કોઈએ રડવાનું નથી,
એ મોક્ષે જ ગયો છે,
રડીએ તો એનો આત્મા દુઃખી થાય,
મંત્રો બોલો,
ભગવાનનું નામ લો,
રડવાથી પાછો આવતો હોય તો અમે બધા પણ રડીએ!!!
બધાને એ રસ્તે જ જવાનું છે.
જે જન્મે છે એ મરે જ છે.
નામ તેનો નાશ છે.
ઇશ્વરની મરજી.
એનું આયુષ્ય આટલું જ હશે.
તમારી સાથેના એના ઋણાનુબંધ પુરા થઈ ગયા.
નવેસરથી જીવવા માંડો.
વ્યક્તિ જન્મે ત્યારથી એનું મોત લખાઈને જ આવે છે.
જન્મ અને મરણ આપણાં હાથમાં નથી.
ઉપરની બધી જ વાત અક્ષરશઃ સાચી. બધા આપણને આશ્વાસન આપવા માટે જ કંઈક ને કંઇક કહેતાં હોય.
પણ
જે ‘મા’ એ નવ મહિના પેટમાં રાખ્યો અને માથાથી માંડીને પગ સુધીની બધી નસો તૂટ્યા પછી એને જન્મ આપ્યો એ “મા” ની બધી નસો એના મૃત્યુ વખતે પણ તૂટવાની અને એને રડતું કોઈ ના રોકી શકે.
જે પિતાએ ડગલેને પગલે એની ચિંતા કરી હોય, ઘેર ના આવે ત્યાં સુધી જમ્યા ના હોય કે ઊંઘતા ના હોય, પળે પળે એના ભવિષ્યની ચિંતા કરતા હોય, એની દરેક મુશ્કેલીમાં એની સાથે અડીખમ ઉભા રહ્યાં હોય એ પિતા પણ રડવાના જ.
જે પત્ની પતિને ચાહતી હોય અને હંમેશા એની સાથે રહીને ખુશીઓ મનાવતી હોય અને એ પણ પત્નીને ખૂબ પ્રેમ કરતો હોય એ પત્ની પણ રડવાની.
એના ભાઈ, બેન પણ નાનપણથી સાથે મોટા થયા હોય અને એકબીજાની ઓથ બનીને જીવ્યા હોય એ પણ રાડવાના. એના બાળકો ચોવીસે કલાક એના વ્હાલા પપ્પાને મિસ કરવાના અને એ પણ એમનું જવાનું સહન નહીં કરી શકવાના અને રડવાના જ.
મિત્રો, પડોશી, સગા- વ્હાલા બધાં જ રડવાના.
તો નથી કોણ રડવાનું?????
ચાલો, ફરી ક્યારેક
મનોમન
~ પ્રફુલ્લા શાહ
Leave a Reply