મણિકર્ણિકા – કંગના રાણાઉતનો શાનદાર અભિનય
કંગના રાણાઉતનો શાનદાર અભિનય
પણ નબળી પટકથા કહો કે ચવાઈ ગયેલી વાત કહો એને લીધે ફિલ્મ નબળી પડે છે
કંગના સિવાય અતુલ કુલકર્ણી , કુલભૂષણ ખર્બનાડા અને ઘણાં વખતે પાછાં ફરેલ દેની ડેનજોગ્પ્પાનો અભિનયપણ વખાણવા લાયક
યુધના દ્રશ્યો વધુ સારાં ફિલ્માવી શકાયા હોત
સંવાદોમાં પણ જન રેડી શકાયો હોત
ગીતોમાં પણ બહુ દમ નથી
દિગ્દર્શન અને ફોટોગ્રાફી પણ નબળી છે
પણ એકલે હાથે ઐતિહાસિક પાત્ર નિભાવવા બદલ કંગનાનેઅભિનંદન આપવાં જ ઘટે
આ છોકરીએ જાન રેડયો છે આમાં
કાબિલેતારીફ છે એનો અભિનય
હેટ્સ ઓફ કંગના !!!
આ ફિલ્મમાં એક બહુ જ મોટી ખામી છે
ઝાંસીકી રાણી લક્ષ્મીબાઈ એ પીઠ પાછળ પોતાના દીકરા દામોદરને બાંધીને લડતી હતી ….. કોઈને સોંપીને નહીં
એ મરાઈ ત્યારે અંગ્રેજોએ જ એ છોકરનું પાલન પોષણ કર્યું હતું
આ વાત આ ફિલ્મમાં દર્શાવી જ નથી
દિગ્દર્શક આટલી મોટી વાત કેમ ભૂલી ગયાં હશે
પણ
કંગના ખાત્ર પણ આ ફિલ્મ એક વાર અવશ્ય નિહાળજો
આ પહેલાં પોતાની પત્નીને લઈને સોહરાબ મોદીએ “ઝાંસીકી રાની” નામની ફિલ્મ બનાવી હતી જેમાં એમને પૈસા અને ઘરબાર બધું જ ગુમાવ્યું હતું
આ ફિલ્મના પણ એવા હાલ ના થાય તે જોવાનું રહ્યું
મારા માટે તો પેમલા -પેમ્લીની વાર્તાઓવાળી અને ઢંગધડા વગરની ફાઈટ ફિલ્મો કરતાં આવી ઐતિહાસિક ફિલ્મો જોવી વધારે સારી !!!!
————– જનમેજય અધ્વર્યુ
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
Leave a Reply