Sun-Temple-Baanner

વેબ સિરીઝના વંટોળમાં જ્યારે ક્રિકેટનું કમઠાણ ઉમેરાય છે…


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


વેબ સિરીઝના વંટોળમાં જ્યારે ક્રિકેટનું કમઠાણ ઉમેરાય છે…


વેબ સિરીઝના વંટોળમાં જ્યારે ક્રિકેટનું કમઠાણ ઉમેરાય છે…

સંદૃેશ – સંસ્કાર પૂર્તિ – રવિવાર – ૬ ઓગસ્ટ ૨૦૧૭

મલ્ટિપ્લેકસ

ફરહાન અખ્તરે પ્રોડ્યુસ ક્રેલી ‘ઇનસાઇડ એજ ‘નામની ધમાકેદૃાર વેબ સિરીઝ આજકાલ ચર્ચામાં છે. ટી-ટ્વેન્ટી ટુનાર્મેન્ટની અંદૃરની વાતો કરતો શો ભલે માસ્ટરપીસ ન હોય, પણ એની ટ્રીટમેન્ટ એટલી રસાળ છે કે રસિયાઓ ઉજાગરા કરીનેય એના દૃસેદૃસ એપિસોડ્સ સામટા જોઈ કાઢે છે!

* * * * *

સિનેમા વિશેની આ કોલમમાં આજે, ફોર અ ચેન્જ, એક નવીનકકોર અને ધમાકેદૃાર ઇન્ડિયન વેબ સિરીઝ વિશે વાત કરવી છે. નેટફ્લિક્સ અને એમેઝોન વિડીયો – આ બન્ને અમેરિકન બ્રાન્ડ્સનાં નામ ડિજિટલ એન્ટરટેઇનમેન્ટના દૃીવાનાઓને વહાલાં લાગે છે. ફિલ્મો તેમજ ટીવી શોઝની વિરાટ ઓનલાઈન લાયબ્રેરી ધરાવતી આ બન્ને કંપનીઓના બાયોડેટામાં અફલાતૂન ગુણવત્તા ધરાવતી કેટલીય ઓરિજિનલ વેબ સિરીઝ પણ બોલે છે. આ બન્ને કંપનીઓ વિધિવત રીતે ભારતમાં ગયા વર્ષથી સક્રિય બની. નેટફ્લિકસ જાન્યુઆરીમાં, એમેઝોન પ્રાઈમ ડિસેમ્બરમાં. બન્નેમાંથી કોણ સૌથી પહેલી ઓરિજિનલ ઇન્ડિયન વેબ સિરીઝ બનાવીને દૃર્શકોની સામે ડિજિટલ તાસકમાં ધરી દૃે છે તે જાણવામાં સૌને રસ હતો. તો પહેલો ઘા એમેઝોનરાણાએ માર્યો છે – ‘ઇનસાઇડ એજ’ નામની અંગ્રેજીમિશ્રિત હિન્દૃી સિરીઝ બનાવીને. નેટફ્લિકસવાળાઓની ‘સેક્રેડ ગેમ્સ’ નામની સિરીઝ હજુ તો પ્રી-પ્રોડકશન તબકકામાં છે. વિક્રમ ચંદ્રાની આ જ ટાઈટલ ધરાવતી નવલકથા ધરાવતી પરથી આ વેબ સિરીઝ બની રહી છે. સૈફ અલી ખાન, નવાઝુદ્દીન સિદ્દીકી અને રાધિકા આપ્ટે એમાં અભિનય કરવાનાં છે.

એમેઝોન પ્રાઈમની દૃસ એપિસોડ ધરાવતી ‘ઇનસાઇડ એજ’ વેબ સિરીઝ ૧૦ જુલાઈએ લોન્ચ થઈ. ઓનલાઈન થતાં જ આ શોએ તરખાટ મચાવ્યો. ઓડિયન્સને એટલી બધી મજા પડી ગઈ કે પહેલાં જ અઠવાડિયામાં ‘ઇનસાઈડ એજ’ એમેઝોન પ્રાઇમ વિડીયોનો મોસ્ટ-વોચ્ડ શો બની ગયો. અમુક ચાંપલા રિવ્યુઅર્સને બાદૃ કરતાં મોટા ભાગના સમીક્ષકોએ શોને વખાણ્યો. ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ (આઈએમડીબી) પર એને ઓવરઓલ ૮.૩ જેટલું રેિંટગ મળ્યું જે ઘણું સારું કહેવાય. એમેઝોન ઓરિજિનલ શોઝના ચાર વર્ષના ટચુકડા ઇતિહાસમાં હોમ માર્કેટમાં આના કરતાં વધારે રેિંટગ અન્ય એક જ સિરીઝને મળ્યું છે – ઇંગ્લેન્ડના ‘ધ ગ્રાન્ડ ટુર’ નામના શોને. કેટલાય દૃર્શકોને ‘ઇનસાઈડ એજનું એવું બંધાણ થઈ ગયું હતું કે રાત જાગીને પિસ્તાલીસ-પિસ્તાલીસ મિનિટના દૃસેદૃસ એપિસોડ એમણે બેક-ટુ-બેક જોઈ કાઢ્યા. વધુ પડતો સારો પ્રતિસાદૃ મળ્યો એટલે શો લોન્ચ થયાને ત્રણ અઠવાડિયાં પૂરાં થાય તે પહેલાં જ નિર્માતાઓ દ્વારા ઘોષણા કરી દૃેવામાં આવી યેસ, ‘ઇનસાઇડ એજ’ની બીજી સિઝન આવી રહી છે… બહુત જલ્દૃ!

એવું તે શું છે આ શોમાં ‘ઇનસાઇડ એજ’ અસલી સંદૃર્ભોને ઉપયોગમાં લઈને બનાવવામાં આવેલો કાલ્પનિક્ શો છે, જેમાં ટી-ટ્વેન્ટી ક્રિકેટ ટૂર્નામેન્ટ કેન્દ્રમાં છે. આ અતિ ગ્લેમરસ અને હાઈ પ્રોફાઈલ રમતની પાછળ કેવી કેવી રમતો રમાતી હોય છે મેચ-ફિિંકસગ, સટ્ટો, રાજકારણ, છળકપટ, સેકસ, ડ્રગ્ઝ, ચૂંથાયેલા સંબંધો અને ચકકર આવી જાય એટલો બધો પૈસો… આ બધા શોનાં મુખ્ય એલિમેન્ટ્સ છે. વિષય જૂનો છે, પણ કલાકારોનો અભિનય, ટ્રીટમેન્ટ અને પ્રોડકશન વેલ્યુ મસ્ત છે. ક્રિકેટમાં રસ પડતો હોય તો જ આ શોમાં રસ પડે એવું જરુરી ખરું ના, જરાય નહીં. ઇન ફેકટ, ક્રિકેટમાં રન કરવાના હોય કે ગોલ કરવાના હોય એટલીય ગતાગમ ન પડતી હોય તો પણ આ શો મજા જોવાની મજા આવશે. અત્યંત પ્રવાહી શૈલીમાં લખાયેલી દિૃલધડક ધારાવાહિક નવલકથાનું રસપ્રચુર પ્રકરણ પૂરું થાય પછી રસિક વાચકને જેમ આગલો હપ્તો વાંચવાની જોરદૃાર ચટપટી ઉપડે એવું જ કંઈક ‘ઇનસાઇડ એજ’ના એપિસોડ્સ જોતી વખતે થાય છે.

રિચા ચઢ્ઢા ટોચની ફિલ્મસ્ટાર બની છે જેની કરીઅરના વળતાં પાણી શરુ થઈ ગયાં છે. પ્રીતિ ઝિન્ટા જેમ અસલી જીવનમાં આઈપીએલની િંકગ્સ ઇલેવન પંજાબ ટીમની કો-ઓનર છે તેમ રિચા ચઢ્ઢા આ શોમાં મુંબઈ મેવરિકસ ટીમની માલિકણ બની છે. એનું ફાઈવસ્ટાર જીવન અંદૃરથી બોદૃું છે. બાપડીએ તમાચા મારીને અને મરાવીને ગાલ લાલ રાખવા પડે છે. અંગદૃ બેદૃી (જેને આપણે ‘પિન્કમાં જોયો છે) મુંબઈ મેવરિકસ ઉપરાંત ઇન્ડિયન ક્રિકેટ ટીમનો પણ કેપ્ટન છે. ઘીરગંભીર, સિન્સિયર પણ અંગત જીવનમાં દૃારુડિયણ પત્નીને કારણે દૃુખી. રતિ અગ્નિહોત્રીનો સુપુત્ર તનુજ વિરવાણી તેજતર્રાર સ્ટાર-બેટ્સમેન છે. એના દિૃમાગમાં એટલી હદૃે કામાગ્નિ છવાયેલો રહે છે કે ફિલ્ડ પર જવાની થોડી મિનિટો પહેલાં નશીલી દૃવા સૂંઘીને ચીયરલીડરના ગોરા શરીરનો જનાવરની જેમ ઉપભોગ કરવાનું એ ચુકતો નથી. સયાની ગુપ્તા એની ઇન્ટેલિજન્ટ બહેન બની છે, જે ટીમની ચીફ એનેલિસ્ટ તરીકે કામ કરે છે. અમિત સયાલ સ્પિનર છે, જે સતત કાનમાંથી અળસિયા-વાંદૃા-કરોળિયા ખરી પડે એવી ભૂંડાબોલી ગાળો બોલ્યા કરે છે. સિદ્ધાર્થ ચતુર્વેદૃી નામનો નવોદિૃત એક્ટર યુપીથી આવેલો ઊભરતો, ભીરુ, દૃલિત બોલર બન્યો છે. સંજય સુરી ટીમનો કોચ છે, જે એક જમાનામાં ખુદૃ મોટો ક્રિકેટર રહી ચુકયો છે. ટી-ટ્વેન્ટીના નામે આખો જે હોબાળો ચાલી રહ્યો છે તેની પાછળ વિવેક ઓબેરોયનું માસ્ટરમાઇન્ડ કામ કરે છે. એ નીતિમત્તાવિહોણો, તુંડમિજાજી અને વિકૃત બિઝનેસમેન છે, જે મેચો ફિકસ કરાવીને અધધધ કહી શકાય એવી રકમની બેનંબરી કમાણી કરે છે. શોમાં આ સિવાય પણ નાનામોટાં ઘણાં કિરદૃારો છે.

શો સાથે સંકળાયેલા સૌથી મહત્ત્વની બે ટેલેન્ટ એટલે ફરહાન અખ્તર અને કરણ અંશુમાન. ફરહાને પોતાના મેરિટથી એવી ઇમેજ ઊભી કરી છે કે એ જે પણ કંઈ કરે – એક્ટિંગ, ડિરેક્શન, પ્રોડક્શન, એન્કિંરગ, કંઈ પણ – એની ગુણવત્તા સારી જ હોવાની એવી એક ધરપત આપણને આગોતરી મળી જાય છે. ‘ઇનસાઈડ એજ શો એણે પોતાના જુના જોડીદૃાર રિતેશ સિધવાણીના સંગાથમાં પોતાના બેનર એક્સેલ એન્ટરટેઇનમેન્ટ હેઠળ પ્રોડ્યુસ કરીને એમેઝોન પ્રાઇમના પ્લેટફોર્મ પર મૂક્યો છે. આ શો ફરહાન અને એના બેનરને છાજે એવો બન્યો છે.

કમ્પ્યુટર એન્જીનિયિંરગ પડતું મૂકીને અમેરિકામાં ફિલ્મમેિંકગનું ભણી આવેલા કરણ અંશુમાન આ સિરીઝના યુવાન રાઇટર-ડિરેકટર છે. ભારત આવીને સૌથી પહેલાં તો એમણે મોબાઈલ અને વેબ એપ્સ બનાવતું ડ્રીમસ્કેપ નામનું સ્ટાર્ટ-અપ શરુ કર્યું હતું. અપરસ્ટોલ ડોટકોમ નામનું મૂવી પોર્ટલ બનાવીને એમાં તેઓ ફિલ્મ વિષયક લેખો અને ફિલ્મ રિવ્યુઝ લખતા. પછી ‘મુંબઇ મિરર’ અખબાર માટે ફિલ્મ ક્રિટીક બનીને લાગલગાટ ત્રણ વર્ષ સુધી ફિલ્મોનાં અવલોકનો લખ્યા. ત્યાર બાદૃ એ ખુદૃ ફિલ્મમેકર બન્યા. રિતેશ દૃેશમુખ અને પુલકિત સમ્રાટને લઈને ‘બંગિસ્તાન’ (૨૦૧૫) નામની ફિલ્મ બનાવી, જે ન ચાલી. આ ફિલ્મ ફરહાનના બેનરે જ પ્રોડ્યુસ કરી હતી.

‘ઇનસાઇડ એજમાં કરણ અંશુમાનને રમવા માટે મોકળું મેદૃાન મળ્યું છે. એકટરોને પણ. તમામ પાત્રોનો પોતાનો આગવો ગ્રાફ છે. આટલા બધા કલાકારો વચ્ચે સિદ્ધાર્થ ચતુર્વેદૃી નામનો નવો નિશાળિયો એક્ટર અને મનોજ બાજપાઈની યુવાન આવૃત્તિ જેવો દૃેખાતો અમિત સયાલ સૌથી વધારે ધ્યાન ખેંચે છે. આ શો પછી સિદ્ધાર્થ ચર્તુવેદૃીની એકિટંગની દૃુકાન ધમધોકાર ચાલવાની. તમે લખી રાખો! શોમાં જુદૃા જુદૃા ટ્રેક્સની સરસ ગૂંથણી થઈ હોવાથી એક પણ એપિસોડ સહેજે ઢીલો પડતો નથી. કરણ અંશુમાન એક સ્ટોરીટેલર તરીકે ખાસ્સા પ્રભાવશાળી પૂરવાર થયા છે એ તો નક્કી.

ઇન્ટરનેટ પર મૂકાતા કોન્ટેન્ટ માટે સેન્સર સર્ટિફિકેટની જફામાં પડવાનું હોતું નથી. વેબ સિરીઝ એટલે ભરપૂર ગાળાગાળી અને સેક્સનો સરવાળો આવું જે સમીકરણ બની ગયું છે એનું કારણ આ જ. ‘ઇનસાઇડ એજમાં આ પ્રકારનું ‘એડલ્ટ’ કોન્ટેન્ટ છૂટથી ભભરાવેલું હોવાથી કાચી વયના દૃર્શકોએ સંભાળવું. આમ જુઓ તો ‘ઇનસાઇડ એજનાં પાત્રો સ્ટીરિયોટાઈપ છે. એ જ જુવાની વટાવી ચુકેલી ફિલ્મી નટી, એ જ છેલછોગાળો ક્રિકેટર, એ જ વિલન ટાઈપનો બિઝનેસમેન, એ જ ભ્રષ્ટ રાજકારણી. મજાની વાત એ છે કે આમ છતાંય કોઈ કિરદૃાર કાર્ડબોર્ડ કટઆઉટ જેવું સપાટ બની જતું નથી. ફક્ત એક વિવેક ઓબેરોયનું પાત્ર વધારે પડતું ફિલ્મી અને લાઉડ બની ગયું હોવાથી કઢંગી રીતે અલગ તરી આવે છે.

‘ઇનલાઇડ એજ કંઈ કલાસિક કે માસ્ટરપીસ નથી. વિદૃેશમાં બનતી ‘નાર્કોઝ’ જેવા અફલાતૂન ગુણવત્તાવાળા વેબ શોઝની તુલનામાં ‘ઇનસાઇડ એજ’ સાવ મામૂલી ગણાય. આપણે ત્યાં ઇન્ટરનેટ, ટેલીવિઝન અને ઇવન ફિલ્મી પડદૃા પર મનોરંજના નામે જે કંઈ પિરસવામાં આવે છે એમાં સ્તરહીન જોણાંની ભરમાર હોય છે. તેની તુલનામાં ‘ઇનસાઇડ એજ’ ઘણું સારું અને જોવા જેવું પ્રોડકશન છે.

‘ઇનસાઇડ એજ’ને કેટલા સ્ટાર મળે, એમ પાંચમાંથી સાડાત્રણ.

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year Aug, 2017 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.