ડીસી યુનિવર્સની એકમાત્ર કોઈ સ્ટોરી હોય જે માર્વેલને ચારેખાનો ચીત કરી શકે, તો તે છે ફ્લેશ પોંઈન્ટ પેરાડોક્સ. ફ્લેશની ગતિ, તેની ટાઈમલાઈન, તેની રિયાલીટીમાંથી બીજા પ્રદેશમાં ચાલ્યા જવાની થીઅરી ઓફ રિલેટીવીટી જેવી સ્પીડ. અને સમયચક્રમાં ફર્યા કરવાની સાથે જ કોઈવાર હાઈવોલ્ટેજની જેમ વધારે સ્પીડ પકડી લે તો ગાયબ થઈ જવાની એક્સ્ટ્રા ઓર્ડિનરી પાવર તેને બીજા કરતા વધારે શક્તિમાન સુપરહિરો બનાવે છે.
તો સ્પીડફોર્સની આ ફ્લેશપોંઈન્ટ કોમિક બુકની સ્ટોરી શું છે ? જેને લઈ જસ્ટીસ-લીગ ફ્લેશ પોંઈન્ટ નામની ફિલ્મ બનાવવાની હોલિવુડયન્સ ઉતાવળ કરી રહ્યા છે. આ સ્ટોરી સાંભળો અને પછી પાત્રોનું વિવરણ જે પ્રકારે કર્યું છે, તેમ વાંચતા જાઓ. ફ્લેશ એટલે કે બેરી ટીનએજ છે. તેના મમ્મીનો જન્મદિવસ છે, પણ જ્યારે તે મમ્મી માટે સ્કુલેથી પરત ફરતી વખતે ગીફ્ટ લઈ આવે છે, ત્યારે માતા મૃત્યુ પામી ચુકી છે. માતાને દાટવામાં આવે છે ત્યારે ફ્લેશ બોલી ઉઠે છે કે, ‘જો એ દિવસે હું થોડો ફાસ્ટ ભાગ્યો હોત તો આ જેણે કર્યું તેને રોકી શકેત…’ બસ તમારે પહેલા પાનામાં આનાથી આગળ નથી વધવાનું.
હવે નંબર બે ફ્લેશ જસ્ટીસ લીગ ફોર્સ જોઈન કરી ચૂક્યો છે. ગર્લફ્રેન્ડ સાથે તે માતાની કબર સામે ઉભો વાતો કરતો હોય છે. ત્યાં તેનો સેલફોન રણકી ઉઠે છે. ફ્લેશ તુરંત માનવજાત બચાવ યોજનાને અમલમાં લાવવા રિંગમાંથી પોતાનું સ્યુટ બહાર નીકાળે છે. અને વિલનને મેથીપાક ચખાવવા માટે તૈયાર થાય છે. ત્યાં પહોંચે છે, તો એકસામટા કેટલા બધા વિલન હોય છે. ફલેશ બધાને માત આપે છે, પણ એક વ્યક્તિની ચાલમાં ફસાય જાય છે અને એ વ્યક્તિ એટલે પ્રોફેસર ઝૂમ. જે ફ્લેશ જેવી જ પાવર ધરાવે છે. પ્રોફેસર એટલો નિર્દય છે કે તે ફ્લેશ સહિત પોતાની મદદ કરનારા દ્રુષ્ટ વિલનોના શરીરમાં પણ બોમ્બ ફિટ કરે છે. તમામ જસ્ટીસ લીગના મેમ્બર ત્યાં આવી પહોંચે છે અને બોમ્બને ફુટતા અટકાવી દે છે. એકમાત્ર બોમ્બ જે ફુટવાની અણી પર છે, તે ફ્લેશના ખભા પર છે. પરંતુ ફ્લેશ જેલી તત્વથી ચોંટેલો છે, જેથી તે આ બોમ્બને રોકી નથી શકતો. પ્રોફેસર ખંધુ હસે છે, જેના જવાબમાં ફ્લેશ કહે છે, ‘તારી પાસે મારા જેટલી અને જેવી પાવર હશે, પણ મારા જેટલી ઈમેજીનેશન નહીં હોય.’ તે પોતાના હાથ ચલાવી બોમ્બને ત્યાંજ નિષ્ક્રિય કરી દે છે. ફ્લેશ ગુનેગારોને જેલમાં પહોંચાડી ઓફિસે જાય છે. ત્યાં આરામથી સુઈ જાય છે, પણ જ્યારે ઉઠે છે, ત્યારે રિયાલીટી બદલી ચૂકી છે. કેવી રીતે ? અને શું છે આ નવી રિયાલીટીના પ્રદેશમાં ?
1) બેટમેન – બેટમેન બ્રુસ વેઈન નથી પણ તેના પિતા થોમસ વેઈન છે !!! જ્યારે થીએટરમાંથી બહાર નીકળે છે ત્યારે ચોરે તેના દિકરાને ગોળી મારી દીધી હોય છે, એટલે બ્રુસ વેઈનની જગ્યાએ નવી રિયાલીટીમાં થોમસ વેઈન બેટમેન બની ચૂક્યા છે. જે ફ્લેશને હિરો માનતા નથી. આવો કોઈ હિરો તેમની જાણમાં છે જ નહીં. કારણ કે તેમનો ભૂતકાળ અને વર્તમાન અલગ છે. ઉપરથી ફ્લેશની તમામ શક્તિઓ આ નવી રિયાલીટીની દુનિયામાં ખોવાઈ ચુકી છે. સસ્પેન્સ હવે કહું ! દિકરા બ્રુસ વેઈનની મૃત્યુ બાદ તેની માતા જ જોકર બની ચુકી છે !!! ફ્લેશ સામે આ સૌથી મોટી મુસીબત છે. કારણ કે તેણે બેટમેનને પોતાની રિયાલીટીથી વાકેફ કરવાનો છે. ઉપરથી ફ્લેશની રિયાલીટીના બ્રુસ વેઈન કરતા થોમસ વેઈન વધારે તાકાતવાન છે. તેની સામે લડવાનું છે.
2) એક્વામેન : વન્ડર વુમન – આ નવી દુનિયામાં એક્વામેન એટલે કે એટલાન્ટિયન્સ અને વન્ડર વુમન એટલે કે એમેઝોન્સની વચ્ચે મિત્રતા થઈ જાય છે. આ મિત્રતાના બીજ એક્વામેન સાથે વન્ડર વુમનના પ્રેમ સંબંધોમાં રહેલા છે. બંન્નેનો પ્રેમ અને તેમના સેક્સ સંબંધોને એક્વામેનની પત્નિ નરી આંખે જુએ છે. તે નક્કી કરે છે કે વન્ડર વુમનને જાનથી મારવી પડશે, પણ વન્ડર વુમન એક્વામેનની વાઈફને મારી નાખે છે. જેથી એક્વામેન અને વન્ડર વુમન વચ્ચે ત્રીજુ વિશ્વયુદ્ધ થવાનું છે. ફ્લેશે આ બંન્નેને અટકાવવાના છે. કારણ કે પોત પોતાની ધરતીના આ પાવરફુલ હિરો પૃથ્વીને ખત્મ કરવાની કદાર પર છે.
3) સાઈબોર્ગ – સાઈબોર્ગ પહેલા કરતા મોટો થઈ ચૂક્યો છે. તેણે ખુદને સાઈબોર્ગ તરીકે સ્વીકાર કરી લીધો છે, જે વાસ્તવમાં પિતાએ તેને મેટલ બોડીમાં ઢાળ્યો ત્યારે નાખુશ હતો, પણ આ રિયાલીટીમાં તે ખુદ પોતાના કદનો વધારો કરે છે. અપડેટ સાઈબોર્ગ બને છે.
4) સુપરમેન – સુપરમેનનું યાન ક્રિપ્ટોનથી નીકળ્યા બાદ હજુ પણ અવકાશમાં ઘુમ્યા કરે છે. અને જ્યારે ધરતી પર યાન પહોંચે છે, ત્યારે સુપરમેન વૃદ્ધ થઈ ચુક્યો છે. અશક્ત છે. નબળો છે. તાકાત એટલી જ છે, પણ તેને હનુમાનની માફક યાદ કરાવવી પડે તેમ છે. સરળ ભાષામાં સુપરમેન જોવો ન ગમે તેવો થઈ ચૂક્યો છે.
5) લેક્સ લુથોર – લેક્સ લુથોરને જસ્ટીસ લીગ અને ખાસ કરીને સુપરમેન વિરૂદ્ધનો સૌથી ખતરનાક વિલન માનવામાં આવે છે, પરંતુ તેને કોમિકની પાંચ મિનિટમાં જ મારી નાખવામાં આવ્યો છે. જેને મારનાર એક્વામેન છે.
હવે આટલું બધુ બદલી ચુક્યું છે, ત્યારે ફ્લેશે બધુ સમસુતરૂ પાર ઉતારવા કેટલી અને કેવી મહેનત કરવી રહી ? તેણે પોતાની શક્તિઓ પાછી મેળવવાની છે, એક્વામેન વન્ડર વુમનના યુદ્ધને અટકાવવાનું છે, સુપરમેનને પોતાની ટીમમાં લેવાનો છે અને સૌથી મુશ્કેલ કામ બ્રુસ વેઈનના પિતા થોમસ વેઈન જે બેટમેન છે, તેને મનાવવાના છે.
હવે ફ્લેશ આ કઈ રીતે કરે છે, તેના માટે 2013માં આજ નામથી બનેલી ફિલ્મ ફ્લેશ પોંઈન્ટ પેરાડોક્સ જોઈ લેવી. રિયાલીટીમાં બદલાવ કેમ થયો છે ? કોણે કર્યો છે ? શા માટે કર્યો છે ? આપણી જે આજ છે, તે આપણા ભૂતકાળ માટે ગઈકાલની આજ હોવાની, પણ તેમાં આપણે કોઈ પ્રકારનો ફેરફાર નથી કરી શકતા. આપણી ગઈકાલને બદલાવ કરવાનો એક ચાન્સ મળે તો ? મારા ખ્યાલથી આપણે આખી ગઈકાલ જ બદલી દઈએ. ફિલ્મની એક હિન્ટ આપી શકુ શરૂઆત એ જ અંત છે…
~ મયુર ખાવડુ
Leave a Reply