Sun-Temple-Baanner

દૃીપ્તિ નવલ – પરફેક્ટ પ્રવાસી


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


દૃીપ્તિ નવલ – પરફેક્ટ પ્રવાસી


દૃીપ્તિ નવલ – પરફેક્ટ પ્રવાસી

સંદેશ – સંસ્કાર પૂર્તિ – ૧૩ મે ૨૦૧૭

મલ્ટિપ્લેકસ

આ અફલાતૂન એક્ટ્રેસ અલગારી જીવ છે. એ હિમાલયના પહાડો ખૂંદે, લડાખની થિજેલી નદૃી પર દિૃવસોના દિૃવસો સુધી કૂચકદૃમ કરે. એમને વૈભવી પ્રવાસો નહીં, પણ કઠિન ટ્રેકિંગ કરવાનું ગમે છે અને તે પણ એકલાં!

* * * * *

દૃીપ્તિ નવલને આપણે ઉત્તમ અભિનેત્રી તરીકે ઓળખીએ છીએ. તમને ખબર ન હોય તો જાણી લો કે આ સિવાય દૃીપ્તિએ બે ફિલ્મો ડિરેકટ કરી છે, એક ટીવી સિરીયલનું લેખન અને દિૃગ્દૃર્શન કર્યું છે, તેમના બે કાવ્યસંગ્રહો અને એક વાર્તાસંગ્રહ પ્રગટ થઈ ચુક્યા છે અને તેમનાં પેઈન્ટિંગ્સ તેમજ ફોટોગ્રાફ્સનાં નિયમિત પ્રદૃર્શનો ભરાય છે, દીપ્તિની એક્ટિંગ અને અન્ય ટેલેન્ટની વાત ફરી ક્યારેક કરીશું. અત્યારે વેકેશન ભી હૈ, મૌસમ ભી હૈ, મૌકા ભી હૈ અને દૃસ્તૂર ભી હૈ એટલે આજે માત્ર દૃીપ્તિની અલગારી રખડપટ્ટી વિશે વાત કરવી છે.

દૃીપ્તિ સાચા અર્થમાં પ્રવાસી છે. અનુભવી ટ્રેકર છે. ખાસ કરીને હિમાલયના પહાડોમાં એમણે પુષ્કળ ટ્રેકિંગ કર્યું છે. દૃીપ્તિ ભલે હવે તો સિનિયર સિટીઝન થઈ ગયાં, પણ તેઓ હજુય પોતાને દિૃલથી પહાડી કન્યા ગણે છે. તેઓ પંજાબના અમૃતસરમાં ઉછર્યાં છે. ઉનાળાના વેકેશનમાં એમનો પરિવાર પૂરા બે મહિના માટે કુલુમાં ધામા નાખતો. મમ્મી, નાનક્ડી દૃીપ્તિ અને બહેન મોજથી ‘એપલ લન્ચ’ તૈયાર કરતાં. કુલુ-મનાલી બાજુ સફરજન બહુ સારાં મળે એટલે શાક પણ સફરજનનુ હોય અને કચુંબરમાં પણ સફરજન હોય. કુલુના આ બે મહિનાના આવાસ દૃરયિાન દૃીપ્તિનાં મમ્મી નવરાશની પળોમાં ચિત્રો બનાવતાં હોય અને પ્રોફેસર-રાઈટર પપ્પા શાંતિથી બેઠા બેઠા લખતા હોય. દૃીપ્તિમાં મા-બાપ બન્નેના ગુણ ઉતર્યા છે. પપ્પા દૃીકરીઓને લઈને ચાલવા ઉપડી જતા. કલાકો સુધી તેઓ ચાલ્યા કરતાં. નાનકડી દૃીપ્તિના દિૃમાગમાં પ્રશ્ર્ન જાગતો કે ચારે બાજુ દેખાતા આ પહાડોની પેલે પાર શું હશે? આમ, નાનપણથી જ દૃીપ્તિ નવલને પહાડો પ્રત્યે આકર્ષણ જાગ્યું હતું જે આજીવન ટકી રહ્યું.

‘હું જરા અલગ પ્રકારની પ્રવાસી છું,’ દૃીપ્તિએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, ‘મારા માટે અમુક-તમુક જગ્યાએ જઈને ફલાણી-ફલાણી જગ્યાઓ કવર કરી નાખવાનું મહત્ત્વ હોતું નથી. હું મુકતપણે રખડવામાં માનું છું. આખી જિંદૃગી મેં ટ્રેકિંગ કર્યું છે. મુંબઈ જઈને ફિલ્મોમાં કામ કરવાનું શરુ કર્યું તે પછીય હું કાયમ ફરવા જવાના બહાનાની શોધમાં રહેતી. એકસાથે ઝાઝા દિૃવસો ન મળે તો શોર્ટ ટ્રેકિંગ પર ઉપડી જતી. શૂટિંગ કે શેડ્યુલ કેન્સલ થયું નથી ને મેં દિૃલ્હીની ફ્લાઈટ પકડી નથી. દિૃલ્હીથી પછી લોકલ બસમાં બેસીને હિમાચલ પ્રદેશમાં મન ફાવે ત્યાં ઉપડી જવાનું. મારા માટે પ્રવાસ બહારની નહીં, પણ અંદરની વસ્તુ છે, આંતરિક બાબત છે. પોતાની જાત સાથે સમય વીતાવ્યા વગર મને ચેન ન પડે. મારી ખોપડીમાં મને મારો પોતાનો અવાજ સંભળાવો જોઈએ. મારા કાને પ્રકૃતિના ધ્વનિ પડવા જોઈએ. નાનપણથી હું પ્રકૃતિપ્રેમી છું. પ્રકૃતિ જ જાણે મને પોતાની પાસે આવવા સાદૃ દેતી હોય છે. મનમાં સ્ફૂરણા થાય એટલે ઉપડી જવાનું અને લકઝરી ટૂર નહીં, પણ એકદૃમ રૉ (કાચો, કુદૃરત સાથે જોડાયેલા) અનુભવો લેવાના.’

પ્રવાસીઓના એક્ પ્રકારમાં લોકોને પૂરેપૂરી સુખસુવિધાઓ જોઈએ, સરસ હોટલમાં બુકિંગ જોઈએ, સારું ખાવાપીવાનું જોઈએ, ફરવા માટે વાહન જોઈએ, શોપિંગ કરવા જોઈએ, સતત ફોટા અને સેલ્ફી પાડવા જોઈએ. શેડ્યુલ કે સગવડમાં સહેજ પણ ચૂક થાય તો એ ઘાંઘા થઈ જાય. બીજા પ્રકારના પ્રવાસીઓ માટે આ બધું ગૌણ છે. તેઓ પીઠ પર થેલો ભરાવીને ટ્રેકિંગ કરશે, નવી નવી પગદૃંડીઓ પર ચાલશે, ભુલા પડશે, કુદૃરતનું સીધું સાન્નિધ્ય માણશે, રાત્રે ટેન્ટમાં રહેશે, સ્થાનિક ખાણું ખાશે, સ્થાનિક લોકો અને અન્ય પ્રવાસીઓ સાથે હળશેભળશે, શરીરને કષ્ટ આપવા તૈયાર રહેશે, અગવડ પણ એન્જોય કરશે. ત્રીજું જૂથ એવા લોકોનું છે, જેમને આ બન્ને પ્રકારના પ્રવાસો ગમે છે. જેવો મૂડ. દૃીપ્તિ નવલ સ્ટ્રિકટ્લી બીજા પ્રકારનાં પ્રવાસી છે.

‘સિમેન્ટ કોંક્રીટના જંગલમાંથી નીકળીને ફરી પાછા સિમેન્ટ કોંક્રીટના જંગલમાં (એટલે કે હોટલોમાં) જ રહેવાનું હોય તો ફરવા જવાનો મતલબ શો છે?’ એ કહે છે, ‘મને તો જ્યાં સુધી પક્ષીઓનો કલબલાટ કાને ન પડે અને વૃક્ષોમાંથી ફૂંકાતી હવા શરીરને ન સ્પર્શે ત્યાં સુધી સંતોષ જ થતો નથી.’

દૃીપ્તિ પાસે પ્રવાસની વાતોનો ખજાનો છે. ‘૨૦૦૩માં હું લડાખમાં દૃસ દિૃવસના ઝંસ્કાર રિવરના ટ્રેકિંગ માટે ગઈ હતી,’ દૃીપ્તિ યાદૃ કરે છે, ‘આખી ઝંસ્કાર નદૃી થીજી ગઈ હતી અને તેના પર દૃસ દિૃવસ સુધી ટ્રેકિંગ કરવાનું હતું. તે વખતે મને ખબર નહોતી કે અહીં આ રીતે ટ્રેકિંગ કરનાર હું ભારતની પહેલી નોન-લડાખી સ્ત્રી હોઈશ! હું તદ્દન એકલી ગયેલી. મારી સાથે સામાન ઉપાડવાવાળા બે પોર્ટર હતા, બસ. હવે તો થીજીલી ઝંસ્કાર નદૃી એડવન્ચર ડેસ્ટિનેશન તરીકે પોપ્યુલર બની ગઈ છે. એને ‘ચાદૃર ટ્રેક’ એવું નામ આપવામાં આવ્યું છે. આ ખાસ્સું અઘરું અને પડકારજનક ટ્રેકિંગ છે. તમારે બર્ફીલી નદૃી પર ૧૦૫ કિલોમીટર જેટલું અંતર પગપાળા કાપવાનું હોય છે. નવાસવા કે બિનઅનુભવી ટ્રેકરોએ આ અખતરા ન કરવા. અહીં રસ્તામાં પદૃમ નામની બૌદ્ધ મોનેસ્ટરી આવે છે, જે આ વિસ્તારની સૌથી જુની મોનેસ્ટરી છે. ઝંસ્કાર વિસ્તારમાં તો ઉનાળામાં જીપ સફારી કરો તો પણ બહુ જ સરસ સીન-સિનેરી જોવા મળે.’

દૃીપ્તિનું બીજું એક ફેવરિટ સ્થળ છે, અરુ. એ કાશ્મીરમાં પહેલગામથી અડધા કલાકના અંતરે આવેલું છે. દૃીપ્તિએ શ્રીનગરમાં ખાસ પોતાના માટે અલાયદૃી હાઉસબોટ વસાવી છે. શિકારામાં સવાર થઈને દૃાલ સરોવરમાં સહેલ કરવામાં દૃીપ્તિને ભારે મોજ પડે છે.

‘ઇટ ઇઝ થેરાપ્યુટિક! હું મારી નાનકડી શિકારામાં ફરતી રહું ને પછી મોડી મોડી પાછી મારી હાઉસબોટમાં આવીને કશુંક લખું-વાચું. રમઝાન મહિનામાં હું બે વાર ત્યાં ગઈ છું. આ સિઝનમાં ટુરિસ્ટો ઓછા હોવાથી બહુ શાંતિ હોય. ફકત સ્થિર પાણી હોય અને દુર દુર આઝાનના અવાજો સંભળાતા હોય…’

દૃીપ્તિને ખૂબ જલસો પડતો હોય એવી અન્ય જગ્યા છે, ઉત્તરાખંડમાં નૈનિતાલ જિલ્લામાં મુકતેશ્ર્વર તરફ આવેલું શીતળા એસ્ટેટ. અહીં રહેવા માટે કોઈ ફેન્સી હોટલો નથી, પણ ફરવા નીકળેલી દૃીપ્તિને આમેય કયાં ફાઈવસ્ટાર હોટલમાં રહેવાની જરુર હોય છે? હિમાચલ પ્રદેશમાં તિબેટની બોર્ડર નજીક સાંગલા વેલીમાં આવેલી બંજારા કેમ્પ્સ નામની જગ્યા પણ દૃીપ્તિને ખૂબ પસંદૃ છે. સાંગલા વેલીમાં જ આવેલું કિન્નુર અતિ ખૂબસૂરત સ્થળ છે. શિયાળામાં સર્વત્ર બરફની ચાદૃર બિછાઈ ગઈ હોય ત્યારે આ જગ્યા ઓર સુંદૃર બની જાય છે.

‘મેં ક્યારેય ગ્રુપ સાથે ટ્રેકિંગ કર્યું નથી,’ દૃીપ્તિ કહે છે, ‘મારી પ્રકૃતિ જ એવી છે કે મને ગ્રુપમાં ઝાઝું ફાવે નહીં. મેં લાઈફમાં જેટલાં એડવન્ચર ટ્રેકિંગ કર્યા છે તે એકલાં જ કર્યા છે. હું બિન્દૃાસ ગમે ત્યાં એકલી ઉપડી જતી. ખુદૃની સલામતી માટે જરાય ફિકર કરવી પડતી નહીં. લોકો મને ઓળખી જાય એટલે પાસે આવે, સારી રીતે વાત કરે, ઇવન મને કોઈ વાતની તકલીફ તો નથીને એવો ખયાલ પણ રાખે. અત્યારે જોકે સમય એટલો ખરાબ આવી ગયો છે કે હું મહિલાઓને અંતરિયાળ જગ્યાઓએ એકલાં ફરવા જવાની સલાહ નહીં આપું. બંજારા કેમ્પ્સમાં ઘણી વાર સરસ ગ્રુપ્સ આવતાં હોય છે. આપણા જેવો એટિટ્યુડ અને શોખ ધરાવતા પ્રકૃતિપ્રેમી લોકો મળી જાય તો એમની સાથે ટ્રેકિંગ કરવાની મજા આવે.’

ફિલ્મમેકર પ્રકાશ ઝા સાથે છૂટાછેડા લીધા પછી દૃીપ્તિના જીવનમાં વિનોદૃ પંડિત નામના એક ઓછા જાણીતા એક્ટરનો પ્રવેશ થયો હતો. લાંબી ભરપૂર મૈત્રી બાદૃ તેમણે લગ્ન કર્યાં, પણ દુર્ભાગ્યે કેન્સરે વિનોદૃ પંડિતનો જીવ લઈ લીધો. સાથ ભલે લાંબો ન ચાલ્યો, આ પુરુષે દૃીપ્તિ નવલના જીવનને સુખ અને આનંદૃથી ભરી દૃીધું હતું. એને પણ હરવાફરવાનો, ટ્રેકિંગ કરવાનો ગાંડો શોખ હતો. કામ કરવાનું, કમાવાનું, પ્રવાસે ઉપડી જવાનું અને પૈસા ખલાસ થવા આવે એટલે પાછા ઘરે આવી જવાનું – દૃીપ્તિ અને વિનોદૃની આ લાઈફસ્ટાઈલ બની ગઈ હતી.

‘કુલુ વેલીમાં હરિપુરમાં મારો નાનકડો સ્ટુડિયો છે,’ દૃીપ્તિ કહે છે, ‘આમ તો પથ્થરનું બનેલું મકાન છે તે. મને અહીં રહેવાની બહુ મજા આવે છે. મારું બધું આર્ટ વર્ક અહીં પડ્યું છે.’

હિમાચલ અને ઉત્તરાખંડ તો સુંદૃર છે જ, પણ લેહ-લડાખ દૃીપ્તિ માટે અલ્ટિમેટ ટ્રાવેલ ડેસ્ટિનેશન છે. છ-છ વખત તેમણે અડધું ભારત ક્રોસ કરીને મુંબઈથી લડાખ સુધીનું અંતર જાતે ગાડી ડ્રાઈવ કરીને કાપ્યું છે! ‘ઈન સર્ચ ઓફ અનધર સ્કાય’ નામના એમના સૌથી પહેલા ફોટોગ્રાફી એકિઝબિશનની તસવીરો એમણે જાન્યુઆરી ૧૯૯૮ના લડાખપ્રવાસ દૃરમિયાન ખેંચી હતી. આ સમયે શિયાળો ચરમસીમા પર હોય. પ્રવાસીઓ શું, સ્થાનિક લોકો પણ સ્થળાંતર કરીને અન્યત્ર ચાલ્યા ગયા હોય. ફકત થોડા ધૂની વિદેશીઓ ક્યાંક દેખાતા હોય, જે કાં તો કશુંક લખતા-વાંચતા હોય અથવા મોનેસ્ટરીમાં મેડિટેશન કરતા હોય. આવા વિષમ માહોલમાં દૃીપ્તિ લેહ-લડાખ પહોંચી ગયેલાં. દૃીપ્તિ માટે આ પરફેકટ વેકેશન હતું! ટુરિસ્ટ સિઝનમાં તો સૌ કોઈ જાય, પણ ઓફ-સિઝનમાં, અક્લ્પ્ય અને અણધારી અગવડો વચ્ચે ધરતી ખૂંંદૃી વળે એ સાચો પ્રવાસી!

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2017 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.