. જો કંઈ ગરબડ હોત તો ડોકટરે જ અમારું ધ્યાન ન દોર્યું હોત?

એ જ દિવસે મોડી બપોરે ઈમરાન હાશ્મિ અને પરવીન દીકરાને પિઝા ખવડાવવા તાજ લેન્ડ્સ એન્ડ હોટલ લઈ ગયાં. મુંબઈના બાન્દ્રા વિસ્તારમાં બેન્ડસ્ટેન્ડ પર ફાઈવસ્ટાર હોટલ ઈમરાનના ઘરની બાજુમાં જ ઊભી છે.

મોજથી પેટપૂજા કરી લીધા પછી અયાનને એકદમ પી-પી લાગી. પરવીન એને વોશરુમમાં લઈ ગઈ. થોડી મિનિટો પછી બન્ને પાછાં આવ્યાં ત્યારે પરવીનના ચહેરા પરથી રંગ ઉડી ગયો હતો. ખુરસી પર ગોઠવાતાં એ ક્હે, ‘ઈમી, મેં હમણાં જ ક્શુંક જોયું… ખબર નથી પડતી કે શું હતું એ…’

પરવીનના હાવભાવ જોઈને ઈમરાનને થયું કે વોશરુમમાં એણે ભૂત-બૂત જોયું કે શું?

‘આટલી ગભરાયેલી કેમ લાગે છે? શું જોયું? બોલ તો ખરી!’

‘અયાનને પેશાબમાં લોહી નીક્ળ્યું….’

ઈમરાન સ્તબ્ધ થઈ ગયા.

નાનક્ડો અયાન બોલી ઉઠયો, ‘ડેડી, પેઈન્ટિંગના કલાસમાં હું રેડ ક્લર યુઝ કરું છું ને, બસ એવો જ રેડ ક્લર હતો….’

– અને પછી ઘાંઘા થઈને હોટલ છોડીને ભાગવું. પિડીયાટ્રિશીયનને ફેન કરવો. માહિમમાં આવેલી હિંદુજા હોસ્પિટલ તરફ્ ધસી જવું. ટેસ્ટ્સ કરાવવા. અધ્ધર જીવે ટેસ્ટ્સનાં રિપોર્ટની રાહ જોવી…

‘વિલ્મ્સ ટયુમર,’ રિપોર્ટ જોયા પછી ડોકટરે નિદાન ર્ક્યું, ‘આ રેર ક્હેવાય એવું ક્ડિનીનું કેન્સર છે જે સામાન્યપણે બાળકેમાં વધારે થતું હોય છે. આ કેન્સરની ગાંઠ દૂર કરવી પડશે. પછી કિમોથેરપી. આ બધું ચારેક મહિના ચાલશે. હું હિંદુજામાં રુમ બુક્ કરી નાખું છે. ઉતાવળ રાખો. સહેજે ઢીલ કરવી પોસાય એમ નથી. આવતી કાલે જ સર્જરી કરી નાખવી પડશે.’

‘અયાનના કેન્સરનું નિદાન થયું ત્યારે અસહાયતા અને લાચારીની એવી ખતરનાક્ લાગણી જાગી હતી કે ન પૂછો વાત,’ ઈમરાન પુસ્તક્માં એક જગ્યાએ લખે છે, ‘એવું લાગે કે જાણે સામે કાળમીંઢ દીવાલ ઊભી છે ને એક્ ડગલું આગળ વધી શકાય તેમ નથી. ગિલ્ટથી, અપરાધભાવથી હું ચગદાઈ ગયો હતો. એવા વિચારો મનમાં ઘુમરાયા કરે કે મેં શું ભુલ કરી નાખી? શું બાપ તરીકે હું નિષ્ફ્ળ ગયો…?’

સર્જરી થઈ. કેન્સરના બીજા સ્ટેજમાં ગાંઠ એટલી મોટી થઈ ગઈ હતી કે આખી ક્ડિની ફરતે ફેલાઈ ગયેલી. ડોકટરોએ ક્ડિની બચાવવાની કેશિશ કરી જોઈ, પણ પછી નછૂટકે ગાંઠની સાથે ક્ડિનીને પણ દૂર કરવી પડી.

અયાનની બીમારીની વાત ફેલાતા જ ફોન શરુ થઈ ગયા. સૌથી પહેલો ફોન જોન અબ્રાહમનો આવ્યો. એણે કહ્યું કે એના ફાધરને પણ કેન્સરનું નિદાન થયેલું, પણ હવે એ કેન્સરમુકત છે ને રાતી રાયણ જેવા છે. સંજય દત્ત અને એની બહેન પ્રિયાએ ખૂબ ધરપત આપી. એમણે ન્યુ યોર્કની મેમોરિઅલ સ્લોઅન ક્ટિરીંગ કેન્સર સેન્ટરના ડોકટરો સાથે વાત પણ કરી. ક્રિકેટર યુવરાજ સિંહનો ફોન આવ્યો. એ તો ખુદ કેન્સરનો ભોગ બન્યો હતો અને એમાંથી હેમખેમ બહાર આવ્યો હતો. આ સૌને લીધે ઈમરાન અને પરવીનને બહુ હિંમત મળી. યુવરાજ તો ફોરેનથી અયાન માટે ખાસ વિટામિન્સ લેતો આવ્યો કે જેથી એ વધારે સારી રીતે રિક્વર થાય. ઈમરાનના અંક્લ મહેશ ભટ્ટ સતત સાથે હતા, સધિયારો આપવા માટે. અક્ષય કુમાર પણ આવીને અયાનને જોઈ ગયા. એમના પિતાજી પંદર વર્ષ પહેલાં પ્રોસ્ટેટ કેન્સરને લીધે મૃત્યુ પામ્યા હતા એટલે એને અયાન માટે એમને વિશેષ હમદર્દી હતી. અક્ષયે પ્રેમથી આ પુસ્તક્ની પ્રસ્તાવના પણ લખી આપી છે.

ઈમરાન હાશ્મિએ જોયું કે હિંદુજાના ડોકટરો ખૂબ કબેલ છે, પણ હોસ્પિટલનો માહોલ અનુકૂળ નથી. આથી અયાનને કિમોથેરાપી ફોરેનની સારી હોસ્ટિપટલમાં અપાવવાનો નિર્ણય લેવાયો. તપાસ કરતાં બે નામ સામે આવ્યાં. અમેરિકના મેમ્ફ્સિમાં આવેલી સેન્ટ જ્યુડ ચિલ્ડ્રન્સ રિસર્ચ હોસ્પિટલ અને બીજી, ટોરોન્ટો (કેનેડા)ની સિકકિડ્ઝ હોસ્ટિપટલ. ઈમરાનનો કઝિન સાળો અને બીજા કેટલાક સગાવહાલા કેનેડામાં હતા એટલે સિકકિડ્ઝ ફાયનલાઈઝ કરવામાં આવી.

‘સિકકિડ્ઝ નામ ભલે ડિપ્રેસિંગ લાગતું હોય, પણ હોસ્ટિપટલ એવી જરાય નહોતી,’ ઈમરાન હાશ્મિ લખે છે, ‘અંદર પગ મૂક્તા એવું લાગે કે જાણે દસ માળ ઊંચા મૉલમાં આવી ગયા કે શું? બાળકોની હોસ્પિટલ આવી પણ હોઈ શકે છે એવી તો મેં ક્લ્પના પણ નહોતી કરી. અયાન પણ અહીંનું વાતાવરણ જોઈને ચક્તિ થઈ ગયો. દીવાલો પર મિકી માઉસ અને અન્ય કાર્ટૂન કેરેકેટર્સના તોતિંગ પોસ્ટરો લગાવ્યાં હતાં, ઠેક્ઠેકણે બનાવવામાં આવેલા પ્લે એરિયામાં સેંક્ડો રમક્ડાં અને વિડીયો ગેમ્સ પડયાં હતાં. આ ગેમ્સ કેવી રીતે રમવી એ શીખવતો સ્ટાફ પણ હાજર હતો. અયાનને તો જાણે પોતે સ્વર્ગમાં આવી ગયો હોય એવું લાગ્યું!’

અહીં અયાનની ટ્રીટમેન્ટ કરનાર ડોકટર ભારતીય હતાં – ડો. આભા ગુપ્તા. નવેસરથી ટેસ્ટ્સ કરવામાં આવી, રિપોર્ટ્સ લેવામાં આવ્યા. કિમોથેરાપી શરુ કરતાં પહેલાં ‘પોર્ટાકેથ’ અથવા ‘પોર્ટ’ નામની સર્જરી પણ કરવામાં આવી. આમાં પેશન્ટની છાતી નીચે પોર્ટ તરીકે ઓળખાતું પ્લાસ્ટિક્નું પોર્ટલ ઈન્સર્ટ કરવામાં આવે છે. ખાસ કરીને બાળકોને પરંપરાગત આઈ-વી (ઈન્ટ્રાવીનસ) પદ્ધતિને બદલે દવાઓ આ પોર્ટ વાટે આપવામાં આવે છે.

ચાર-પાંચ મહિના બાદ અયાન ભારત પાછો ર્ફ્યો ત્યારે એના વાળ ઉતરી ગયા હતા, દેખાવ બદલી ગયો હતો, પણ એનાં મસ્તીતોફાન પહેલાં જેવાં જ હતા. અગાઉ નોંધ્યું તેમ આજની તારીખે અયાન કેન્સર-મુકત છે અને બિલકુલ નોર્મલ છે.

ઈમરાન હાશ્મિએ આ આખી સફર દરમિયાન સમગ્ર પરિવારને વ્યાવહારિક તેમજ માનસિક સ્તરે જે અનુભવો થયા તેના વિશે સેન્ટિમેન્ટલ થયા વગર પુસ્તક્માં લખ્યું છે. એણે આ આખા તબક્કા દરમિયાન કેન્સર વિશે ખૂબ વાંચ્યું હતું, સારું એવું રિસર્ચ કરી નાખ્યું હતું ને કેટલીય ડોકયુમેન્ટરી જોઈ કાઢી હતી. પુસ્તક્માં છેલ્લે એણે હેલ્થ ટિપ્સનું અલાયદું પ્રક્રણ લખ્યું છે. એક્ ટિપ એવી છે કે પિસ્તાલીસ વર્ષ વટાવી ચુકેલા પુરુષોએ દર વર્ષે પીએસએ (પ્રોસ્ટેટ-સ્પેસિફિક એન્ટિજેન) લેવલ ચેક કરાવવું જોઈએ. આ લેવલમાં પેદા થયેલું અસંતુલન કયારેક્ પ્રોસ્ટેટ કેન્સરમાં પરિણમી શકે છે.

‘સામાન્યપણે સ્ત્ર્રીઓને નિયમિતપણે મેમોગ્રામ કરાવવાની સલાહ અપાતી હોય છે કે જેથી સ્તનનું કેન્સર વેળાસર ડિટેકટ થઈ જાય,’ ઈમરાન લખે છે, ‘સચ્ચાઈ એ છે કે મેમોગ્રામની વિધિ દરમિયાન શરીરને મળતાં રેડિએશનનાં એકસપોઝરથી નુકસાન થઈ શકે છે. સ્ત્ર્રી ચાલીસમા વર્ષથી દર વર્ષે મેમોગ્રામ કરાવવાનું શરુ ક્રે તો એ પચાસની થાય ત્યાં સુધીમાં બ્રેસ્ટ કેન્સર થવાની શકયતા ઊલટાની ૩૦ ટકા વધી જાય છે! આથી તકેદારી રુપે સ્ત્રીઓ મેમોગ્રામને બદલે એમઆરઆઈ સ્કેન કરાવી શકે. એક્ વિક્લ્પ થર્મોગ્રામ તરીકે ઓળખાતી વિધિનો પણ છે.’

પુસ્તક મજાનું છે. ગમે એવું છે. અનુભૂતિની સચ્ચાઈ હોય અને સારો સહલેખક મળે તો ઈમરાન હાશ્મિ જેવા ‘ઈરોટિક’ હીરો પાસેથી પણ સુંદર પુસ્તક્ મળી શકે છે!

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2016 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.