Sun-Temple-Baanner

મહોંમદઅલી જિન્નાહ – પાકિસ્તાનના જન્મદાતા


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


મહોંમદઅલી જિન્નાહ – પાકિસ્તાનના જન્મદાતા


પોસ્ટ ઘણી લાંબી છે સમય કાઢીને વાંચજો બધાં

✍ મહોંમદઅલી જિન્નાહ ——- પાકિસ્તાનના જન્મદાતા
એક આગવું વ્યક્તિત્વ અને વરવું રાજકારણ ✍

✍ ધ રાઈઝ ઓફ મોહંમદઅલી જિન્નાહ ✍

👉 શરૂઆત ઇતિહાસથી કરીએ આપણે
મારા ઇતિહાસના લેખોમાં અને ઇતિહાસમાં જોયું આપણે કે ઇતિહાસમાં ગદ્દારોની ખોટ નથી
જયચંદ પૃથ્વીરાજના સમયમાં ઇતિહાસના ચોપડે નોંધાયેલો પહેલો ગદાર છે
આ ઇતિહાસના તાણાવાણાથી બ્રિટીશરો વાકેફ જ હતાં
એમને પણ આ જ રસ્તો અપનાવ્યો
ભારતની પ્રજાની લાલચને પોષવાનો
અંગ્રેજો પહેલા પણ ભારતમાં વિદેશીઓ વેપાર અર્થે આવેલાં હતાં
અને અંગ્રેજો પણ આજ અર્થે આવેલાં
પણ ભારતની પ્રજામાં ફાટફૂટ પાડી શકાય છે એ તેમણે જોયું
કેમ ના સોનાના ઈંડા આપતી મરઘી પર રાજ ના કરી શકાય ?
હવે ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ પગપેસારો તો બંગાળથી કરેલો
તે વખતના બંગાળના રાજા સીરાજુદૌલ્લાએ આનો ઉગ્ર વિરોધ નોંધાવેલો
અને રીતસરનું યુદ્ધ કરેલું અંગ્રેજો વિરુદ્ધ
હવે …… સીરાજુદૌલ્લા તો મુસ્લિમ શાસક હતો
અને અંગ્રેજોની લાલચમાં આવી જઈને
અમીચંદ અને જયચંદ
તથા મીરજાફર અને મીરકાસીમ જેવાં નાપાક ગદ્દારોને કારણે સિરાજુદૌલ્લાની પ્લાસીનાં યુધ્ધમાં ઇસવીસન ૧૭૫૭માં હાર થઇ
હિંદુઓ એક નથી એ અંગ્રેજોએ નજરે જોયું
આમ સિરાજુદૌલ્લાની હાર પછી ઇસ્ટ ઇન્ડીયા કંપની પછીથી બ્રિટીશ તાજના અનુશાશન હેઠળ આવીને
ભારત પર રાજ કરવાં લાગી !!!
આ તો એમની માત્ર એક ચાલ હતી
ભારતને નેસ્તનાબુદ કરવાની અને બ્રિટીશ ઇન્ડિયા બનવવાની
આ માટે ભારતીયોની એકતા તોડવી આવશ્યક હતી !!!
ભારત અનેક કોમોમાં અને ધર્મોમાં વહેંચાયેલો દેશ છે
એ પહેલા તો એમણે વાંચ્યું હતું ……..લખ્યું હતું
અહીના વસવાટ દરમિયાન તેમણે તે નજરે જોયું
પણ હિંદુઓ વધારે છે એમને તોડતાં તો વાર નહીં લાગે
ધર્મ અને જાતિવાદનો ઓવરડોઝ જો એમને આપી દેવામાં આવે તો એલોકો જ અંદરોઅંદર લડીને કપાઈ મરશે
પણ એમાં આડે આવતો હતાં મુસ્લિમો
આ પ્રજાને જો હાથ પર લેવામાં આવે તો ભારતમાં દીર્ઘ શાસન કરતા કોઈ વાંધો નહિ આવે
એવું અંગ્રેજોનું માનવું હતું અને એમણે તે અમલમાં પણ મુક્યું
અને ડેલહાઉસી મહા વિચક્ષણ રાજનીતિજ્ઞએ એક નીતિ બનાવી
“ભાગલા પાડો અને રાજ કરો ”
“ડીવાઈડ એન્ડ રુલ”
આનાં જ પરિણામો આપણે આજ સુધી ભોગવતાં રહ્યાં છીએ
અને ના જાણે ક્યાં સુધી ભોગવતાં રહીશું ?

👉 એમ જ હોત તો ટીપુ સુલતાન વખતે પૂર્ણઈયા એ દગાખોરી ના કરી હોત
આજ માણસ ટીપું સુલતાનની હારનું કારણ બન્યો હતો !!!
૧૮૫૭ન બળવાની આગેવાની પણ મોગલ બાદશાહ બહાદુરશાહ ઝફરે લીધી હતી
આબધામાં હિંદુ-મુસ્લિમ એક થઈને લડ્યા હતાં
કેટલાંકે મદદ કરી તો કેટલાંકે મદદ ના કરી !!!
પણ ભારતીય એકતાના દર્શન જરૂર થયાં અંગ્રેજોને

👉 હવે અંગ્રેજો રંગભેદની નીતિમાં માનતાં હતાં
આ એમને મહદઅંશે નડ્યું પણ ખરું
જો આવું ના થયું હોત તો ગાંધીજીની લડત સાઉથ આફ્રિકામાં શરુ થઇ ના હોત
અને ગાંધીજી પિકચરમાં જ ના આવ્યાં હોત
આજ લડતે એમનમાં નવું જોમ અને જોશ પૂર્યા
અને આજ લડત પાછળથી ભારતમાં આવીને
અહિંસાથી આઝાદીમાં શરુ થઇ અને ખતમ પણ થઇ
આમાં ભારતને બીજા નવા બે શબ્દો પણ મળ્યા
સત્યાગ્રહ અને અસહકાર !!!

👉 આ લડતમાં ભારતની લગભગ બધી જ કોમો જોડાઈ હતી
ક્યારેક કોઈની સાથે મતભેદ થયો તો ક્યારેક અંગ્રોજે મતભેદ કરાવ્યો !!!
પણ પ્રજા તો ગાંધીજીની સાથે જ હતી
ગાંધીજીનો કરિશ્મા ગજબનો હતો
ગાંધીજી એવા નેતા બની ગયા હતાં કે એમને તોડવા કે એમને મારવાં અંગ્રેજોને માટે અશક્ય હતું
એમને એક જ વસ્તુ આવડતી હતી તે છે ——– ફાટફૂટ !!!!
અને તે એમણે પડાવી પણ ખરી મુસ્લિમોને જેલમાં ખુબ જ સવલત આપવા માંડી
જેનો વિરોધ કર્યો એક પત્રકાર લેખકે
નામ એમનું —– વીર સાવરકર
અને આમ અસ્તિત્વમાં આવ્યું આપણું સૌનું માનીતું કટ્ટર હિન્દુવાદી સંગઠન
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ !!!!
આનેજ હિન્દુઓને એક કર્યા એમાં બે મત નથી !!!
આનાથી વળી પાછા અંગ્રેજો ચોંક્યા
એમને લાગ્યું કે આતો કરવા ગયાં શીરો અને થઇ ગઈ થુલી !!!
એટલે એમને અલ્પસંખ્યક મુસ્લિમોને પોરસાવા માંડયા !!!

👉 ગાંધીજી સાથે આમેય મતભેદ હોવાના કારણે જ મુસ્લીમલીગ કોંગ્રેસમાંથી છુટું પડ્યું હતું
અને મહાન નેતા સુભાષચંદ્ર બોઝ
સુભાષબાબુ પર ગાંધીજીએ શું કહ્યું હતું એ માટે તમારે
Shareinindia.inમાં એમના વિશેનો લેખ વાંચજો
આમાં મેં ગાંધીજી વિષે પણ લખ્યું છે પણ વાંચજો જરા સમય કાઢીને
મુસ્લિમલીગની સ્થાપના કરી શ્રી મોહંમદઅલી જિન્નાહે
આમાં કશું જ ખોટું નથી ……..
આમેય અત્યરે તો ગધેડાઓ પણ નવી પાર્ટી બનાવીને ગઠબંધન કરતાં જ હોય છે ને!!!
પણ જિન્નાહનાં મનમાં મુસ્લિમોનું હિત પહેલું હતું
એમાં કોઈ જ બેમત નથી !!!
એમની આ મહત્વાકાંક્ષ પોષી અંગ્રેજોએ !!!
એમણે જ જિન્નાહને પાછળથી જયારે આઝાદી આપવાની વાત આવી ત્યારે
પાકિસ્તાનની માંગણી કરવાનું કહ્યું હતું !!!
અને ગાંધીજી ભારતની પ્રજાના હિત માટે સહમત થયાં હતાં
એમને દૂરદર્શિતા ગજબની હતી
એમને ભાગલાં વખતે આવી ખૂનામરકી થશે એની ખબર હતી
એ નહોતા ઈચ્છતાં કે ભારતની શાંતિ જોખમાય !!!
પણ વિધિને કૈંક જુદું જ મંજૂર હતું
જે થવાનું છે એ તો થઈને જ રહે છે
એમિથ્યા કયારેય થઇ થઇ શકતું નથી !!!!
એટલેજ ગાંધીજી વહેલામાં વહેલી તકે પાકિસ્તાન આપવા તૈયાર થયાં
અને આર્થિક રીતે સદ્ધરતા બક્ષવા પણ
આ માટેના એકત્ર કરાયેલાં ૫૫ કરોડે જ
હિંદુ દ્વારા જ ગાંધીજીની હત્યા કરાવી હતી
એક જાણકારી આપી દઉં કે આમાં RSSનો કેટલો હાથ છે એની તો ખબર નથી મને!!!
પણ બ્રિટન-પાકિસ્તાન-રશિયા અને ખુદ અમેરિકા પણ ગાંધીજીની હત્યા માટે જવાબદાર છે
એટલું જ નહીં ખુદ એમણે જ તે કરાવી હતી !!!

👉 આટલે સુધી તો કૈંયે ખોટું નહોતું
પણ પાકિસ્તાન સ્વતંત્ર થયું અને જિન્નાહને તો કેન્સર હતું
એ ગુજરી ગયાં પણ એવા નાલાયક શાસકો મુકતાં ગયાં કે જેમને ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું એટલું જ નહીં
પણ ત્રણ ત્રણવાર યુદ્ધ કર્યું અને તેઓ હાર્યા
આમાં નહેરુની વિદેશનીતિ જ એમને નડી
અને એમને સરદાર પટેલનું કહ્યું બિલકુલ જ ના માન્યું
વી કે કૃષ્ણમેનન અને કાશ્મીરનો શેખ અબ્દુલ્લાણે છૂટો દોર્ર આપ્યો
સરદાર આમના પર વિશ્વાસ ના મુકવાનું કહેતાં રહ્યાં અને નહેરુ એમને બિલકુલ જ ગાંઠ્યા નહી
આના જ પરિણામો આપણે આટલાં વર્ષે પણ ભોગવતાં રહીએ છીએ !!!
નહેરુ વાંકમાં છે…..છે અને છે જ !!!!
એ નજરઅંદાજ કરીશકાય એમ નથી જ !!!

👉 ભારતના મુસ્લિમો તો તો શાંતિથી જ રહે છે હિંદુ મુસ્લિમ તહેવારો ખભેખભા મિલાવીને ઉજવે છે
અરે અમદાવાદમાં પણ રામ-રહીમ સોસાયટી છે
જે ભારતમાં કોમી એખલાસનું પ્રતિક છે !!!!
સવાલ એ છે કે તો પછી આ ઝેર ઓક્યું કોણે?
લોકોમાં આટલું વૈમનસ્ય પ્રસરાવ્યું કોણે!!!

👉 શાંતિથી વિચારશો તો અનો જવાબ તમને આપોઆપ મળી જશે !!!

👉 મહોંમદઅલી જિન્નાહ વિષે સરસ માહિતી
મારાં પરમમિત્ર શ્રી Devang Chhayaએ આપેલી છે
જે વાંચી જવા નમ્ર વિનંતી છે !!!

👉 એક મસ્ત પ્રસંગ ——–

👉 પણ એમનાં વ્યક્તિત્વ નીખારતો એક પ્રસંગ તમને કહું
જે આ આગાઉ હું લખી જ ચુક્યો છું
પણ તમારા માટે એ ફરીવાર લખું છું આજે
મોહંમદ અલી જીનાંહ એક આગવું વ્યક્તિત્વ ધરાવતાં હતાં
“સુટ બુટમેં આયા કનૈયા …..બેન્ડ બજાને કો ”
આ ગીત પંક્તિ શ્રી જિન્નાહ વિષે બહુજ સાચી ઠરે છે
એમની પ્રતિભા આગવી જ હતી એમાં કોઈજ બે મત નથી
એમને એક ટેવ હતી કે એ ચેન સ્મોકર હતાં
કદાચ …… કદાચ …… આ જ કારને એમને કેન્સર થયું હોય !!!
જવા દઈએ એ વાત મૂળ પ્રસંગ પર આવીએ આપણે !!!

👉 અંગ્રેજો ભારતમાં ઉનાળામાં પડતી ગરમીને કારણે ઇંગ્લેન્ડ જાય
એમને જવાની ઉતાવળ એટલી બધી કે
એ કોર્ટમાં કોર્ટનો સમય પતી ગયા પછી પણ કર્મચારીઓને રોકીને કેસો પતાવતાં હતાં
કર્મચારીઓને પણ ઘરબાર હોય છે
એલોકો હેરાન પરેશાન થઇ જતાં હતાં
લોકોને સાચો ન્યાય પણ મળતો નહોતો
આ વાત વાજતે ગાજતે મહોંમદઅલી જિન્નાહ પાસે પહોંચી
જિન્નાહ જેઓ એક ખુબ સારા વકીલ હતાં
તેમણે કહ્યું —–
” હવે હું મારી રીતે આ પ્રશ્ન ફોડી લઈશ
તમે ચિંતા કરોમા !!!”
જિન્નાહ જજની ચેમ્બરમાં ગયાં
એક ભાઈના વકીલ તરીકે
મેઈન કોર્ટની જગ્યાએ એક અલાયદી નાનકડી રુમમાં કેસ ચાલતો હતો
કેસની સુનાવણી થતી ગઈ
સમય વહેતો ગયો
અને અચાનક જિન્નાહે જજની સામે પોર્તા બુટ ઉંચે કરીને પગ લંબાવીને
ગજ્વાથી સિગારેટ કાઢીને પીવાં લાગ્યાં
અંગ્રેજ જજે કહ્યું ——-
” મિ. જિન્નાહ વોટ આર યુ ડુઈંગ આ કોર્ટની તૌહીન છે !!”
ત્યારે જીન્હે મસ્ત જવાબ આપ્યો ——
“માય લોર્ડ …….. જરા ઘડિયાળ જુઓ અત્યારે પાંચ વાગી ગયાં છે
કોર્ટનો સમય તો પતી ગયેલો ગણાય
અને બાય ધ વે આ કોર્ટ જ નથી
કારણકે તમારી પાછળ રાજા પંચમ જ્યોર્જનો ફોટો જ ક્યાં છે !!!”
હવે જજને પોતાની ભૂલ સમજાઈ ત્યાર પછી ૫ વાગ્યા પછી કોઈ ના ચલાવ્યા
આવા હતાં જિન્નાહ !!!

👉 આ તો એક પાસું હતું જિન્નાહનું
પણ આજ માણસે પેન્ટની ક્રીઝ પાડ્યા વગર પાકિસ્તાન લીધું એ પણ એટલી જ સાચી વાત છે
પણ એમણે જે કંઈ પણ કર્યું એ એમનાં દેશ માટે કર્યું છે
એમાં આપણે એટલા બધા ઊંચાનીચા થઇ જવાની જરૂર ખરી કે
કોઇપણ વ્યક્તિ પોતાના દેશ માટે આમ જ કરે

👉 પણ વાંધો ત્યાં છે કે એમને ઉંચે લઇ જવામાં
તમે આપણા રાષ્ટ્રપિતાને નીચાં ચીતરો છો
આ કોઈપણ કાળે થવું ના જ જોઈએ
અને એવું હું થવા પણ નહીં જ દઉં
આમાં રાજકીય ખીચડી પકાવવી બંધ કરો
પક્ષીય રાજકારણ બંધ કરો મિત્રો
મને વ્યક્તિ તરીકે જિન્નાહ સામે કોઈ જ વાંધો નથી !!!

👉 આ આખી આટલી લાંબી પોસ્ટ એટલા માટે લખી છે
ભારત-પાકિસ્તાનના ભાગલાની ફળદ્રુપ નીપજ અંગ્રેજોની છે
નહીં કે ગાંધીજીની !!!
અને હા ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે
એમને માનાર્થે જ બોલાવવા જોઈએ
શું તમે તમારા પિતાજીને તુંકારે બોલાવો છો
વિવેકી બનો પહેલાં પછી જ કોઈ વાત કરો !!!

***** આ પોસ્ટમાં કોમેન્ટ નોટ એલાઉડ અલબત્ત આડીતેડી હોં
૨ તો ગયાં છે ક્યાંક તમારો વારો ના આવી જાયએ ધ્યાન રાખજો !!!
અસ્તુ !!!

———- જનમેજય અધ્વર્યુ

🍁🍁🍁🍁🌻🌻🌻🌻🍀

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.