🙏 ગાંધી નિર્વાણ દિન 🙏
એક માણસ (ભગવાન) માત્ર ૨૭ વર્ષ જ જીવ્યા છે
એમનું કાર્ય પૂરું થઇ ગયા પછી સામાન્ય પારઘીના બાણથી વીંધાઈને મૃત્યુની રહ જોતા પડયાં છે
અને એક માણસ સદાય ઓછાં વસ્ત્રો પહેરીને સાદાઈથી પોતાના કરિશ્મા વડે ભારતને અહિંસાથી
આઝાદી અપાવી ગયો
અને આજે એને ઠાઠમાઠથી પોઢાઢવામાં આવ્યો છે
ગાંધીજીને તો આવી કોઈ ખેવના નહોતી
કે નહોતી ભગવાન શ્રીકૃષ્ણણે પણ
પણ છતાં લોકો ભગવાન શ્રીકૃષ્ણ પર આસ્થા વ્યક્ત કરતાં પણ અચકાય છે
કદાચ એમને પણ પોતાની મૃત્યુની જગ્યા માટે કે જન્મસ્થાન માટે કોર્ટમાં જવું પડે તો નવાઈ નહીં
ગાંધીજી પર રોટલા શેકનાર તો ઘણા મળી રહેશે
પણ એમને જીવનમાં ઉતારનાર અને સમજનાર કેટલાં?
માત્ર ફૂલોથી રાજઘાટને સજાવાય એટલે આપણી ગાંધીજી પ્રત્યેની જવાબદારી પૂરી
સેલ્ફીઓ પાડીને એમ કહેવાશે
“મી એટ રાજઘાટ ”
સત્ય તો એ છે કે
આપણે નાસમજ લોકો જવાબદારીઓમાંથી છટકીએ છીએ
એમના અધૂરા કાર્યો આપણે પુરા કરવાં જ નથી !!!
ક્યારે અને કોણ કરશે એ પ્રશ્ન મારાં મનમાં અવશ્ય સતાવી રહ્યો છે !!!
એક હિંદુ એ બીજા હિંદુને ૩ ગોળીઓ મારી વીંધી નાંખ્યો
ન અન્ય કોઈ ધર્મ કે ન નાતજાતના વાડા
ના આતંકવાદ કે ન પ્રાંતવાદ
માત્ર મહત્વકાંક્ષા જ આમાં જવાબદાર છે
કડવું છે પણ આ જ સત્ય છે
જેનો સ્વીકાર કરતાં આપણે અચકાઈએ છીએ !!
પહેલાં તો આ દિવસે ૧૧ વાગે સાયરન પણ વાગતી હતી
આજે આપણને એમની યાદ અપાવવા કોઈ જ સાયરન વાગતી નથી
તેમ છતાં ——–
જો આપણે એમને સાચાં દિલથી યાદ કરી શકીએ તો કેવું સારું !!!
વિચારજો જરા વિચારવા જેવું છે
તો અને તો જ કદાચ કોઈનાય બલિદાન હવે પછી એળે નહીં જાય
અસ્તુ !!!
——— જનમેજય અધ્વર્યુ
👏👏👏👏👏👏
Leave a Reply