માસ્ટર અશરફખાન – એક ઉમદા કલાકાર
👉 એક ઉમદા કલાકાર
દારુપીવાની લત અને ગરીબીએ આ કલાકારનો અસ્ત બહુ વહેલાં લાવી દીધો
“સીરાજુદૌલા” નાટક કે જૂની રંગભૂમિનું એક ઉત્તમ નાટક ગણાય છે
આ નાટકે તે સમયનાંના બધાં જ રેકોર્ડ તોડ્યા હતાં
આજે પણ એની ગણના ગુજરાતીના ઉત્તમ નાટકોમાં થાય છે
આ નાટક પ્રસિદ્ધિ પામ્યું હતું માસ્ટર અશ્રફ્ખાનના દમદાર અભિનયને કારણે !!!
👉 માસ્ટર અશરફખાન નો એક પ્રસંગ
આ વાત બહુ ઓછાંને ખબર છે
નાટકમાં અભિનય કેવો હોવો જોઈએ ?
એ વિશે ચર્ચા કરતાં એમણે કહ્યું કે
જયારે એમને કોઈએ પૂછ્યું કે તમે તો દારુ પીઓ છો
અને દારૂડિયાનો અભિનય તો તમને ફાવેજ ને!!!
ત્યારે એમણે એક અભિનયનો ઉત્તમ પાઠ નાટ્યરસિકોને આપ્યો હતો
દારૂડિયો દારુ પીને લથ્થડીયાં ખાતો નથી પણ એ સ્થિર -સીધો ઊભોરહેવાનો પ્રયત્ન કરતો હોય છે
કેટલું બારીકી નિરીક્ષણ હતું એમનું
અને આને જ લીધે એમનું નાટકમાં બહુ મોટું નામ હતું
આપણે આ નામ આજે તો ભૂલી જ ગયાં છીએ !!!
બની શકે તો એમને દર વરસે એમને યાદ અવશ્ય કરવાં જોઈએ !!!!
આ જ એમને આપેલી સાચી શ્રધાંજલી ગણાશે !!!
કરજો જો બની શકે તો !!!
👉 આ નામનો ઉલ્લેખ આછડતો મેં એક જગ્યાએ કાલે કર્યો હતો
આ વાત આમ તો મારે કાલેજ કરવી જોઈતી હતી
પણ કઈ વાંધો નહીં કાલે નહીં તો આજે સહી !!!
——– જનમેજય અધ્વર્યુ
🌺🌻🌺🌻🌺🌻🌺🌻
Leave a Reply