મેદાન પર નશો કરવો તે ખરાબ આદત છે, ખેલાડીને કોઈ દિવસ નશો ન શોભે. આવા લોકોને રમતની દુનિયાની બહાર ખદેડી દેવા જોઈએ. પણ મિખાઈલ તાલ દુનિયાનો એવો ચેસ પ્લેયર હતો, જે ચાલુ મેચે સિગરેટ પિતો. જે પછીથી તેની મોતનું કારણ પણ બની. તેના સાથી ખેલાડીઓ તેના માટે કહેતા કે, તે એકાગ્ર બનવા માટે સિગરેટ પીવે છે. આ નિયમોની વિરૂદ્ધ છે. ત્યારે તો રશિયાની ચેસ ફેડરેશને પણ કહી નાખેલું, એવો કોઈ નિયમ નથી કે ચાલુ મેચે તમે સિગરેટ ન પી શકો. પાણી પી શકો તો સિગરેટ ન પી શકો ?
મિખાઈલ ગમે તેવો હોય, પણ તે ચેસનો જીનિયસ હતો. બાદશાહ, કરામતબાજ, અટેકર. બોબી ફિશર અને ગેરી કાસ્પ્રોવો ચેસના બાહોશ ખેલાડી પણ તેમની જીનીયસ સ્ટાઈલ મિખાઈલ સામે ટુંકી પડે. બાળપણથી મિખાઈલ બિમાર રહેતો હતો, ત્રણ વર્ષની ઉંમરે એટલો બિમાર પડેલો કે તેને દવાખાને ખસેડવો પડ્યો. બોબી ફિશર કે વિશ્વનાથ આનંદ કે લેટેસ્ટ ચેમ્પિયન મેગન્સ કાર્લસનની માફક તે નાની ઊંમરમાં ચેમ્પિયન નથી બન્યો. કોલેજમાં હતો અને ઘરે આવ્યો ત્યારે પિતાને ચેસ રમતા જોયા અને તેને રસ જાગ્યો. બસ ઈતની સી સ્ટોરી. ચેસ શીખ્યો ત્યારે ઉંમર 18 વર્ષ.
જ્યારે તમે રૂમ રાખીને રહો ત્યારે તમારી તમામ ગંદકીઓની મિત્રો પ્રશંસા કરતા હોય, આવુ જ કંઈક મિથાઈલના કિસ્સામાં હતું. મિથાઈલની પત્નીએ નોંધ્યું છે કે, તે કોઈ દિવસ પોતાનો સૂટકેસ ભરતો નહીં, તેને ચૂલો બંધ કરતા નહતો આવડતો. લોકોને તે એવી નજરથી જોતો જ્યારે તેણે પહેલીવાર જોયા હોય, અને મને એટલે કે તેની પત્નીને તો કોઈ દૂર ગ્રહની પ્લેનેટમાંથી આવેલી પ્રાણી તરીકે જોતો.
18 વર્ષની ઉંમરે તાલે પિતા પાસેથી ચેસ શિખ્યું અને 20 વર્ષની ઉંમરે તે રશિયાનો યંગેસ્ટ ચેમ્પિયન પણ બન્યો. રશિયાનું ખાતુ બધુ પરાણે કરાવવાનું, તાલના માપદંડને જોતા તેને વિશ્વના કેટલાક ધુરંધર ખેલાડીઓની સામે ઉતારવામાં આવ્યો જ્યાં તાલ જીતી ગયો. 1960માં તાલને રશિયાના જ વિશ્વ ચેમ્પિયન મિખાઈલ બોટ્વનિક સામે ઉતારવામાં આવ્યો અને તે ત્યાં પણ જીતી ગયો. આ મેચમાં તે 6 જીત્યો, 3 હાર્યો અને 13 મેચ ડ્રો થઈ, જે રેકોર્ડ ભવિષ્યમાં રશિયાના જ ગેરી કાસપ્રોવોએ તોડ્યો.
આ તો આપણે ગલીના નાકે ધીમે ધીમે ચેસ રમતા હોઈએ. બાકી ચેસ એ ફાસ્ટ રમવાની રમત છે. 1 મિનિટમાં તમારો દાવ થઈ જવો જોઈએ, બાકી ગયા. કોઈવાર વિશ્વચેમ્પિયનો રમતા હોય ત્યારે જુઓ તો ખ્યાલ આવે કેટલી સ્પીડ પકડે છે. જેમાંની સૌથી વધારે સ્પીડ મિખાઈલની હતી. મિખાઈલ પોતાની ક્વિન એટલે કે વજીર લઈ તમારા ક્ષેત્રમાં ઘુસી ગયો તો પૂરૂ સમજો. તેનો વજીર મરે ત્યાં સુધીમાં તમારી પાસે રાજા સિવાય કંઈ બાકી બચ્યું ન હોય. જેને શતરંજની ભાષામાં અટેકિંગ કહેવાય.
મિખાઈલની ચેસ કારકિર્દી એટલી લાંબી નહતી. છેલ્લે તે 6 પ્લેયર સામે સાઈકલ મેચ રમ્યો અને પછી ખાટલે આવી ગયો. 12 કલાક ચેસ રમે તો 12 કલાક સ્મોકિંગ કરે. છેલ્લે તો એક કિડની સાથે ચેસ રમતો હતો. પરંતુ પછી મોર્ફિનના વધારે પડતા નશાએ તેને મારી નાખ્યો અને 1992માં મિખાઈલે દુનિયાને અલવિદા કરી દીધુ.
તો કહાની એ છે કે મિખાઈલ દુનિયાના જીનિયસ ખેલાડીઓ હોવા છતા, નંબર વન ખેલાડીઓ અને રેકોર્ડ હોલ્ડર ખેલાડીઓ હોવા છતા… આટલો ટોપ પર કેમ રહ્યો ? બોબી ફિશરથી લઈને મેંગન્સ કાર્લસન સુધીના ખેલાડીઓ હોવા છતા આજે પણ દુનિયામાં મિખાઈલના લખેલા પુસ્તકો વેચાઈ છે. ગેરીનો કોઈ ભાવ નથી પૂછતું. સ્પોસ્ક્કીને કોઈ ઓળખવા નથી માગતું. પણ મિખાઈલની જીનીયસનેસના સુંડલા ભરીને વખાણ કરવામાં આવે છે. તેની પાછળનું કારણ શું પેલી સિગરેટ હતી ?
જે લોકોએ નશો કર્યો હોય, તે નશો ન કરનારથી એક કદમ આગળ જ ચાલવાનો. જેમ કે કાર્લ લુઈસ અને માઈકલ જ્હોન્સન 400મીટર રીલે માટે મેદાનમાં ઉતર્યા. ત્યારે સેકેન્ડના સોમાં ભાગમાં જ્હોન્સને કાર્લ લુઈસને હરાવી દીધો. બાકી કાર્લને હરાવે તેવો ત્યારે કોઈ પાક્યો ન હતો. ખબર પડી જ્હોન્સને નશો કર્યો છે. દારૂ પીધા પછી માણસ નાચે. કારણ કે તેની અંદર સુષુપ્ત બેસેલી ઈચ્છા ઉછળે છે. પણ જ્યારે નશો કરેલો નથી હોતો ત્યારે તેને બીજાની શરમ આવે છે. મિખાઈલમાં પણ આવું હતું. ચાલુ મેચે કોન્સન્ટ્રેશન કરવા માટે સિગરેટ પીતો, જે તેની જીનીયસનેસનું કદાચ કારણ બની ગયું. માત્ર સિગરેટ નહીં, મિખાઈલનું મોત થયું તેનું જવાબદાર કારણ મોર્ફિન પણ તેમાં મોજુદ હોય. એક શટ મારે એટલે તેના વિચારો તેજ બને સામેના માણસ કરતા ડબલ પૂરવાર થાય. રશિયાએ આ સૂકા છોડને બાળવાનું કામ કર્યું. તેને પીવા દીધી. માત્ર 6 વર્ષમાં મિખાઈલે દુનિયાભરના પાણીપતવિરોને પાણી પીવડાવ્યું.
હવે મેચ પૂરો થયા પછીની પણ મિથાઈલની કેટલીક મથામણો છે. તે દારૂ પીતો હતો ! એકવાર વધારે પડતો પીવાય ગયો. ચેસની રમત શરૂ થઈ અને તાલ રીતસરનો બોર્ડ પર ઢળી પડવા આવ્યો. રશિયનો બોલવા લાગ્યા આટલો ઢીંચવાની શું જરૂર હતી ? એક મિનિટમાં આલ્કોહોલિક તાલે પોતાના મગજ પર કાબૂ મેળવ્યો. ખીસ્સામાંથી સિગરેટ બહાર કાઢી સળગાવી પણ સળગી નહીં, કારણ કે નશામાં લાઈટર હોઠની ડાબી બાજુ ચાલ્યું ગયું ! મિખાઈલને થયું હવે કંઈક કરવું પડશે. સામે વિશ્વ ચેમ્પિયન કક્ષાનો ખેલાડી હોવા છતા પોતાની અટેકિંગ સ્ટ્રેટજી અને સ્ટાઈલથી મિખાઈલે ગેમ ડ્રો કરી નાખી.
ચેસના શોખીનો માટે મિખાઈલે કેટલીક બુક્સ પણ લખેલી. મૂળ તો તેને લખવાનો જ શોખ હતો. જે તેણે 64 ખાનમાં પૂરો કર્યો. ધ લાઈફ એન્ડ ગેમ્સ ઓફ મિખાઈલ તાલ, અટેક વીથ મિખાઈલ તાલ, ધ બોટ્વેનિક. જેમાંથી ધ કમ્પલિટ ગેમ્સ ઓફ મિખાઈલ તાલ એક માત્ર એવી બુક હતી, જે તેના જીવતે જીવ બહાર આવી. નશે મેં જમાના જમાને મેં હમ…..
~ મયુર ખાવડુ
Leave a Reply