Sun-Temple-Baanner

ડાક્ણ, આત્મા, છૂટાછેડા ને એવું બધું…


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


ડાક્ણ, આત્મા, છૂટાછેડા ને એવું બધું…


ડાક્ણ, આત્મા, છૂટાછેડા ને એવું બધું…

સંદેશ – સંસ્કાર પૂર્તિ – રવિવાર – ૧૫ ઓકટોબર ૨૦૧૭

મલ્ટિપ્લેક્સ

મુંબઇ ફિલ્મ ફેસ્ટિવલમાં આ વખતે ૪૯ દેશોની ૫૧ ભાષામાં બનેલી કુલ ૨૨૦ ફિલ્મોનું સ્ક્રીનિંગ થવાનું છે. આમાંથી એવી ક્ઈ ક્ઈ ફિલ્મો છે જે ફિલ્મરસિયાઓ કોઈ પણ ભોગે મિસ કરવા માગતા નથી?

* * * * *

Mother!

તો, ઓગણીસમો મુંબઇ ફિલ્મ ફેસ્ટિવલ વાજતેગાજતે શરુ થઈ ચુક્યો છે. બારમી ઓક્ટોબરે શરુ થયેેલો આ હાઇ-પ્રોફાઇલ ફિલ્મોત્સવ અઢારમી સુધી ચાલવાનો છે. આ આઠ દિૃવસ દૃરમિયાન ૪૯ દેશોની ૫૧ ભાષામાં બનેલી કુલ ૨૨૦ ફિલ્મોનું સ્ક્રીનિંગ થવાનું છે. આટલી ઢગલાબંધ ફિલ્મોમાંથી ચુંટેલી ક્ઈ ક્ઈ ફિલ્મો છે જેને જોવા માટે ફિલ્મરસિયાઓ ઊંચાનીચા થઈ રહ્યા છે? આવો, આ વખતની સૌથી હાઇપ્ડ ફિલ્મોની ઝલક્ જોઈ લઈએ.

આઇ એમ નોટ અ વિચ – ફિલ્મનું ટાઇટલ જ કેટલું ઇન્ટરેસ્ટિંગ છે – હું ડાક્ણ નથી! આમાં આફ્રિકાના કોઈ અંતરિયાળ ક્સ્બામાં વસતી નવ વર્ષની બાળકીની વાત છે. નામ છે એનું શુલા. એક્ વાર કાગનું બેસવું ને ડાળનું પડવું જેવી મામૂલી ઘટના બને છે જેના પરિણામે ગામલોકોના મનમાં એક્ વાત ઘર કરી જાય છે કે આ છોકરી નોર્મલ નથી, એ તો સાક્ષાત ડાક્ણ છે! નિર્દૃોષ શુલાને ગામથી દુર ‘વિચ-કેમ્પ’માં ધકેલી દેવામાં આવે છે. અહીં એના જેવી ઘણી ડાક્ણો છે. શુલાને ધમકાવીને ક્હેવામાં આવે છે – ખબરદૃાર, અહીંથી ભાગવાનું વિચાર સુધ્ધાં ર્ક્યો છે તો! જો તારો ટાંટિયો આ જગ્યામાંથી બહાર પડ્યો તો તું બકરી બની જઈશ! આ ડાક્ણ-કેન્દ્રમાં એક્ સરકારી માણસ પણ છે. એ પોતાનો ઉલ્લુ સીધો કરવા શુલાની માસૂમિયતનો ગેરફાયદૃો ઉઠાવે છે. શુલા સામે હવે બે વિક્લ્પ છે – કેમ્પમાં રહીને આ નાલાયક્નો અત્યાચાર સહેવો કે અહીંથી ભાગીને બકરી બની જવું? આખરે એ શું પગલું ભરે છે તો જાણવા માટે ફિલ્મ જોવી પડે.

આ વાર્તા સાવ ક્પોળક્લ્પિત નથી, આફ્રિકાના જુદૃા જુદૃા ભાગોમાં આજેય આ પ્રકારની ઘટનાઓ સતત બનતી રહે છે. અવોર્ડવિનિંગ મહિલા ડિરેક્ટર રુંગાનો ન્યોનીએ ફિલ્મ બનાવતાં પહેલાં રિસર્ચના ભાગ રુપે ઘાનાના એક્ ડાક્ણ-કેન્દ્રમાં આખો મહિનો વીતાવ્યો હતો. દુનિયાનો સૌથી જૂનો ગણાતો આ વિચ-કેમ્પ બસ્સો કરતાંય વધારે વર્ષોથી ધમધમે છે. આ ફિલ્મનું પ્રિમિયર આ વખતના વિશ્ર્વવિખ્યાત કાન ફિલ્મ ફેસ્ટિવલમાં થયું હતું.

ધ ફ્લોરિડા પ્રોજેક્ટ – ભારતના અતિ ગરીબ સ્લમડોગ જોઈને, મુંબઈસ્થિત ધારાવી જેવી ઝૂંપડપટ્ટીઓમાં કીડીમકોડાની જેમ ખદૃબદૃતાં માનવજંતુડાંને જોઈને પશ્ર્ચિમના લોકોના મનમાં જે લાગણી જાગે છે તેમાં સહાનુભૂતિના વાઘાંમાં છૂપો સેડિસ્ટિક્ આનંદૃ છૂપાયેલો હોય છે તે આપણે જાણીએ છીએ. તો શું તમારે અમેરિકાની ગરીબી જોઈને સહાનુભૂતિ-કમ-સેડિસ્ટિક્ પ્લેઝરની લાગણી અનુભવવી છે? અમેરિકાનું પોવર્ટી પોર્ન જોવું છે? જવાબ હા હોય તો તક મળે ત્યારે ‘ઘ ફલોરિડા પ્રોજેક્ટ ફિલ્મ જોઈ કાઢવી.

યુએસએ જેવા મહાશકિતશાળી અને અતિ તવંગર ગણાતા દેશમાં ય બેઘર લોકો છે જ. બંધ પડવાને વાંકે ચાલતી ખખડધજ મોટેલોમાં એ બાપડા જેમતેમ દિૃવસો પસાર કરતા હોય છે. મોટેલનો માલિક્ તગેડી મૂકે એટલે આવું બીજું કોઈ ઠેકાણું શોધી લે. ‘આઇ એમ નોટ અ વિચ’ની માફક્ આ ફિલ્મના કેન્દ્રમાં પણ મૂની નામની છએક્ વર્ષની નાનક્ડી બેબલી છે. એની મા માંડ બાવીસ વર્ષની છે. સિંગલ મધર છે. બાપનો કોઈ અતોપતો નથી. મા-દૃીકરી જે મોટેલમાં રહે છે ત્યાં એમના જેવા બીજા ઘણા ગરીબ લોકો રહે છે. મૂની જેવાં ટાબરિયાઓ ભેગા થઈને મોટેલના મેનેજરને બહુ હેરાન કરતા રહે છે. આ મેનેજર ફિલ્મનું મહત્ત્વનું કિરદૃાર છે. આ ફિલ્મ ડિરેક્ટ કરનારા શૉન બેકરે ભૂતકાળમાં ઘણી ઓફબીટ ફિલ્મો બનાવી છે ને અવોર્ડ્ઝ પણ જીત્યા છે.

લવલેસઃ એક્ રશિયન ક્પલ છે – હેન્યા અને બોરિસ. બન્નેને એક્બીજા સાથે ઊભું બનતું નથી એટલે તેઓ ડિવોર્સ લઈને છૂટાં પડવાં માગે છે. નફરત અને ફ્રેસ્ટ્રેશનના અસહ્ય માહોલમાંથી રાહત મેળવવા બન્નેએ પોતપોતાની રીતે લવર શોધી લીધાં છે. બન્નેને થાય છે કે ક્યારે આનાથી છૂટું ને ક્યારે નવેસરથી ઘર માંડું. જોકે આસાનીથી છૂટું પડાય એવું નથી, કારણ કે એમનો બાર વર્ષનો એક્ દૃીકરો છે. પતિ-પત્ની બન્નેમાંથી એકેેયને દૃીકરા પ્રત્યે લાગણી નથી. તેઓ એટલાં સ્વકેન્દ્રી અને સ્વાર્થી બની ગયાં છે કે સગા સંતાનની જવાબદૃારી પણ માગતા નથી. એક્ રાત્રે તેમની વચ્ચે ભયંકર ઝઘડો થાય છે. દૃીકરો આ બધું જુએ છે, સાંભળે છે અને ત્રાસીને ઘર છોડીને ગાયબ થઈ જાય છે.

ડિરેક્ટર આન્દ્રે ઝ્વીઆજીન્તસેવ (કેવી ભયંકર અટક છે, નહીં?) પહેલી ફિલ્મ ‘ઘ રિટર્ન’ ભૂતકાળમાં વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં વિજયપતાકા લહેરાવી ચુકી છે. ‘લવલેસ’ વિશે એ ક્હે છે, ‘લગ્ન પડી ભાંગે અને નવો (કે નવી) પાર્ટનર આંખ સામે હોય ત્યારે સૌને એવી જ આશા હોય કે બસ, અગાઉ જે સહન કરવું પડ્યું એમાંનું ક્શું જ આ વખતે સહેવું નહીં પડે. એમને જોકે મોડે મોડે સમજાય છે કે આખરે તો માણસે પોતે જ બદૃલાવું પડે છે. માણસમાં ખુદૃમાં પરિવર્તન લાવે તો જ આસપાસની પરિસ્થિતિ બદૃલાતી હોય છે.’

‘મધર!’ – આ ફિલ્મના ડિરેક્ટર છે, ડેરેન અરોનોફ્સ્કી, જેની ઓસ્કારવિનિંગ અદૃભુત ફિલ્મ ‘બ્લેક્ સ્વાન’ (૨૦૧૦)થી આપણે જબરદૃસ્ત ઇમ્પ્રેસ થઈ ચુક્યા છીએ. ‘બ્લેક્ સ્વાન’ની માફક્ ‘મધર!’ પણ એક્ સાઇકોલોજિક્લ થ્રિલર છે. આ ફિલ્મની સ્ક્રિપ્ટનો પહેલો ડ્રાફ્ટ એમણે પાંચ જ દિૃવસમાં લખી નાખ્યો હતો. ફિલમનું કાસ્ટિંગ સુપર્બ છે – હોલિવૂડની સ્વીટહાર્ટ જેનિફર લોરેન્સ ઉપરાંત જેવિયર બર્ડેમ અને મિશેલ ફાઇફર ફિલ્મમાં મુખ્ય ભુમિકાઓ ભજવે છે. જેનિફર અને જેવિયર પતિ-પત્ની છે. ‘લવલેસ કરતાં અહીં બિલકુલ વિપરીત પરિસ્થિતિ છે. પતિ-પત્ની એક્બીજાના પ્રેમમાં ઊંધેકાંધ છે. એક્ દિૃવસ અચાનક્ એમના ઘરે એક્ વણનોતર્યુ. યુગલ આવી પડે છે. તે સાથે જ શાંત જળમાં જાણે મોટી શિલા પછડાઈ હોય એવાં વમળો સર્જાય છે. ભેદૃભરમથી ભરપૂર એવી એવી ઘટનાઓ બને છે કે ઓડિયન્સના શ્ર્વાસ અધ્ધર થઈ જાય છે.

ઇટ ક્મ્સ એટ નાઇટ – ખોફનાક્ ફિલ્મ તો આ પણ છે. સ્ટોરી એવી છે કે પૃથ્વી પર મહાવિનાશ સર્જાયા બાદૃ માત્ર બે જ પરિવારો બચ્યા છે. બન્ને પરિવાર પર શેતાની શકિતઓનો ખતરો ઝળુંબે છે.

આ શકિતઓથી બચવા માટે સૌએ એક્ છત નીચે રહ્યા વગર ચાલે એમ નથી… પણ એમને ક્યાં ખબર છે કે બહારનાં તત્ત્વોથી ડરવાની જરુર નથી, ખરો ખતરો તો ચાર દૃીવાલોની વચ્ચે જ છે! ટ્રે એડવર્ડ શુલ્ટ્સ નામના ડિરેક્ટરે બનાવેલી આ અમેરિક્ન ફિલ્મના ઓલરેડી ખૂબ વખાણ થઈ રહ્યા છે.

ઓન બોડી એન્ડ સોલ – આ એક્ હંગેરીઅન ફિલ્મ છે. એક્ ક્તલખાનું છે, જેમાં મારિયા નામની કવોલિટી ઇન્સપેક્ટર જાંચ કરવા આવે છે. અજબગજબની વાત એ છે કે મારિયા અને ક્તલખાનાના માલિક્ આન્દ્રે એક્બીજા માટે તદ્દન અજાણ્યાં છે, છતાંય બન્નેને રોજ રાતે એક્સરખાં સપનાં જ આવે છે. ડિટ્ટો ટુ ડિટ્ટો! મોટાં ભાગનાં સપનામાં બન્ને કોઈ બર્ફીલા પ્રદેશમાં હરણ બનીને વિહરતાં હોય ને એક્બીજાને પ્રેમ કરતાં હોય! સવાલ એ છે કે સપનામાં તો બન્ને વચ્ચે સારી કેમિસ્ટ્રી છે, પણ અસલી જીવનમાં તેઓ એક્બીજા માટે પરફેક્ટ છે ખરાં? ફિલ્મના મલ્ટિપલ અવોર્ડવિનિંગ ડિરેક્ટર ઇલડિકો એન્યેડીનું હંગેરીમાં બહુ મોટું નામ છે.

વેલ, મુંબઇ ફિલ્મ ફેસ્ટિવલમાં આ વખતે આના સિવાય પણ કેટલીય ઇન્ટરેસ્ટિંગ ફિલ્મો છે. ઓપિંનગ ફિલ્મ ‘મુક્કાબાઝ અનુરાગ ક્શ્યપે ડિરેક્ટ કરી છે. આ એક્ હાર્ડહિટિંગ સ્પોર્ટ્સ મૂવી છે. અનુરાગનો આગ્રહ હતો કે શૂટિંગ શરુ કરતાં પહેલાં ફિલ્મના મેઇન એક્ટર વિનીત કુમારે અસલી કુસ્તી શીખવી જ પડશે. એક આખું વર્ષ ચાલેલી કુસ્તીની ટેનિંગમાં બાપડા વિનીતની પિદૃૂડી નીક્ળી ગઈ હતી. આ સિવાયની ભારતીય ફિલ્મોની વાત કરીએ તો ‘હરામખોરફેમ શ્ર્લોક્ શર્માની ‘ઝૂ, સનલ શશીધરનની વાયડું ટાઇટલ ધરાવતી ‘સેક્સી દુર્ગા, રિમા દૃાસની ‘વિલેજ રોક્સ્ટાર્સ અને દેવાશિષ મખીજાની ‘અજ્જી – આ બધી મહત્ત્વની ફિલ્મો છે. ‘આસ્ક્ ધ સેક્સપર્ટ નામની ડોક્યુમેન્ટરી ફિલ્મમાં જાણીતા અંગ્રેજી ટેબ્લોઇડમાં લોકોને સેક્સવિષયક્ સમસ્યાઓનો જવાબ આપતા ૯૦ વર્ષીય મુંબઇવાસી સેક્સોલોજિસ્ટ ડો. માહિન્દ્ર વત્સા કેન્દ્રમાં છે. વિખ્યાત ઇરાનિયન ફિલ્મમેકર અબ્બાસ કિઆરોસ્તામીની ‘ટ્વેન્ટીફોર ફ્રેમ્સ, સાઉથ કોરિઅન ફિલ્મ ‘ઓન ધ બીચ એટ નાઇટ અલોન અને બ્લેક્-એન્ડ-વ્હાઇટ ‘નવેમ્બર માટે પણ ખાસ્સું કુતૂહલ ફેલાયેલું છે.

આ લેખમાં ઉલ્લેખ પામેલી ફિલ્મો થિયેટરમાં, નેટફ્લિક્સ – એમેઝોન પ્રાઇમ – હોટસ્ટાર જેવાં વેબ પ્લેટફોર્મ પર અથવા જ્યાં મેળ પડે ત્યાં વહેલામોડી જોઈ લેવા જેવી છે એ તો ચોક્ક્સ.

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2017 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.