ખાસ વાંચવા જેવી વાર્તા —-
🙏 પિતાની મહાનતા 🙏
સત્યઘટના પર આધારિત ટૂંકી વાર્તા
એક સંયુક્ત કુટુંબમાં પિતાજી અને એમનાં દીકરાનો પરિવાર સાથે જ રહેતો હતો બહુ વર્ષોથી
દીકરાનું લગ્ન થયું બે છોકરાઓ થયાં
પણ દીકરાઓ કશું કામ કરતો નહોતો
તાત્પર્ય એ કે એ કમાતો કશું જ નહોતો
ત્તેની પત્ની એને રોજ જ મેણા ટોણા માર્યા કરે
“તમારાં પિતાજીને કહો કે આપણા નામે પૈસા અને ઘર કરી દે !!!”
છોકરાંઓનો ભણતરનો ખર્ચ પણ પિતાજી જ ઉપાડે
પણ પિતાજી પાસે એટલાં બધા પૈસા હતાં નહીં
સગો દીકરો પણ પિતાજીને કહેવાં લાગ્યો
“તમે મારે માટે કર્યું છે જ શું ?”
“તમે મારી પાછળ કર્યું છે જ શું ?
“માતા પણ એમાં જ મારી ગઈ અહાવે અમને પણ મારી નાખોને તો સારું ?”
પિતાજીએ કોઈ જ જવાબ આપ્યો જ નહીં
થોડા વર્ષો વીત્યા પિતાજીએ શેરબજાર અને પોતે બહુ સારાં લેખક હોવાથી તેઓ ધૂમ પૈસા કમાયા
આવતથી દીકરો અજાણ હતો
તે પોઅતના EGOમાજ રચ્યો પચ્યો રહેતો હતો
પણ કમાતો કશું નહોતો !!!
પિતાજીની ઉમર ૯૦+ થઇ ગઈ હતી
તેમણે પોતાનું વિલ બનાવ્યું અને સ્તાહે પાડોશીને
એક કોરો છેક પોતાની સહી કરીને આપી રાખ્યો
પિતાજીનું ઉમરને કારણે અવસાન થઇ ગયું
દીકરાએ લોકલાજે બધું જ કર્યું એમની પાછળ
પણ લાગણી નામનું તત્વ એનામાં જરીકે હતું જ નહી!!!
વિલનું વાંચન થયું ત્યારે જ કબર પડી કે
પિતાજીએ પોતાની જંગી મિલકત અને ઘર પોતાના દીકરાને નામે જ કર્યું કયું હતું પહેલેથી જ
કોઈ ટ્રસ્ટને નામે નહોતું કર્યું !!!
અને એના છોકરાઓને પણ કોઈ જ તકલીફ ના પડે એની પણ પુરતી તકેદારી હતી
અને
અને
અને પેલો કોરો ચેક જે વટાવોતો કરોડ રૂપિયા મળે
જે પહેલેથી જ પિતાજીએ વિલની સાથે આપી રાખ્યો હતો
જેથી કરીને પોતાના દીકરાને અને છોકરાઓને કોઈ જ તકલીફ ના પડે
પુત્રે આ વાત જાણી તો એ હક્કાબક્કા જ રહી ગયો
એને પોતાનેજ હવે એવું થવા માંડ્યું કે મને કોઈ મર્સી કિલિંગથી મારી નાંખે તો કેવું સારું ?
પિતાનીદૂરદર્શી પર એ પોરસાતો રહ્યો
અચાનક એને પણ કલમનો કસબ અજમાવાનો નિશ્ચય કયો
આજ વાત એણે ટૂંકી વાર્તા રૂપે લખી
છાપમાં આપી
પણ
જયારે છપાવવાની હતી ત્યારે એણે પ્રકાશકને ફોન કર્યો
અને કહ્યું કે મારી વાર્તાનું શીર્ષક
“પિતાની મહાનતા”ની જગ્યાએ
“અણસમજુ દીકરો” રાખવાનું કહ્યું
ત્યારે પ્રકાશક જે પેલા દીકરાનો મિત્ર હતો તેણે કહ્યું
” મિત્ર ……. વાત તો પિતાની મહાનતાની છે
તો તેં શિર્ષક કેમ બદલાવ્યું ?”
લેખક દીકરાનો જવાબ ——
“પિતા તો મહાન જ હોય છે ………..માત્ર દીકરાઓ જ નાદાન હોય છે !!!”
આ વાત સાંભળીને પ્રકાશકની આંખમાંથી આંસુ સરી પડયા
દીકરો તો હજી પણ ચોધારઆંસુએ રડે છે
અને પોતાનું માથું રોજ જ દીવાલે અફાળે છે !!!
સાર :- પિતાજીની લાગણી અને દૂરદર્શી પર કયારેય શંકા ના કરાય !!!
——— જનમેજય અધ્વર્યુ
🌴🌱🌿☘🍀🍁🌾🌺🌻🌹
Leave a Reply