આપણે એટલી ભોળી પ્રજા છીએ કે આપણી પર ષડયંત્ર થાય અને આપણે ઉજવણી કરીએ…
સમય ૧૯૯૪ નો હતો, જ્યારે ભારતને પહેલીવાર એક સાથે ૨ ટાઈટલ મળ્યા હતા.
૧) સુસ્મિતા સેન
૨) એશ્વર્યા રાય
એક મિસ યુનિવર્સ અને બીજી મિસ વર્લ્ડ. આ સમયે ભારતનો યુવા વર્ગ ગૌરવની લાગણી અનુભવતો હતો. ભારતનાં છાપાંઓ આ ગૌરવથી ભરપુર હતા. અને વર્ષો પછી હું આ વિચાર કરી રહ્યો છું કે ૧૯૫૧ અને ૧૯૫૨ માં શરુ થયેલાં આ એવોર્ડ મેળવતા મેળવતા ભારતને આટલા બધા વર્ષો કેમ લાગી ગયા શું આ ૪૦ વર્ષો દરમ્યાન ભારત જોડે એવી મોડલ કે વ્યક્તિત્વ ન હતું કે ભારત આ એવોર્ડ જીતી શકે આ વાતની વિસ્તૃત માહિતી મેળવીએ.
૯૦નો દશક ભારત માટે એન્જીન રૂપ હતો ભારતની ૮૮ કરોડ વસ્તીમાં ૪૫ % વસ્તી એવી હતી કે જે ૧૦-૩૫ વર્ષના વયવર્ષમાં આવતી હતી. ૧૯૯૧નો સમય એવો આવ્યો જે દરમ્યાન ભારતે ઇકોનોમીની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ નિર્ણય લીધા. એટલે કે LPG (liberalization, Privatization and Globalization) જેણે વિશ્વના બજારો માટે ભારતે પોતાનો રસ્તો ખોલી દીધો અને ભારત સમાજવાદ વિચારધારાથી મૂડીવાદી વિચારધારા તરફ આગળ વધ્યું. અને ખેલ બરાબર અહિયાંથી જ શરુ થયો.
હવે આ ૧૯૯૧નાં ઇકોનોમિક રિફોર્મ પછી ભારતને વૈશ્વિક લેવલે મળેલા એવોર્ડનો વિચાર કરીએ..
૧૯૯૨ મધુ સપ્રે મિસ યુનિવર્સ સેકન્ડ રનર્સ અપ
૧૯૯૩ નમ્રતા શિરોડકર મિસ યુનિવર્સ ટોપ ૬, પૂજા બત્રા ટોપ ૧૫ મિસ ઇન્ટરનેશનલ
૧૯૯૪ મિસ યુનિવર્સ સુસ્મિતા સેન, મિસ વર્લ્ડ એશ્વર્યા રાય
૧૯૯૫ મનપ્રીત બ્રાર ફર્સ્ટ રનર્સ અપ મિસ યુનિવર્સ
૧૯૯૬ સંધ્યા સીબ ટોપ ટેન મિસ યુનિવર્સ, રાની જેયરાજ થર્ડ રનર્સ અપ
૧૯૯૭ નાસીફા જોસેફ ટોપ ટેન મિસ યુનિવર્સ, ડાયના હેડન મિસ વર્લ્ડ
૧૯૯૮ લીમરૈના ડિસુઝા ટોપ ટેન મિસ યુનિવર્સ, શ્વેતા જયશંકર સેકન્ડ રનર્સ અપ મિસ ઇન્ટરનેશનલ
૧૯૯૯ ગુલ પનાંગ ટોપ ટેન મિસ યુનિવર્સ, યુક્તા મુખી મિસ વર્લ્ડ
૨૦૦૦ લારા દત્તા મિસ યુનિવર્સ, પ્રિયંકા ચોપરા મિસ વર્લ્ડ
ભારતે જેવી ૧૯૯૧નાં ઈકોનોમી રિફોર્મ પછી વૈશ્વિક બજારને ભારત માટે ખુલ્લું મુક્યું, એવું ભારતને એવોર્ડસ મળવાના શરુ થયા. એનું કારણ બ્યુટી પ્રોડક્ટ્સનાં બજારને ભારતના યુવાનો માટે ખુલ્લું મુકવું. વર્ષોથી આપણે આર્યુવેદ યુક્ત વસ્તુઓનો ઉપયોગ કરતાં હતા. મુલતાની માટી, હળદર, એલોવેરા જેવી કુદરતી વસ્તુઓનો ઉપયોગ આપણે આપણી ત્વચાને રક્ષા માટે કરતાં હતા અને કોસ્મેટિક વસ્તુઓ તરફ આપણે ઢળેલાં ન હતા. આ દશકો એવો આવ્યો જેમાં ભારતને આ કોસ્મેટિક વસ્તુઓ પધરાવવામાં આવી. આ એવોર્ડ આપીને એમની જોડે જાહેરાતો કરાવીને ભારતના ૪૫% યુથને આકર્ષિત કરવામાં આવ્યા અને આજે ભારતનો મહત્તમ વર્ગ આ કોસ્મેટીક વસ્તુઓનો આદિ બની ગયો છે.
જો કુદરત સમસ્યા આપે તો એનું સમાધાન પણ કુદરતમાંથી જ આપે છે, એ સિધ્ધાંત પર આપણું આર્યુવેદ કામ કરે છે. રસોડામાં જ આપણને ઘણીખરી દવાઓ મળી જાય. આપણા પૂર્વજો બુદ્ધીશાળી હતાં. જે ગવારનું શાક કરે તો સવારે કરે અને એમાં ખાસ અજમો નાખે, જેથી ગવાર એ ગેસનાં કરે અને આપણે સ્વથ રહીએ. એક રીતે તો ‘આર્યુવેદ’ નાં પ્રાથમિક જાણકાર આપણા પૂર્વજો જ હતા.
હવે જેમ જેમ વૈશ્વિક બજાર ખુલતા ગયા એમ એમ આર્યુવેદને જુનવાણી અને તુચ્છ ગણીને એને બંધ કરવામાં આવ્યું. આજે જો ભારત કોરોનાની દવા શોધી પણ લે, તો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એને નહિ માને, કારણ કે જો એ માની લે તો કરોડોનો ફાર્માનો ધંધો બંધ થઇ જાય. દરેક વૈશ્વિક સંસ્થાઓ એ ફાર્મા કંપનીની સૌથી મોટી ગુલામ છે અને ભારત પણ એ ગુલામ બની ચુક્યો છે. અહિયાં હું એ પ્રમાણ નથી આપતો કે પતંજલિ એ બનાવેલી દવા સાચી કે ખોટી છે. પણ એટલું ચોક્કસ કહું છું કે કોઈ દવા આર્યુવેદ બનાવી પણ લેશે તો વિશ્વ એને કદી સ્વીકારશે નહિ અને વિશ્વ નહિ સ્વીકારે તો ઘરમાં બેઠેલા વિશ્વના ગુલામો પણ નહિ સ્વીકારે..!
90નાં દશકનો વસ્તી વય ગ્રાફ નીચે છે
– જય ગોહિલ
Leave a Reply