અંગારકી ચોથ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર કોઈપણ માસના મંગળવારે આવતી ચોથનું વિશેષ મહત્વ હોય છે.
આ ચોથને અંગારકી ચોથ કહેવાય છે.
આજે પણ આ ખાસ દિવસ અને તિથિ છે.
આ દિવસે ગણપતિની આરાધના કરી ચંદ્રનું પૂજન કરવાનું મહત્વ છે.
ચોથના વ્રતમાં સવારથી ઉપવાસ કરવાનો હોય છે
જ્યારે ચંદ્રોદય થયા પછી તેની પૂજા અને દર્શન કર્યા બાદ જ પારણાં કરવાના હોય છે.
અંગારકી ચોથના દિવસે સવારે સ્નાન કરી ગણપતિ દાદાની મૂર્તિને સ્નાન કરાવી
અને બે સોપારી મૂકી રિદ્ધિ સિદ્ધિનું પંચામૃત અને ગંગાજળથી સ્નાન કરાવવું.
સંકટ નાશમ્ ગણેશ સ્તોત્રમનો પાઠ કરવો.
અભિષેક કરાવ્યા બાદ ગણપતિ દાદાને પુષ્પથી સ્વચ્છ કરી કંકુ-ચોખા અને ચંદનથી પૂજન કરવી.
આજે ગણેશજી સમક્ષ જાસૂદનું ફૂલ, દૂર્વાની 21 ગાંઠ ચડાવવી અને
“ॐ ગં ગણપતયે નમ:”
મંત્રની માળા કરવી.
ગણેશજીને પ્રસાદમાં લાડૂનો ભોગ ધરાવવો. દિવસ દરમિયાન પ્રભુ ભજન કરવું,
રાત્રે ચંદ્રોદય થયા પછી તેની પૂજા કરી ઉપવાસના પારણાં કરવા.
આ રીતે વ્રત કરવાથી મનોકામના પૂર્ણ થાય છે.
આજે તિથિ ચતુર્થી એટલે કે અંગારકી સંકષ્ટ ચતુર્થી છે.
ભગવાન ગણેશની સાધના-આરાધના અને પ્રાર્થનાનો અનેરો અવસર છે.
વિઘ્નહર્તાના લાખો ભાવિકો અંગારકી ચોથના દિવસે ઉપવાસ કરી પ્રાર્થના
અને આરાધના શ્રદ્ધાના સથવારે કરી બાપાના આર્શીવાદ લેવાનો પ્રયત્ન કરે છે.
અંગારકી ચોથના દિને ગણપતિ બાપાના દર્શન કરવા એક અનેરો લ્હાવો બની રહે છે.
જેથી આ દિને મુંબઇના સિધ્ધી વિનાયક, અષ્ટ વિનાયકના મંદિરો, ગણેશપુરા કાલાવડના સંપડા સહીતના ભારતભરના વિવિધ સ્થળોના ગણેશ મંદિરોમાં ભક્તોના ધાડેધાડા ઉતરી પડશે.
પૌરાણીક માન્યતા અનુસાર અંગારકી ચોથ સાથે પણ એક ધાર્મિક માન્યતા સંકળાયેલ છે.
આવો આપણે જોઇએ…
કહેવાય છે કે
ભારદ્રાજ ઋષિ ગણેશજીના પરમ ભક્ત હતા.
તો તેમના પણ અંગારા ઋષિ પણ પિતાના પગલે ગણેશજીના ભક્ત બન્યા.
અને માત્ર ભક્ત નહી પરંતુ અનન્યભાવથી વિધ્નહર્તાની ભકિત કરવા લાગ્યા તેમની તપસ્યા
અને ભાવ જોઇને ભગવાન ગણેશ તેમનાં પર પ્રસન્ન થયા અને તેમને એક વરદાન માંગવાનું કહ્યું.
આ વેળાએ અંગારા ઋષિએ ભારે નમ્રતાથી કહ્યુ હુ હાથ જોડવા માંગુ છું
ભગવાન ગણેશ આ સાંભળી સહજ હસ્યા
આ દિવસે કૃષ્ણા ચર્તુથી હતી.
આથી આ દિવસથી યોગ અને સંયોગ જોઇને વદ ચર્તુથી અને મંગળવારના દિવસે આવતા યોગ અને અંગારક ચર્તુથી નામ અપાયું.
આ ચર્તુથી ચંદ્રોદય સુધીની હોય છે. આ દિવસે ભક્તો ઉપવાસ કરીને ભગવાન ગણેશની પુજા કરીને પારણા કરે છે.
વિઘ્નહર્તા દેવ શ્રીગણેશની કૃપા મેળવવા માટે અંગારકી ચોથ ઉત્તમ ગણાય છે.
મંગળવાર અને માઘ ત્રીજનો અનોખો સંયોગ થતાં,
આ દિવસને અંગારકી સંકષ્ટ ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે,
આમ તો અંગારકી ચોથ સામાન્ય રીતે વર્ષમાં એક કે બે જ વાર આવે છે.
પણ આવરશે ૩ છે !!!
અંગારકી સંકષ્ટ ચતુર્થી, ગણેશ ઉપાસના માટેનો વિશેષ દિવસ ગણવામાં આવે છે.
શ્રદ્ધાળુઓ આ દિવસે ‘ગણેશયાગ’ કરશે.
એટલું જ નહીં ગણેશ ઉપાસકો ‘ગણપતિ અથર્વશીર્ષ’, ‘સંકષ્ટનાશન ગણેશસ્તોત્ર’ વગેરે સ્તોત્રનું પઠન કરીને વિધ્નહર્તા દેવને પ્રસન્ન કરશે.
આ દિવસે ઓમ્ ગં ગણપતયે નમઃ – આ મંત્રની યથાશક્તિ માળા પણ કરવામાં આવે છે.
એવું પણ માનવામાં આવે છે કે જે કોઈપણ વ્યકિતને
પોતાના મહત્ત્વના કાર્યોમાં અવારનવાર વિધ્ન કે મુશ્કેલી પડતી હોય
અથવા કાર્ય વારંવાર અધૂરા રહેતા હોય
ત્યારે તેમણે શ્રદ્ધાપૂર્વક આ ચોથ કરવાથી અટકેલાં કાર્યો કે વિધ્નો ગણેશજીની કૃપાથી દૂર થાય છે.
આ દિવસે વિદ્યાસુખદાતા, ભગવાન ગણેશજી અને મનનાં સ્વામી એવા ચંદ્રમાની પૂજા કરવામાં આવે છે.
આ દિવસે લંબોદર એવા ગણેશજીને દૂર્વા, લાલ ફૂલ અર્પણ કરવામાં આવે છે તો મોદક પણ ધરાવવામાં આવે છે.
વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય, લંબોદરાય સકલાય જગધ્ધિત્તાય
નાગાનનાય શ્રુતિયજ્ઞા વિભૂષિતાય, ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે.
ગણેશજી હંમેશા માંન્ગ્લીક્કાર્યોના દેવ રહ્યા છે
તો આ મંગળવારે આવતી અંગારકી ચોથે એમના દર્શન તો અવશ્ય કરવા જ જોઈએ સૌએ !!!
—— જનમેજય અધ્વર્યુ !!!
👋👋👋👋👋👋👋👋👋👋
Leave a Reply