Sun-Temple-Baanner

કાં આ પાર કાં પેલે પાર


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


કાં આ પાર કાં પેલે પાર


કાં આ પાર કાં પેલે પાર

Sandesh – Sanskar purti – January 28, 2018

મલ્ટિપ્લેક્સ

વર્ષે-બે વર્ષે કોઈ એકાદ પર્ફોર્મન્સ વિસ્ફોટની જેમ ફાટતું હોય છે, જે આપણને દંગ કરી નાખે અને આપણા ચિત્તમાં કાયમ માટે જડાઈ જાય. ‘ડાર્કેસ્ટ અવર’માં ગેરી ઓલ્ડમેનનો અભિનય આ કક્ષાનો છે. હવે હવા એવી સજ્જડ બની ચુકી છે કે આ વખતનો બેસ્ટ એક્ટરનો ઓસ્કર પણ ગેરીને નહીં મળે તો મોટો અપસેટ સર્જાયો ગણાશે.

* * * * *

આ લેખ તમારા હાથમાં આવશે ત્યાં સુધીમાં આગામી ઓસ્કર માટેનાં નોમિનેશન્સની ઘોષણાને ઓલરેડી દસેક દિવસ થઈ ચૂકયા હશે અને ઓસ્કર સિઝનનો વિધિવત પ્રારંભ થઈ ગયો હશે. આ વખતે બેસ્ટ એક્ટરના ઓસ્કર માટે કયો અભિનેતા હોટ ફેવરિટ ગણાય છે? ગેરી ઓલ્ડમેન, ‘ડાર્કેસ્ટ અવર’નો નાયક. વર્ષે-બે વર્ષે કોઈ એકાદ પર્ફોર્મન્સ વિસ્ફોટની જેમ ફાટતું હોય છે, જે આપણને દંગ કરી નાખે અને આપણા ચિત્તમાં કાયમ માટે જડાઈ જાય. ‘ડાર્કેસ્ટ અવર’માં ગેરી ઓલ્ડમેનનો અભિનય આ કક્ષાનો છે. એમણે શ્રેષ્ઠ અભિનેતા માટેનો પ્રતિષ્ઠિત ગોલ્ડન ગ્લોબ અવોર્ડ ઓલરેડી જીતી લીધો છે. હવે હવા એવી સજ્જડ બની ચુકી છે કે આ વખતનો બેસ્ટ એક્ટરનો ઓસ્કર પણ ગેરીને નહીં મળે તો મોટો અપસેટ સર્જાયો ગણાશે. આજે ‘ડાર્કેસ્ટ અવર’ વિશે વિગતે વાત કરવી છે. ‘પદ્માવત’ કેન વેઇટ!

શું છે ‘ડાર્કેસ્ટ અવર’માં? આ એક વોર-કમ-પોલિટિકલ ફ્લ્મિ છે. મે ૧૯૪૦નો સમયગાળો છે. બીજું વિશ્વયુદ્ધ આખી દુનિયાને ઘમરોળી રહૃાું છે. એક બાજુ બ્રિટન અને સાથી દેશો છે, વિરોધી છાવણીમાં જર્મની છે. ઈંગ્લેન્ડના તત્કાલીન વડાપ્રધાન ઢીલાપોચા હોવાથી એમણે રાજીનામું આપવું પડયું છે અને એમની જગ્યાએ ૬૬ વર્ષના વિન્સ્ટન ચર્ચિલ નવા વડા પ્રધાન બન્યા છે. ચર્ચિલ આક્રમક છે, જિદ્દી છે, પોતાનું ધાર્યું કરવાનો એમનો સ્વભાવ છે. એમના વ્યક્તિત્ત્વમાં ઘણી વિચિત્રતાઓ છે. સવારમાં ઉઠતાંની સાથે જ બ્રેકફસ્ટમાં એમને શરાબ જોઈએ. જાડ્ડી સિગાર કાયમ એમની સાથે જ હોય. સક્રિય રાજકારણમાં એમને વીસ વર્ષ થઈ ચુકયાં છે. આ સમયગાળા દરમિયાન એમણે કેટલાક્ ગંભીર કહી શકાય એવા છબરડા વાળ્યા હતા તેથી ચર્ચિલની કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યોને એમના પર પૂરો ભરોસો નથી. ઈંગ્લેન્ડના રાજા જ્યોર્જ છઠ્ઠાને ચર્ચિલ પ્રત્યે સ્પષ્ટ અણગમો છે. આવા પ્રતિકૂળ માહોલમાં ચર્ચિલે એક અત્યંત મુશ્કેલ નિર્ણય લેવાનો છેઃ

શું દુશ્મન દેશ સાથે શાંતિમંત્રણા કરીને અમનની દિશામાં આગળ વધવું અને દેશને સંભવિત ખુવારીમાંથી બચાવી લેવો? કે પછી, શત્રુનો સામી છાતીએ મુકાબલો કરવો? ચર્ચિલને હિટલર પર જરાય વિશ્વાસ નથી. ચર્ચિલ માને છે કે આ નાઝીઓ સમાધાનનો માર્ગ અપનાવ્યા પછી પણ સખણા નહીં બેસે, તેઓ જરુર દગાબાજી કરશે અને ઈંગ્લેન્ડને કચડી નાખશે. આ સ્થિતિમાં હવે એક જ વિકલ્પ બચે છેઃ શાંતિમંત્રણા પર ચોકડી મૂકવી અને બહાદૂરીપૂર્વક જર્મનીનો મુકાબલો કરી દેશનું આત્મસન્માન ટકાવી રાખવું. ચર્ચિલનો આ ઐતિહાસિક્ નિર્ણય વિશ્વ રાજકારણના ઇતિહાસના સૌથી મહત્ત્વપૂર્ણ અને સૌથી ઠાવકા નિર્ણયોમાંનો એક ગણાય છે.

‘ડાર્કેસ્ટ અવર’માં ચર્ચિલ પહેલી વાર વડાપ્રધાન બન્યા તે કાળના શરુઆતના થોડા દિવસોની ગતિવિધિઓને જ કેપ્ચર કરવામાં આવી છે. સૌથી પહેલાં ફ્લ્મિલેખક એન્થની મેકકાર્ટન (અદભુત ઓસ્કરવિનિંગ ફ્લ્મિ ‘ધ થિયરી ઓફ્ એવરીથિંગ’ના લેખક) પ્રકાશમાં આવ્યા. પછી જોસેફ્ અથવા જો રાઇટ (‘પ્રાઇડ એન્ડ પ્રેજ્યુડાઇસ’, ‘અટોન્મેન્ટ’, ‘એના કેરેનિના’) ફ્લ્મિના ડિરેકટર તરીકે ઘોષિત થયા.

‘ચર્ચિલ કંઈ પરફેકટ માણસ નહોતા,’ જો રાઇટે એક મુલાકાતમાં કહેલું, ‘પણ માણસના માઇનસ પોઇન્ટ જ કયારેક એના ગુણ બની જતા હોય છે. જેમ કે, જક્કીપણું અને વધુ પડતો આક્રમક સ્વભાવ આમ તો અવગુણ ગણાય, પણ ચર્ચિલના વ્યકિતત્ત્વનાં આ જ પાસાં પછી હકારાત્મક સાબિત થયાં. ચર્ચિલમાં કેટલીય ત્રુટિઓ હતી, એમનું આખું વ્યકિતત્ત્વ ખાસ્સું કોમ્પ્લિકેટેડ હતું. આમ છતાંય ચર્ચિલ પોતાની આ કમજોરીઓ સહિત બ્રિટિશ રાષ્ટ્રવાદનું પ્રતીક બની શકાય. ચર્ચિલની આ જ વાત મને સૌથી ઇન્ટરેસ્ટિંગ લાગે છે.’

ચર્ચિલનું પાત્ર નિભાવનાર ગેરી ઓલ્ડમેન નામના બ્રિટીશ એકટરને આપણે અગાઉ ‘ધ ડાર્ક નાઇટ’ સિરીઝ અને હેરી પોટર સિરીઝમાં જોઈ ચુકયા છીએ. સાઠ વર્ષના થવા આવેલા ગેરી ઓલ્ડમેનની ગણના સારા અદાકારોમાં હંમેશાં થતી આવી છે, પણ ફ્રેન્કલી, એ આવા કમાલના અભિનેતા હશે એવો અંદાજ એમણે અત્યાર સુધી કરેલી પોપ્યુલર ફ્લ્મિોના આધારે આપણને મળ્યો નહોતો.

જો રાઇટ કહે છે, ‘મારે એવો એકટર જોઈતો હતો જે ચર્ચિલના વ્યકિતત્ત્વનો અર્ક પકડી શકે. ચર્ચિલ ફ્ઝિીકલી અને મેન્ટલી એમ બન્ને પ્રકારની એનર્જીથી એટલા ફાટ ફાટ થતા કે, જો તમે એમનું જૂનું ફ્ૂટેજ જુઓ તો એવું જ લાગે કે, આ માણસના દિમાગમાં કયાંક શોર્ટ-સરકિટ ન થઈ જાય! મારે મારા એક્ટરમાં આ પ્રકારની તીવ્રતા જોઈતી હતી, જે ગેરી ઓલ્ડમેનમાં મેં હંમેશાં જોઈ છે. એક્ટર પોતાના કિરદારનું વ્યકિતત્ત્વ આત્મસાત કરે તે વધારે મહત્ત્વનું છે. શારીરિક્ દેખાવ પછી આવે છે.’

‘ડાર્કેસ્ટ અવર’માં જોકે શારીરિક સ્વરુપાંતર પણ એટલું ગજબનાક થયું છે કે ગેરી ઓલ્ડમેનને આપણે અગાઉ કેટલીય વાર સ્ક્રીન પર જોયા હોવા છતાં ઓળખી શકતા નથી કે આ એ જ એક્ટર છે. મેકઅપની જવાબદારી સંભાળી છે, કાઝુહિરો ત્સુજી નામના વર્લ્ડ-કલાસ જપાની મેકઅપ આર્ટિસ્ટે. ભૂતકાળમાં એમને કેટલીય વાર એમને બેસ્ટ મેકઅપ અને હેરસ્ટાઇલિંગ માટેનાં ઓસ્કર નોમિનેશન્સ મળી ચુકયાં છે. લાગે છે કે આ વખતે મોટે ભાગે તેઓ ઓસ્કર જીતી પણ જશે.

કાઝુહિરો ત્સુજી ફ્લ્મિલાઇન છોડીને રિટાયર થઈ ગયેલા, પણ ગેરી ઓલ્ડમેનની તીવ્ર ઇચ્છા હતી કે મારો મેકઅપ તો કાઝુહિરોના હાથે જ થવો જોઈએ. એક્ટર-ડિરેક્ટર બન્ને મોંઘેરા મેકઅપ આર્ટિસ્ટને મનાવવા લોસ એન્જલસ પહોંચી ગયા. ગેરીનો ઉત્સાહ જોઈને કાઝુહિરો આ ફ્લ્મિ કરવા તૈયાર થઈ ગયા.

એમણે છ મહિના સુધી ગેરી પર જાતજાતના અખતરા કર્યા. સિલિકોન રબરનો ઉપયોગ કરીને અલગ અલગ પાંચ પ્રકારના ફેશિયલ પ્રોસ્થેટિકસ તૈયાર કર્યાં. એમાંથી આખરે એકને ફયનલાઇઝ કરવામાં આવ્યું. ગેરીનો ટકોમૂંડો કરીને ખાસ પ્રકારની વિગ પહેરાવવામાં આવી. કાઝુહિરોએ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું હતું કે ગેરીનો મેકઅપ એવો જડબેસલાક ન હોવો જોઈએ કે ગેરી મોઢાની રેખાઓ હલાવી ન શકે. ગેરીએ આખરે તો ચર્ચિલનો સ્વાંગ ધારણ કરીને ચહેરાના હાવભાવ દ્વારા અભિનય કરવાનો હતો. આથી મેકઅપની કોમ્પ્લિકેટેડ પ્રક્રિયા દરમિયાન ગેરીની આંખો, કપાળ અને હોઠને બિલકુલ સ્પર્શ કરવામાં આવ્યો નહોતો.

નવેમ્બર ૨૦૧૬માં શૂટિંગ શરુ થયું. ગેરી ઓલ્ડમેનને મેકઅપ કરતાં રોજ ત્રણ કલાક લાગતા. આખા ફ્લ્મિના શૂટિંગ દરિમયાન ટોટલ બસ્સો કલાક તો એમણે મેકઅપ કરાવવામાં જ કાઢયા હતા અને દશ્યના ભાગરુપે ચારસો જેટલી સિગાર ફ્ૂંકી નાખી હતી!

‘ડાર્કેસ્ટ અવર’નો વિષય ભલે ગંભીર રહૃાો, પણ ફ્લ્મિ ગતિશીલ છે અને ઠેકઠેકાણે રમૂજના છાંટણાં થતા રહે છે. જેમ કે, ફ્લ્મિની શરુઆતના એક સીનમાં કિંગ જ્યોર્જ છઠ્ઠો ક-મને ચર્ચિલને વડાપ્રધાનપદ સંભાળવાની ઔપચારિક સૂચના આપે છે. બન્ને વચ્ચે ઓકવર્ડ સાયલન્સ છે. ચર્ચિલ કહે છેઃ તો મને લાગે છે કે હવે આપણે નિયમિતપણે મળતા રહેવું પડશે. કિંગ જ્યોર્જ કહે છે: હા, અઠવાડિયામાં એક વાર તો ખરું જ. દર સોમવારે બપોરે ચાર વાગે મળવાનું રાખીએ? ચર્ચિલ ઠંડકથી કહે છેઃ બપોરે ચાર વાગ્યે તો મારો સૂવાનો ટાઇમ છે! રાજા ડઘાઈને પૂછે છેઃ વડાપ્રધાનને બપોરે સૂવાનું અલાઉડ છે? ચર્ચિલ જવાબ આપે છેઃ અલાઉડ નથી, પણ જરુરી છે. મને રાત્રે મોડે સુધી કામ કરવાની આદત છેને!

હસાવી દે એવો બીજો એક સીન પણ ચર્ચિલ અને કિંગ જ્યોર્જ વચ્ચે જ છે. એક સોમવારે બન્ને લંચ લેતાં લેતાં વાતચીત કરી રહૃાા છે. કિંગ જ્યોર્જ ઓછું જમે છે, પણ ચર્ચિલ દબાવીને ખાય છે. ખાધોકડાબાજી કર્યા પછી તરત તેઓ શેમ્પેઇન ગટગટાવે છે. કિંગ જ્યોર્જ કહે છેઃ દિવસે દારુ પીવાનું તમને કેવી રીતે ફાવે છે? ચર્ચિલ કહે છેઃ પ્રેકિટસથી!

‘ડાર્કેસ્ટ અવર’માં એક હાઇકલાસ સીન છે. ચર્ચિલને ઈંગ્લેન્ડની પ્રજાનો મૂડ જાણવો છે. તેઓ કોઈને કહૃાા-કારવ્યા વિના કે સાથે લીધા વિના મેટ્રો ટ્રેન પકડે છે. ડબ્બામાં લોકો એમને જોઈને પહેલાં તો અવાચક થઈ જાય છે, પણ પછી ધીમે ધીમે ખૂલતા જાય છે. ચર્ચિલ સૌને સીધો સવાલ કરે છેઃ આપણે જર્મની સાથે યુદ્ધ કરવું જોઈએ કે ન કરવું જોઈએ? સૌનો એક જ જવાબ છેઃ બિલકુલ કરવું જોઈએ. આખી ફ્લ્મિનાં સૌથી અસરકારક દશ્યોમાંનું આ એક દશ્ય છે. જોવા જેવી વાત એ છે કે આ આખો સીન કાલ્પનિક છે. ચર્ચિલે આ રીતે કયારેય ટ્રેનમાં મુસાફરી કરીને લોકોનો અભિપ્રાય લીધો નહોતો. ક્રિયેટિવ લિબર્ટી તે આનું નામ! ગયા વર્ષે આપણે ક્રિસ્ટોફર નોલનની ‘ડનકર્ક’ ફ્લ્મિ જોઈ. ‘ડાર્કેસ્ટ અવર’ જોતી વખતે તમને તે વારે વારે યાદ આવ્યા કરશે.

‘ડાર્કેસ્ટ અવર’ જોજો, જો હજુ સુધી ન જોઈ હોય તો. સુપરમેન-સ્પાઇડમેન કે ડાયનોસોર કે સાયન્સ ફ્કિશન પ્રકારની ફ્લ્મિ જોવા જતા હોઈએ એવા મૂડથી નહીં, પણ સિરીયસ સિનેમાના ચાહક જેવો એટિટયુડ ધારણ કરીને જોજો. આ પ્રકારની ફ્લ્મિો જોવાનો રસ પણ કેળવવો જોઈએ, જો હજુ સુધી ન કેળવ્યો હોય તો… અને હા, ઇન્ટરનેટ પર થોડુંક સર્ફિંગ કરીને ચર્ચિલ વિશે હોમવર્ક કરીને ફિલ્મ જોવા જશો તો ઓર મજા આવશે. ઔર એક્ વાત. ઇન્ટરનેટ પર ‘ડાર્કેસ્ટ અવર’ની આખી શૂટિંગ સ્ક્રિપ્ટ અવેલેબલ છે. ફ્લ્મિમાં જલસો પડે તો આ સ્ક્રિપ્ટ પણ જોઈ કાઢજો!

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year Feb, 2018 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.