ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી વન ડે બાદ કલર્સ ચેનલવાળા હવે એક નવો શો પ્લાન કરી રહ્યા છે – કોમેડી બોલિંગ્સ વિથ ઈશાંત શર્મા! 🙂
વિચારું છું મેચની રાત્રે ઈશાંત શર્માને શું સપનું આવ્યુ હશે…? એ જ કે મોહાલીની પિચ નીચે 30 રન (સોરી ટન) સોનાનો ખજાનો છે! (ખોદ ડાલો વો પિચ જહાં પર મેરી ઈતની ધુનાઈ હુઈ) 😉
FAKING NEWS : સચિન બાદ હવે ઈશાંત શર્માની નિવૃત્તિની માંગ ઉઠી 🙂
જો મેચ પાકિસ્તાન સામે હોત તો ઈશાંતને સહિસલામત બહાર કાઢવા આર્મી બોલાવવી પડી હોત!
અજીત અગરકરે તાજેતરમાં જ નિવૃત્તિ જાહેર કરી. ઈશાંત શર્માએ તેમાંથી પ્રેરણા લેવી જોઈએ! 🙂
જો મોહાલી વન ડે દશેરાએ રમાઈ હોત તો ઈશાંત શર્માને પોલીસ પ્રોટેકશન આપવું પડેત! 🙂
ઈશાંત શર્માએ વધુ એક વાર એક જ ઓવરમાં મેચનુ પાસુ પલ્ટી દેવાની ટેલેન્ટ બતાવી છે! 🙂
ફોકનરને મેન ઓફ ધી મેચ જાહેર કરીને નિર્ણાયકોએ ઈશાંત શર્માની મહેનત નજરઅંદાજ કરી છે! 🙂
મેચના અંતિમ તબક્કામાં કાંગારૂઓ જે રીતે કુદી કુદીને તાળીઓ પાડતા હતા, એ જોતા તો એમ લાગે છે કે આ લોકો ઓસ્ટ્રેલિયા જઈને ઈશાંતના પૂતળાં મુકાવશે! 🙂
ઈશાંત હવે તો ‘શરમા’! 🙂
~ તુષાર દવે
( આર્ટીકલ લખાયા તારીખ ૨૦-૧૦-૨૦૧૩ )
વેબસાઈટ (davetushar.com)
Leave a Reply