જિંદગી, આ ત્રણ અક્ષરોમાં સમાયેલું છે આપણું સર્વસ્વ.
બસ જીવિત છીએ ત્યાં સુધી આપણું છે, પછી ક્યાં માપવું છે. જિંદગી એક સરખી રહેતી નથી. બદલાયા કરે છે, બધાની અને આપણી.
ક્યારેક આપણે બીજાની જિંદગી બદલી નાખીએ છીએ, તો ક્યારેક બીજા આપણી. જ્યાં સુધી જીવિત છીએ ત્યાં સુધી આપણા પર આપણો અને બીજાનો હક-અધિકાર છે. પછી તો..?
જિંદગી જ શું કામ?
ઈશ્વરે સૃષ્ટિના દરેક સર્જનમાં બે વસ્તુઓ મુકેલી છે…
દરિયામાં ભરતી અને ઓટ, ચંદ્રમાં પૂનમ અને અમાસ, ઋતુઓમાં વસંત અને પાનખર, જીંદગીમાં સુખ અને દુઃખ.
આ સમગ્ર સૃષ્ટિમાં કોઈપણ બંને વસ્તુઓથી અલિપ્ત નથી. આપણે કહીએ કે માણસની જીંદગીમાં જ સુખ અને દુઃખ આવ્યા કરે..? ના, પશુ-પક્ષીઓ પણ આ સુખ-દુઃખના સંગાથી છે…જ.. એક પક્ષી ગ્રીષ્મ પછી વર્ષાઋતુની એક બુંદથી તરસ છીપવાની રાહ જોતું હોય છે. એને દુઃખનું સ્મરણ નથી, કારણ કે તેને સુખની રાહ છે.
હમેશા કહેવાય છે ને જે થાય તે સારા માટે થાય છે… ખરેખર.. દુઃખ આવી પડે એટલે આપણે કેટ કેટલોય વલોપાત કરતા હોઈએ છીએ..પણ જયારે સૌ સારા વાના થાય એટલે તરત જ આપણે કઈ ઉઠીએ જે થાય તે સારા માટે થાય… કારણકે આપણે જે નતું મળ્યું એના દુઃખમાં એ નથી જોઈ શક્યા કે હવે જે મળી રહ્યું છે તે પેલા કરતા વધુ સારું છે.. અને જયારે એ વાત સમજાય એટલે આપણે જે થાય તે સારા માટે થાય એમ ચોક્કસ માનીએ છીએ.
~ વાગ્ભિ પાઠક
( સંદર્ભ : વિવિધા – ઇબુકમાંથી | ક્રમાંક : ૧ )
Leave a Reply