એક દિલખુશ મેચ
✅ આપણે ખાલી વનડે અને ટેસ્ટ મેચને જ દિલધડક મેચમાં ગણીએ છીએ
લોકો પણ આને જ પ્રાધાન્ય આપે છે
પણ જયારે ભારત ૨૦૦૭માં પ્રથમ ટી ૨૦ કપ જીત્યું ત્યારે દુનિયા અને આપનું ધ્યાન આ ફોર્મેટ પર દોરાયું
આટલા વર્ષો દરમિયાન અનેકો વર્લ્ડ રેકોર્ડ રચાયા
જેમાં ભારતના હીટમેન રોહિત શર્માને નામે જ ઘણાં વર્લ્ડ રેકોર્ડ છે
વિરાટ, ધોનીઅને બુમાંરહ પણ કંઈ પાછળ નથી
આ વર્લ્ડ રેકોર્ડ્સ વિષે આપને પછી વાત કરશું
✅ ક્રિકેટના રસિયાઓ માટે જણાવી દઉં કે
હમણાં હમણાં ભારતમાં એક નયનરમ્ય હિલસ્ટેશન દહેરાદુનમાં રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડીયમમાં
અફઘાનિસ્તાન અને આયર્લેન્ડ વચ્ચે ટી ૨૦ શ્રેણી રમાય છે
આ ૩ મેચની ટી ૨૦ શ્રેણીમાં અત્યારે અફઘાનિસ્તાન ૨-૦ થી આગળ છે
✅ ગઈકાલની મેચ એક મનોરંજક અને વિશ્વવિક્રમોથી ભરપુર હતી
અફઘાનિસ્તાન પાસે પોતાના ગ્રાઉન્ડસ નથી
આપણે અફઘાનિસ્તાનને ક્રિકેટના ગ્રાઉન્ડસ પ્રોવાઈડ કર્યા
આ અગાઉ નોઈડામાં પણ અફઘાનિસ્તાન રમવા આવી ચુક્યું હતું
આપણે જ એમની સાથે પ્રથમ ટેસ્ટમેચ રમ્યાં
એકરીતે ગઈકાલના વિશ્વવિક્રમોમાં ભારત પણ પરોક્ષ રીતે આમાં સામેલ થયું
✅ ગઈકાલની મેચ ——-
✅ ટોસ અફઘાનિસ્તાને જીત્યો
પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો
અને એક શરુ થયું મનોરંજન
અફઘાનીસ્તાનના ઓપનર કદાવર પઠાણ સારી હાઈટ-બોડીવાળા હઝરતઉલ્લાહ ઝાઝાઈ
અને ઉસ્માન ઘનીનીએ દાવની શરૂઆત કરી
પ્રથમ બે બોલ પછી અફ્ઘનીસ્તાને રીતસરનું આક્રમણ આયર્લેન્ડ પર કરી દીધું
આ ઝઝાઈ અને ઉસ્માને માત્ર ૧૭.૩ ઓવર્સમાં ૨૩૬ રનની ભાગીદારી નોંધાવી
ત્યારે ઉસ્માન ૪૮ બોલમાં ૭૩ રન નોંધાવી આઉટ થયો
તેમાં એણે૭ ચોગ્ગા અને ૩ છગ્ગા માર્યા હતાં
ત્યારે હઝ્ર્તુલાહ સદી તો મારી ચુક્યો જ હતો !!!
✅ આ ૨૩૬ રનની ભાગીદારી એ કોઈપણ વિકેટ માટેની ટી૨૦ ઇન્ટરનેશનલની સર્વોચ્ચ ભાગીદારી છે
આ અગાઉ આ ભાગીદારીનો વિશ્વવિક્રમ પ્રથમ વિકેટ માટે જ ઓસ્તેલીયાના એરોન ફિન્ચ અને ડી આર્સીકોટને નામે હતો
જે આ લોકોએ તોડયો
✅ અફઘાનિસ્તાને ૨૦ ઓવર્સમાં ૨૭૮ રન ૩ વિકેટે મારીને ઓસ્ત્રેલિઅન ૨૬૩ રનના વિશ્વવિક્રમને તોડયો
✅ ત્રીજો વિશ્વવિક્રમ ઝાઝઈએ તેની ૧૬૨ રનની ૬૨ બોલની અણનમ ઈનિંગમાં કુલ ૧૧ ચોગ્ગા અને 16 છગ્ગા માર્યા
આ અગાઉ ટી ૨૦ માં ૧૪ છગ્ગા મારવાનો રેકોર્ડ એરોન ફીન્ચને નામે હતો
જે કાલે ઝઝાઈએ તોડયો !!!
જોકે ઝઝાઈ એ ફિન્ચના ૧૭૨ રનના વિશ્વવિક્રમને ના તોડી શક્યો
✅ અફઘાનિસ્તાને ૨૭૮ રનમાં કુલ ૨૨ છગ્ગા માર્યા હતાં જે હતો જે હતો કાલનો ચોથો વિશ્વવિક્રમ
આ અગાઉ કુલ ૨૧ છગ્ગા વેસ્ટઇન્ડીઝે ભારત સામે માર્યા હતાં
✅ જો કે આયરલેન્ડે શરૂઆતી ૧૨૬ રનની ભાગીદારી કરી ફાઈત્બેકની આશા જરૂર આપી હતી
પણ રશીદખાન સામે તે ઝુકી ગયું
અને રશીદખાનની ૪ વિકેટો સાથે આયર્લેન્ડ ૨૦ ઓવરમાં ૧૯૪ રન ૭ વિકેટે નોંધાવી શક્યું
અને એમાં તેમણે પણ કુલ 8 છગ્ગા ફટકાર્યા હતાં
✅ આ મેચમાં કુલ ૩૦ છગ્ગા વાગ્યા
જે વેસ્ટ ઇન્ડીઝ અને ભારતનાં કુલ ૩૨ છગ્ગા કરતાં માત્ર ૨ છગ્ગા જ ઓછાં હતાં
✅ જીતના ૫૦ મેચના રેશિયામાં પણ અફઘાનિસ્તાન પ્રથમ નંબરે છે
તેનો રેશિયો છે ૬૭.૫૫
બીજા નંબરે પાકિસ્તાન છે તેનો જીતનો રેશિયો છે ૬૫.૧૦
અને ત્રીજા નંબરે ભારત છે જેનો જીતનો રેશિયો છે ૬૪.૯૫
ચોથા નંબરે આફ્રિકા આવે છે તેનો જીતનો રેશિયો છે ૫૯.૪૩
પાંચમાં નંબરે નેધરલેન્ડ આવે છે જેનો જીતનો રેશિયો છે ૫૫.૦૦
✅ આમ કાલની મેચ એ વિશ્વવિક્રમ અને મનોરંજનથી ભરપુર હતી
✅ હવે આઈસીસીએ અફ્ઘાનેસ્તાન સાથે ક્રિકેટના ખ્યાત્નામાં થયેલાં પ્રથમ ૮ દેશો સાથે તેની શ્રેણી ગોઠવવી જોઈએ
તો જ અફઘાનિસ્તાન આગળ આવશે અને એને પુરતો અનુભવ મળશે
નહીંતો કેટલાંક ક્રિકેટરોનો અકાળે અસ્ત થઇ ગયાં પછી આઈ સી સી આવી મેચો ગોઠવે તેનો શું અર્થ !!!
માત્ર વર્લ્ડ કપ એ મને માટે પુરતું નથી જ
બાકી …… અફઘાનિસ્તાન એ ક્રિકેટક્ષેત્રે ઝડપથી હરણફાળ ભરી રહેલો દેશ છે
ઇતિ સિધ્ધમ !!!
——— જનમેજય અધ્વર્યુ
👌👌👌👌👌
Leave a Reply