ચીવટ -એક સત્ય પ્રસંગ
👉 ગુજરાતે જેનું ગૌરવ લેવું જોઈએ એનું ગૌરવ લેતા નથી આવડયું
અમદાવાદના સારાભાઈ કુટુંબમાં જો કોઈ નામ મોક્ર્રે આવે તો આવે તો તે છે
—— ડો . વિક્રમ સારાભાઈ નું !!!
આમની નિરીક્ષણ શક્તિ અને ચીવટ કેવી હતી
એનો એક પ્રસંગ કહું છું ………
👉 એમનાં પત્ની એટલે મૃણાલિની સારાભાઇ
તે ખુબજ સારા શાસ્ત્રીય નૃત્યકાર અને લેખિકા
પણ બહુજ ઓછાને કબર છે કે તેઓ ૭૦ન દાયકામ નાટ્યસંસ્થા ચલાવતાં હતાં
એ સંથામાં તેઓ નૃત્યની સાથે નાટયની પણ તાલીમ આપતાં
અને નાટ્ય દિગ્દર્શન પણ કરતાં!!!
ધૂળ કાઢી નાંખે અને થકવી નાખે એવું એ કલાકારો પાસે કામ લેતા
એમાં એક નાટક નું રીહર્સલ થતું હતું
આ રીહર્સલ જોવા સફેદ મોટો લેંઘો અને બહુજ ખુલ્લું સફેદ શર્ટ પહેરીને
ડો. વિક્રમ સારાભાઇ પણ ત્યાં આવ્યા
રાતનો સમય હતો
ઠંડી પુષ્કળ હતી
તેઓ જમીન પર શેતરંજી પર બેસીને ખુબજ ધ્યાનથી નાટક જોતાં હતાં
કલાકારો પોતાનાં પાત્ર બહુજ સારી રીતે ભજવતાં હતાં
એમાં એક દ્રશ્યમાં કોઈને આબુમાં ફોન કરવાની વાત આવી
ફોન કર્યો સીન પત્યો એટલે લોકોએ વાહ ….. વાહ …… કરી
ડો વિક્રમ સારાભાઇથી રહેવાયું નહિ એટલે એમણે એ ફોનવાળો સીન ફરી ભજવવાનું કહ્યું
કલાકારોએ ફરી ભજવ્યો
ફોન ડાયલ કાર્ય પછી
ડો વિક્રમ સારાભાઈએ એમને રોક્યા
અને કહ્યું ———
” આબુમાં ૬ આંકડાનો ફોન નબર ના હોય
એ તો આપણા અમદાવાદમાં જ હોય
ત્યાં માત્ર પાંચ જ આંકડાનો નબર હોય
એ ધ્યાન રાખજો !!!!”
👉 આવું હતું એમનું નિરીક્ષણ અને આવી હતી એમની ચીવટ
અસરદાર વલ્લભભાઈ પટેલની જેમ એમને પણ એક સપનું જોયું હતું
ભાત્રને અવકાશમાં સિદ્ધિ અપાવવાનું
ભારતને ચંદ્ર પર પહોંચાડવાનું
કદાચ અજ ધગશ અને ચીવ્તને કારણે એમણે એ સપનું સાકાર કર્યું
અને સમગ્ર ભારત એમનું રૂની છે
ડો અબ્દુલ કલમ પણ એમના માર્ગે ચાલ્યા હતા
અને ડો.વિક્રમ સારાભાઈને પોતાના ગુરુ માનતા હતાં
આવાં વિરલ વ્યક્તિની ગુજરાત કદર કરે એ ખુબજ જરૂરી છે !!!!
——– જનમેજય અધ્વર્યુ
👥👥👥👥👥👥👥👥👥
Leave a Reply