Sun-Temple-Baanner

પાઉલો કોએલ્હોનું ટિ્વટ ટિ્વટ


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


પાઉલો કોએલ્હોનું ટિ્વટ ટિ્વટ


પાઉલો કોએલ્હોનું ટિ્વટ ટિ્વટ

અહા! જિંદગી’ મેગેઝિન,

ઓગસ્ટ ૨૦૧૦માં પ્રકાશિત

ફલક

‘મારે પૈસાદાર થવુ છે’ એ વાક્યનું તમે મંત્રની જેમ હજાર વખત રટણ કરશો તો કશો અર્થ નહીં સરે… પણ જો તમે તમારાં સપનાંને પકડી રાખશો તો ગરીબ તો નહીં જ રહો.’ – પાઉલો કોએલ્હો

૧૩ જુલાઈ ૨૦૧૦ના બપોરે એકઝેટ પાંચ વાગ્યે બ્રાઝિલમાં રહેતા પાઉલો કોએલ્હોના દિમાગમાં એક વિચારતણખો ફૂટે છે. તેઓ ફટાફટ પોતાના કમ્પ્યુટર પર ટાઈપ કરે છે-

જીવન બહુ ટૂંકું છે. કોઈના પ્રત્યે દિલમાં રહેલી લાગણીની અભિવ્યક્તિને મુલતવી રાખવાનો આપણી પાસે સમય જ નથી.

બ્રાઝિલથી હજારો કિલોમીટર દૂર ભારતમાં તેમના ચાહકોની કમ્પ્યુટર સ્ક્રીન પર એ જ ક્ષણે આ શબ્દો ઊપસી આવે છે. અલબત્ત, ભારતમાં તે વખતે રાતનો દોઢ વાગ્યો છે. પોતાના પ્રિય લેખકનું આ ક્વોટેબલ ક્વોટ વાંચીને સૌના ચહેરા પર સાગમટે નાનકડું સ્માઈલ ફરકે છે.

આ ટિ્વટરની કમાલ છે. ૨૦૦૬માં જેક ડોરસીએ ટિ્વટર નામની આ સોશ્યલ નેટવર્કંિગ અને માઈક્રોબ્લોગિંગ વેબસાઈટ ક્રિયેટ કરી ત્યારે તેણે કલ્પના સુદ્ધાં કરી હશે ખરી કે ચાર જ વર્ષમાં દુનિયાભરના ૧૯ કરોડ કરતાંય વધારે લોકો એનો ઉપયોગ કરતાં થઈ જશે અને એમાં સુપર સેલિબ્રિટીઝ પણ સામેલ હશે? પાઉલો કોએલ્હો ઓલટાઈમબેસ્ટ સેલિંગ પોર્ટુગીઝ લેખક છે. તેમની નવલકથાઓનો ગુજરાતી સહિત ૬૭ ભાષાઓમાં અનુવાદ થઈ ચૂક્યો છે. દુનિયાભરના ૧૫૦ દેશોમાં તેમનાં પુસ્તકોની દસ કરોડ કરતાંય વધારે નકલો વેચાઈ ચૂકી છે.

પાઉલો કોએલ્હો સત્તર વર્ષના હતા ત્યારે તેમનાં માતાપિતાએ તેમને મેન્ટલ હોસ્પિટલમાં મૂકવા પડ્યા હતા. ત્રણ વર્ષર્ અહીં રહીને તેઓ બહાર આવ્યા અને જિપ્સી બનીને અમેરિકા, આફ્રિકા અને યુરોપમાં ખૂબ રખડ્યા. પછી પાછા બ્રાઝિલ આવીને પુસ્તકો લખવા લાગ્યા. સ્કૂલમાં ભણતા હતા ત્યારથી જ તેમણે નક્કી કરી રાખ્યું હતું કે મોટા થઈને મારે લેખક થવું છે. પોતાનાં સપનાંને, પોતાની બિલીફને કદીય ન છોડવા એવો સંદશો આપતી તેમની ‘ધ અલ્કેમિસ્ટ’ નવલકથા સર્વાધિક લોકપ્રિય બની છે.

જિપ્સી લાઈફ જીવી રહ્યા હતા ત્યારે કોએલ્હો ડ્રગ્ઝના રવાડે ચડી ગયા હતા. આજકાલ તેઓ ટિ્વટરને રવાડે ચડ્યા છે! એક તાજી ટિ્વટમાં તેમણે ‘ધ અલ્કેમિસ્ટ’ જેવી જ વાત કહી છે-

‘મારે પૈસાદાર થવુ છે’ એ વાક્યનું તમે મંત્રની જેમ હજાર વખત રટણ કરશો તો કશો અર્થ નહીં સરે… પણ જો તમે તમારાં સપનાંને પકડી રાખશો તો ગરીબ તો નહીં જ રહો.

લેખક માટે અનુભવોની સમૃદ્ધિ અનિવાર્ય છે. અત્યંત ઘટનાપ્રચૂર જીવન જીવેલા કોએલ્હો એટલે જ કહે છે –

એન ઈન્ટેન્સ લાઈફ નીડ્સ અ ટચ ઓફ મેડનેસ. તીવ્રતાથી જીવવા માટે થોડું પાગલપણું જરૂરી છે.

તમને જીવનમાં જે ફટકા પડ્યા છે તેનાથી શરમાઓ નહીં, ગર્વ અનુભવો (કે આટઆટલી પીડા સહ્યા પછી પણ તમે ટકી રહ્યા છો).

મારામાં એક પ્રકારની આંતરિક ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (જીપીએસ) છે, જે રોજ શ્રદ્ધા, અંત-સ્ફૂરણા અને શિસ્તના માપદંડથી મને જણાવે છે કે હું ક્યાં ઊભો છું.

પોતાની લેટેસ્ટ નોવેલ ‘ધ વિનર સ્ટેન્ડ્સ અલોન’માં કોએલ્હો કહે છે, ‘વૃદ્ધાવસ્થાને અભિશાપ ગણાય છે, ડહાપણની જમાવટ નહીં. લોકો ધારી લે છે કે માણસ પચાસ વર્ષનો થઈ જાય એટલે ઝપાટાભેર બદલાતા જમાના સાથે તાલ મિલાવી શકવાની ક્ષમતા ખતમ થઈ જાય…’ પણ ૬૩ વર્ષના કોએલ્હોએ સમય સાથે બરાબર સમરસ થઈ ગયા છે. આખી દુનિયામાં હાલ જેનો જબરદસ્ત ક્રેઝ છે તે ટિ્વટર પર તેઓ એટલા એક્ટિવ છે, જાણે વીસ વર્ષનો ઉત્સાહી કોલેજિયન જોઈ લો! પોતાના વાંચકો સાથે સંવાદ સાધવા માટે તેઓ ટિ્વટરનો ફાંકડો ઉપયોગ કરે છે. કોઈ વાચકે કોએલ્હોને ટિ્વટ મોકલીને કહ્યું કે સર, મેં તમારી ‘ઈલેવન મિનિટ્સ’ નોવેલ વાંચવાનું શરૂ કર્યું છે. કોએલ્હોએ સામી ટિ્વટ મોકલીને એને આગોતરી ચેતવણી આપી-

આશા રાખું કે તમને ‘ઈલેવન મિનિટ્સ’માં મજા આવે… પણ મારાં વર્ણનો વાંચીને આઘાત ન પામતા, પ્લીઝ!

‘ઈલેવન મિનિટ્સ’ની પ્રમાણમાં શોકિંગ થીમ ધરાવતી નવલકથામાં સાચા પ્રેમની શોધમાં નીકળી પડેલી એક બ્રાઝિલિયન યુવતી સ્વેચ્છાએ વેશ્યા બની જાય છે. કોએલ્હોએ ટિ્વટર પર હમણાં જ કહ્યંુ છે કે –

મારામાં કંઈ વાંચન કે સમયને લીઘે પરિવર્તન નથી આવ્યું. હું તો બદલાયો છું પ્રેમને કારણે.

પણ ‘ઈલેવન મિનિટ્સ’ કોએલ્હોએ સાવ સામા છેડાની વાત કરી છે. નવલકથાનો હીરો એક જગ્યાએ કહે છે,‘કોઈ લેખકે લખ્યું છે કે માણસ નથી સમયને લીધે બદલાતો, નથી જ્ઞાન એને બદલી શકતું, એક જ વસ્તુ છે જે માણસ મન બદલી શકે અને તે છે પ્રેમ. વોટ નોનસેન્સ! હા, માણસના સમગ્ર જીવન પર અસર કરી શકે તેવી કેટલીક બાબતોમાં પ્રેમનો સમાવેશ થાય ખરો, પણ આ સિક્કાની બીજી બાજુ પણ છે. એક લાગણી જેનામાં માણસના જીવનનો પ્રવાહ તદ્દન જ પલટી નાખવાની તાકાત છે તે છે આશાભંગ. કોઈના જીવનમાં પરિવર્તન આણવાનું કામ પ્રેમ કરતાં આશાનું તૂટી જવું ઘણી વધારે ઝડપથી કરી શકે છે…’

હવે આ બેમાંથી કઈ વાત સાચી માનવી? ચોપડીમાં લખેલી વાત કે લેટેસ્ટ ટિ્વટવાળી વાત?

ફિફા વર્લ્ડ કપની ધમાલ થોડા સમય પહેલાં જ આટોપાઈ. ફૂટબોલના શોખીન કોએલ્હોએ પણ ફિફા બરાબર માણ્યું. એક ટિ્વટમાં તેમણે લખેલું –

હું રોજ પાંચપાંચ કલાક ટીવી સામે કાઢું છું, પણ મને એે વાતનું જરાય ગિલ્ટ નથી!

‘ઈલેવન મિનિટ્સ’માં કોએલ્હોએ સ્પોર્ટ્સ વિશે એક ઈન્ટરેસ્ટંગ વ્યાખ્યા બાંધી છે. તેમણે લખ્યું છે- ‘સ્પોર્ટર્સ એટલે બીજું કંઈ નહીં, પણ એકબીજાને સમજતાં હોય તેવાં બે (કે બેથી વધારે) શરીરો વચ્ચેનો સંવાદ!’

ટિ્વટરની મજા એ છે કે એ તમારામાં લાઘવનો ગુણ આપોઆપ વિકસાવી દે છે! તમારા સંદેશો એટલે કે ટિ્વટ વધુમાં વધુ ૧૪૦ અક્ષરોનો હોઈ શકે. આ મર્યાદામાં રહીને તમારે જે કંઈ કહેવું હોય તે લખી નાખવું પડે. પાઉલો કોએલ્હોના ઈશ્વર વિશેના ટિ્વટ્સ પણ મજાના છે. જુઓ –

આઈપોડ બનો અને આઈગોડ સાથે કનેક્ટ થઈ એના શબ્દોને ડાઉનલોડ કરો (આ માટે કોઈ પાસવર્ડની જરૂર નથી!).

થ્રીડી = ડિસઅપોઈન્ટમેન્ટ (નિરાશા) વત્તા ડિફીટ (પરાજય) વત્તા ડિસ્પેર (વિષાદ). આપણને સાચી દિશા બતાવવા માટે ઈશ્વર ક્યારેક આ ત્રણ વસ્તુઓનો ઉપયોગ કરતો હોય છે.

તમે કોરી નોટબુક બનો અને ભગવાનને પેન બનવા દો.

તમને મંઝિલ તરફ જવાનો રસ્તો મળી ગયો હોત તો ભગવાન પર ભરોસો રાખો, ઝાઝા સવાલો ન પૂછો.

અલબત્ત, જિંદગી પાર વગરના પ્રશ્નો આપણી તરફ ફેંકે જ છે. એના ઉત્તરો પૂરેપૂરા ક્યારેય મળતા નથી, કારણ કે –

મને જેવું લાગે કે બધા જ જવાબો મળી ગયા છે, તરત સવાલો બદલાઈ જાય છે!

જો તમને જિંદગી પૂરેપૂરી સમજાઈ ગઈ છે એવું લાગે, તો ખાતરી રાખજો કે તમને મળેલી કેટલીય માહિતી ખોટી છે…

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2010 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.