Sun-Temple-Baanner

વાત તરડાયેલા સંબંધની


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


વાત તરડાયેલા સંબંધની


વાત તરડાયેલા સંબંધની

Sandesh – Sanskar Purti – 9 April 2017

મલ્ટિપ્લેક્સ

‘આપણને સૌને કેટલાક પ્રશ્નો મૂંઝવતા હોય છે. મને ખૂબ મૂંઝવતો એક્ સવાલ એ છે કે માણસ જીવનમાં કોઈક પગલું ભરે કે કશુંક કરે તો તે કેટલું નૈતિક છે કે અનૈતિક તે કેવી રીતે નક્કી કરી શકાય? આવો ચુકાદો કોણ તોળે? આ સવાલ હું જુદી-જુદી રીતે મારી અલગ-અલગ ફ્લ્મિોમાં સતત પૂછતો રહું છું. ‘ધ સેલ્સમેન’ જોયા પછી ઓડિયન્સના મનમાં પણ આ સવાલ જાગવાનોઃ પતિ, પત્ની અને હુમલાખોર – આ ત્રણમાંથી કોણ કેટલું સાચું હતું?’

* * * * *

આજે એક ઈરાનીઅન ફ્લ્મિની વાત માંડવી છે. એનું ટાઈટલ છે, ‘ધ સેલ્સમેન’. આ ફ્લ્મિે હજુ થોડાં અઠવાડિયા પહેલાં જ બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફ્લ્મિનો ઓસ્કર જીતી લીધો હોવાથી દુુનિયાભરમાં તેની ચર્ચા છે. ફ્લ્મિના ચુમાલીસ વર્ષીય ડિરેકટર-રાઈટર-પ્રોડયૂસરનું નામ છે, અસગર ફરહોદી. (અંગ્રેજી સ્પેલિંગ પ્રમાણે અટક ‘ફરહદી’ વંચાય છે, પણ પર્શિઅન ભાષામાં ઉચ્ચાર ‘ફરહોદી’ એવો થાય છે.) જબરો માણસ છે અસગર ફરહોદી. બબ્બે ઓસ્કર જીતીને એ બેઠા છે. પાંચ વર્ષ પહેલાં આવેલી એમની ‘અ સેપરેશન’ નામની ફ્લ્મિે પણ બેસ્ટ ફેરેન લેંગ્વેજ ફ્લ્મિનો ઓસ્કર જીતી લીધો હતો. ૨૦૧૨માં ‘ટાઈમ’ મેેગેઝિને દુનિયાના સૌથી ઇન્ફ્લુઅન્શિઅલ એટલે કે વગદાર યા તો પ્રભાવશાળી માણસોના લિસ્ટમાં એમનું નામ મૂકયું હતું. છેલ્લાં ૧૪ વર્ષમાં એમણે બનાવેલી અગિયાર ફ્લ્મિોએ જીતેલા અતિપ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય એવોર્ડ્ઝના લિસ્ટ પર ફ્કત નજર ઘુમાવીએ તો પણ આંખો ચાર થઈ જાય છે. મજાની વાત એ છે કે અસગર ફરહોદીની ફ્લ્મિો ઈરાનની બોકસઓફ્સિ પર પણ સફ્ળ નીવડે છે.

ર્શિઅન ભાષામાં બનેલી ‘ધ સેલ્સમેન’ વિશે આગળ વાંચતા પહેલાં એક જાહેરાતઃ સ્પોઈલર્સ અહેડ! ફ્લ્મિના અંત-આરંભ વિશે ફોડ પાડયા વિના વાતમાં જમાવટ નહીં થાય. તેથી જો સ્પોઈલરથી બચવું હોય તો હવે પછીના પાંચેક ફ્કરા કુદાવી જવા!

એક શહેરી કપલ છે – ઈમાદ (શહાબ હુસેની) અને રાનો (તરાનેહ અલીદોસ્તી). બંનેની ઉંમર હશે ત્રીસ-ચાલીસની વચ્ચે. બંને પ્રોફેશનલ એક્ટર છે, સાથે નાટકો કરે છે. હાલ તેઓ આર્થર મિલર લિખિત જગવિખ્યાત નાટક ‘ડેથ ઓફ્ અ સેલ્સમેન’માં કેન્દ્રીય ભૂમિકા ભજવી રહૃાાં છે. મુંબઈના પૃથ્વી જેવા સરસ ઇન્ટિમેટ થિયેટરમાં નાટકના શોઝ થાય છે. ફ્લ્મિની શરૂઆતમાં જ રંગભૂમિના બહુ સુંદર શોટ્સ છે. ઈમાદ ટીચર પણ છે. એક કોલેજમાં એ સ્ટુડન્ટ્સને આર્ટ અને થિયેટર વિશે ભણાવે છે. પહેલી નજરે તો પતિ-પત્ની એકબીજા સાથે ખુશ દેખાય છે, તેઓ બાળક પણ પ્લાન કરી રહૃાા છે, પણ…

એક દિવસ તેઓ જે બિલ્ડિંગમાં રહે છે તેમાં અચાનક તિરાડ પડવા લાગે છે. બધા રહેવાસીઓ તાબડતોડ જગ્યા ખાલી કરી નાખે છે. હવે રહેવું કયાં? ઈમાદ-રાનોની સાથે કામ કરતો એક એક્ટર દોસ્તાર એમને ઠીકઠાક કહી શકાય એવો ટેરેસ-ફ્લેટ ભાડે અપાવે છે. દોસ્તાર એમને કહેતો નથી કે આ ઘરમાં હજુ હમણાં સુધી એક વેશ્યા ભાડે રહેતી હતી. જાતજાતના પુરુષોનું અહીં સતત આવનજાવન રહેતું એટલે પાડોશીઓ એનાથી પરેશાન હતા.

દરમિયાન એક આઘાતજનક ઘટના બને છે. એક રાતે રાનો ઘરમાં એકલી હતી અને બાથરૂમમાં શાવર લઈ રહી હતી ત્યારે કોઈ અજાણ્યો પુરુષ ઘરમાં ઘૂસી જાય છે. એ રાનો પર જોરદાર અટેક કરીને એને લોહીલુહાણ કરી મૂકે છે. અટેક એટલે કેવો અટેક? પેલા માણસે રાનોને માત્ર માર માર્યો હતો કે એના પર બળાત્કાર પણ કર્યો? તે રાત્રે બાથરૂમમાં એકઝેકટલી શું બન્યું હતું તે ડિરેકટર આપણને આખી ફ્લ્મિમાં એક પણ વાર દેખાડતા નથી. માત્ર ડાયલોગ્ઝમાંથી ટુકડે ટુકડે વિગતો મળતી રહે છે. એક વાત તો જોકે સ્પષ્ટ છે કે રાનો પર રેપ તો નહોતો જ થયો. હુમલાખોર માણસ કદાચ આ ઘરમાં અગાઉ ભાડે રહેતી વેશ્યાનો ગ્રાહક હતો. બંને વચ્ચે કોઈક્ વાતે ઝઘડો થઈ ગયો હશે. તે રાત્રે પેલાને એમ કે બાથરૂમમાં વેશ્યા શાવર લઈ રહી છે. આમ, એનાથી ભૂલથી રાનો પર હુમલો થઈ ગયો હતો. ખૂબ ચીસાચીસ થઈ હતી એટલે એ પોતાનો મોબાઈલ અને ટેમ્પોની ચાવી ઘરમાં છોડીને નાસી ગયો હતો. તે ટેમ્પો હજુ પણ બહાર રસ્તા પર પાર્ક થયેલો પડયો હતો.

આવી સ્થિતિમાં કોઈપણ જવાબદાર અને સંવેદનશીલ પતિ ભરે તેવા તમામ પગલાં ઈમાદે ભર્યાં. હોસ્પિટલમાંથી સારવાર લઈને રાનો ઘરે આવી એટલે ઈમાદે કહ્યું – આપણે પોલીસમાં ફરિયાદ લખાવીએ. રાનો કહેઃ ના, નથી લખાવવી. એ લોકો જાતજાતના સવાલ કરશે. મારે એ ઝમેલામાં નથી પડવું. જાણે ડુંગળીના પડ એક પછી એક ઉતરતા જાય એમ કહાણીમાં હવે નવી નવી વાતો બહાર આવતી જાય છે. ઈમાદ વારેવારે પૂછયાં કરે છે કે રાનો, મને વિગતવાર વાત તો કર, તે દિવસે બાથરૂમમાં એકઝેકટલી શું બન્યું હતું? શરૂઆતમાં રાનો કહે છે કે મારા ખભા પર કોઈએ હાથ મૂકયો એટલે મને એમ કે એ તું હોઈશ, પણ પછી મને ખબર પડી કે આ તો બીજું કોઈક છે. પેલા માણસ જોરથી નીચે પછાડી ને હું બેભાન થઈ ગઈ. મેં ફ્કત એનો હાથ જ જોયો છે. બેભાન થયા પછી શું બન્યું તે હું કશું જ જાણતી નથી.

ઈમાદ આ વર્ઝન માની લે છે, પણ બીજી વાર રાનો કહે છે કે એ હુમલાખોર જો મારી સામે આવે તો હું એને ઓળખી કાઢીશ. ઈમાદ આશ્ચર્ય પામીને કહે છેઃ તું તો કહેતી હતી કે તેં એના માત્ર હાથ જ જોયા છે! તો પછી એનો ચહેરો તું કેવી રીતે ઓળખી શકીશ? રાનો આ સવાલનો કોઈ જવાબ આપી શકતી નથી. વળી, જો એ પછડાઈને તરત બેભાન થઈ ગઈ હોય તો પાડાશીઓએ જે જોરદાર ચીસાચીસ સાંભળી હતી તે શું હતું?

આ અટેકને કારણે રાનો એટલી બધી હેબતાઈ ગઈ છે કે એ બાથરૂમમાં પગ પણ મૂકતી નથી, પણ તેની વાતો અને વર્તનમાં સતત વિરોધાભાસ વર્તાયા કરે છે. ઈમાદ નક્કી કરે છે કે હું મારી રીતે છાનબીન કરીને પેલા ગુનેગારને પકડીશ. એ પગેરું દબાવતો દબાવતો હુમલાખોર સુધી પહોંચે છે. હુમલાખોર કોઈ ટપોરી નહીં, પણ સાવ ખખડી ગયેલો બુઢો હાર્ટ પેશન્ટ છે. ઈમાદ એને ધમકાવે છે કે હું તને છોડી દઈશ, પણ તેની પહેલાં તારા પરિવાર સામે તને સાવ ખુલ્લો કરી દઈશ. સાલા, આ ઉંમરે પણ તું આવા ધંધા કરે છે? વેશ્યા પાસે જાય છે?

હુમલાખોર દયામણું મોઢું કરીને ખૂબ કરગરે છે કે ભાઈસાબ, મારા ઘરના લોકોને કંઈ ન કહેતા. અઠવાડિયામાં મારી દીકરીનાં લગ્ન છે. આ બધા ભવાડા બહાર આવશે તો એનાં લગ્ન તૂટી જશે. ઈમાદને આંચકો ત્યારે લાગે છે જ્યારે પત્ની એનો પક્ષ લેવાને બદલે પોતાના પર હુમલો કરનાર આ બુઢાની સાઈડ લે છે. રાનો કહે છેઃ ઈમાદ, જો તેં આ માણસના ફેમિલી સામે એક અક્ષર પણ ઉચ્ચાર્યો તો તારો ને મારો સંબંધ ખતમ થઈ જશે! ઈમાદ કશું બોલતો નથી. ફ્લ્મિના અંતમાં હુમલાખોરની વૃદ્ધ પત્ની, દીકરી અને જમાઈ એને તેડી જાય છે, પણ પેલાને ગભરાટમાં હાર્ટ એટેક આવી જાય છે. તાબડતોબ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવે છે. પછી શું થયું? બુઢો જીવી ગયો? ઈમાદ અને રાનોનું લગ્નજીવન ટકી ગયું? કે બંને અલગ થઈ ગયાં? રાઈટર-ડિરેકટર આ સવાલોના જવાબ ઓડિયન્સની કલ્પના પર છોડી દે છે.

‘ધ સેલ્સમેન’માં વાત પતિ-પત્ની વચ્ચેના તરડાયેલા સંબંધની છે, પણ ઉપરનું કલેવર સસ્પેન્સ-થ્રિલરનું છે. યાદ રહે, આ અસગર ફરહોદીની ઇરાનીઅન ફ્લ્મિ છે, બોલિવૂડ-હોલિવૂડની મસાલા ફ્લ્મિ નહીં, એટલે રહસ્યનું તત્ત્વ હોવા છતાં ટિપિકલ થ્રિલર જેવી ઢેન્ટેંણેં ટાઈપની ઢિન્ચાક ટ્રીટમેન્ટની આપણે ભુલેચુકેય અપેક્ષા નહીં રાખવાની. ફ્લ્મિ રિઅલીસ્ટિક ડોકયુમેન્ટરીની માફ્ક શૂટ થઈ છે એટલે ઓડિયન્સને જાણે કેમેરાની હાજરી જ વર્તાતી નથી. એકદમ સહજ અભિનય, સાદા બોલચાલના સંવાદો, કયાંય કોઈપણ જાતની નાટકીયતા નહીં, માહોલ બનાવવા માટે કે અમુક જાતની અસર ઊભી કરવા માટે ધરાર ઉમેરવામાં આવતા બેકગ્રાઉન્ડ મ્યુઝિકનો ઘોંઘાટ નહીં. આમ છતાંય તમે શરૂઆતથી ધી એન્ડ સુધી તમારી સીટ પર જકડાઈ રહો છે.

‘રાનો પર અટેક કોણે કર્યો?’ – આ તો સ્થૂળ સવાલ થયો. ફ્લ્મિનું ખરું સસ્પેન્સ એ છે કે આ પાત્રોનાં દિલ-દિમાગમાં ખરેખર શું ચાલી રહૃાું છે? હુમલાખોર કોણ હતો તેની જાણકારી ઈમાદને મળી ગઈ, પણ પછી શું? આ જાણકારીનો એ કેવો ઉપયોગ કરશે? પતિ-પત્નીનો સંબંધ હવે કેવો વણાંક લેશે? પત્ની પર કોઈએ હુમલો કર્યો તે વાતની ઈમાદને તકલીફ્ છે જ, પણ એના કરતાં વધારે તકલીફ એ વાતની છે કે પત્ની એના પર પૂરો ભરોસો કેમ મૂકતી નથી? એની સાથે પૂરી વાત કેમ શેર કરતી નથી? કશુંક છુપાવ-છુપાવ કેમ ર્ક્યા કરે છે? ફ્લ્મિની શરૂઆતમાં એમની બિલ્ડિંગમાં તિરાડો પડતી દેખાડવામાં આવે છે તે પ્રતીકાત્મક છે. તિરાડ તો ઈમાદ-રાનોનાં લગ્નજીવનમાં પડી ચૂકી છે.

અસગર ફરહોદી એક મિડીયા ઇન્ટરવ્યુમાં કહે છે, ‘આપણને સૌને કેટલાક પ્રશ્નો મૂંઝવતા હોય છે. મારા જેવો ફ્લ્મિમેકર એ સવાલો ફ્લ્મિો બનાવીને ઓડિયન્સ સાથે શેર કરે છે. મને ખૂબ મૂંઝવતો એક્ સવાલ એ છે કે માણસ જીવનમાં કોઈક પગલું ભરે કે કશુંક કરે તો તે કેટલું નૈતિક છે કે અનૈતિક તે કેવી રીતે નક્કી કરી શકાય? આવો ચુકાદો કોણ તોળે? આ સવાલ હું જુદી-જુદી રીતે મારી અલગ-અલગ ફ્લ્મિોમાં સતત પૂછતો રહું છું. ‘ધ સેલ્સમેન’ જોયા પછી ઓડિયન્સના મનમાં પણ આ સવાલ જાગવાનોઃ ઈમાદ, રાનો અને હુમલાખોર – આ ત્રણમાંથી કોણ કેટલું સાચું હતું?’

અલગ-અલગ પ્રકરની દમદાર ફ્લ્મિો જોવાનો શોખ હોય તો ‘ધ સેલ્સમેન’ જરૂર જોજો. એકબીજાથી જુદાં થઈ રહેલાં પતિ-પત્નીના થીમવાળી ‘અ સેપરેશન’ પણ જોજો. અસગર ફરહોદીની આ ફ્લ્મિ માસ્ટરપીસ ગણાય છે.

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2017 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.