શીર્ષક : માનવતા…?
બપોરનો સમય હતો સુર્ય એના કિરણોથી પ્રકોપ વરસાવી રહ્યો હતો, મંદિરની અંદર ભગવાન આરામ ફરમાવી રહ્યા હતા, ભગવાનને તકલીફ ના પડે એટલે પડદાઓ પાડી દેવામાં આવ્યા હતા બારણા બંધ કરી દેવામાં આવ્યા હતા, બહાર રસ્તાઓ પર અવરજવર હતી, પણ તડકાથી બચવા બધા ઉતાવળમા હતા, કોઇક ઓફિસે તો કોઇક ઘરે જઈને શાંતિ લેવા માંગતા હતા…!!
મંદિરની બહાર ભિખ માંગતા ભિખારીઓ પણ ક્યાક છાયણો ગોતી આરામ કરવા ચાલી નીકળ્યા હતા, પણ એક વૃદ્ધ ભિખારી ઘોમધખતા તાપમા આરામ કરી રહ્યો હતો..?? ફરમાવી રહ્યો હતો..?? ના બિમાર હતો, મજબુર હતો ત્યાને ત્યાં પડ્યા રહેવા માટે, પ્રાણ પંખેરું ઉડવની તૈયારીમા હતું, પણ યમરાજ આવી રહ્યા નહોતા, કદાચ એ પણ આવા તડકામા આવવા નહી માગતા હોય, વૃદ્ધ ઉઠવામા માંગતા હતા પણ ઉઠી નહોતા શકતા, ઉઠીને મંદિરમા પોતાનો પ્રાણનો ત્યાગ કરવા માગતા હતા, પણ એ શક્ય નહોતું, મોત પિડા દાયક ના હોય એવું ચાહતા હતા, એ પણ શક્ય નહોતું..!!
લોકોની રસ્તા પર અવરજવર હતી કોઈક આને પાગલ કહીને ચાલી નીકળતા, તો કોઇક કહેતા આવા’તો રોજ આયા પડ્યા પાથરીયા રહે છે, અમુક નજરઅંદાજ કરી ચાલી નીકળતા, માનવતાના પણ ઉતાવળી થઇ ગઈ હતી સુર્યના આગ ઝરતા પ્રકોપથી બચવા…!! “માનવતા” ખાલી શબ્દોમા જ રહી ગઇ હોય એવું લાગતું હતું, લોકો માનવતા દાખવે છે પણ ક્યારે..?? જ્યારે એને જરા પણ તકલીફ ના પડતી હોય તો…?? પોતાનો ફાયદો થતો હોય ત્યારે…?? ખબર નથી….પણ લોકોમા માનવતા મરી નથી ગઇ એ જરૂર આ વૃદ્ધની મદદે આવશે…!!
સાજ પડી, પારાવાર પિડા સહન કર્યા પછી વૃદ્ધ ભિખારીના પ્રાણ પંખેરું ઉડી ગયા હતા, માનવતા આરામ ફરમાવીને આવી પહોચી હતી, ઘણા લોકો આગળ આવ્યા, એ વૃદ્ધની થતી અંતિમ વિધિની સગવડ કરી આપી, સગવડ તો શુ અંતિમ વિધિ જ કરી નાખી…!!
ના માનવતા મરી નથી માનવતા જીવે છે, લોકો માનવતા દાખવે પણ છે. પણ ક્યારે…?? થોભો રાહ જોવો માનવતા આવે છે, રસ્તામા છે અને જોવો માનવતા આવી ગઇ…!!
~ દશરથ વી. પટેલ
Leave a Reply