એક ઘોર અંધારી રાતમાં ત્રણ ચુડેલો પ્રેતાત્માને ફરી જીવંત કરવાની કોશિષમાં લાગેલી છે. ત્યાં એકબીજા સાથે વાતો કરતી આ ચુડેલો નિર્ણય લે છે કે, આપણે આગામી સમયે અહીંથી મેકબેથને મળવાનું છે. જેમણે નોર્વે અને આર્યલેન્ડની સેનાને પરાસ્ત કરી નાખી હોય છે. મેકબેથ અને બોકો યુધ્ધના મેદાનમાંથી પરત ફરતા હોય છે, ત્યારે ત્રણે ચુડેલો તેમનો રસ્તો રોકે છે. મેકબેથ આ ત્રણેને જોઈ ગભરાય જાય છે. મેકડોનાલ્ડને હરાવ્યા બાદ આ નવી કઈ મુસીબત આવી, મેકબેથ વિચારોમાં ગરકાવ થઈ જાય છે. આ ચુડેલોને જોઈ બોકો લડવા માટે તૈયાર થઈ જાય છે. ત્યાં ચુડેલો મેકબેથના પરાક્રમના વખાણ કરે છે. જેનાથી બોકોને આશ્ચર્ય થાય છે. ત્રણે ચુડેલો મેકબેથના વખાણ કરવા માંડે છે, અને એક એક ચુડેલ મેકબેથની પ્રશંસાના પુલો બાંધે છે, અને ત્રણે મેકબેથને એક એક ભવિષ્યવાણી કરે છે, પરંતુ છેલ્લી ચુડેલ મેકબેથને ‘તારા પછી એક રાજા થશે’ તેવુ કહે છે. મેકબેથના મનમાં પોતે જ રાજા હોય તેવુ ગુમાન ભરેલુ હોય છે, પરંતુ ચુડેલના મોંએ મારા બાદ ક્યો રાજા આવશે, તે તેના માટે ચિંતા સમાન બની જાય છે. એક ચુડેલ બોકોને એવુ કહે છે કે, તુ કોઈ દિવસ રાજા નહીં બનીશ, પરંતુ તુ રાજાઓ બનાવડાવીશ. બોકોને આ ટીપ્પણી વિચારતો કરી મુકે છે. બોકોમાં પણ એક રીતે અભિમાન ભરેલુ હોય છે, પરંતુ તેણે તે કોઈ દિવસ બહાર આવવા દીધુ હોતું નથી. બંન્ને આ વિચારમાં તલ્લીન હોય છે, ત્યાં ચુડેલો ગાયબ થઈ જાય છે. એટલામાં રાજાનો એક સેનાપતિ મેકબેથની પાસે આવે છે. તેનું નામ રોસ હોય છે, રોસ ત્યાં આવી મેકબેથને રાજા ડંકન દ્વારા ‘થેન ઓફ કોડોર’ની ઉપાધી આપવામાં આવી હોવાનું જણાવે છે. તુરંત મેકબેથને યાદ આવે છે કે, પહેલી ચુડેલે તેને આ ઉપાધી મળવાની છે તેવુ જણાવેલુ. તેને હકિકતો પોતાની આંખો સામે સ્પષ્ટ થતી દેખાવા લાગે છે. અને આ પ્રકારે પહેલી ભવિષ્યવાણી પૂર્ણ થાય છે.
યુધ્ધમાંથી થાકેલો મેકબેથ જ્યારે પરત ફરે છે, ત્યારે તે પોતાની પત્ની પાસે જાય છે. પોતાની પત્નીથી કોઈ દિવસ વાત ન છીપાવતો મેકબેથ તેને ચુડેલોની ત્રણ ભવિષ્યવાણી વિશે કહે છે. ‘જેમાંની થેન ઓફ કોડોર’ની ભવિષ્યવાણી સાચી પડી હોવાનું જણાવે છે. તેની પત્ની એવો નિર્ણય લે છે કે મારે રાજા ડંકનની હત્યા કરવી જોઈએ અને મારા પતિને સિંહાસન અપાવવુ જોઈએ. મેકબેથ પોતે રાજાનો વફાદાર હોય છે, તે લેડી મેકબેથને આવુ કરવાની મનાઈ કરે છે, પરંતુ પત્નીના આગ્રહને વશ થઈ આખરે તે માની જાય છે.
રાજા જ્યારે મેકબેથ પાસે આવવાના હોય છે ત્યારે તેની હત્યા કરવામાં આવે છે. રાજા ડંકનની હત્યા બાદ મેકબેથ ચિંતામાં ગળાડૂબ થઈ જાય છે. લેડી મેકબેથ ડંકનની હત્યા બાદ પોતાના વફાદાર સૈનિકોને તેની આગળ ધરી દે છે. તમે આની હત્યા કરી છે, તેવુ કહેવા તેમને મનાવી દે છે. બીજા દિવસે સ્કોટલેન્ડના રઈસ એવા મેકડોક ત્યાં રાજાને મળવા પહોંચે છે. મેકડોકની સાથે મેકબેથ પણ હોય છે. મેકબેથ તેની સાથે અંદર પહોંચે છે, તો રાજાની હત્યા થઈ ગઈ હોય છે. સૈનિકો પોતે સાચુ બોલે તે પહેલા તો મેકબેથ પોતાની તલવારથી તમામ સૈનિકોના વધ કરી નાખે છે. મેકબેથ પોતાનો ઓરિજનલ અભિનય બતાવે છે. તેના ચહેરા પર ગુસ્સાનો ભાવ પ્રગટ થયેલો હોય છે, પણ તેની આ એક્ટિંગ મેકડોક સમજી જાય છે. તેને આખી દાળ કાળી હોવાનું મનમાં લાગે છે.મેકડોક પોતાની ભાવ ભંગિનીઓ પર કંટ્રોલ કરે છે. મેકબેથને ખબર નથી પડવા દેતો કે તેને આ વાતની જાણ થઈ ગઈ છે. પિતાની હત્યા થતા તેના બંન્ને દિકરાઓ મેલ્કમ ઈંગ્લેન્ડ અને ડોનલબૈન આર્યલેન્ડ ભાગી જાય છે. સાચા દિકરા તો ગયા હવે વારસદાર તરીકે મેકબેથ આગળ આવે છે, અને મહારાજા ડંકનની ગાદી સંભાળે છે, પણ મેકબેથ હવે ચુડેલોની ભવિષ્યવાણી ભુલી ગયો હોય તેવુ તેના ચહેરા પર દેખાઈ આવે છે. જેથી તે શાસન ભોગવવા માંડે છે. તે બેકો માટે ચુડેલોએ કરેલી ભવિષ્યવાણીને નજર અંદાજ કરે છે. બેકોને મેકબેથ ભોજન માટે આમંત્રિત કરે છે. બેકો આવતો હોય છે, ત્યારે જ તેની હત્યા થઈ જાય છે. બેકોનું ભુત આખરે મેકબેથને ત્યાં ભોજન લેવા માટે પહોંચે છે. મેકબેથને આ વાતની જાણ થઈ જાય છે, કોઈ નહીં પણ મેકબેથ બેંકોને જોઈ શકે છે. મેકબેથ આ તમામ ઘટનાઓથી પરેશાન હોય છે, જેથી તે ફરી એકવાર ચુડેલોને મળે છે. ચુડેલો મેકબેથને વધારે ભવિષ્યવાણીઓ કહે છે. કોઈ પણ મહિલાઓથી પેદા થયેલો વ્યક્તિ મેકબેથને જાનહાની નહીં પહોંચાડી શકે. મેકબેથ આ સાંભળી ખુશ થઈ જાય છે, પરંતુ ચુડેલો તેનું હાસ્ય રોકી કહે છે, મેકબેથ આ દુનિયામાં તને એક જ વ્યક્તિ મારી શકશે. અને તે ડનસિન હેન પહાડીનો ગ્રેટ બર્નમ વુન. મેકબેથ પહેલા પોતાના મોટા પ્રતિસ્પર્ધી મેકડોકને મારવાનો નિર્ણય લે છે, જ્યારે મેકબેથ મેકડોકને ત્યાં પહોંચે છે ત્યારે મેકડોક ઈંગ્લેન્ડ પ્રવાસ માટે નિકળી ગયો હોય છે. જેથી ક્રૃર મેકબેથ તેની તમામ સેના અને ઘરના લોકોને મોતને ઘાટ ઉતારી દે છે.
આ વાતની જાણ લેડી મેકબેથના કાને પહોંચતા તે ચોંકી જાય છે. તે મેકબેથને ઉગારવાનો પ્રયાસ કરે છે, પણ કરી નથી શકતી. રાતમાં સુતા, જાગતા હવે તેને મેકબેથના અંતિમ દિવસો યાદ આવતા જાય છે. મેકેબથ માટે તેની ચિંતા એટલી વધી ગઈ હોય છે કે, તેનું શરીર સાવ પાતળુ થવા લાગ્યુ હોય છે. મેકબેથનું મેકડોક સાથેનું આવુ વર્તન જોઈ તેને લોકો તાનાશાહ માની લે છે. તેના મુખ્ય અધિકારીઓ તેને છોડીને ચાલ્યા જવાનો નકકી કરે છે. મેકડોકને જ્યારે પોતાના પરિવારના મૌતની ખબર પડે છે ત્યારે તે પોતાનું સૈન્ય લઈ અને મેકબેથને મારવા માટે નીકળે છે, વચ્ચે તેને ગ્રેટ બર્નમ વુન સાથે મુલાકાત થાય છે. જેને તે પોતાની સાથે લડાઈમાં સામેલ કરતા, ચુડેલોની છેલ્લી ભવિષ્યવાણી સત્યની નજીક આવી જાય છે. આ સમયે મેકબેથ પોતાની પત્ની સાથે પોતાના મૃત્યુનું આત્મચિંતન કરતો હોય છે. લોકોને મેકબેથ દેખાતો નથી આથી ઘણા લોકો તેણે આત્મહત્યા કરી હોવાનું માની લે છે.
મેકબેથને યુધ્ધની જાણ થતા, તે પોતાની સેના સાથે મેકડોક સામે લડાઈ કરે છે. મેકબેથ યુધ્ધ દરમિયાન મેકડોકને કહે છે કે, કોઈ માતાની કુખેથી પેદા થયેલો માણસ મને મારી નહીં શકે. તેનું આ અભિમાન જોઈ મેકડોક પ્રત્યુતર આપે છે કે હું તો મારી માતાનું પેટ ચીરીને આવ્યો છું. મેકબેથને ચુડેલોની વાતોનું ખોટું અર્થઘટન કર્યાનું લાગે છે. અને આખરે તેનો યુધ્ધમાં વધ થાય છે. મેકબેથનું માથુ મેકડોક કાપી નાખે છે. કારણ કે યુધ્ધમાં તેની સાથે ગ્રેટ બર્નમ વુન હોય છે ( મહાભારત : ભિષ્મ અને શીખંડી)
∞ ∞ ∞ ∞ ∞ ∞
તો ઉપરની કથા છે મેકબેથની. જેમના પરથી ઘણી ફિલ્મો, નાટકો, સ્ટેજ શો, કોન્સર્ટ તૈયાર કરવામાં આવ્યા. બોલિવુડમાં મકબુલ બની અને હવે મલયાલમમાં ટુંક સમયમાં વિરમ એન્ટ્રી કરવાની છે. કૃણાલ કપૂરનો બાવડેબાજ અંદાજ ભલભલાને ફાડી ખાઈ તેવો છે. ઉપરથી તેનું કસાયેલુ શરીરી. તો મેકબેથ શેક્સપિયરના સૌથી નાનામાં નાના ટ્રેજડી નાટકોમાંથી એક છે. 1603ના સમયગાળા વચ્ચે આ લખાયુ, તો પણ કોઈ પરફેક્ટ સમય બતાવી નથી શક્યુ. 1611માં સાઈમન ફોરમેને આ નાટકને પહેલીવાર પડદા પર ઉતારેલુ અને ત્યારબાદ મેકબેથથી વિરમ સુધીની સફર હજુ સુધી અંકિત છે. શેક્સપિયરનું આ નાટક બીજુ કંઈ નહીં, પણ એક ઈતિહાસ છે. જે 1587માં આર્યલેન્ડ, ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડની વચ્ચે ખેલાયુ હતું. તો બીજી સૌથી મોટી ટ્રેજડી પણ જોડાયેલી છે. રંગમંચના લોકોનું એવુ માનવામાં આવે છે કે, આ નાટકનું નામ જો વજન દઈ અને જોરથી બોલવામાં આવે તો અપશુકન થાય. જેના કારણે કોઈ મોટેથી આ નામ નથી બોલતું અથવા તો ‘સ્કોટીશ પ્લે’ આવુ હુલામણું નામ આપી દેવામાં આવ્યુ છે. વિવેચકો એ મેકબેથની તુલના એન્ટની અને ક્રિઓપેટ્રા સાથે કરી છે. જે બંન્ને પોતાના અભિશાપના કારણે મરે છે. જ્યાં મેકબેથ પાસે બેંકો છે ત્યાં એંન્ટની પાસે ઓક્ટાવીયસ છે.
નાટક તો તુરંત જ પૂર્ણ થઈ જાય છે, પરંતુ એવુ લાગે કે મેકબેથે આટલુ નાનું શાસન કર્યુ ? હકિકતે મેકબેથે પોતે 10 વર્ષનું શાસન કરેલુ છે. આ દસ વર્ષ તેણે ચિંતા અને અભિશાપમાં જ વિતાવ્યા. ન તો મેકબેથનું શાસન યોગ્ય રીતે થયુ અને ન તો મેકબેથ સારી એવી જિંદગી જીવી શક્યો. એટલે અસ્તિત્વવાદનું વર્ણન પણ શેક્સપીયરે કર્યુ છે. શેક્સપીયરની એક રીતે આલોચના પણ ઘણી થઈ જ્યારે તેણે સ્કોટલેન્ડના રાજા ડંકનને મહેલમાં માર્યો. હકિકતે રાજા તો ઈન્વરનેસમાં ઘાત લગાવીને મરાયો હતો. જો કે આ બદલાવ સાહિત્યમાં એક રોચક કડી રૂપે નિરૂપ્યો. બીજી તરફ શેક્સપીયરે બેંકોનું અહીં સારૂ એવુ વર્ણન કરી તેને એક રીતે હિરો બતાવી દીધેલો. જ્યાં બીજા સાહિત્યકારો અને ઈતિહાસકારોએ બેંકોને એક ઘાતકી હત્યારા તરીકે મુલવ્યો.
શેક્સપીયરના સાહિત્યની સૌથી મોટી વાત મેકબેથની રચના ક્યારે થઈ. વાસ્તવિક સમય 1603 થી 1606નો માનવામાં આવે છે. કારણ કે કિંગ જેમ્સ ત્યારે શાસન કરતા હતા અને તેઓ બેંકોના ઉતરાધિકારી હોવાનું પણ તેમના એક પેંઈન્ટીંગ પરથી દેખાઈ આવે છે. 1623માં આ કથા પહેલીવાર છપાણી. તો નાટક છપાયુ ત્યારબાદ જ ભજવાયુ હોય, તેથી 1611માં નાટક ભજવાયુ નથી, તેવુ પણ માનવા વાળો એક મોટો વર્ગ છે.
નાટકમાં ચુડેલો આવે છે. આમ તો શેક્સપીયરના તમામ નાટકોમાં ભુત એક ભાગ હોય છે. ઈંગ્લેન્ડમાં આજે પણ સૌથી વધારે ભુતો હોવાની વાતો થાય છે. જેના પુરાવાઓ પણ મળે છે. તે સમયે ચુડેલોને વિદ્રોહીઓ તરીકે જોવામાં આવતી હતી. જેમના કારણે ભવિષ્યની જાણકારી થતી અને રાજા પોતે પ્રજા સાથે કોમ્યુનિકેશન સાધવાને બદલે પોતાના જીવનમાં રચ્યોપચ્યો રહેતો. પોતાના મોતના દુખડા રોતો. અને પછી વાઈકા સાચી પડતી તો મરી જતો. ચુડેલોનું કામ રાજાઓને મરાવવાનું જ હતું. આ વાતનો તેઓ પ્રત્યક્ષ રીતે સ્વીકાર કરતી નથી. તે હંમેશા રાજાને કહે છે… અને તે રાજા… પોતાના રાજાને મારી… રાજા બને છે.
∞ ∞ ∞ ∞ ∞ ∞
મેકબેથના આવા જ કેટલાક ફેક્ટ પર નજર કરીએ તો.
1) ઈતિહાસકારો મેકબેથનું શાસન 10 વર્ષ બતાવે છે, જ્યારે મેકબેથે વાસ્તવમાં 17 વર્ષ શાસન કરેલુ. તો પણ 10 વર્ષ પ્રોપર માનવામાં આવે છે.
2) ડંકન મેકબેથનો કઝીન થાય ? ઘણામાં આવો ઉલ્લેખ છે, ઘણામાં નથી.
3) મેકબેથને પીળા વાળ હતા, લાંબો હતો, અને ગમે તેની સાથે લિબરલ રહેતો હતો.
4) મેકબેથનો અંગ્રેજીમાં અર્થ થાય છે ‘સન ઓફ લાઈફ’ જીવનનો પુત્ર
5) આ શેક્સપીયરનું એવુ એક માત્ર નાટક છે, જેમાં આખી દુનિયાને ગેંડા સાથે સરખાવી છે. આ સિવાય કોઈપણ નાટકમાં આવા શબ્દોનો શેક્સપીયરે પ્રયોગ કર્યો નથી.
6) મેકબેથ સૌથી મોટી ટ્રેજડી હોવા છતા, તે હેમલેટની તુલનામાં નથી આવતુ. આ કારણે જ હેમલેટને શેક્સપીયરની શ્રેષ્ઠ કૃતિ ગણવામાં આવે છે.
7) તો મેકબેથનો વંશ છે ? જી હા, છેલ્લે નેન્સી મેકબેથ 1998માં લિબરલ પાર્ટી કેનેડામાંથી ચુંટણી લડેલા હતા. જેને તેમના વંશઝ માનવામાં આવે છે, પણ શાયદ છે નહીં એવુ લોકો કહે છે.
8) મેકબેથ ઉપર તમે નાટક પ્લે કરો, તો મુખ્ય કિરદાર એટલે કે મેકબેથને 719 લાઈન બોલવી પડે, જે હેમલેટ કરતા થોડી જ નાની છે.
9) લેડી મેકબેથનું સાચુ નામ ગ્રાઉચ છે અને મેકબેથનું મેક બેથડ છે
10) મેકબેથનું પાત્ર ભજવતી વખતે તમારે આખુ પ્લે કમ્પલીટ થાય ત્યાં સુધીમાં એન્ટીક્લોક વાઈઝ સ્ટેજના ત્રણ આટા મારવા પડે, અને ત્યાં સુધીમાં ભલભલાના આટા આવી જાય.
11)1849માં એડિવીન ફોરેસ્ટ અને વિલિયમ ચાલ્સ અલગ અલગ પ્રોડક્શનમાં મેકબેથનો રોલ ભજવતા હતા. બંન્નેને કેટલા ટાઈમથી દુશ્મની હતી. બંન્નેના પ્લેની અતિ ભંગાર રીતે આલોચના કરવામાં આવી. એકવાર તો આ બંન્ને વચ્ચે સાચી મેકબેથ પણ થઈ ગયેલી. એટલે કે ઢીશુમ ઢીશુમ…
12) મેકબેથની સૌથી આશ્ચર્ય પમાડતી વાત એ છે કે ઓથેલો અને કિંગ લીઅર કરતા 1000 લાઈન વધારે છે અને હેમલેટ કરતા થોડુ મોટું છે.
તો આ રીતે દુનિયામાં અલગ અલગ રીતે વિલિયમ શેક્સપીયરનો મેકબેથ પથરાયેલો છે. જ્યારે વિરમ બનીને તૈયાર હશે ત્યારે જ ક્યાંક ખુણામાં કોઈ મેકબેથ બન્યો હશે, તો કોઈ બોલિવુડ ફિલ્મમેકર ફરી મેકબેથને ઉતારવાની તૈયારીમાં હશે.
~ મયુર ખાવડુ
Leave a Reply