Sun-Temple-Baanner

ક્રિકેટનાં કેટલાંક અદ્ભુત અને રોચક તથ્ય


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


ક્રિકેટનાં કેટલાંક અદ્ભુત અને રોચક તથ્ય


🏏 ક્રિકેટનાં કેટલાંક અદ્ભુત અને રોચક તથ્ય 🏏

👉 [૧] બ્રાન્સબી કૂપર એ દુનિયાનો પહેલો ઇન્ડિયન બોર્ન ક્રિકેટર હતો
ઓસ્ટ્રેલીયન બ્રાન્સબી કૂપર પહેલી ટેસ્ટ ૧૮૭૭માં રમ્યો
મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર
એ જન્મ્યો માર્ચ ૧૫ ૧૮૪૪માં ડાક્કામાં જે અત્યારનું ઢાકા છે
એ પહેલાં ભારતનું એક ભાગ હતું
બાંગ્લાદેશનો જન્મ ૧૯૭૧માં થયો હતો !!!

👉 [૨] ઈસવીસન ૧૯૩૯માં ડર્બન ટેસ્ટ એ દુનિયાની લાંબામાં લાંબી અને પરિણામહીન ૯ દિવસ સુધી ચાલેલી ટેસ્ટ મેચ હતી
જેમાં સાઉથ આફ્રિકાએ પ્રથમ દાવમાં ૫૩૦ રન માર્યા હતાં
જયારે ઇંગ્લેન્ડ ૩૧૬ રનમાં ઓલ આઉટ થઇ ગયું
આફ્રિકાએ બીજાં દાવમાં ૪૩૦ રન માર્યા હતાં
હવે ઇંગ્લેન્ડને આ ટેસ્ટ જીતવાં માટે ૬૯૬ રનની જરૂર હતી
પણ ઇંગ્લેન્ડ ૨૧૮.૨ ઓવર્સમાં ૬૫૪ રન ૫ વિકેટે નોંધાવી શક્યું હતું
આ ટેસ્ટ મેચ માર્ચ ૩ થી ૧૪ માર્ચ દરમિયાન રમાઈ હતી

👉 [૩] ભારતના રૂસી સુરતી એ ભારત તરફથી ટેસ્ટ મેચ રમનાર ૯૯માં ખેલાડી હતાં અને તેમનો ૨૬ ટેસ્ટમેચોમાં સર્વાધિક સ્કોર પણ ૯૯ જ હતો !!!

👉 [૪] ગોર્ડન ગ્રીનીજ એ દુનિયાનો એક માત્ર એવો ક્રિકેટર છે કે જે રીટાયર્ડ નોટ આઉટ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ગણવામાં આવ્યો છે

👉 [૫] ઓસ્ટ્રેલિયાનો એલન બોર્ડર દુનિયાનો એકમાત્ર એવો ક્રિકેટર છે કે જેણે ટેસ્ટમેચનાં બંને દાવમાં ૧૫૦ રન માર્યા હોય
એલન બોર્ડરે પાકિસ્તાન સામે લાહોર ટેસ્ટમાં પ્રથમ દાવામાં ૧૫૦ નોટ આઉટ અને બીજાવમાં ૧૫૩ રન માર્યા હતાં
આ ટેસ્ટમેચ ૧૯૮૦માં રમાઈ હતી !!!

👉 [૬] ન્યુઝીલેન્ડનો માર્ક ક્રેગ એ દુનિયાનો એક માત્ર એવો ક્રિકેટર છે કે જેણે પોતાની પ્રથમ ટેસ્ટનાપ્રથમ દડે સિક્સ મારી હોય
ક્રેગે વેસ્ટ ઇન્ડીઝના બોલર સુલેમાન બેનની ઓવરમાં લોંગ ઓન પર સિક્સ મારી હતી
પ્રથમ ટેસ્ટ ન્યુઝીલેન્ડ વિરુદ્ધ વેસ્ટ ઇન્ડીઝ ૨૦૧૪માં!!!

👉 [૭] ભારતનાનો ઈરફાન પઠાણ એ ટેસ્ટમેચની પ્રથમ જ ઓવરમાં હેટ્રિક લેનારો દુનિયાનો એકમાત્ર ક્રિકેટર છે
ઈરફાન પઠાણે આ હેટ્રિક પાકિસ્તાન સામે કરાંચીમાં ઈસ્વીસન ૨૦૦૬માં લીધી હતી

👉 [૮] શ્રીલંકાનો શામીંડા ઈરંગા એ દુનિયાનો એક માત્ર એવો બોલર છે કે જેણે
ટેસ્ટમેચ,વનડે અને ટી૨૦માં પોતાની પ્રથમ જ ઓવરમાં વિકેટ લીધી હોય
ઈરંગાએ ટી ૨૦માં ગૌતમ ગંભીરની
ટેસ્ટમેચમાં શેન વોટસનની
અને વનડેમાં બ્રાડ હેડીનની વિકેટ લીધી હતી !!!

👉 [૯] માર્ક બાઉચરે પોતાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કર્કાર્દીમાં વિકેટકીપર તરીકે ૯૯૯ શિકાર ઝડપ્યા હતાં
અને બોલર તરીકે ૧ વિકેટ પણ લીધી હતી
માર્ક બાઉચરે ટેસ્ટમેચમાં કુલ ૫૫૫ શિકાર ઝડપ્યાં હતાં ……… ૫૩૨ કેચ અને ૧૯ સ્ટમ્પીંગ
વનડેમાં ૪૩૫ શિકાર ૪૦૩ કેચ અને ૩૨ સ્ટમ્પીંગ
અને ટી ૨૦માં ૧૯ શિકાર ૧૮ કેચ અને ૧ સ્ટમ્પીંગ
કુલ ૯૯૯ શિકાર
અને તેને બોલર તરીકે ઝડપેલી વિકેટ વેસ્ટઇન્ડીઝના ડવેઇન બ્રાવોની હતી !!!

👉 [૧૦] પાકિસ્તાનનો શોએબ માલિક એ થર્ડ અમ્પાયર દ્વારા અપાયેલો પ્રથમ લેગ બીફોર વિકેટ ખેલાડી હતો
આ બનાવ ૨૦૦૨નિ ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન ૨૦૦૨માં બન્યો હતો

👉 [૧૧] ઓસ્ટ્રેલીયાનો ડેનીસ લીલી એ ઈંગ્લેન્ડના વિલી દ્વારા કેચ આઉટ થયો ડીલીની બોલીંગમાં
લીલી કો. વિલી બો. ડીલી !!!
૧૯૭૮-૧૯૭૯ની એશિઝ સીરીઝ દરમિયાન !!!

👉 [૧૨] ઈરફાન પઠાણે ૧૭૩ વનડે વિકેટ લીધી છે અને હજી સુધી તે વર્લ્ડ કપ રમ્યો નથી

👉 [૧૩] વી વી એસ લક્ષ્મણ એ ૧૦૦ ઉપર તેસ્ત્મેચ રમ્યો છે અને એકેય વર્લ્ડકપ નથી રમ્યો

👉 [૧૪] વિરાટ કોહલીએ ટી ૨૦માં પ્રથમ બોલે નહીં પણ ૦મા બોલે વિકેટ લીધી છે
વિરાટે ઈંગ્લેન્ડના કેવિન પીટરસનની વિકેટ લીધી આમ તો પ્રથમ બોલે જ
પણ એ બોલ વાઈડ હતો
ઇસવીસન ૨૦૧૧માં!!!

👉 [૧૫] તમને એક વધારે જાણકારી આપું કે મુંબઈનો વિકેટકીપર વિનાયક સમ્રાટ એ વેસ્ટ ઇન્ડીઝ તરફથી રમ્યો હતો ઇસવીસન ૨૦૦૬માં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઓસ્ટ્રેલીયા સામે તેને બ્રેબોન સ્ટેડીયમમાં

ફિલ્ડીંગ કરી હતી !!!

👉 [૧૬] અશોક ગન્ડોત્રા એ બ્રાઝીલમાં જન્મેલો એક માત્ર ટેસ્ટ ક્રિકેટર છે

👉 [૧૭] નીલેશ કુલકર્ણી એ ભારતનો એકમાત્ર બોલર એવો છે કે જેણે ટેસ્ટમેચના પ્રથમ દડે વિકેટ લીધી હોય

👉 [૧૮] પ્રોબીર સેન એ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડોન બ્રેડમેનણે સ્ટમ્પડ કરનાર એક માત્ર વિકેટકીપર છે
તેણે આ કરિશ્મા વીનું માંકડની ઓવરમાં ઓસ્ટ્રેલીયા સામે એડેલેઈડ ઓવલમાં એક મેચમાં કર્યો હતો

👉 [૧૯] જો રૂટ દુનિયાનો એક માત્ર એવો ક્રિકેટર છે કે જેણે પોતાની પ્રથમ ૧૦ વનડેમાં ૨૫ કે તેથી વધારે રન માર્યા હોય

👉 [૨૦] વાઈડ બોલ અને નો બોલ એ બોલરની ગણતરીમાં લેવાની શરૂઆત ૧૯૮૩માં થઇ હતી
ભારત અને પાકિસ્તાન સામેની જયપુર વનડેથી !!!

👉 [૨૧] ઇસુરુ ઉદાના અને પ્રવીણ તામ્બેને નામે ૨ બોલમાં હેટ્રિક લેવાનો રેકોર્ડ છે
ઉદાનાએ ચેમ્પિયન્સ લીગ ટી ૨૦મ ન્યુઝીલેન્ડની સેન્ટ્રલ ડીસટ્રીકટ ટીમ સામે
અને પ્રવીણ તાંબે એ ૨૦૧૪માં આઈ પી એલમાં રાજસ્થાન રોયલ્સ તરફથી કોલકતા નાઈટ રાઈડર્સ સામેઅમદાવાદમાં લીધી હતી !!!

👉 [૨૨] ક્રીસ ગેલને નામે ઊભાં ઊભાં જ વનડેમાં ૫૦ સિક્સર મારવાનો વિક્રમ છે

👉 [૨૩] નવજોતસિંહ સિધ્ધુએ પોતાની પ્રથમ ૪ વનડેમાં ૫૦ કે તેથી વધુ રન માર્યા હતાં
ઓસ્ટ્રેલીયા સામે ૭૩
ન્યુઝીલેન્ડ સામે ૭૫
ઓસ્ટ્રેલીયા સામે ૫૧
અને ઝીમ્બાબ્વે સામે ૫૫ રન
સન ૧૯૮૭માં!!!

👉 [૨૪} સૌરવ ગાંગુલીએ એક જ ઓવરમાં ૪ છગ્ગા વનડે ઇન્ટરનેશનલમાં માર્યા હતાં જે ચારેય સ્ટેડીયમની બહાર ગયા હતાં

👉 [૨૫] તાજેતરમાં જ પૂરી થયેલીભારત અને ઓસ્ટ્રેલિયાની ટી ૨૦ની ૨ મેચની શ્રેણીમાં પ્રતઃમ ટી ૨૦ મેચમાં ઓસ્ટ્રેલીયાના બંને ઓપનર્સ રન આઉટ થયાં હતાં ….. આવો વિક્રમ બીજાં કોઈનો નથી !!!

સંકલન ——– જનમેજય અધ્વર્યુ

🍁🌺🌻🌹🍁🌺🌻🌹

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.