Sun-Temple-Baanner

અમદાવાદ એટલે અમદાવાદ


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


અમદાવાદ એટલે અમદાવાદ


અમદાવાદ એટલે અમદાવાદ

👉 શહેર એટલે શું ?
ગામોનું એકત્રીકરણ
લોકસમૂહની એકતા
વિસ્તારોનું વિસ્તૃતીકરણ
વિચારોની પરિપક્વતા
મલીન વિચારોનું સ્મશાનગૃહ
વિચારોનું અમલીકરણ
ઉચ્ચ ભાવનાઓ
ઉત્સવોની આનંદહેલી
સુશોભનો અને શણગાર સજીને જેમ દુલ્હા-દુલ્હનો લગ્નગ્રંથીથી બંધાય છે
તેવી રીતે સદ્ય શણગાર સજતું
અને વિકલ્પોને આવકારતું સદાય વિકસિત થવા તૈયાર રહેતું શહેર
એટલે મારું……..તમારું ……..આપણું સૌનું પોતીકું શહેર એટલે અમદાવાદ !!!!

👉 અમદાવાદ એટલે અસ્તિત્વનો એહસાસ
અમદાવાદ એટલે સદભાવના
અમદાવાદ એટલે સુવિચાર
અમદાવાદ એટલે દ્રઢ સંકલ્પ
અમદાવાદ એટલે વિકાસ
અમદાવાદ એટલે સંગતિ
અમદાવાદ એટલે સંઘભાવના
અમદાવાદ એટલે સહચર્ય
અમદાવાદ એટલે પ્રસન્ન દાંપત્ય જીવન
અમદાવાદ એટલે કુતુહલતા
અમદાવાદ એટલે ઉત્સુકતા
અમદાવાદ એટલે કાર્યાન્વિતતા
અમદાવાદ એટલે સુવિધાઓની ઉપલબ્ધી
એમદાવાદ એટલે ચુંબકીય આકર્ષણ
અમદાવાદા એટલે લોકને એકમેક સાથે જોડતું ગુરુત્વાકર્ષણ
અમદાવાદ એટલે ઈતિહાસ
અમદાવાદ એટલે આધુનિકતા
અમદાવાદ એટલે માનસિક સંતુલન
અમદાવાદ એટલે કેળવણી
અમદાવાદ એટલે જાળવણી
અમદાવાદ એટલે સભાનતા
અમદાવાદ એટલે નક્કરતા
અમદાવાદ એટલે કટ્ટરતાની બાદબાકી
અમદાવાદ એટલે સંબંધો
અમદાવાદ એટલે સર્વધર્મ
અમદાવાદ એટલે પૌષ્ટિકતા
અમદાવાદ એટલે સાહિત્યિકતા

👉 આવું છે ભાઈ અમારું પ્યારું અમદાવાદ !!!
અમદાવાદ ક્યારેય વૃદ્ધ થયું જ નથી
અમદાવાદમાં અબાલવૃદ્ધો એક સાથે આનંદ કરતાં નજરે પડે છે
ના કોઈ ઉંમરનો બાધ ……… ના કોઈ વિજાતીય અશ્લીલતા !!!
માત્ર નર્યો આનંદ !!!
એ માટે અમદાવાદીઓ ધૂમ પૈસા ખર્ચે છે
અને એનું સાટું પણ મેળવે છે !!!!
થીમ બેઝ ખાણીપીણી એ અમદાવાદની આગવી વિશેષતા બની ગઈ છે
ક્યારેક અતિહાસિક થીમ હોય કે ક્યારેક આધુનિક થીમ હોય અને ક્યારેક ખાણીપીણીની વૈવિધ્યપૂર્ણ થીમ હોય
જે મહદઅંશે કાયમી બની જાય છે
આવા તો અનેકો બજારો , મોલો, કાફેઓ અને હોટલો અને રેસ્ટોરાં ઠેરઠેર નજરે પડે છે
ગુજરાતી , કાઠીયાવાડી , પંજાબી, ચાઇનીઝ , મોગલાઈ , મેક્સિકન કે ઇન્ટર કોન્ટીનેન્ટલ ખાવાનું -જમવાનું -ચગળવાનું ઠેરઠેર મળે જ છે
નાસ્તો,ફાસ્ટફૂડ , ચટાકેદાર ફરસાણ, મીઠાઈઓ , ચા-કોફી , સોડા, સેન્ડવીચ ઢોકળાં, ફાફડા -ગાંઠિયા , સમોસા ,કચોરી ,ખમણ ,ભૂંગળા બટેટા , અમેરિકન મકાઈ , ચણાચોર ગરમ , ચટાકેદાર ચાટ, ફ્રેન્કી ,પીઝા , સૂપ , સલાડ ,બોમ્બે ભેળ, દાબેલી વડાપાઉં , ભજીયા , ગોટા, ભાજીપાઉં , બ્રેડ પકોડા, સેવ ઉસળ, રગડા પેટીસ વગેરે અનેકો પ્રકારની વાનગીઓની જગ્યાઓ સદાય લોકમેળાથી ભરપુર જ હોય છે…..
એમાં હવે તો આ વધતી મોંઘવારીમાં સ્કીમોને લીધે માત્ર શનિ-રવિ જ નહી પણ આખું અઠવાડિયું એ લોકોને આકર્ષિત અને જમાવડો કરતુ જ રહે છે અને કરતું જ રહેશે એમાં કોઈ જ બેમત નથી !!!!
હા …… અમદાવાદની સ્પેશીયાલીટી હોય તો તે છે દાળવડા અને ચોળાફળી !!!
મિષ્ટાનમાં જલેબી !!!
અમદાવાદ એ માત્ર ખાઈપીને સંતૃપ્ત થઈને બેસી રહેતું શહેર નથી
કિટી પાર્ટીઓ કે સ્નેહમિલનો કે મિત્રોના ઘરે મહેફિલની મિજબાની કરીને સંબંધોની ગાંઠ મજબુત કરતું શહેર છે
આવું તો રોજબરોજ જ બને છે ………પ્રસંગોપાત નહીં !!!!

👉 અમદાવાદ એટલે ઇતિહાસને આત્મસાત કરીને પોતાનાં શ્વાસમાં સમાવતું શહેર છે
મંદિરોમાં પણ લોકોની આસ્થા ઉત્તરોત્તર વધતી નજરે પડી છે
પણ તેમ છતાં એક વાત કહેવાનું મન જરૂર થાય છે કે લોકોમાં એક પ્રકારની ઉદાસીનતા જરૂર જોવાં મળે છે ઐતિહાસિક સ્મારકો પ્રત્યે
અરે ભાઈઓ – બહેનો શું એક વાર નાનપણમાં ત્યાં ગયાં હોઈએ એ પુરતું નથી
એ પણ એકલા પડી ગયા હોય છે જો વારંવાર ત્યાં જવામાં નહીં આવે તો એમને પણ એકાંત અને એકલતા કોરી ખાશે
એમને પણ આપણા બનાવો અને આપની સંસ્કૃતિના માત્ર સ્ટેટસ જ નહી પણ આપણા કુટુંબીજનો બનાવો
પછી જુઓ અમદવાદ કેવું ખીલે છે અને વિકસે છે તે !!!
આટલું અવશ્ય કરશો તો મને આનંદ થશે !!!!
જાળવણી એ આપણા જ હાથમાં છે ને !!!
અમે અમદાવાદ કેળવણીમાં હરણફાળ ભરવા માંડી છે
તે એ ઉચ્ચ કેળવણીનો યોગ્ય ઉપયોગ કરો યોગ્ય માર્ગદર્શન મેળવીને
અત્યારે એનો ખુબ જ સ્કોપ છે
પ્લેસમેન્ટ પણ મળે છે તો ખુબ કમાઓ -ધમાઓ અને નવરાશના સમયે માનવકલ્યાણનાં કાર્યો કરો
અને ઐતિહાસિક સ્થળો અને પ્રાકૃતિક સ્થળોની મુલાકાત લેતાં રહો !!!!

👉 આમેય અમદાવાદ એ સદાય જીવંત શહેર છે
અમદાવાદની એક ખાસિયત એ છે કે
લોકો શાસ્ત્રોમાં પણ પારંગત છે અને શસ્ત્રોમાં પણ
એટલે જ અમદાવાદ કયારેય સંસ્કૃતિથી વિમુખ નથી થયું અને આતંકવાદીઓ એની સામે નજર ઉઠાવતાં પણ ખચકાય છે
અમદાવાદનો એક જ વાદ છે માનવતાવાદ
અનો અનુભવ અને એહસાસ મને ડગલે અને પગલે થતો જ રહ્યો છે
માત્ર મને જ શું કામ અનેકોને રોજબરોજ થતો જ રહે છે
એનો મને જ નહીં પણ દરેક અમદાવાદીઓને ગર્વ છે
શહેર એ હંમેશા લોકોની પ્રકૃતિ અને અને લોકોની ઉદારતાથી જ સમૃદ્ધ બને
અને એટલે જ અમારું પ્યારું અમદાવાદ આજે અતિસમૃદ્ધ બન્યું છે

👉 દ્વૈતને પણ આવકારતું અને અદ્વૈતને પણ અનુસરતું શહેર એટલે મેગા સીટી અમદાવાદ
અમદાવાદમાં રોજબરોજ જ ગગનચુંબી ઇમારતો બને છે
એ પછી શોપિંગ મોલ હોય, મલ્ટીપ્લેક્ષ હોય, આસમાનને ચૂમતા ફ્લેટો હોય કે આલીશાન બંગલાઓ હોય કે પછી ડુપ્લેક્ષ, ટેનામેન્ટ કે રો હાઉસીસ હોય
કે પછી અમદાવાદની આજુબાજુના વિકેન્ડ હોમ હોય
કે પછી અમદવાદના સુંદર રસ્તાઓ હોય
કે પછી ફ્લાય ઓવર કે અન્ડરબ્રીજ હોય
દરેક જગ્યાએ સુંદરતાનો એહસાસ જરૂર થાય છે
કોતરણી અને કલાકારીગરી અને આધુનિક ઉપકરણોથી સુસજ્જ થઇ રહેલું અમારું આ શહેર દરેક કોમોને ભણતર, નોકરી-ધંધાઅને કાયમી વસવાટ માટે આવાકારે જ છે

👉 ઉત્સવો મનાવવા માટે આવો અમદવાદ
ઉત્સાહની અનુભૂતિ કરવાં આવો અમદવાદ
દ્વિચક્રી વાહનો , બી આર ટી એસ અને ટૂંક સમયમાં શરુ થતી મેટ્રો ટ્રેનમાં સફર -સહેલગાહ કરી
સાયન્સ સીટી,રીવર ફ્રન્ટ , કાંકરીયા, વૈષ્ણોદેવી , અડાલજ, શહેરની ધરોહર સમી પોળો, અમદાવાદના બજારો , સરખેજનો રોજો , સીદી સૈયદની જાળી , જુમ્મા મસ્જીદ , ત્રણ દરવાજા સહિતના અમદાવાદના ૭ દરવાજા . શાહ આલમ રોજો , દરિયાખાન ઘુમ્મટ, રાણી રૂપમતી મસ્જીદ ,ભદ્રનો કિલ્લો, રાણીનો હજીરો, જેઠાભાઈની વાવ , દાદાહરીની વાવ , અડાલજની વાવ અને ઉવાદસદની વાવ જુઓ તો તમને અમદાવાદને આત્મસાત કર્યું ગણાશે !!!
ભદ્રકાળી મંદિર કેમ્પના હનુમાન , ચમત્કારી વિસાવાળા હનુમાન . લાલદરવાજા સ્થિત ગણેશજીનું મંદિર , નરોડા સ્થિત મહાપ્રભુજીની બેઠક, ગાયત્રી શક્તિપીઠ, ધરણીધર દેરાસર, ગાંધીનગર જતાં કોબા પાસે આવેલું શિવમંદિર , બાલાજી મંદિર , સ્વામીનારાયણ મંદિર, ઇસ્કોન મંદિર, ભાડજ સ્થિત રાધાસ્વામી મંદિર,લક્ષ્મીજી મંદિર, સોલંકી યુગની શાખ પુરતું કર્ણમુક્તેશ્વર અને એરપોર્ટ રોડ પર આવેલું રણમુક્તેશ્વર મહાદેવમાં જઈ તમારી ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા અને આસ્થા વ્યકત કરો
તો એ અમદાવાદને આપેલું એક મોટું અર્ઘ્ય ગણાશે !!!
ફરવા -ટહેલવા – સહેલગાહ કરવાં , કુટુંબ સાથે સમય પસાર કરવાં માટે મોલો, કાફેસ , કોફીબાર , લો ગાર્ડન , પ્રહલાદનગર ગાર્ડન, ઠેર ઠેકાણે આવેલાં ઔડા ગાર્ડન માં જાઓ
કેનાલ કે કાંકરીયા કે રીવર ફ્રન્ટ જાઓ તો જીવવું સાર્થક જ છે એવું લાગ્યાં વગર રહેશે નહીં !!!
ગાંધી આશ્રમ . સદાર પટેલ મેમોરીયલ કે કોચરબ આશ્રમ પણ આમાંથી બાકાત ના રાખશો !!!
અમદાવાદના થીયેટરો અને નાટ્ય સંસ્થાઓ
સાહિત્ય પરિષદ અને સાહિત્ય એકાદમી , નવોદિતોને આકર્ષિત કરતી “આકંઠ” સાબરમતી ,બુધ સભાઅને નવજીવન પ્રેસ
અને IIM, NID, ગુજરાત યુનીવર્સીટી , PDPU અને કર્ણાવતી યુનીવર્સીટીની અને ગુજરાત વિદ્યાપીઠની પણ એકવાર મુલાકાત તો જરૂર લેજો !!!
અનુભૂતિનો એહસાસ ના કરો તો જીવન નિરર્થક જ છે
આ અનુભુતી સંસ્કૃતિના વારસા વગર અશકય છે
એમાંય સાહિત્ય ક્ષેત્રે અમદવાદ સદાય સક્રિય જ રહ્યું છે !!!

👉 અમદાવાદના લોકોનું તો કહેવું જ શું !!!
ફેશન પરસ્ત લોકો પણ નિર્દોષ આનંદ લેતાં મોંઘીદાટ ગાડીઓ કે દ્વિચક્રી વાહનો પર કે જ્યાં જ્યાં ઉભેલાં જોઉં છું
અને એકબીજામાં ઓતપ્રોત હોવા છતાં જયારે અન્યને “કાકા” કહેતાંઅને ઈજ્જત બક્ષતાં અને માનવતાનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડતાં જોઉં છું
ત્યારે ત્યારે અને લગભગ રોજ જ મારા મોંઢામાંથી એક જ વાકય સરે છે
” વાહ અમદાવાદ વાહ ”

👉 જો તમે અમદવાદ નથી જોયું કે નથી માણ્યું તો તમે જીવનમાં કશું જ નથી કર્યું કે કશું જ માણ્યું નથી
કશું જ પ્રાપ્ત કર્યું નથી કે કોઈ જ ધ્યેય હાંસલ નથી કર્યું !!!
ટૂંકમાં અમદવાદ એટલે વસવાટ નહિ પણ જીવન જીવ્યાનો એક પરમાનંદ !!!
અમદાવાદ એટલે ઈતિહાસને સાથે રાખીને આધુનિકતા અપનાવીને એક સુભગ સમન્વય સાધતું શહેર !!!

👉 આવો જી આવો અમારાં અમદવાદમાં
માણો-જીવો અને જીવનભરનું ભાથું લઇ જાઓ !!!!

👉 સાષ્ટાંગ દંડવત પ્રણામ અમદવાદ

👉 હેપી બર્થ ડે અમદવાદ !!!!

———- જનમેજય અધ્વર્યુ

👉🏙🌃🏘🏰🏠🏢🏬🏣🏤🏥🏦🏩

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.