આ ખાસ જ વાંચજો સૌ ——
✍ પદ્માવતી – શૌહરથી જૌહર
ઐતિહાસિકતા ઓછી મનઘડંત કહાની વધારે ✍
માણસમાં વિરોધો અને વિચારોની સુનામી હંમેશા ઉઠતી જ રહેતી હોય છે
વિચારોની ઉઠે ત્યાં સુધી તો વાંધો નહીં
પણ જયારે વિરોધની ઉઠે તો એ પોતાની સાથે અનેકને લઇ દુબે છે
રાજકારણની હોડીને હલેસાં મારવાથી કઈ સાગર પાર કરી શકતો નથી
આ વાત પદ્માવત મહાકાવ્ય અને પદ્માવત ફિલ્મને લાગુ પાડી શકાય
આમ જોવા જઈએ તો આમાં રાજપૂતોને ઠેસ પહોંચવાના ૩ કારણો છે
[૧] બધા રાજપૂતોને એક કરો જો એક થયા તો અલ્લાઉદ્દીન ખતમ …… નહીં તો આપણે ખતમ
આવી માનસિકતા યુદ્ધ પૂર્વે દર્શાવાઈ છે
યુદ્ધનાં માત્ર એંધાણ હતાં
પણ માનસિકતા પહેલેથી જ હતી
આનો વિરોધ કરી શકાય
અલબત્ત ઐતિહાસિક રીતે તો નહીં જ ……… ફિલ્મની દ્રષ્ટિએ !!!
રાજપૂતોને જે ખોટું લાગ્યું છે તે આ કારણે જ છે
એને ઉવેખી શકાય એમ નથી
મુખ્ય કારણ એ છે કે રાજપૂતોને ગુજરાતમાંથી વીણી વીણીને ખતમ કરનાર છે આ અલ્લાઉદ્દીન ખીલજી
એને કેન્દ્રસ્થાને રાખીને જયારે ફિલ્મ બનવવામાં આવે ત્યારે રાજ્પૂતોનું લોહી ઉકળે એ સ્વાભાવિક જ ગણાય !!!
[૨] રજપૂતાણીઓ કમર કયારેય ના બતાવે મોઢું તો બહુ જ દૂરની વાત છે
મુખ્ય વિરોધ “ઘૂમર ” નૃત્યમાં ઘણી કાપકૂપ કરવા છતાં ભણશાળી પદ્માવતી (દીપિકા પાદુકોણે)ની કમર અને અંગડાઈઈઓ અને પગ બતાવવાનાં ચુક્યા નથી
આ ખરેખર વિરોધને લાયક છે
ઐતિહાસિકફિલ્મમાં આ નિવારી શકાય એમ હતું જ
પણ આ ફિલમ છે !!!
[૩] રાજ્પ્પુતાનામાં પદ્માવતીનું નામ મોખરે છે એના પાત્રને જ મહત્વ ના આપવામાં આવતું હોય તો આ ફિલ્મનો કોઈજ અર્થ જ નથી
છેલ્લી ૪૫ મિનીટ મહાપરાણે ખેંચી છે
જૌહરના દ્રશ્યો વધારે સારી રીતે બતાવી શકયા હોત
આજ તો ફિલ્મનું હાર્દ છે અને આ જ એક માત્ર વાસ્વિકતા છે બાકી સત્ય તો હજીય વેગળું જ છે
પદ્માવતીનાં પાત્રને જોઈએ એવો ઉઠાવ નથી મળ્યો
રાવલ રતનસિંહ સામી છાતીએ લડતાં લડતાં મરાયા હતાં પાછળથી તીર નહોતાં મરાયા
આ ફિલ્મમાં ઈતિહાસ સાથે જબરજસ્ત ચેડા કરવામાં આવ્યાં છે
નામ ખાલી “પદ્માવત” મહાકાવ્યનું બાકી કંઈ કેટલાય ટુકડાઓ પાડતી આ ફિલ્મ ૨.૪૩ કલાક લાંબી છે
ખીલજી નૃત્ય કરતો બતાવાય તો મુસ્લિમ કોમ પણ નારાજ જ થાય
એનાં બે વાક્ય અરુચિકર છે
‘હિન્દુસ્તાનનો તાજ કોઈના માથે જઈને બેસી જાય છે ”
અને બીજું વાક્ય
” મારે કોઈ પણ રીતે મારું નામ ઇતિહાસમાં અમર બનાવવું છે !!!”
બાકી રણવીરસિંહ આમ તો મને ગમતો જ નથી પણ આ ફિલ્મમાં એની અદાકારી બેનમૂન છે —–ઇતિ સિદ્ધમ !!!
આમાં રણવીરસિંહ અલાઉદ્દીન ખીલજી છે એ વાત ભૂલી જઈએ તો
રણવીરસિંહ ૧૦૦ માંથી ૧૦૦ માર્ક મેળવવાને લાયક જ ગણાય
દીપિકા પાદુકોણે ને બહુ ન્યાય નથી મળ્યો
એ ખોટું જ થયું છે
પણ એને પદ્માવતીના પાત્રને લોકજીભે રમતું કરી દીધું છે
આ વાત નાનીસુની નથી જ
આને વધારે સ્કોપ મળવો જોઈતો હતો
વિરોધ આ જ છે મુખ્યત્વે તો !!!
પ્રમાણમાં રાવલ રતનસિંહના પાત્રને જીવંત બનાવવાનો પુરતો પ્રયત્ન કર્યો છે
એના મુખે બોલાયેલાં સંવાદો કાબિલે તારીફ છે
જલાલુદ્દીન ખીલજી , બાદલ અને ગોરાના પાત્રો તો ક્રિકેટના ૧૨માં ખેલાડીઓ જેવા છે એને બદલે અલ્લાઉદ્દીનની પત્ની મહેરૂન્નીસા (અદિતિ રાવ હૈદરી)ને વધારે સ્કોપ આપવામાં આવ્યો છે
એણે કામ પણ સારું કર્યું છે જ
ફિલ્મના સેટ જોતા ચિત્તોડ કરતાં આમેર જેવા વધુ લાગે છે
અલ્યા ભાઈ ચિત્તોડનો કિલ્લો અને પદ્મિનીનો મહેલ
અને ગોરા અને બાદલની વીરતા તો ત્યાં જ બતાવી શકાત ને !!!
ઘૂમર અને હોળીનું ગીત સારું છે
ઘૂમરનું ફિલ્માંકન યોગ્ય રીતે નથી થયું
ફિલ્મની પટકથા ઘણી ઘણી જ નબળી છે
કયાંય કેમેસ્ટ્રી જળવાતી જ નથી
આમાં મને તો એમ લાગે છે કે કઈ વાતને પ્રાધાન્ય આપવું જોઈએ એ બાબતમાં ભણશાલી જબરજસ્ત થાપ ખાઈ ગયાં છે જોકે એવું એમને માટે નવું નથી જ !!!
દિગ્દર્શન નિમ્ન સ્તરનું છે
ફોટોગ્રાફી પણ !!!!
હું આ ફિલ્મને આપવાં ખાતર ૧ સ્ટાર જ આપું છું
ચાલો આ તો થઇ ફિલ્મી વાત
પણ એક વાત સમગ્ર ફિલ્મ ભલે ઘણી નબળી હોય પણ આમાં ઉગ્ર વિરોધ નહોતો થવો જોઈતો
વિરોધના કારણો તો છે જ છે છતાં પણ !!!!
સારાંશ —- ફિલ્મ નબળી છે …… ઐતિહાસિકતા છે પણ રાજપૂતોની આના-બાન-શાનમાં ક્યાંય કશેજ વાંધાજનક નથી
ઈતિહાસ ખોટો છે એ વાત પર જ માછલાં ધોઈ શકાય તેમ છે
બાકી રાજપૂત કોમની ક્યાંય કશે જ બેઈજ્જતી નથી થતી !!!
ઈતિહાસ જ આવા વિરોધોનું મુખ્ય કારણ છે એ વાત આપણે જોઈએ
કેટલાંક વિશ્લેષકોનું એવું પણ કહેવું છે કે
આફિલ્મમાં અલ્લાઉદ્દીન ખીલજીનાં પાત્રને પુરતો ન્યાય નથી મળ્યો
આ જ આપણા દેશની માનસિક સંકુચિતતા દર્શાવે છે
આને માટે તો ઉગ્ર વિરોધ થવો જ જવો જોઈએ !!!
ખીલજીને ઇતિહાસમાં અને મુસ્લિમ-બ્રિટિશ ઈતિહાસકારોએ ભારતનો મહાનતમ શક્તિશાળી શાસક ગાણાવ્યો છે
મારો વિરોધ જ ત્યાં છે
આ જૌહરની ઘટના એક નહિ પણ ૫ ઠેકાણે બની હતી
અલબત્ત ખીલજીના સમયમાં જે વિષે હું લખી જ ચુક્યો છું
ઈતિહાસ ખીલજીના વખાણ કરતા હજીય ધરાતું જ નથી
આપના સોશિયલ મીડિયા અને કેટલાંક મીડિયાવાળા આને જ મહત્વ આપ્યા કરે છે
આ ઘટના બની હતી ઈસ્વીસન ૧૩૦૨-૧૩૦૩ માં
તે વખતના ઈતિહાસકારોએ અલાઉદ્દીનની માનસિક હારને બચાવવાં જે પ્રયત્નો કર્યા હતાં
જે આજપર્યંત પણ ચાલુ જ છે
રહી ચિત્તોડની વાત ——
પદમણી છોક્ક્સ પાને મહાસતી ગણાય એમાં કોઈ શંકાને સ્થાન નથી
રાવલ રતનસીહ બહાદુર જ હતાં એમાં પણ કોઈ શંકાને સ્થાન નથી જ
રાજપૂતાનામાં જે મહાવીરો મહારાણાઓ થયાં હતા અને ચિત્તોડનો વિકાસ થયો તો એ તો એના પછી થયો હતો
રાણા કુંભા , રાણા સંગા, રાણા ઉદેસિંહ અને મહાન નામ મહારાણા પ્રતાપનું
આ બધામાં એક વાત ઉડીને આંખે વળગે તેવી એ છે કે
એમની રાણીઓ કોઈજ મહત્વની નથી
જેવી પદ્માવતી હતી એવી જ સ્તો !!!!
“પદ્માવત” મહાકાવ્ય ઇસવીસન ૧૫૪૦માં રચાયું
એટલેકે જૌહર પછી લગભગ ૨૩૭ વર્ષે
આ પહેલા હમીર રાસો અને પૃથ્વીરાજ રાસો રચાઈ ચૂક્યાં હતાં
હમીર રાસોમાં ખીલજીની જ વાત છે
આશ્ચર્યની વાત એ છે કે કોઈએ એને મહત્વ આપ્યું જ નથી !!!
અરે કાન્હડ દે પ્રબંધ પણ ઇસવીસન ૧૪૫૫ માં રચાયું
મારો પ્રશ્ન એ છે કે “પદ્માવત” ને જ જો સાચી હકીકત માનવામાં આવે તો આગળના ઈતિહાસકારોએ એ વિષે મૌન જ સાધ્યું હતું કે ખીલજીની જ પ્રશસ્તિ કર્યા કરી હતી કે શું ?
કર્નલ ટોડનો પણ ઈતિહાસ ખોટો છે અને સાલવારી તો તદ્દન જ ખોટી છે
એને કોઈ પણ રીતે આધારભૂત ગણી જ ના શકાય
આ તો સારું છે કે અસ્થિઓના DNA ટેસ્ટથી સાચી હકીકત સામે આવી નહીંતો હજી પણ ઈતિહાસ તો ધરતીમાં ધરબાયેલો જ રહ્યો હોત !!!!
સાચો ઈતિહાસ તો હજી પણ જોજનો દૂર જ છે !!!!
અત્યારનાં મીડિયામાં એક સોચી સમજી સાજીશ ચાલી રહી છે કે કોઈ પણ રીતે રાજપૂતોની વિરુદ્ધ અને બ્રાહ્મણોની વિરુદ્ધ જેમ તેમ લખવું
અને એમને કોઈને પણ રીતે નીચે પાડવા
એમાં આ ફીલ્મે બળતાંમાં ઘી જ હોમ્યું છે
આપણે એ જોવાનું કે આપણે કોઈ સાજીશનાં શિકાર ના બનીએ
અને કોઈનાં હાથા ના બનીએ !!!
——– જનમેજય અધ્વર્યુ
⚔⚔⚔⚔⚔⚔⚔⚔⚔
Leave a Reply