🏏 એશિયા કપ ફાઇનલ સ્પેશિયલ 🏏
👉 ચલો તમને કાલની એશિયા કંપની પૂર્વેની વાત કરું
👉 આરબ દેશો પાસે પૈસા બહુજ છે
તેલિયા રાજાઓ ખરાં ને
આમેય દુબઇ દરવર્ષે પ્રવાસીઓને આકર્ષવામાં સફળ રહ્યું છે
ખાસ કરીને ભારતીયોને !!!
એ લોકો સવલત અને સગવડ પણ સારી પુરી પાડે છે
પેકેજીસ ઘણા જાહેર થયાં છે
જે આપણને પોસાય તેમ છે
અત્યારે દુબઇ એ શું બોલિવૂડ કે શું ટોલીવૂડ કે કોલીવૂડ
એ દરેકનું ફિલ્મ માટેનું પ્રિય લોકેશન દુબઇ જ છે !!!
ગુજરાતી ફિલ્મો તો નહીં પણ ભાનુશાલીએ સરસ્વતીચંદ્રમાં દુબઇ બતાવ્યું હતું
નવલકથાનું સત્યાનાશવાળીને એનું આગવું ઇન્ટરપ્રિટેશન એમણે કર્યું હતું
જે ગુજરાતી સાહિત્ય રસિકોને નહોતું ગમ્યું
હવે અબુધાબી પણ ફિલ્મોનું પ્રિય લોકેશન બને છે
“બેબી ” ફિલ્મ એનું જ્વલંત ઉદાહરણ છે !!!
👉 2015 ના વર્લ્ડ કપ પછી
અને 2016ના એશિયા કપ પછી
ભારતને યુએઈ સાથે શ્રેણી રમવાનું આમન્ત્રણ મળ્યું હતું
પણ વ્યસ્ત કાર્યક્રમને કારણે તે શક્ય નહોતું બન્યું તે વખતના કપ્તાન ધોનીએ
આ માટે કહ્યું હતું કે
” અમને ગમશે પણ અત્યારે તો નહીં જ કારણકે અમારે ઘણી શ્રેણીઓ રમવાની છે……
યુએઈ આગળ આવે એ અમને ગમશે જ !!!”
પટ આઇસીસીએ આ માટે પહેલ કરી
એશિયા કપ ક્વોલિફાયર ના નામે એક કપ રમાડ્યો
એમાં એશિયાની ઘણી ટિમો હતી
મલેશિયા, સિંગાપુર , હોંગકોંગ , નેપાળ, યુએઈ, ઓમાન વગેરે
એમાં યુએઈ જ ક્વૉલિફાય થશે એમ બધાં માનતાં હતાં
પણ ફાઇનલમાં તે હોંગકોંગ સામે હારી ગયું !!!
અને આમ સૌપ્રથમ વાર હોંગકોંગને એક અંતરરાશરીય કપ રમવાની તક મળી
હોંગકૉન્ગમાં ઘણા ભારતીયો અને ઘણા મુસ્લિમ ખેલાડીઓ છે
જેઓ ઘણું જ સારું રામે છે એનો સુકાની ભારતીય મૂળનો છે
ભારતને પણ એમ લાગ્યું કે જે અફઘાનિસ્તાનની આબરૂ આપણે અહીં લીધી હતી
તે વું બીજા નવોદિત દેશો સાથે ના બને એટલા માટે એમણે નવતર પ્રયોગો કર્યા
જેમાં અફઘાનિસ્તાન અને હોંગકોંગ સોળેકળાએ ખીલ્યું
અને ભારતીય નવોદિતોને થોડો આંતરરાષ્ટ્રીય અનુભવ મળે એટલા માટે એમણે બધાને તક આપી !!!
ભારતનો આશય એમના ક્રિકેટ બોર્ડને પૈસા કમાવી આપવાનો હતો !!!
આયોજકો પણ ખુશ અને ક્રિકેટ બોર્ડ પણ ખુશ !!!
ભારતનું ક્રિકેટ બોર્ડ સૌથી ધનાઢ્ય છે તમામ ક્રિકેટ રમતાં દેશોમાં
👉 પાકિસ્તાનની ભૂલ એમને નબળી ટીમ મોકલી હતી એ હતી
તોય પાકિસ્તાને એશિયા કપમાં રસ જળવાઈ રહે એ માટે એ અફઘાનિસ્તાન સામે જાણી જોઈને છેલ્લી ઓવરમાં જીત્યું !!!
ભારત તો આવા કાર્યમાં માહિર જ છે
જે એણે હોંગકોંગ , અફઘાનિસ્તાન અને કાળની ફાઇનલમાં કર્યું
પાકિસ્તાન સામે ચેમ્પિયન્સ ટ્રોફી હારી જવાનો બદલો ભારતે બહુજ સારી રીતે લીધો
એમાં એક સારી ટિમ શ્રીલંકાનો ભોગ લેવાયો !!!
આ ટીમ જો ફાઇનલમાં હોત તો ઓર મજા આવત !!!
👉 ભારત ઘણીવાર બાંગ્લાદેશ સામે એશિયાકપની ફાઇનલમાં ટકરાયું છે
બાંગ્લાદેશે એમાં ઘણી સારી ફાઇટ આપી છે
પણ
જે 2015ના વર્લ્ડકપમાં બન્યું હતું
અને
જે આ વર્ષની શરૂઆતમાં બન્યું હતું
નિડાસ ટ્રોફી જેવો રોમાંચ પેદા કરવાનો
આવી તક ભારત ગુમાવવા નહોતું માંગતું !!!
👉 કાલની ફાઇનલ પહેલાં વિકેટકીપર રહીમનું સ્ટેટમેન્ટ હતું
“અમે જ આ મેચ જીતીશું અને નાગિન ડાન્સ કરીશું ”
ત્યારે ધોની એ કહ્યું ——” આ હોશમાં તો છે ને !”
સુકાની રોહિત શર્માએ કહ્યું “અબે યે ક્યાં બોલ રહા હૈ !!”
અને ભારતના મનમાં એક યોજના સાકાર થઇ
જે આખરી રૂપ આપ્યું સુકાની રોહિત શર્માએ
👉 ટોસ ભારત જીત્યું હતું
પેચની વર્તણૂકથી ભારત વાકેફ હતું
પહેલા બેટિંગ જ લેવાય
પણ એમ કાર્ટ તો ભારત જંગી જુમલો કરીને મેચ એકતરફી બનાવી દેત
પણ તેણે કૃત્રિમ રોમાંચ લેવાંનું નક્કી કર્યું
એટલે એણે બાંગ્લાદેશને બેટિંગમાં ઉતાર્યું
આશય એ હતો કે બાંગ્લાદેશ 240ની ઊપર રન કરે
પણ એ થઇ ના શક્યું
👉 બાંગલાદેશ પણ ઉસ્તાદ હતું
એણે લીટોન દાસ જોડે ઓપનિંગમાં મહેંદી હસનને ઉતાર્યો
આ જોડીએ 120 રન માત્ર 21 ઓવર્સમાં કર્યા
ત્યારે રોહિત શર્માને પોતાનો અનિર્ણય ગલત જરૂર લાગ્યો હશે
પણ એ શાંત હતો
22 ઓવરમાં તેણે પોતાનું માસ્ટર કાર્ડ આગળ કર્યું
છઠ્ઠો બોલર કેદાર જાધવને બોલિંગ આપીને
આ એનું ટ્રમ્પકાર્ડ સાબિત થયું
એને મેંહદી હસનની વિકેટ લીધી
પછી શરૂઆતની ત્રણ ઓવર્સમાં ધોવાયેલા ચહલને બોલિંગ આપી
તેણે પણ વિકેટ લીધી
ધોવાયેલા અને દિશાહીન બોલિંગ કરતાં રવિન્દ્ર જાડેજાને પછી બોલિંગ જ ના આપી
પણ તે એક બહુજ સારો ફિલ્ડર છે એ એણે કાલે સાબિત કરી દીધું
પણ એ પહેલા કેદાર જાધવે ઈન ફોર્મ બેટ્સમેન કિંમતી વિકેટ લીધી સસ્તામાં
તો કુલદીપ યાદવે સદીબાજ દાસની વિકેટ લીધી
અને ઉત્તમ ફિલ્ડર રવીન્દ્ર જાડેજાને કારણે
મિથૂન રનઆઉટ થયો
આ વખતે સ્કોર હતો 152/5
ભારત સામે માથાનો દુખાવો બનનાર મહોંમદઉલ્લાહ પણ ના ચાલ્યો
પછી તોય બાંગ્લાદેશ 250 કરી શકે એમ હતું જ
પણ 188 રાણે 121 રને આઉટ થનાર દાસ પછી પણ એ શક્ય જ હતું
કારણકે સૌમ્ય સરકાર ,મોર્તઝા અને ફૂલ નહીં ને ફૂલની પાંખડી રૂપી સાથ આપે એવો નઝરૂલ ઇસ્લામ બાકી હતો
સમય સરકાર એક સારી પારી રમ્યો જરૂર પણ પાછળથી ય વિકેટો ટપોટપ પડી અને બાંગ્લાદેશ 222 રનમાં 48.3 ઓવર્સમાં સમેટાઈ ગયું
👉 રોહિતને લાગ્યું કે આટલાં રણ તો સહેલાઈથી કરી શકીશું
પણ તોય તે કૃત્રિમ રોમાંચ પેદા કરવા જરૂર માંગતો હતો
શિખર ધવન, રાયડુ બહુ જલ્દી થી આઉટ થઇ ગયાં
બાંગ્લાદેશના ત્રણ બોલરો મુફ્તઝીર રહેમાન, સુકાની મોર્તઝા અને રોબેલ હુસ્સેન એ ખરેખર સારાં બોલરો છે
મને પણ આ મેચના એક દિવસ પહેલાં એમ જરૂર લાગતું હતું કે આ બોલરો સામે જીતવું આસાન નહીં જ હોય
અને બન્યું પણ એમ જ !!!
બાંગ્લાદેશની તારીફ કરવામાં હું કોઈ કચાશ રાખવાં માંગતો જ નથી
પણ બાંગ્લાદેશની કેટલીક અણઆવડતને કારણે રોહિત શર્મા શાંત જ હતો
એના ને ધોનીના તથા રવિન્દ્ર જાડેજા અને ભુવનેશ્વરનાં કેટલાક શોટ્સ કાબિલેતારીફ હતાં
બાંગ્લાદેશની બોલિંગ સારી હતી અને ફિલ્ડિંગ પણ સારી હતી
પણ કેટલાંક બિનજરૂરી થ્રોને કારણે રન પણ મળ્યાં હતાં
👉 છેલ્લે એક નામી બલ્લેબાજનું હોવું જરૂરી હતું
રોહિત શર્મા કેમ એક સારો સુકાની છે
તેનું હું કાલ નું દ્રષ્ટાંત આપું
કેદાર જાધવ ઘાયલ હતો તે ઝડપી સિંગલ લેતો હતો
ત્યાં જ રોહિતે માસ્ટર સ્ટ્રોક ખેલ્યો
કેદાર જાધવને પાછો ડ્રેસિંગ રૂમમાં બોલાવીને ભિવે ને બેટિંગમાં ઉતાર્યો
ભુવિ આ પહેલા અને હમણાં હમણાં સારી બેટિંગ કરી જાણે છે
એને કાલે રોબેલ હુસ્સેનને મારેલો ચ્ચગ્ગો કાબિલેદાદ માંગી તેવો હતો
છેલ્લી 7ઓવર રહેમાન -મોર્તઝા – રોબેલ વચ્ચે વહેંચાયેલી હતી
રહી હતી બાકી 1 ઓવર જે મારા ધાર્યા પ્રમાણે મોહમદઉલ્લાહે નાંખી
આ છેલ્લી ઓવર હતી દબાણ ભારતીય ટીમ ઝેલી નહીં શકે
પણ જીતની નજીક જ હતા ત્યારે જાડેજાએ વિકેટ ફેંકી
ત્યારે જ રોહિતનો આ દાવ કામે લાગ્યો
એણે કેદાર જાધવને ફરી બેટિંગમાં મોકલ્યો
કુલદીપ શર્માએ એને સાથ આપ્યો
જો કેદાર જાધવ છેલ્લી ઓવરમાં ના હોત તો ભારત કદાચ હારી ગયું હોત
કે મેચ ટાઈ થઇ હોત !!!
50 ઓવર્સની મેચમાં સુપર ઓવર્સનો કોઈ જ નિયમ નથી
એટલે જો ટાઈ થઇ હોત તો ભારત અને બાંગ્લાદેશને સંયુક્ત વિજયી ઘોષિત કરવું પડત
આમ ના થાય એટલા માટે સુકાની રોહિતે આ ટ્રમ્પકાર્ડ ખેલ્યું
જે કારગત નીવડ્યું
કેદાર જાધવે છેલ્લાં બોલે લેગબાઇનો રન દોડીને ભારતને વિજયી બનાવ્યું !!!
જયારે જયારે રોહિત શર્મા વનડે અને ટી 20માં સુકાની રહ્યો છે
ત્યારે એને ઘણા આશ્ચર્યજંક નિર્ણયો લીધાં છે
જે કારગત નીવડ્યા છે
કાલે પણ એ ડ્રેસિંગ રૂમમાં રિલેક્સ મૂડમાં જ હતો
ખાલી શાસ્ત્રી જ ગંભીર હતો !!!
હવે મારો લાખ રૂપિયાનો સવાલ
શું રોહિત શર્માને કાયમી વનડે અને ટી 20 માટે સુકાની બનાવાય ખરો !!!
એક ઓપિનિયન પોલ પ્રમાણે 95 ટકા લોકોની તો હા છે
તમે શું માનો છો મિત્રો !!!
ભારત જીત્યું એનો આનંદ માણો
ખોટું પિષ્ટપેષણ રહેવા દો તો સારું
કારણકે 10મી ઓક્ટોબરથી ભારતમાં ભારત વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની 2 ટેસ્ટની શરૂ થાય છે
ત્યારે લખવાની નહીં તો જોવાની તો માજા આવશે જ મિત્રો !!
કારણકે નવેમ્બરમાં ભારત ઓસ્ટ્રેલિયા જવાનું છે
એ દોરો પણ નહિ હોય આસાન
એ અત્યારથી જ કહી દઉં છું તમને !!!
ત્યાં સુધી વિજયોલ્લાસ !!!
———— જનમેજય અધ્વર્યુ
🎏🎏🎏🎏🎏🎏🎏🎏🎏
Leave a Reply