સંજય દત્તને જે દિવસે ડ્રગ્સ નહતા મળ્યા ત્યારે તે વિચલિત થઈ તેના પપ્પા સુનીલ દત્તને મારવા માટે દોડેલો. 19 વર્ષની ઉંમરમાં બાબાને ડ્રગ્સનું ઘેલુ ચડી ગયું. કેવી રીતે ? તેના મિત્રો તેને કહેતા કે, ડ્રગ્સ પીવાથી છોકરીઓ પટી જાય છે. આ હલકુ ફુલકુ કારણ લઈ તેણે ડ્રગ્સ લેવાના શરૂ કર્યા. કોઈવાર તો બુટમાં હેરોઈન સંતાડેલું હોય અને ફ્લાઈટમાં મુસાફરી પણ કરતો. સિક્યોરીટી ત્યારે ખૂબ જ ટાઈટ રાખવામાં આવતી. પોતાની બે બહેનો સાથે હતો ત્યારે તેના બુટમાં ડ્રગ્સ હતું. આજે સંજયને વિચાર આવે છે કે ત્યારે હું મારી બહેનો સાથે પકડાયો હોત તો ?
બાળપણમાં પિતા સુનીલ દત્ત એક ફિલ્મનું શૂટિંગ કરતા હતા. કોઈ વ્યક્તિ સેટ પર સિગરેટ પિતો હતો. સંજયની ઉંમર ત્યારે 15 વર્ષની આજુબાજુ. સંજયે પોતાની ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું કે મને પણ સિગરેટ પીવા માટે આપો. પિતાએ નારાજગી વચ્ચે પેલા સિગરેટ પિતા માણસને કહ્યું, આપ જોઈએ અને બાબાએ સિગરેટ પીધી. બન્યું એવુ કે એટલી ઉધરસ આવી કે રોકાવાનું નામ નહતી લેતી. આખરે સુનીલ દત્તે સંજયની આંખો સામે જોઈ કહ્યું, ‘સબ હેકડી ઉતર ગઈ બચ્ચુ.’ પણ બાબા ક્યાં બાજ આવે તેમ હતા.
જ્યારે ડ્રગ્સની લત છોડવા માટે સંજય અમેરિકા ગયો અને ડોક્ટરે તેને કહ્યું કે, ટેબલ પર આટલા ડ્રગ્સ છે, તમે ક્યાં ક્યાં લીધા છે તેના પર હાથ રાખો. સંજયે તમામ ડ્રગ્સ પર ટીકમાર્ક કરી દીધુ. ડોક્ટરે સુનીલ દત્તને બોલાવી કહ્યું, ‘તમારો છોકરો ખાઈ છે શું ? આટલા ડ્રગ્સ જો કોઈ બીજાએ લીધા હોત તો તે ક્યારનો મરી ચૂક્યો હોત.’ સંજયની આ ડ્રગ્સ કારકિર્દી 19થી 20 વર્ષની આજુબાજુ શરૂ થઈ અને સંજયે મનભરીને ડ્રગ્સ લીધા. સતત બાર વર્ષો સુધી સેવન કર્યું. સંજયનું માનવું છે કે મેં પોતાની માતાના મૃત્યુ બાદ ડ્રગ્સ લેવાનું શરૂ કર્યું એ મનઘડત કહાની છે. એવું કંઈ હતું જ નહીં. આ બધા બહાના છે. તમારે સેવન કરવું હોય તેના બહાના. જો તમે છોડવા જ માંગતા હો, તો તમે આવો વિચાર કર્યો જ નહોત. આ તમારા મનને મનાવવાની ટેકનિક છે.
એકવાર બાબાએ ડ્રગ્સ લીધા તો સતત 2 દિવસ સુધી સુતા રહ્યા. ઘરમાં માત્ર બે વ્યક્તિઓ સંજય અને નોકર. નોકરને એમ કે સંજુબાબા આ વખતે તો ગયા. બે દિવસ પછી જયારે સંજય દત્તને હોશ આવ્યો ત્યારે નોકર રડવા માંડેલો. સંજયને પોતાની હરકત વિશે ખ્યાલ આવ્યો અને પછતાવો થયો. નોકરે તેને કહ્યું કે, 2 દિવસથી તમે પથારીમાં છો અને તમે ખાધુ પણ નથી. સંજુબાબાએ નક્કી કર્યું આ માયાથી છૂટવું પડશે અને અમેરિકાની ફ્લાઈટ પકડી લીધી.
સંજુબાબાનું માનવું છે કે, તમે સારવાર લઈ લીધી. તૈયાર થઈ ગયા. હવે તમને ડ્રગ્સની લત નથી. પણ તમારી શક્તિની અગ્નિપરિક્ષા ત્યારે થાય જ્યારે તમારો મિત્ર તમને કહે, હવે તો તુ બરાબર થઈ ગયો છો એકવાર લઈ લે. ત્યારે તમારે તમારી શક્તિનો પરચો બતાવવો પડે. મનને એકાગ્ર કરવું પડે.
1993ના બોમ્બ બ્લાસ્ટ સમયે હું શૂટિંગ પર હતો. જેવો એરપોર્ટ પર ઉતર્યો કે ત્યાં 50000 સૈનિકો બંદુક સાથે ઉભા હતા જ્યારે હું ઓસામા બિન લાદેન હોવ. મને પકડી લેવામાં આવ્યો. હું ભાગી પણ થોડો શકવાનો હતો. જેલવાસ દરમિયાન ત્યાં માખીઓ ખૂબ હતી. કપડાંથી લઈને દાળમાં પણ માખીઓ પડી જાય. હું દાળમાંથી માખીને અલગ કરી પી જાતો. મારો સાથી મને પૂછતો, આવુ તુ કઈ રીતે કરી શકે છે ? મેં જવાબ આપ્યો, ‘જેલમાં દાળ જ એવી વસ્તુ છે, જેમાંથી પ્રોટીન મળે છે.’
જેલમાં સંજય દત્તે રામાયણ મહાભારત બાઈબલ ગીતા વાંચેલી છે. તે કોઈ પણ પ્રકાંડ પંડિત સામે બેસીને આ વિષયો પર ચર્ચા કરી શકે છે. જેલમાં આ સિવાય તેની કોટડીમાં એક બાથરૂમ હતું. અને તેનું એક મંદિર હતું. જેલમાં હતો ત્યારે સંજય દત્ત પેપર બેગ્સ બનાવી 38 હજાર રૂપિયા કમાયેલો. જ્યારે જેલમાંથી છૂટ્યો ત્યારે 440 રૂપિયા જ મળ્યા. સંજય 4 વર્ષ 3 મહિના 14 દિવસ જેલમાં રહ્યો. વક્ત ગુજરતા નહીં !
(આજ-તકનો ઈન્ટરવ્યુ)
મયુર ચૌહાણ
Leave a Reply