આજનું શિક્ષણ – મારી દ્રષ્ટિએ
હું નાનો હતો ત્યારથી જ મને જણાવવા માં આવ્યું હતું કે ભારતમાં શિક્ષણ એ બહુ કથળેલું છે
અને ગુજરાતમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર શિક્ષણમાં જ થાય છે…..
જે વાત અનેક સરકારો આવી અને ગઈ તેમ છતાં તેમાં કોઈ પણ જાતનો સુધારો નથી થયો એ નિર્વિવાદ છે
સરકારની અનેક સૂચનાઓ છતાં તેમાં કોઈ પણ જાતનો સુધારો નથી થતો કે નથી થતો એનો અમલ !!!
આ થિંગડું ક્યારેય સંધાવવાનું નથી
ઉલટાનું એને પશ્ચાત્યનું અનુકરણ કહીને આપણે ગૌરવ અનુભવીએ છીએ!!!
ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિનાની આવી શાળાઓ કે કોલેજો
આ કોર્સ નવો છે કે
આમાં ભવિષ્ય ઉજ્જવળ છે
એમ કહી આપણી બોલતી બંધ કરી દે છે
અને વિદ્યાર્થીઓને દિવસે સપનાઓ જોવડાવે છે!!!
આમાં જે તે શાળાઓ કે કોલેજોનું ખાનગીકરણ જ જવાબદાર છે
જેથી સંચાલકો મોં માંગ્યા પૈસા લાઇ શકે!!!
કોઈને પોસાય છે કે નહીં તે કોઈ જોતું જ નથી બાળકની ઈચ્છાઓ આગળ મા-બાપે આખરે નમતું જોખવું જ પડે છે
છોકરાને એને ગમતી લાઈનમાં આગળ જવા દેવા જોઈએ
હા એ વાત સાચી
પણ એમાં ભવિષ્ય શું?
એ બધાં જ ઠાલા વચનો છે
15-20 હજાર ની શરૂઆતથી કૈં ભવિષ્ય નિર્માણ ના થઇ શકે
એટલાં તો કારકુન અને પટવાળાને પણ મળતાં હોય છે
કોલેજો અને માસ્ટર ડિગ્રી વિશે કેટલીક આંખ ઉઘાડી નાંખે એવી વિગતો હવે પછીના સ્ટેટસમાં!!!
—————– જનમેજય અધવર્યું
Leave a Reply