નટસમ્રાટ મરાઠી ફિલ્મ – અ ટ્રિબ્યુટ ટૂ ગ્રેટ એક્ટર નાના પાટેકર
આ લેખ ખાસ જ વાંચજો સૌ
✍ નટસમ્રાટ મરાઠી ફિલ્મ ✍
( અ ટ્રિબ્યુટ ટૂ ગ્રેટ એક્ટર નાના પાટેકર )
➡ મરાઠી ભાષામાં આમ તો મને સમજણ ના પડે
પણ હું મુંબઈમાં જન્મ્યો છું
જો કે મુંબઈમાં જન્મવાથી કૈં મરાઠી ના આવડી જાય !!!
પણ વારંવાર મુંબઈ જવાનું થાતું હોવાથી
અને ત્યાંના દૂરદર્શનમાં મરાઠી ભાષામાં આવતાં શબ્દો કોઠે પડી ગયાં છે
કામવાળી બાઈના મોંએથી નીકળતાં શબ્દો પણ કાનમાં ગુંજતા રહ્યાં
એટલે થોડાંક શબ્દો તો આપમેળે આવડી ગયાં
પણ મરાઠી રંગભૂમિ અને દળદાર મરાઠી સાહિત્ય વિષે મને સાચી સમજ મળી
મળી એટલું જ નહિ પણ સતત મળતી રહી
એનો શ્રેય મારા પરમ પૂજ્ય માતુશ્રી અને સાહિત્યકાર પરમ પૂજ્ય પિતાશ્રીને જાય છે
મુંબઈમાં નાટકોય ઘણા જોયાં
કહો કે માણ્યા !!!
રંગભૂમિ સાથે મારો નાતો અવિરત રહ્યો છે
હું પણ જન્મજાત કલાકાર હોવાથી મારામાં એ ગુણ વર્ષોથી આવ્યાં છે
પૂ ળ દેશપાંડેના નાટકો જોયાં હતાં
વિજય તેંડુલકર અને અનિલ બર્વેની ફિલ્મો પણ જોઈ હતી
પણ આ નાટકો સમજાવ્યા મને મરાઠી મિત્ર સંજય ભાવેની સંગતે અને પરમ પૂજ્ય પિતાશ્રી એ !!!!
➡ મરાઠી ફિલ્મો ઘણી બધીવાર નેશનલ એવોર્ડ જીતી ચુકી છે
નટસમ્રાટ એ વી વી શિરવાડકરની મૂળ કૃતિ
“યાંચ્યા અજરામર નાટ્યકૃતિવર” પાર આધારિત છે
આ ફિલ્મનું મરાઠી નામ આમ તો નટસમ્રાટ જ છે
પણ તેમાં દક્ષિણ ભારતીય ફિલ્મોની જેમ જમ નીચે લખાયેલું વિશેષણ મહત્વનું છે
“અસા નટ હોણે નાહી”
અર્થાત
આવો અદાકાર કયારેય થયો નથી અને ક્યારેય થશે પણ નહીં !!!
જે નાના પાટેકરની બાબતમાં બિલકુલ સાચું પડે છે
➡ આ ફિલ્મનું દિગ્દર્શન મહેશ વામન માંજરેકરે કર્યું છે
જેમને પાછળથી અને આ પહેલાં મહેશ માંજરેકરના નામે દિગદર્શન અને અદાકારીનો કાર્યભાર સંભાળ્યો હતો
ફિલ્મનું નિર્માણ ગ્રેટ મરાઠા મુવીઝ અને ઝી સ્ટુડિયો મરાઠીએ કર્યું છે
આ ફિલ્મના પ્રોડ્યુસર નાના પાટેકર, વિશ્વાસ જોષી અને અનિરુદ્ધ દેશપાંડે છે
સ્ક્રીનપ્લે મહેશ માંજરેકર અને અભિજીત દેશપાંડેનો છે
સંવાદ અભિજીત દેશપાંડેના છે
સંગીત અજિત પરબનું છે
સિનેમેટોગ્રાફી અજિત રેડ્ડીનું છે
તો પરેશ માંજરેકર ફિલ્મના એડિટર છે
➡ નાના પાટેકર ગણપત રામચંદ્ર બેલવાલકર એટલે કે અપ્પાની મુખ્ય ભૂમિકામાં છે
વિક્રમ ગોખલે એમના સાથી કલાકારની ભૂમિકામાં છે
ગુજરાતી ફલ્મમાં મનોજ જોશી બિલકુલ આબેહૂબ વિક્રમ ગોખલે જેવાં જ લાગે છે અને સંવાદ પણ એજ રીતે બોલે છે
અન્ય ભૂમિકામાં મેઘા માંજરેકર , મૂનમયી દેશપાંડે, સુનિલ બર્વે અને અજિત પરબ મુખ્ય છે
➡ એક જ નાટકના ચાર રૂપાંતરોમાં આ સર્વશ્રેષ્ઠ છે
કારણકે આમ નાના પાટેકર છે
વાત તો દરેકમાં સરખી જ છે
પણ કોને અને શેને મહત્વ આપવું એ વધારે મહત્વનું છે
ગુજરાતી આજ નામની ફિલ્મમાં બેશક ભાઈ સિધાર્થ રાંદેરીયાએ બેનમૂન અદાકારી કરી છે
તો પણ તેઓ નાના પાટેકરની ઊંચાઈ અને એમના જેવો અવાજ કાઢવામાં નિષ્ફ્ળ છે
એ વાત કબૂલવી જરહી
વાત તો મેં ગુજરાતી ફિલ્મ વખતે કહી જ છે એટલે અહીં દોહરાવતો નથી
➡ આ ફિલ્મમાં આદાકાર અને રંગભૂમિ અને તેની રંગભૂમિ વિશેની સમજ જ મહત્વની છે
કથાને વચ્ચે વચ્ચે વણી લેવાઈ છે
જે ગુજરાતીમાં એકધારી જાય છે
મહત્વ રંગભૂમિ અને અદાકારનું જ હોવું જોઈએ
જે આ મરાઠી ફિલ્મનું જમા પાસું છે
ટેનેસી વિલિયમ્સનું નામ કેટલાંયે સાંભળ્યું હશે
એ નામ આમ આવે છે જે ગુજરાતીમાં આવતું જ નથી
➡ આ ફિલ્મમાં મને જે ગમ્યું એ છે કે જયારે પણ કોઈ અદાકાર રંગભૂમિ પરથી નિવૃત્ત થાય ત્યારે તે રંગભૂમિને પગે લાગે છે
કારણકે સ્ટેજ એટલેકે રંગભૂમિ એ કોઈપણ કલાકારને મન મંદિર છે
નાના પાટેકરે તે કર્યું છે જે સિદ્ધાર્થ રાંદેરિયાએ કરવાની જરૂર હતી
આ વાત ગુજરાતી ફિલ્મ કેમ ભૂલી ગયું એજ મને તો ખબર પડતી નથી
હાવભાવ અને એક્ટિંગનો રાજા અને સંવાદોનો બેતાજ બાદશાહ નાના પાટેકર એ મહાન છે એની આમાં અદાકારીને લીધે
એમની આગળ ભાઈ સિદ્ધાર્થ રાંદેરિયા કે જેમણે પૂરતો ન્યાય આપ્યો હોવાં છતાં ઝાંખા જ પડે એ સ્વાભાવિક જ છે
નાના એમના પુત્રને કહે છે કે
“સ્પષ્ટ બન ….. મર્દે સ્પષ્ટ બનવું જોઈએ આમ થોથવાવું ના જોઈએ ”
આ વાતને કોઈપણ સંવાદ બોલતી વખતે દરેક કલાકારે સમજવા જેવી છે
➡ ઘટનાનું પ્રાધાન્ય છે પણ મૂળત: રંગભૂમિને જ પ્રાધાન્ય આપ્યું છે
કલાકાર એ કલાકાર કયારેય મટી નથી જતો
એ જમા જન્મજાત કલાકારપણું રહેલું જ હોય છે
પછી એ દર્શક તરીકે ખુરશીમાં બેઠો હોય કે પછી એ કોઈને નાટકની સાચી સમજ આપતો હોય
ઓથેલાના પ્રખ્યાત રૂમાલ સીન વખતે નાના પાટેકરની નાટકની સાચી સમજ છતી થાય છે
આવત કૈંક કેટલાંય પ્રસંગો છે આમાં
પણ એમાં શિરમોર છે
હેમ્લેટનો અતિ પ્રખ્યાત સંવાદ
“ટૂ બી ઓર નોટ ટૂ બી ધેટ ઇસ ધ કવેશચન ”
આ સંવાદ મને જો ગમ્યો હોય તો
મારો મહાન કલાકાર લોરેન્સ ઓલિવિયર પછી નાના પાટેકરનો જ
આમેય નાના પાટેકરનો હું ગજબનો ફેન છું જ !!!
➡ નાના પાટેકર ની ઉત્તમ અદાકારી
સાથે જો વિક્રમ ગોખલે હોય
પછી તો પૂછવું જ શું !!!
➡ કેમેરાવર્ક અદભુત છે જે કેટલાંક લોન્ગ શોટ અને ટોપશોટમાં જોઈ શકાય છે
સંગીત સારું જ નહીં પણ ઘણું જ સારું છે
એક જગ્યાએ જ્યાં સંવાદ આવતો નથી ત્યાં બાંસૂરીનો કરેલો પ્રયોગ કાબિલેતારીફ છે
ગીતો શાસ્ત્રીય રાગોની સમજ હોય તો માણી શકાય એવા છે
પણ
જયાં નાના પાટેકર હોય ત્યાં બાકીના પાત્રો ગૌણ બની જાય છે
જેમાં એમની પત્ની “સરકાર”નો સમાવેશ થાય છે
જેને માટે ગુજરાતીમાં દીપિકા ચીખલીયા ચાર ચંદરવો ચઢી જાય છે
➡ મારી દ્રષ્ટિએ ગુજરાતી ફિલ્મ નટસમ્રાટ એ વધારે સામાજિક સંબંધોના તાણાવાણા ગૂંથતી એક સ્વચ્છ અને સાફસુથરી ફિલ્મ માત્ર છે
જયારે આ ફિલ્મ કોઈ પણ રંગભૂમિક્ષમ માણસે અવશ્ય નિહાળવી જ રહી
કોઈ પણ ભોગે આને ડાઉનલોડ કરજો
અંગ્રેજી સબટાઈલ્સ સાથે ફુલ એચડીમાં છે
જે તમને નિહાળવી ગમશે જ
➡ ફરી એકવાર ………..
નાના પાટેકર અને દિદર્શક મહેશ માંજરેકર ખાતર આ ફિલ્મ અવશ્ય નિહાળશો
હેટ્સ ઓફ નાના પાટેકર
એક નહીં ભાઈ લખો સલામ છે આપને !!!
————- જનમેજય અધ્વર્યુ
🌺🌻🌹💐🌸💐🌸💐
Leave a Reply