👌 આ ખાસ વાંચજો બધાં તમને એ વાંચવું ગમશે જ 👌
🤝 #Me_Too અભિયાન છેલ્લો દિવસ સ્ટાઈલમાં 🤝
👉 તમોએ..અમોને..અમોએ..તમોને…
તમોના સુંદર સુંદર લીસાં લીસાં ગાલ જોઈને અમોને એ એ આભાસ થઇ રહ્યો છે કે
અમો તો જાણે તાજમહેલી આરસની ફરશપાર આળોટતાં ના હોઈએ
તમોની સુંદર ગોરી ગોરી પગની પાનીઓ જોઈને અમોને એ અહેસાસ થઈ રહ્યો છે કે તમો ખજુરાહો કે મદુરાઈની શિલ્પકૃતિ ના હોવ !!!
અમો તમારા મોહપાશમાં બંધાઈ જઈએ એવી અભિલાષાને તમોએ યૌન શોષણ એવું ગંદુ નામ આપી બદનામ કર્યું છે !!!
અમો તો તમારા સદાય ચાહક જ છીએ
તમો પણ અમારાં સદાય ચાહક જ રહયા છો
તો આટલા વર્ષે તમોને અમો પર આ યૌન શોષણનો ગલીચ આરોપ લગાવવાનું ક્યાંથી સૂઝ્યું !!!
અમોનો પ્રેમ તમો માટે લૈલા મજનુ અને શીરી -ફરહાદ અને સોહની મહીવાલ અને રોમિયો જુલિયેટ જેવો જ રહ્યો છે
પ્રેમ અમર છે એને શોષણનું નામ અપાય જ નહીં !!!
કૈં કેટલીય વાર અમોએ તમોનરા પગે પડીને ઘૂંટણો પાર બેસીને પ્રેમનો એકરાર કર્યો છે
તમો તો જરાય ટસના મસ થયાં
એ વાતને આટલા વર્ષે તમે પ્રેમને બદલે યૌન શોષણનું નામ આપી દીધું !!!
ધન્ય છે તમારી બુદ્ધિને !!!
👉 અમોએ પ્રેમનો એકરાર કર્યો હતો કોઈ કરાર નહીં !!!
આવા ગંદા વિચારો જો મનમાં લાવશો કે એનો અમલ કરશો
તો અમોને અલાઉદ્દિન ખીલજીને પદ્માવતી ના મળી એવો અફસોસ નહિ થાય
કોઈજ દુઃખની લાગણી નહિ અનુભવીએ
અમોને તમો પ્રત્યે ક્યારેય કોઈ લાગણી બંધાઈ જ નથી
આ તો પાત્રને અનુસરવું પડે આમ કર્યું હતું
તમોએ આપેલી ચેતવણીનો અમો સદર-સપ્રેમ ઇન્કાર કરીએ છીએ
👉 અમારા નિવાસસ્થાનનું વર્ણન અમોએ તમો આગળ શું કર્યું
તમે તો એમાં બિન બુલાયેં બારતીની જેમ
કંકુ ચોખા લઈને વધામણાં કરવા જ આવી પહોંચ્યા સીધાં !!!
મારા ઘરની રાઈ-મેથી ,ધાણાજીરું હિંગ કોકમ, ચા ખાંડ એ ક્યાં મૂક્યું છે એ મને ખબર છે
હજી સુધી અમોએ કોઈને અમારા પવિત્ર રસોઈઘરમાં અનધિકૃત પ્રવેશ કરવાની કોઈને અનુમતિ આપી જ નથી
કે નથી એવી કોઈ ખેવના !!!
લાદીઓ ભલે સુની હોય પણ સ્વચ્છ અને સાફસુથરી છે
કોઈ મલિનતા ભરેલી માનસવાળી સ્ત્રીઓએ એને ગંદી નથી કરી !!!
👉 ભોમિયો બનીને વનવગડામાં ઘુમીને અનેક પક્ષીઓના પીંછા એકત્રિત કરીને
તેમાંથી તૈયાર થયેલી મારી પાટો અને એમાં અષ્ટાવક્ર જેવો હું પરોવાતો આળોટતો હોઉં
જંગલમાંથી વીણી વીણીને એકઠાં કરેલા લાકડાં એમાંથી અવનવી ભાતવાળું બનાવેલું અને સુશોભિત કરાયેલું મારું ફર્નિચર અને મારો રજવાડી ખાટલો એ મારા એકલવાયા સુખની સાક્ષી પુરે છે
એકાંત એ અભિશાપ નથી આશીર્વાદ જ છે !!!
યાદોને સહારે હું જીવી લઇ શકું એમ જ છું !!!
સાથ હોય તોય શું અને ના હોય તોય શું !!!
જે ગાદલા પર હું ઉતરાણ પર પતંગોને કિન્ના બાંધીને મુકતો હતો એ ગોદડું મારી જાહોજલાલીનું સાક્ષી છે !!
કીડીઓના થરને થર ને મચ્છરોના સ્વર્ગ અને આમતેમ ઘૂમતી ફંગોળાતી ગરોળીઓથી મારા ઘરની નવરંગીત દીવાલો કયારેય મને ખાલીપાનો આભાસ નથી કરાવતી !!!
પાડોશીના નાના નાના ભૂલકાંઓને રમતાંજોવા મળતાં હોય અને નિસર્ગની કરંટ નિહાળવા મળતી હોય એવી અમારા ઘરની કાચની લાઇડ વિન્ડો
આસ્ફાલ્ટના ઘરોમાં છાપરા તો હોતા જ નથી હોય છે તો એ અગાશી
જેમાંથી હું ઠંડો હિમભર્યો અનિલ માણતો હોઉં છું
સૂર્યોદય અને સૂર્યાસ્ત જોવાની – માણવાની મજા કરાવતું એ મારાં ઘરનું ધાબુ એ મારા ઘરના મોભાને ટકાવી રાખવા માટે પૂરતું છે
કોઈ કટાહાકાર અને મથુરાઓના ચોબાને પણ પ્રિય થાય પડે એવું અમારું રસોડું
પક્ષીઓ અનેના કિલકિલાટથી શોભતું અને ચારેકોર લીલોતરીઓથી હર્યું ભર્યું લાગતું મારા ઘરનું આંગણું
સાવ લાખના ખર્ચે બનાધાવેલો ઝાકુઝી બાથ લઈ લઇ શકાય અને જાગુઆર નાળથી સુશોભિત મારો બાથરૂમ એય ……
👉 આ બધું જ મને મન્ત્રમૂગ્ધ કરી દે છે અને એજ મારું રોજીંદુ જીવન પણ છે
આવો આહલાદક આનંદ મને બીજે ક્યાં મળે બોલો તમો બોલો !!!
👉 મારા આ સુખની તમોને ઈર્ષ્યા આવી એટલે તમોએ Me Too અહીંત્યાં અંતર્ગત યૌન શોષણનો આરોપ લગાવી દીધો
આ તમો મારા પ્રિય છો અને સ્ત્રી છો એટલે માફ કરું છું
આવો આરોપ જો પુરુષોએ લગાવ્યો હોત તો !!!
કોઈ સફાઈ પેશ કરવામાં હું માનતો જ નથી !!!
તમોને જે ગમ્યું એ તમારું અને અમોને જે ગમ્યું એ અમારું !!!
એ ક્યારે આપણું તો નહીં જ બની શકે !!!
જાગ રે જોગણ જાગ..રે…. જાગ રે જોગણ જાગ..😇😇
————– જનમેજય અધ્વર્યુ
☘️🍀🍁🍂🌴🍃🌳🌱🌷🌼
Leave a Reply